લો બોલો, ચોરી કરવાથી જ આ મંદિરમાં મનોકામના પૂરી થાય છે, વાંચો રસપ્રદ વિગતો..

0
154

ભારત દેશમાં માતાજીના ઘણા મંદિર છે, આ બધા મંદિરનું અલગ-અલગ મહત્વ છે. દેશમાં એક એકથી ચમત્કારી મંદિર છે જેની વાસ્તુકલાથી લઈને સ્વર્ણિમ ઇતિહાસથી આપણે અચરજ પામી જઈએ છીએ. ઉત્તરાખંડમા ઘણા ચમત્કારિક અને સિદ્ધપીઠ મંદિરો છે, પરંતુ એક એવું અનોખું મંદિર છે જ્યાં ચોરી કરવાથી જ મનોકામના પૂર્ણ થાય છે. ચાલો જાણીએ મંદિરથી સંબંધિત રોચક માહિતી વિષે.

ઉત્તરાખંડમાં ઘણા પ્રાચીન મંદિરો છે આવું અદ્ભુત મંદિર છે જ્યાં ચોરી થાય તો મનોકામનાઓ પૂરી થાય છે પ્રાચીન સિદ્ધપીઠ ચુડામણી દેવી મંદિર રૂરકીના ચુડિયાલા ગામમાં આવેલું છે એવું માનવામાં આવે છે કે અહીં ચોરી કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે પુત્રની ઈચ્છા ધરાવતા દંપતીઓ પણ આ મંદિરની મુલાકાત લે છે.

આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું છે. ઉત્તરાખંડના ચૂડિયાલા ગામમાં સિદ્ધપીઠ ચૂડામણિ દેવીના મંદિર વિશે વાત કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે આ ધાર્મિક સ્થળે ભક્તોએ તેમની ઇચ્છા પૂરી કરવા માટે ચોરી કરવી પડે છે. હા, તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે.

આ મંદિરને લઈને માન્યતા છે કે, જે દંપતીને પુત્રની ઇચ્છા હોય છે તે આ મંદિરમાં આવે છે. માતાજીના ચરણોમાં પડેલા લાકડું ચોરી કરી સાથે લઈ જાય છે તને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિ પછી અષાઢ મહિનામાં માતા-પિતાએ પુત્રની સાથે માતાના દરબારમાં માથું ટેકવવા જવું જરૂરી માનવામાં આવે છે.

જણાવી દઈએ કે મંદિરેથી લેવામાં આવેલા લાકડાના ટુકડા સાથે અન્ય એક લાકડાના ટુકડાને તેમના પુત્રના હાથથી ચડાવવાની પ્રથા સદીઓથી ચાલી રહી છે. ગામની દરેક દીકરી પણ લગ્ન પછી પુત્રને જન્મ આપ્યા બાદ લાકડું ચડાવવાનું નથી ભૂલતી.

અહીં વિશે કહેવાય છે કે રાજા પ્રજાપતિ દક્ષે પોતાના આયોજિત યજ્ઞમાં શિવને આમંત્રણ આપ્યું ન હતું જેના કારણે માતા સતીએ ક્રોધિત થઈને યજ્ઞમાં કૂદીને તેનો નાશ કર્યો ભોલેનાથ જ્યારે માતા સતીના મૃતદેહને લઈ જઈ રહ્યા હતા ત્યારે આ ગાઢ જંગલમાં માતાની ચૂંદડી પડી હતી ત્યાર બાદ આ સ્થાન પર માતાના પિંડી સ્વરૂપની સ્થાપના કરીને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અનાદિ કાળથી આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અહીં દૂર-દૂરથી ભક્તો માતાના દર્શન કરવા આવે છે અહીં ભવ્ય મેળો પણ ભરાય છે.

લોકો કહે છે કે એકવાર લંઘોરાના રાજકુમાર જંગલમાં શિકાર કરવા માટે આવ્યા, જંગલમાં ચાલતા જતા તેમણે માતાના દર્શન કર્યા. રાજાને ત્યાં કોઈ પુત્ર નહોતો. તે જ સમયે રાજાએ તે સમયે માતાજી પાસેથી પુત્ર પ્રાપ્તિ માટે માનતા માની હતી. પુત્ર પ્રાપ્તિ બાદ વર્ષ 1805માં મંદિરનું ભવ્ય નિર્માણ કર્યું હતું.

લોકપ્રિય દંતકથા અનુસાર, માતા સતીના પિતા રાજા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું ના હતું જેનાથી ક્રોધિત અને નિરાશ થઈને માતા સતીએ યજ્ઞમાં કૂદીને ખુદને વિધ્વંસ કરી દીધા હતા. કહેવામાં આવે છે કે, આ બાદ ભગવાન શિવ જે સમયે માતા સતીના મૃત શરીરને લઈને જઈ રહ્યા હતા ત્યારે માતાજીનો ચૂડલો ઘનઘોર જંગલમાં પડી ગયો હતો. આ બાદ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું.

બાબા બનખંડી માતા ચુડામણીના અતુટ ભક્ત હતા કહેવાય છે કે બાબા બંખંડી એક મહાન ભક્ત અને સંત હતા તેમણે 1909માં અહીં સમાધિ લીધી હતી તેમની સમાધિ મંદિરના પરિસરમાં બનાવવામાં આવી છે ઉત્તરાખંડમાં આવેલું આ પ્રાચીન સિદ્ધપીઠ મંદિર સદીઓથી તીર્થસ્થાન તરીકે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ કારણોસર આજે પણ હજારો લોકો માતાના દર્શન માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી આવે છે. જો કે, નવરાત્રી દરમિયાન આ સ્થાનની સુંદરતા જોવા મળે છે. મંદિરમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.