ગુજરાતમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જેતપુર બાયપાસ રોડ ઉપર એક અકસ્માતની ઘટના બની હતી. બધી માહિતી અનુસાર એક પરિવાર કારમાં જતું હતું, ત્યારે અચાનક જ કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓમાંથી પતિ-પત્ની અને તેની ભત્રીજીને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે યુવાન ભત્રીજાનું અકસ્માતમાં ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બની એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રાજકોટના રહેવાસી હર્ષદભાઈ હરિભાઈ કાલરીયા તેમની પત્ની ડિમ્પલબેન, 7 વર્ષની ભત્રીજી બિરવા બાલકૃષ્ણ કાલરીયા અને 23 વર્ષનો ભત્રીજો હર્ષ કિશનભાઇ કાલરીયા સાથે બાંટવા તાલુકાના દડવા ગામે માતાજીના માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
અહીં તેઓ માતાજીના દર્શન કર્યા બાદ પોતાની કારમાં રાજકોટ ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે જુનાગઢ રોડથી જેતપુર બાયપાસ રોડ ઉપર ચડતા જ તેમની કારનું ટાયર અચાનક જ ફાટી ગયું હતું. જેના કારણે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં હર્ષદભાઈ ડિમ્પલબેન અને તેમની સાત વર્ષની ભત્રીજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ ઘટનામાં હર્ષદભાઈના ભત્રીજા હર્ષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી એટલે તેને હેમરેજ થઈ ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.