મા લક્ષ્મીને હમેશા તમારા ઘરમા સ્થાયી કરવા આજે જ ઘરમા રાખી દો આ બે વસ્તુ ક્યારે પણ નહિ રહે પૈસાની કોઈ તકલીફ….

0
274

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે તમારાં માટે નવું જાણવા જેવું ઘન સૌના નસીબમાં હોય છે પણ અનેકવાર કોઈ ભૂલ કે વાસ્તુ દોષને કારણે પૈસાની સમસ્યા થવા માંડે છે. જ્યોતિષ મુજબ જે લોકોને હંમેશા પૈસાની સમસ્યા રહે છે કે પછી પૈસા આવવા છતા હાથમાં ટકતા નથી   તેમના પર  માતા લક્ષ્મીની કૃપા નથી. અવામાં આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશુ જેનાથી મા લક્ષ્મી ખુશ થવા સાથે તમારી કંગાલી પણ દૂર કરશે.

મા લક્ષ્મીની યોગ્ય ફોટો ઘરન મંદિરમાં માતા લક્ષ્મીની એવી તસ્વીર લગાવો જેમના હાથમાંથી ધન વરસી રહ્યુ હોય.  તેનાથી તમારી પૈસાની સમસ્યા દૂર થશે. મહિલાઓનો કરો આદર મહિલાઓ ઘરની લક્ષ્મી હોય છે. તેથી તેમનુ સન્માન અને આદર કરો. જે ઘરમાં સ્ત્રીની કદર નથી થતી ત્યા માતા લક્ષ્મી વાસ નથી કરતી.  આવામાં ઘરની મહિલાઓને હંમેશા ખુશ રાખો પછી એ કોઈપણ હોય મા હોય કે પત્ની કે બહેન

શુક્રવારના દિવસે કરો વ્રત જો તમારા ઘરમાં પૈસાને સમસ્યા બની રહે છે તો શુક્રવારના દિવસે મા લક્ષ્મીનુ વ્રત કરો. તેનાથે એમા લક્ષ્મી ખુશ થશે અને ઘરમાં ધનની વર્ષા થશે. ઘરમાં ન હોવો જોઈએ વાસ્તુ દોષ વાસ્તુ ડોશ પણ ધન હાનિનુ કારણ બની શકે છે. તેથી કોઈ એક્સપર્ટની સલાહ લઈને ઘરના વાસ્તુદોષને દૂર કરો.

સાથે જ ધ્યાન રાખો કે ઘરની દરેક વસ્તુ વાસ્તુ મુજબ મુકેલી હોય. વાસ્તુ નિયમોનુ પાલન કરવાથી લક્ષ્મીજી ઘરમાં સુખ સંપન્નતા અને એશ્વર્ય લાવે છે. કુંડળીમાં શુક્ર કરો મજબૂત જ્યોતિષ મુજબ શુક્ર ગ્રહને સુખ સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના કમજોર થતા ઘરમાં પરેશાનીઓ રહે છે

. ઘરની સાફ સફાઈનુ રાખો ધ્યાનમા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાફ સફાઈનુ ધ્યાન રાખો પણ સૂર્યાસ્ત એટલે કે સાંજ પછી કચરા પોતુ ન કરો. જો કોઈ ખાસ કારણ હોય તો તમે આવુ કરી શકો છો પણ રોજ આવુ કરવાથી બચોતિજોરીમાં મુકો નારિયળ નારિયલને ચમકીલા કપડામાં બાંધીને તમારા પૂજા ઘર કે તિજોરીમાં મુકવાથી ધન વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જ્યારે પણ ઘરમાં કોઈપ્રકારની આવક કે તમારી સેલેરી આવે તો કેશ લાવીને સૌ પહેલા પૂજા સ્થાનમાં મુકો. આવુ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

બીજા ગણા ઉપાયો દ્વારા માતા લક્ષ્હ્મી ને પ્રસ્ ન કરી શકાય છે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે. આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જાતકોને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. જો તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આજના દિવસે અહીં જણાવેલા ઉપાયોમાંથી કોઈ એક ઉપાય  કરો તો બરકત આવશે.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે. શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે

શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો. જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ  હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.

જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે. શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.

લક્ષ્મી માતા હિંદુ ધર્મની એક મુખ્ય દેવી છે. ભગવાન વિષ્ણુની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ધન તેરસના દિવસે ગણેશ સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ગાયત્રી માતાની કૃપાથી મળતાં વરદાનોમાં એક લક્ષ્મી પણ છે. જેના પર આ અનુગ્રહ ઉતરે છે, તે દરિદ્ર, દુર્બલ, કૃપણ, અસંતુષ્ટ જેવા ગુણોથી ગ્રસિત રહેતો નથી. સ્વચ્છતા તેમ જ સુવ્યવસ્થાના સ્વભાવને પણ ‘શ્રી’ કહેવાય છે. આ સદગુણો જ્યાં હશે, ત્યાં દરિદ્રતા, કુરુપતા ટકી શકશે નહીં.

કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને લક્ષ્મી કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. લક્ષ્મી જ્યાં આવે છે એને લક્ષ્મીવાન, શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે.

ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક ઘુવડ માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે.