લો બોલો,સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેવા ગયેલો જમાઈ પડી ગયો પાડોશી મહિલાના પ્રેમ માં,પણ પછી એક મળવા ગયો ત્યારે….

0
844

આજકાલ કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.આ કિસ્સો કઈક એવો જ છે જ્યાં તેના સસરાએ જમાઈ માટે એક જગ્યા એ ઘર ખરીદ્યું અને બંને પતિ પત્ની ત્યાં રહેવા ગયા પરંતુ આ પરણિત પતિ પાડોશી મહિલાના પ્રેમમાં પડી ગયો.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદની છે. મિત્રો વાસણની દુકાનમાં પુત્રી સાથે રહેતાં જમાઈને સસરાએ ફ્લેટ અપાવ્યો હતો. સસરાના રૂપિયે લીધેલા ફ્લેટમાં રહેવા ગયેલો જમાઈ પડોશણના પ્રેમમાં પડી ગયો હતો. મામલો એ હદે બીચકયો કે, જમાઈએ બારોબાર ફ્લેટ વેચી દઈ પત્નીને મકાન ખાલી કરવા નોટીસ મોકલી ધાકધમકી આપવાનું શરૂ કર્યું હતું. બનાવ અંગે પતિ, તેની પ્રેમિકા સહિત નવ જણા વિરૂધ્ધ મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ભાવના ગોઠરવાલના લગ્ન સમાજીક રીતે પ્રહલાદ ગોઠરવાલ સાથે થયા હતા.લગ્ન બાદ ભાવના ઘાટલોડિયા ખાતે ભાગ્યોદય સોસાયટીમાં રહેતાં પતિ, સાસુ, સસરા અને ત્રણ દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેવા માટે ગઈ હતી. લગ્નના શરૂઆતના દિવસમાં ત્રણ મહિના સુધી બધું બરોબર ચાલ્યું હતું. બાદમાં પતિ દારૂ પીને આવતો ભાવના સાથે મારઝૂડ કરતો હતો.સાસુએ લગ્નના દાગીના અને રોકડા રૂ.1 લાખ લઈ લીધા હતા.અવારનવાર સાસરીમાં ઝઘડા શરૂ થતાં ભાવનાએ તેના પિતાને વાત કરતા મામલાનો હલ આવ્યો હતો. તે પછી ભાવના તેના પતિ સાથે મનોહરવિલા ચોકડી પાસે આવેલી તેઓની વાસણની દુકાનમાં રહેતી હતી.

તમને જણાવી દઈએ કે ભાવનાના પિતાએ જમાઈને આર્થિક મદદ કરી નવા નરોડા પનાશીયા રેસિડન્સીમાં ફ્લેટ અપાવ્યો હતો. મકાનના લોન અમાઉન્ટના પૈસા પણ ભાવનાના ભાઈએ ભર્યા હતા. જોકે આ ફ્લેટમાં રહેવા ગયા બાદ પતિ પ્રહલાદ પડોશણના પ્રેમમાં પડ્યો હતો. ભાવનાને જાણ થતાં તેણે પતિને છોડી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો પતિએ સમાધાન કરી પ્રેમિકાને ભૂલી જવાની અને ફરી હેરાન ન કરવાની ખાતરી આપી હતી.

ભાવના બાદમાં પતિ સાથે રહેવા ગઈ પણ પતિનો ત્રાસ અને પ્રેમલીલા ચાલુ રહ્યા હતા. આખરે પતિને છોડી ભાવના પનાશીયા રેસિડન્સીવાળા ફ્લેટમાં પુત્ર સાથે રહેતી હતી. આ દરમિયાનમાં પતિ પ્રહલાદે ભાવનાને ફ્લેટ ખાલી કરવા નોટીસ મોકલી હતી. ત્યારે પતિએ બારોબાર ફ્લેટ વેચી માર્યાની જાણ ભાવનાને થઈ હતી. પતિ, સાસુ, સસરા, પતિની પ્રેમિકા, મકાન ખરીદનાર અને દિયર સહિતના લોકો ધાક ધમકી આપતા હોય તેમ ભાવનાએ તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે શનિવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સામાન્ય રીતે લગ્નજીવન બાદ પતિના અન્ય સ્ત્રી સાથે સબંધો હોય તો પત્નીને પસંદ આવતું નથી, અને સ્વાભાવિક છે કે ના પણ આવે…પરંતુ અમદાવાદમાં એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખુદ તેના પત્ની સાથે શારીરિક સબંધો બાંધવા પાડોશી મહિલાને મજબુર કરી રહ્યાની અને એસીડ અટેકની ધમકી આપવાનો મામલો પોલીસ સુધી પહોચતા પોલીસ પણ વિચારતી થઇ જવા પામી હતી.

ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 38 વર્ષની મહિલા તેના પતિ સાથે છૂટાછેડા બાદ તેના પુત્ર સાથે રહે છે. પાડોશમાં રહેતી મહિલા સાથે તેને સારા સંબંધો હતા. થોડા દિવસ પહેલા પાડોશની મહિલા તેના ઘરે આવી હતી અને તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી કહીને તેની સાથે ગાળાગાળી કરી હતી.આ ઉપરાંત તેણે એસિડ ફેંકીને ચહેરો બાળી દેવાની ધમકી પણ આપી હતી ધૂળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા.

દરમિયાન ફરિયાદી મહિલાના પાડોશમાં રહેતી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે, તને મેં મારા પતિ સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું હતું તો કેમ રાખતી નથી?” આવું કહીને મહિલાએ ફરિયાદી પર હાથમાં રહેલી બોટલમાંથી એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી. આ દરમિયાન મહિલાના પતિએ પણ ઊંચી પહોંચ ધરાવતા હોવાનું જણાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે.