મધમાં આ ચૂર્ણ મિક્સ ખાવાથી કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલ,સાથે આ બીમારીઓથી પણ મળશે છૂટકારો…

0
150

હાલ વર્તમાનમાં ખરાબ ખાનપાનના પગલે લોકોને ઘણી તકલીફો થઈ રહી છે.જેમાં ઘણી બીમારીઓ થઈ રહી છે.અને પ્રદુષણને કારણે સ્કિન પણ ખરાબ થઇ રહી છે. આ બધાથી છુટકારો મેળવવા આપણે ઘણા પ્રકારના ઉપાય કરીએ છે દવા કરાવીએ છીએ પરંતુ ભાગ્યે જ કોઈ.ફાયદો મળે છે.આ બધાથી છુટકારો મેળવવા આપણું ઘરનું રસોડું જ એક ઔષધિય દવાખાનું છે.જેમાં બધી જ સમસ્યાના ઉપચાર રહેલા છે.ચહેરાના ખીલથી પેટના અલ્સર સુધીની ઘણી બિમારીઓ આ એક આયુર્વેદિક દવાથી તેનો અંત લાવી શકાય છે.

જો તમે આ પાઉડરને મધ સાથે મિક્સ કરીને ખાશો. એટલું જ નહીં, કોરોના ઇન્ફેક્શન સમય દરમ્યાન આરોગ્યની સંભાળ માટે આ દવાનો ઉપયોગ આયુષ મંત્રાલય દ્વારા પણ કરવામાં આવ્યો છે.અમે અહીં મધ સાથે તજ પાવડર લેવાની વાત કરી રહ્યા છીએ. અમે તમને ઘણી વાર તજથી થતા ફાયદાઓ જણાવ્યા છે. ખાસ કરીને કોરોના યુગમાં, તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ દ્વારા જ આપવામાં આવી છે. ચાલો અહીં જાણીએ કે તજ અને મધનું સાથે સેવન કરવામાં આવે તો ગંભીર રોગોથી બચી શકાય છે..

તજ મનને પ્રફુલ્લિત કરે છે. તમામ પ્રકારના દોષને દુર કરે છે. તે પેશાબ અને ભેજ એટલે કે માસિક ધર્મ ચાલુ કરે છે. ધાતુની પુષ્ટી કરે છે. માનસિક ઉન્માદ એટલે ગાંડપણ દુર કરે છે. તેનું તેલ શરદીની બીમારીઓ અને સોજા અને દુ:ખાવાને શાંત કરે છે. માથાના દુ:ખાવા માટે તે ઘણી જ ગુણકારી ઔષધી હોય છે.તજ ઉષ્ણ, પાચક, સ્ફૂર્તિદાયક, વીર્યવર્ધક અને મૂત્રલ છે. તે વાયુ અને કફનું શમન કરીને ઉત્પન થતા ઘણા રોગોને દુર કરે છે.તે શ્વેત રક્તકણોની વૃદ્ધી કરીને રોગ પ્રતિકારક શકરી વધારે છે.

હરસ, કૃમિ, ખંજવાળ, રાજ્યલક્ષમા (ટી.બિ.), ઇન્ફલુંએંજા (એક પ્રકારનો ઠંડો ચેપી જ્વર), મૂત્રાશયના રોગ, ટાઈફોઈડ, હ્રદય રોગ, કેન્સર, પેટના રોગ વગેરેમાં તે લાભદાયક છે. ચેપી બીમારીઓની આ ખાસ ઔષધી છે.તજ ગરમ હોય છે. એટલે તેને થોડા પ્રમાણમાં લઈને ધીમે ધીમે વધારવું જોઈએ. પણ જો કોઈ પ્રકારની આડ અસર કે નુકશાન થાય તો સેવન થોડા દિવસમાં જ બંધ કરી દો છો, અને ફરી થોડા પ્રમાણમાં લેવાનું શરુ કરો.તજ પાવડરના ઉપયોગનું પ્રમાણ ૧ થી ૫ ગ્રામ હોય છે. પાવડર ચમચીની કિનારીથી નીચે સુધી જ ભરવી જોઈએ. બાળકોને પણ આવી રીતે ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. તજનું તેલ ૧ થી ૪ ટીપા સુધી કામમાં લઇ શકાય છે. તજનું તેલ તીક્ષ્ણ અને તેજ હોય છે. તેથી તેને આંખોની પાસે ન લગાવો.

મધમાં તજ પાવડર મિક્સ કરીને ધીરે ધીરે સેવન કરો. તેને એક સાથે ખતમ ન કરવું. જ્યારે મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં ધમી ગતિએ પ્રવેશ કરે છે અને ગળા તેમજ ફેફસાની અંદરની ત્વચા પર મલમ લગાવવાનું રામ કરીને પેટમાં પહોંચે છે. ખીલ એ ખૂબ સામાન્ય સમસ્યા છે. પરંતુ આ સમસ્યાને કોઈ રોગની જેમ માનવામાં આવતી નથી. જ્યારે અમૂક સમયગાળા પછી તે ત્વચામાં ગંભીર ચેપ તરીકે વધવા માંડે છે. કારણ કે પિમ્પલ્સ ફક્ત પેટની અસ્વસ્થતાને કારણે નહીં પરંતુ સ્કિન પર એક્ટિવ બેક્ટેરિયાના કારણે પણ થાય છે.જો તજનું સેવન મધ સાથે લેવામાં આવે તો શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત રહે છે.

પરંતુ ધ્યાનમાં રાખો કે તજ પાવડરનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં થાય છે. તમારે એક ચમચી મધમાં એક ચપટી તજ પાવડરનું સેવન કરવું જોઇએ. જે લોકોને વારંવાર યુરિન ઇન્ફેક્શનની સમસ્યા હોય છે, તેઓએ તજ અને મધનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને યુરિન ઇન્ફેક્શનની સમસ્યા સ્ત્રીઓમાં જોવા મળે છે તેથી તેઓએ તેમના અંગત સ્વાસ્થ્યની કાળજી લેવા માટે તજ લેવી જોઈએ.મધમાં એક ચપટી તજ પાવડર મિક્સ કરો અને દરરોજ રાત્રે સૂતા પહેલા ખાઓ અને ખાધા પછી નવશેકું પાણી પીવો. આ રીતે, તજ અને મધ લીધા પછી તમને સાંધાનો દુખાવો, સંધિવા જેવી સમસ્યામાં રાહત મળશે. તે સિવાય ઉંઘ પણ સારી આવશે.

તજના થોડા પ્રયોગ :

૧. હડબડાવું તોતડાવું : તજને રોજ સવાર સાંજ ચાવવાથી હડબડાવું અને તોતડા પણું દુર થઇ જાય છે.૨. વીર્યવર્ધક : તજને ઘણું ઝીણું વાટી લેવાય છે. તેને ૪-૪ ગ્રામ સવાર અને સાંજ સુતા સમયે દૂધ સાથે ફાંકો. તેનાથી દૂધ પચી જાય છે અને વીર્યની વૃદ્ધી થાય છે.૩. પેટમાં ગેસ : તજ પેટના ગેસને દુર કરે છે અને પાચનશક્તિ (ભોજન પચાવવાની ક્રિયા) ને વધારે છે.બે ચપટી તજને વાટીને ઝીણું ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી પેટની ગેસ દુર થઇ જાય છે.તજના તેલમાં ૧ ચમચી ખાંડ નાખીને પીવાથી પેટના ગેસમાં લાભ થાય છે. ધ્યાન રાખશો કે વધુ પ્રમાણમાં લેવાથી નુકશાન થાય છે.૪. પિત્ત અને ઉલટી : તજને વાટીને મધમાં ભેળવીને રોગીને પીવરાવવાથી પિત્ત કે ઉલટી બંધ થઇ જાય છે.૫. કબજીયાત : તજ, સુંઠ, જીરું અને ઈલાયચી થોડા પ્રમાણમાં ભેળવીને ખાતા રહેવાથી કબજીયાત અને અજીર્ણ (ભૂખ ન લાગવી) માં લાભ થાય છે.

૬. ઇન્ફલુંએન્જા : ૫ ગ્રામ તજ, બે લવિંગ અને પા ચમચી સુંઠ લઈને વાટીને ૧ લીટર પાણીમાં ઉકાળો. ચોથા ભાગનું પાણી વધે એટલે ગાળીને પાણીને ૩ ભાગ કરીને દિવસમાં ૩ વખત રોગીને પીવરાવવાથી ઇન્ફલુએન્જામાં લાભ મળે છે.૭. ગળાના કાકડામાં વધારો થવો : તજને ઝીણા વાટીને અંગુઠાથી સવારના સમયે કાકડા ઉપર લગાવો અને રોગીને લાળ ટપકાવવાનું કહો. આ પ્રયોગથી ગળાના કાકડા વધવાનું દુર થઇ જાય છે.૮. અપચો : તજની બે ગ્રામ છાલનું ચૂર્ણને દિવસમાં બે વખત પાણી સાથે લેવાથી અપચો (ભોજન નું ન પચવું) નો રોગ દુર થઇ જાય છે.૯. ભૂખ ન લાગવી : બે ચમચી તજ અને અજમો સરખા પ્રમાણમાં લઈને ૩ ભાગ કરીને ભોજન પહેલા ચાવવાથી ભૂખ લાગવા લાગે છે.

૧૦. ખાંસી :

તજને ચાવવાથી સુકી ખાંસીમાં આરામ મળે છે અને જો ગળું બેસી ગયું હોય તો અવાજ ચોખ્ખો થઇ જાય છે.
પા ચમચી તજના પાવડરને ૧ કપ પાણીમાં ઉકાળીને ૩ વખત પિતા રહેવાથી ખાંસી ઠીક થઇ જાય છે અને કફ બનવાનો બંધ થઇ જાય છે.૨૦ ગ્રામ તજ, ૨૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ પીપર, ૪૦ ગ્રામ નાની ઈલાયચી, ૧૬૦ ગ્રામ વંશલોચન ને ઝીણું વાટીને ભેળવીને ચારણીથી ચાળી લેવાય છે. ત્યાર પછી એક ચમચી મધને અડધી ચમચી મિશ્રણમાં ભેળવીને સવાર સાંજ ચાટો જે લોકો મધ નથી લેતા તે ગરમ પાણીથી ફાંકી લો.

આ મિશ્રણ ઘરમાં રાખવામાં આવે છે. જયારે પણ કોઈને ખાંસી હોય તે આપવાથી લાભ થાય છે.૫૦ ગ્રામ તજ પાવડર, ૨૫ ગ્રામ વાટેલ જેઠીમધ, ૫૦ ગ્રામ મુનક્કા, ૧૫ ગ્રામ બદામ ની ગીરી, ૫૦ ગ્રામ ખાંડ લઈને ઝીણી વાટીને પાણી ભેળવીને વટાણાના દાણા આકારની ગોળીઓ બનાવી લેવામાં આવે છે. જ્યારે ખાંસી થાય ૧ ગોળી ચૂસો અથવા દર ૩ કલાક પછી એક ગોળી ચૂસો. તેનાથી ખાંસી નહી આવે અને મોઢાનો સ્વાદ હળવો થશે.જાયફળનું ચૂર્ણ તજ સાથે ખાવાથી જૂની ખાંસી અને બાળકોની કાળી ખાંસી દુર થઇ જાય છે.

૧૧. દમ : તજનો નાનો એવો ટુકડો, ચોથા ભાગનું અંજીર કે તુલસીના પાંદડા, નોસાદર (ખાવાના) જવારના દાણા જેટલું, ૧ મોટી ઈલાયચી, કાળી દ્રાક્ષ ૪ (કાળી દ્રાક્ષ) થોડી સાકર ભેળવીને ઝીણું વાટીને સેવન કરવાથી દમના રોગમાં લાભ થાય છે.રીત : એક કપ પાણીમાં બધી વસ્તુ લઈને ઉકાળવામાં આવે છે. જ્યારે અડધું પાણી વધે તો ગાળીને રોજ સવાર સાંજ પીવું જોઈએ. પીવાના અડધો કલાક પછી સુધી કાંઈ ન ખાવું, પાણી પણ ન પીવું. તેના સેવન કરવાથી દમનો હુમલો દુર થઇ જાય છે.૧૨. ગઠીયા (સાંધાનો દુખાવો/સોજો) :૧ ભાગ મધ, બે ભાગ હળવું ગરમ પાણી અને ૧ નાની ચમચી તજ પાવડરને ભેળવી લે છે.

જે સાંધામાં દુ:ખાવો રહેતો હોય, તેની ઉપર ધીમે ધીમે માલીશ કરો. દુખાવો થોડી જ મીનીટોમાં મટી જશે.૧ ગ્લાસ દુધમાં ૧ ગ્લાસ પાણી ભેળવીને તેમાં ૧ ચમચી વાટેલા તજ, ૪ નાની ઈલાયચી, ૧-૧ ચમચી સુંઠ અને હરડે અને લસણની કળીના નાના નાના ટુકડા નાખીને ઉકાળો જ્યારે અડધું વધે ત્યારે ગરમ જ પીવું જોઈએ. લસણને પણ દૂધ સાથે ગળી જવું જોઈએ. તેનાથી આમવાત અને ગઠીયામાં લાભ થાય છે.૧૩. વાળનું ખરવું : ઓલીવ ઓયલ ગરમ કરીને તેમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી તજ પાવડર ભેળવીને, લેપ બનાવીને, માથામાં વાળના મૂળ અને ત્વચા ઉપર સ્નાન કરતા પહેલા ૧૫ મિનીટ પહેલા લગાવી લો. જે લોકોને માથાના વાળ ખરે છે અને જે ટાલીયા થઇ ગયા હોય તેમને ફાયદો થાય છે.

૧૪. વાળના બે મોઢા હોવા :વાળ ઉપર એક ચમકદાર અને સુરક્ષિત પડ હોય છે જેને કયુટીકલ કહે છે. જયારે આ પડ તૂટે છે, તો વાળના ભાગ પણ તુટવા લાગે છે. ઘણી વખત વાળને વધુ પડતા સુકા અને નબળા હોવાને કારણે પણ વાળ બે મોઢા થવા લાગે છે. ભીના વાળને ઓળવાથી પણ વાળના સુરક્ષા પડને નુકશાન થાય છે અને તે પણ વાળને બેમોઢા થવાનું કારણ બને છે. આવી રીતે ઝડપથી ઓળવા અને તડકામાં વધુ રહેવાથી પણ વાળ નબળા થઇ જાય છે.બેમોઢા વાળનો સૌથી સારો ઉપચાર છે કે તેને કાપી નાખો. વાળને નિયમિત રીતે કાપીને તેને બેમોઢા વાળા થવાથી બચાવી શકાય છે. વાળની સુરક્ષા માટે તજનો ઉપયોગ કરો.

તેનાથી વાળ મજબુત અને સુરક્ષિત રહેશે.૧૫. મૂત્રાશય ચેપ : ૨ ચમચી તજ પાવડર અને ૧ ચમચી મધને ૧ ગ્લાસ હળવા ગરમ પાણીમાં ઘોળીને પીવું જોઈએ. તેનાથી મૂત્રાશયના રોગ દુર થાય છે.૧૬. દાંતનો દુ:ખાવો : એક ચમચી તજ પાવડરને ૫ ચમચી મધમાં ભેળવીને લેતા રહો. તેને દાંત ઉપર રોજ દિવસમાં ૩ વખત લગાવવું જોઈએ.તજનું તેલ દુ:ખતા દાંત ઉપર લગાવવાથી દાંતનો દુ:ખાવો ઠીક થઇ જાય છે. પા ચમચી તજ પાવડરની ફાંકી ગરમ પાણી સાથે દિવસમાં ૩ વખત લેવાથી લાભ મળે છે. તેને ૧ ચમચી મધમાં પણ ભેળવીને આપી શકો છો.

૧૭. જુકામ :

૧ ગ્રામ તજ, ૩ ગ્રામ જેઠીમધ અને ૭ નાની ઈલાયચીને સારી રીતે વાટીને ૪૦૦ મી.લિ. પાણીમાં ભેળવીને આગ ઉપર પકાવીને રાખી દો. પાક્યા પછી જ્યારે પાણી અડધું રહે તો તેમાં ૨૦ ગ્રામ સાકર નાખીને પીવાથી જુકામ દુર થઇ જાય છે.એક મોટી ચમચી મધમાં પા ચમચી તજનો પાવડર ભેળવીને એક વખત રોજ ખાવાથી તેજ અને જુનો તાવ, જૂની ખાંસી અને સાઈનસેજ ઠીક થઇ જાય છે. તેને દિવસમાં ઓછામાં ઓછું ૩ વખત લેવું જોઈએ અને રોગ ઠીક થવા સુધી લેતા રહો. રોગની શરૂઆતમાં તે બે વખત લેવું જોઈએ.

૧ થી ૩ ટીપા તજના તેલને સાકર સાથે રોજ ૨-૩ વખત સેવન કરવાથી જુકામમાં આરામ મળે છે. થોડા ટીપા આ તેલના રૂમાલમાં નાખીને સુંઘવાથી પણ લાભ થાય છે.૧૮. ખંભામાં દુખાવો :ક્યારે ક્યારે ખંભામાં દુ:ખાવો થાય છે. તજનો ઉપયોગ કરવાથી ખંભાનો દુ:ખાવો ઠીક થઇ જાય છે. મધ અને તજનો પાવડરને સરખા ભાગે ભેળવીને રોજ ૧ ચમચી સવારના સમયે સેવન કરવાથી શરીરમાં જીવાણુંઓ અને વાયરલ ચેપ સામે લડવાની શક્તિ વધે છે, શરીરની પ્રતિકારક શક્તિ વધે છે.

ખંભા ઉપર આ મિશ્રણનું માલીશ કરીને છેલ્લે લેપ કરવો જોઈએ.૧૯. સંતાનવિહોણા, વાંજીયાપણું : તે પુરુષ જે બાળક ઉત્પન કરવામાં અસમર્થ હોય છે, જો રોજ સુતી વખતે બે મોટી ચમચી તજ લે તો વીર્યમાં વધારો થાય છે અને તેની એ તકલીફ દુર થઇ જાય છે.જે સ્ત્રીઓને ગર્ભ ધારણ જ નથી થતું, તે એક ચપટી તજનો પાવડર ૧ ચમચી મધમાં ભેળવીને પોતાના પેઢામાં દિવસમાં ઘણી વખત લગાવે. થૂંકવું નહી. તેનાથી તે લાળમાં ભળીને શરીરમાં જતું રહેશે. તેનાથી સ્ત્રીઓ થોડા જ દિવસમાં ગર્ભવતી થઇ જાય છે.

૨૦. ગર્ભસ્ત્રાવ : નબળા ગર્ભાશયને કારણે વારંવાર ગર્ભપાત થતો રહે છે. ગર્ભધારણથી થોડા મહિના પહેલા તજ અને મધ સરખા ભાગે ભેળવીને ૧ ચમચી રોજ સેવન કરવાથી ગર્ભાશય શક્તિશાળી બને છે.૨૧. મોઢામાં દુર્ગંઘ : તજના ટુકડા ચાવીને ચૂસવાથી મોઢાની દુર્ગંઘ દુર થઇ જાય છે, અને દાંત મજબુત બની જાય છે.૨૨. ધુમ્રપાન : ૧ ચમચી મધમાં ૧ ચમચી તજનો પાવડર ભેળવીને એક પહોળા મોઢાવાળી બોટલમાં રાખી દો. જ્યારે પણ બીડી, સિગરેટ, તમાકુ ખાવાની ઈચ્છા થાય તો તેમાં આંગળી ડુબાડીને ચૂસો. તેનાથી ધુમ્રપાન છૂટી જશે. મનમાં નક્કી કરવાથી પણ ધુમ્રપાન છોડી શકાય છે.૨૩. કોલેસ્ટ્રોલ : બે મોટી ચમચી મધ, ૩ ચમચી તજનો પાવડર અને ૪૦૦ મી.લિ. ચા ને ઉકાળેલ પાણી ઘોળીને પીવો. તે પીધા પછી બે કલાક પછી જ લોહીમાં ૧૦ ટકા કોલેસ્ટ્રોલ ઓછું થઇ જશે. જો ૩ દિવસ સુધી સતત પીશો તો કોલેસ્ટ્રોલ પણ જુના રોગી હોય તે ઠીક થઇ જશે.

૨૪. હાર્ટએટેક : મધ અને તજને સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી નાસ્તામાં બ્રેડ કે રોટલીમાં લગાવીને રોજ ખાવ. તેનાથી ધમનીઓનું કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. જેમને એક વખત હાર્ટએટેક આવી ગયેલ છે, તેને ફરી વખત હાર્ટએટેક નહી આવે.૨૫. લાંબુ આયુષ્ય : એક ચમચી તજના પાવડરને ૩ કપ પાણીમાં ઉકાળો. ઉકળ્યા પછી હળવું ગરમ રહે એટલે તેમાં ૪ ચમચી મધ ભેળવો. એક દિવસમાં તે ૪ વખત પીવો. તેનાથી ત્વચા કોમળ અને તાજી રહેશે અને ગઢપણ પણ દુર રહેશે.૨૬. મોટાપો ઘટાળવા : ૧ કપ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર ભેળવીને ઉકાળવામાં આવે છે. તેમાં ૧ ચમચી મધ નાખીને રોજ સવારે નાસ્તા પહેલા અને રાત્રે સુતા પહેલા પીવો તેનાથી વજન ઓછું થશે અને મોટાપો નહી વધે.૨૭. બહેરાશ : મધ અને તજનો પાવડર સરખા ભાગે ભેળવીને ૧-૧ ચમચી સવાર અને રાત્રે લેવાથી સાંભળવાની શક્તિ ફરી આવી જાય છે એટલે કે બહેરાશ દુર થઇ જાય છે.કાનમાં ઓછું સંભળાવાનો રોગ (બહેરાશ) માં કાનમાં તજનું તેલ નાખવાથી આરામ આવે છે.