માં અંબાને અમદાવાદ ના ભક્તે ચડાવ્યું એક કિલો સોનું, જુઓ તસવીરો….

0
356

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો દાન પુણ્ય કરવાનાં રસ્તાઓ શાસ્ત્રોએ ને ધર્મગુરુઓએ અનેક વર્ણવ્યા છે. તેમાંનું એક છે દાન. દાન એટલે બીજાંને આપણું કંઈક આપી તેને સુખ આપવું તે.દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. અને નાનું બાળક હોય તેને ય મંદિરમાં લઈ જાય તો બહાર ગરીબ માણસોને પૈસા અપાવડાવે છે, ખાવાનું અપાવડાવે છે, મંદિરમાં દાનની પેટીમાં પૈસા નખાવડાવે છે.આમ બાળપણથી દાનના સંસ્કાર મળતાં જ હોય છે.એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ લોકોને આપો તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે, પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે તો ચાલો મિત્રો જાણીએ આગળ.હાલ આસો સુદ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે નવરાત્રીના સાતમા નોરતે અમદાવાદના એક માઈ ભક્તે એક કિલો સોનાના બિસ્કિટ દાન કર્યા હતા.

જેની કિંમત આશરે 52.70 લાખ છે.નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદના એક માઈભક્તે અંબાજી મંદિરમાં 52.70 લાખની કિંમતનું એક કિલો સોનું દાન કર્યં છે. જણાવી દઈએ કે, યાત્રાધામ અંબાજીને આખા ભારતમાં સૌપ્રથમ સંપૂર્ણ રીતે સોનાનું બનાવવા માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા માઈ ભક્તો પોતાની યથાશક્તિ મુજબ સોનાનું દાન કરી શકે તે માટે સુવર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

ત્યારે સુવર્ણદાન કરવા માટે દાતાઓ પણ આગળ આવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટના એક માઈભક્તે 68 લાખની કિંમતનું સવા કિલો સોનું અંબા માંના ચરણોમાં અર્પણ કર્યું હતું.દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મહીં જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે.દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું.

એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું રીએક્શન આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે.તેમજ મિત્રો આજે અમે એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં અમદાવાદના માઈ ભક્તે એક કિલો સોનું દાન કર્યું યાત્રાધામ અંબાજી એ ગુજરાતનું જ નહીં પરંતુ આખા દેશનું શક્તિપીઠ છે અને અહીંયા રોજબરોજ હજારોની સંખ્યામાં અંબા માના ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

કેટલાય ભક્તો અંબાજી મંદિરરમાં દાન સ્વરૂપે સોનું ચાંદી અને રોકડ રકમ વગેરે દાન કરતા હોય છે. હાલ આસો સુદ નવરાત્રી ચાલી રહી છે ત્યારે નવરાત્રીના સાતમા નોરતે અમદાવાદના એક માઈ ભક્તે એક કિલો સોનાના બિસ્કિટ દાન કર્યા હતા જેની કિંમત આશરે 52.70 લાખ છે.તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય.એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું?રાજકોટના માઈભક્તે 68 લાખનું સોનું અર્પણ કર્યું હતું રાજકોટના ભક્ત દ્વારા પોતાની ઓળખને ગુપ્ત રાખીને માતાજીના ચરણોમાં સવા કિલો સોનાની ભેટ ધરવામાં આવી હતી. આ સોનાની અંદાજીત કિંમત 68 લાખ રૂપિયાથી પણ વધુ થવા જાય છે. ભક્ત દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ તેમને સોનાની ભેટ ધરવામાં આવી હતી. જેનો મંદિરના ઈન્સ્પેક્ટર દ્વારા સ્વીકાર કરીને માતાજીના ભંડારામાં ઉમેરો કરાયો હતો.ધર્મમાં દાન કરવાનો વાંધો નથી.

પણ જ્યાં આગળ ધર્મની સંસ્થા હોયને અને એ લક્ષ્મીનો ધર્મમાં સદુપયોગ થતો હોય તો ત્યાં આપો. દુરુપયોગ થતો હોય ત્યાં ના આપો, બીજી જગ્યાએ આપો.પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો તમારી પાસે પૈસો વધારે હશે તો એ તમને અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો ગમે ત્યાં આગળ સદુપયોગ કરી નાખો, પણ ધર્માચાર્યોએ પૈસા લેવા ના જોઈએ.સપ્ટેમ્બર મહિનામાં ઈન્દોરના ભક્તો દ્વારા પણ માતાજીને 11 લાખની કિંમતનું 230 ગ્રામ સોનાનું છત્ર અર્પણ કરાયું હતું.

ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવા પર હવે ધીમેધીમે મંદિરમાં દાન આવવાનું શરૂ થયું છે. આ સાથે ઈન્દોરના ભક્તોએ માતાજીના મંદિર પર ધજા પણ ચઢાવી હતી.ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં દાન આવવા પર મંદિર ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણમય યોજનામાં અત્યાર સુધી મંદિરને 154 કિલો 134 ગ્રામ અને 849 મિલીગ્રામ સોનું મળ્યું છે. જેમાંથી 140 કિલો 522 ગ્રામ, 830 મિલીગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે.

જ્યારે 13 કિલો 612 ગ્રામ જેટલું સોનું દેવસ્થાન ટ્રસ્ટના ભંડારમાં જમા હોવાનું જાણવા મળ્યું છે.તેમજ મિત્રો આવો જ એક કિસ્સો છે જેમાં મંદિર માટે દાન માગવા આવેલા હિંદુઓને મુસ્લિમ મહિલાએ દાન કરી ૧૦૦ ગજ જમીન તો ચાલો મિત્રો જાણીએ.આપણો દેશ વિવિધતા વાળો દેશ છે. અહી તમને અલગ અલગ ધર્મ, જાતી, સંપ્રદાયના લોકો રહે છે. એવામાં મંદિર અને મસ્જીદને લઈને આપણો સમાજ બે ભાગમાં વહેંચાઇ ગયો છે.

છતાં પણ તમને સમાજમાં એવા લોકો મળશે જે ધર્મથી ઉપર જઈને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે. એવું જ એક ઉદાહરણ આજે અમે તમારી સામે લઈને આવ્યા છીએ.આ પરિવારે સાબિત કરી દીધું છે કે જો સાચા મનથી કાંઈ કરવા માંગો છો, તો કોઈ પણ ધર્મ આડો આવતો નથી. આ મુસ્લિમ પરીવારે મંદિર માટે જમીન દાન આપી છે. જે સમાજ માટે ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કોઈ મુસ્લિમ વ્યક્તિ કે પરિવાર મંદિર બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી દે, એવી વાતો ઘણી ઓછી સાંભળવા મળે છે.

 

પરંતુ મેરઠના રહેવાસી મુસ્લિમ મહિલા જેમનું નામ અકબરી છે, એમણે એવું હકીકતમાં કરી દેખાડ્યું છે.વાત એવી છે કે થોડા હિંદુ લોકો આ મહિલાના ઘરે મંદિર માટે દાન માંગવા ગયા હતા. જે સમયે હિંદુ લોકો એમના ઘરે દાન માંગવા ગયા હતા, તે દરમિયાન ઘરે અકબરી એકલી હતી. એવામાં પોતાના પતિની ગેરહાજરી હોવા છતાં પણ અકબરીએ દાન આપ્યું. અને દાનમાં પૈસાને બદલે મંદિર માટે જમીન આપવાની વાત કરી દીધી.

મંદિર માટે જમીન દાનમાં આપવાની વાત રાખી તો દાન માંગવા વાળાના આનંદનો પાર ન રહ્યો. પછી અકબરીએ આપેલી જમીન ઉપર મંદિર બનાવવાનો પાયો નાખવાનું કામ શરુ થઇ ગયું.અકબરીના પતિ આસ મોહમ્મદ શિવાલખાસમાં નિવૃત્ત શિક્ષક છે. જયારે હિંદુ વર્ગના લોકો મંદિર માટે દાન માંગવા પહોંચ્યા હતા તો તે સમયે આસ મોહમ્મદ ઘરે ન હતા. આ લોકોએ ગામમાં મંદિર માટે જમીન ખરીદવા અને તેના નિર્માણ માટે દાન માંગ્યું.

તો એના માટે પર આસ મોહમ્મદની પત્ની અકબરીએ કહ્યું, કે તે દાનમાં પોતાની ૧૦૦ ગજ જમીન તેમને આપી શકે છે. આ વાત સાંભળીને દાન માંગવા આવેલા લોકોને પહેલા તો વિશ્વાસ ન આવ્યો, પરંતુ પાછળથી અકબરી એ તે વાત ઉપરની ખરાઈ કરી ત્યારે તેઓ રાજી રાજી થઇ ગયા.આ મુદ્દે અકબરીએ પોતાના પતિ સાથે તેના વાત કરી. અને તેમણે પણ દાન માટે પોતાની સહમતી વ્યકત કરી. ત્યાર પછી અકબરીએ હિંદુઓને મંદિર બનાવવા માટે ૧૦૦ ગજ જમીન દાનમાં આપી દીધી. અને મંદિરના પાયા બનાવવાનું કામ શરુ થઇ ગયું.સાંપ્રદાયિક ભાઈચારાનું ઉદાહરણ બેસાડનારી આ મહિલા પાસેથી દરેક વ્યકિતએ શીખ લેવી જોઈએ, કે બધા એક બીજાના ધર્મોનું સન્માન કરે, એક બીજા સાથે કોઈ વેર ન રાખે, કેમ કે કોઈ ધર્મ એક બીજા સાથે વેર રાખવાનું શીખવાડતા નથી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.