લીવર કિડની અને આંતરડાંની ગંદકી સાફ કરી દે છે આ વસ્તુ,એના બીજા પણ છે જબરદસ્ત ફાયદા,જાણી લો કામ ની માહિતી…..

0
740

આજકાલની બદલાતી જીવનશૈલી અને આપણું ખાનપાન આ પ્રકાર થઈ ચૂક્યું છે કે જેમાં પોષક તત્વોની માત્રા એટલી હોતી નથી. કેટલી શરીરને જરૂરીયાત હોય છે તેનાથી આપણી કિડની લિવર અને આંતરડા ખરાબ રીતે પ્રભાવિત થઈ જાય છે.તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે કહેવા જઈએ છીએ જે તમારી કિડની લિવર અને આંતરડાની સફાઈ કરીને શરીરને મજબૂત અને તાકાતવાન બનાવે છે.

અમે જે વસ્તુ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે તકમરીયા. તે એક તુલસી ની પ્રજાતિ ના છોડથી પ્રાપ્ત થાય છે. આ બીજ કાળા રંગના હોય છે અને પાણીમાં પલાળવા થી તે સફેદ રંગની પંજી થઈ જાય છે. આ સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરે છે આ બીજ માં પ્રોટીન, વિટામિન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા થ્રી, ફેટી એસિડ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

‌વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે આ ઔષધી થી જેટલા ગુણ મળે છે તે તમે હજારો ખર્ચીને પણ નહી મેળવી શકો. ચિયાના બીજ જેને ગુજરાતી માં તકમરિયા કહે છે. આના ફાયદા ની સાથે વધુ ઉપયોગ થી ગેરફાયદા પણ નીચે વાંચી લેસોઆ બીજ વજન ઓછું કરવા માટે પણ ઘણાં જ લાભદાયક હોય છે. તેમાં રહેલાં ફાઇબર ના કારણે કબજીયાતની સમસ્યા થતી નથી. તે આંતરડાં, લિવર, તેમજ કિડનીમાં જમા થયેલી ગંદકી ને સરળતાથી સાફ કરી દે છે.

પાચન તંત્રને સારું બનાવે છે. તે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. તેના સેવનથી શરીરની કમજોરી દૂર થાય છે અને શરીર તાકાતવર બને છે.તેમના સેવન માટે એક ચમચી તકમરીયા ના બીયા અને પાણીમાં પલાળી દો અને લગભગ બારેક કલાક પછી તેમને પાણીથી કાઢીને એક ગ્લાસ ગરમ દૂધમાં મેળવીને પી લો તેને તમે રાત્રે સુતા પહેલા અથવા તો સવારે નાસ્તા ના સમયે સેવન કરી શકો છો.

આ સિવાય તેના અન્ય પણ ફાયદા છે..

સોજો ઓછો કરે : તકમરિયા ના નિયમિત સેવન થી સોજાની તકલીફ દુર થાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી તકમરિયા અડધો કલાક માટે પલાળો. અડધો કલાક પછી બીજ વાળુ પાણી ઘાટા ઘોળ માં બદલાઈ જશે. આ ઘોળ પીવાથી પાચન પ્રણાલી ખુબ જ સારી થાય છે. તેનાથી ફાઈબર નું ઊંચું પ્રમાણ મળે છે.કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવું : તકમરિયા માં ઓમેગા-3 ઓયલ ના ગુણ મળી આવે છે, જે હ્રદય અને કોલેસ્ટ્રોલ ની તકલીફને દુર કરવામાં મદદ કરે છે. તકમરિયા માં ઓમેગા-3 ઓયલ હોય છે, જે કોલેસ્ટ્રોલ ને શરીરમાંથી બહાર કાઢે છે.

વજન ઘટાડવા માટે:-

તકમરીયા માં રહેલા ફાઈબર તમારા શરીરનું મેટાબોલિઝમ વધે છે. જેને કારણે તમે ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને તમારા પેટમાં વધારાની ચરબી જમા થતી નથી. આથી તકમરીયા નુ સેવન કરવાના કારણે તમે તમારા શરીરનું વજન કંટ્રોલમાં રાખી શકો છો.

એસીડીટી માં:-

તકમરીયા ગુણમાં એકદમ ઠંડા હોય છે. આથી એસિડિટીથી પીડાતા લોકો જો ઠંડાપીણામાં તકમરીયા મેળવીને પીવે તો તે એસિડિટીમાંથી છુટકારો મેળવી શકે છે. આ ઉપરાંત ગરમ કોઠો ધરાવતા વ્યક્તિઓ પણ જો તેનું સેવન કરે તો તેને શરીરની ગરમી ઓછી થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ:-

તકમરીયા ઇમ્યુનિટી વર્ધક છે. આથી જો તકમરીયા નુ સેવન કરવામાં આવે તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને તમે અનેક ચેપી બીમારીઓથી બચી શકો છો આ ઉપરાંત શરીરમાં થતા અનેક ઈંફેક્શનથી પણ બચાવે છે.

તાપમાન સ્થિર રાખવું : તકમરિયા ને રોજ ખાધા પછી જરૂરી પોષણ મળે છે સાથે જ શરીરનું તાપમાન પણ ઠીક રહે છે. આ ગુણોથી વ્યક્તિની અંદરની શક્તિને જાળવી રાખવા અને સુધારવામાં મદદ મળે છે.હ્રદય રોગ અને કેન્સર થી બચાવે : તકમરિયા માં એન્ટી ઓક્સીડેંટ જરૂરી પ્રમાણમાં મળી રહે છે, જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સ ને બહાર કાઢવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ નો સબંધ હ્રદય એટલે કે દીલ ના રોગ અને કેન્સર સાથે હોય છે. આ બીજ ટ્રાઈગ્લીસરાઇડ ના સ્તરને ઓછો કરીને હ્રદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ લાભદાયક સિદ્ધ થાય છે.દાંત અને હાડકા મજબુત : તકમરિયા નું સેવન કરવાથી 18 ટકા કેલ્શિયમ ની ઉણપ પૂરી થાય છે, જે દાંત અને હાડકાને મજબુત કરવામાં મદદ કરે છે. તેથી બન્ને વસ્તુઓ રોજ તમારા ભોજનમાં ઉમેરવી જોઈએ.

તકમરિયા ની આડ અસર

પ્રોસ્ટેટ કેન્સર : થોડા રીસર્સ મુજબ તકમરિયા માં અલ્ફા-લીનોલેનીક એસીડ હોય છે, જેના વધુ ઉપયોગથી પ્રોસ્ટેટ કેન્સર ની શક્યતા વધી જાય છે. જો તમે પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છો તો તકમરિયા નું સેવન કરવાનું બંધ કરી દો.હાઈ ટ્રાઈગ્લીસરાઈડસ : વ્યક્તિના લોહીમાં ઘણા પ્રકારની વસા (ફેટ) હોય છે, કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડસ પણ રહેલ હોય છે. ચીયાનું સેવન કરવાથી ટ્રાઈગ્લીસરાઈડસ નું સ્તર વધે છે, જે હ્રદય, રક્તચાપ વગેરે બીમારીઓને કારણે બને છે.એલર્જી : તકમરિયા નો વધુ પ્રમાણ માં ઉપયોગ કરવાથી એલર્જી, શરીર ઉપર નિશાન, શ્વાસ લેવામાં તકલીફ, ખરજવું, દસ્ત, ઉલટી, સોજો વગેરે સમસ્યાઓ થઇ શકે છે.