લક્ષ્મીજી ને હંમેશા માટે તમારા પર મહેરબાન રાખવા છે તો કરો માત્ર આ 2 જ ઉપાય….

0
416

આજના સમયમાં ધનનું ઘણું મહત્વ છે વ્યક્તિ ધન કમાવવા માટે લાખો પ્રયાસો કરે છે પરંતુ લક્ષ્મીમાં કોઇનાથી નારાજ હોઈ છે તો કોઈની પર તેમના આશીર્વાદ આપે છે.એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવે છે, તો તેના માટે માતા લક્ષ્મીજીને ખુશ કરવા ઘણા જરુરી છે. જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીજી પ્રસન્ન થઇ જાય છે તે વ્યક્તિનું નસીબ જ બદલાઈ જાય છે અને તેમના પોતાના જીવનમાં કોઈ પણ વસ્તુની ઉણપ નથી રહેતી, મોટાભાગના લોકો એવા છે. જે માતા લક્ષ્મીજીને ખુશ કરવા માટે દરેક શક્ય એટલા પ્રયાસ કરે છે.

પરંતુ ઘણીવાર આપણાથી જાણે અજાણે એવી ભૂલો થઇ જાય છે. જેના કારણે માતા લક્ષ્મીજી ગુસ્સે થઇ જાય છે અને આપણેને આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમના ઘરમાં કોઈ વસ્તુની ખામી ન રહે. હંમેશા તેમના ઘરમાં બરકત જળવાઈ રહે, આ દુનિયામાં દરેક ઘરમાં બરકત જાળવી રાખવા માટે અને ધનની ખામીને દુર કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે છે જેમાંથી ઘણા લોકો સફળ થઇ જાય છે, તો ઘણા નિષ્ફળ રહે છે.

 

ગરીબી રેખા નીચે જીવન જીવવું કોઈને પસંદ નથી હોતું. પણ પરિસ્થિતી કેવી રહે તે પણ કોઈના હાથની વાત નથી. સમય બદલે એ પ્રમાણે ભરતી અને ઓટનો સમય આવે જ છે. એ વાત સો ટકા સાચી કે પૈસાદાર બનવા માટે મહેનત એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે. સારી મહેનત અને યોગ્ય નિર્ણયો માણસને ફૂટપાથ પરથી આલિશાન મહેલમાં શિફ્ટ કરાવી દે છે. તો અમુક ભૂલો, પરિસ્થિતીને અનુરૂપ ન લીધેલા નિર્ણયો જીવનમાં ધનની અછત પણ નોતરી લાવે છે. પણ દુર્ભાગ્યથી બચવા માટે સૌથી જરૂરી છે માતા લક્ષ્મીજીની કૃપા. લક્ષ્મીજી રાજી રહે તો કદી ગરીબીનો અનુભવ ના કરવો પડે.

લક્ષ્મીજીને રાજી રાખવા માટે શું કરવું જોઈએ? એ વાત જ અહીં લખી છે. નીચે વાંચી લો એકદમ આસાન ઉપાયો, જે નિશ્વતપણે લક્ષ્મીજીને રાજી રાખવા, પ્રસન્ન રાખવા ઉપયુક્ત છે જો તમે હંમેશાં તમારા ઉપર લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોવ અને આર્થિક સમસ્યાઓ જીવનમાંથી દૂર કરી શકો છો, તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ, તમે શુક્રવારે રાત્રે આ ઉપાય કરી શકો છો. તમારે શુક્રવારે રાત્રે 9:00 થી રાત્રે 10: 00 દરમિયાન દેવી લક્ષ્મીની કાયદેસર પૂજા કરવી જોઈએ. માન્યતા અનુસાર, આ પગલાંને અપનાવવાથી, વ્યક્તિ તેની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે અને જીવનમાં ક્યારેય પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ નહીં થાય.જો તમે શુક્રવારે રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરી રહ્યા છો, તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે લક્ષ્મી પૂજા દરમિયાન તમારે ગુલાબી રંગના કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુલાબી રંગ શુક્ર અને માતા લક્ષ્મીનો પ્રિય રંગ માનવામાં આવે છે. જો તમે આ કરો છો તો દેવી લક્ષ્મીજી તમારી કૃપાથી પ્રસન્ન થશે. આટલું જ નહીં, શુક્ર ગ્રહ તમારી કુંડળીમાં મજબૂત બનશે.

પીપળાનાં ત્રણ પાન.

સૌપ્રથમ તો એ નોંધી લો કે આ ઉપાય માત્ર શુક્રવારના રોજ કરવો. સૂર્યોદય પૂર્વે ઊઠીને સ્નાનાદિ કર્મથી પરવારીને ઘરમાં રહેલાં મંદિર(પૂજાસ્થાન)ની આગળ ત્રણ પીપળાનાં પાન મૂકો. યાદ રહે કે, પાંદડાં સૂકાયેલાં કે તૂટેલાં ન હોવા જોઈએ. એક પાંદડાં પર ઘીનો દીપક પ્રગટાવવો. બીજાં પાન પર ચોખાની ઢગલી કરવી. અને ત્રીજાં પાંદડાં પર ૧૦ રૂપિયાનો સિક્કો મૂકવો.આ પછી માતા લક્ષ્મીજીનું પૂજન કરો. પ્રથમ તો માતાજીની આરતી કરો. પૂજનાદિ ક્રિયાઓ પૂરી થયા પછી ચોખાની જે ઢગલી કરેલી તેની ખીર બનાવી અને પ્રસાદ સ્વરૂપે ઘરના બધા સદસ્યોને વહેંચી દો. પીપળાનાં જે પાન પર ૧૦ રૂપિયાનો સિક્કો રાખેલો તેને લઈને ઘરની તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી ધનની બરકત કાયમ રહેશે. બાદમાં ત્રણે પીપળ-પાનને વહેતી નદીમાં કે તળાવ/કૂવામાં પધરાવી દો.

બીજો એક ઉપાય, ઉપરની વિધિ જેવો જ આસાન કારગત ઉપાય બીજો પણ એક છે. શુક્રવારના રોજ જ આ ઉપાય પણ કરવો હિતદાયી છે, ફળદાયી છે. માતા લક્ષ્મીનું પૂજન કરતી વખતે એક નારીયેળ લઈ એના પર લાલ ધાગો વીંટી દો. હવે આ ધાગો વીંટેલું નારિયેળ એક તાંબાના કળશ પર રાખી, આસપાસ આંબાના ચાર-પાંચ પાંદડાં લગાવી દો. આમ, કળશ તૈયાર થઈ ગયો.હવે આ કળશને માતાજીની મૂર્તિ/ફોટો આગળ મૂકો. પણ એકદમ નીચે ના મૂકતા ઘઉંની ઢગલી બનાવી તેના પર સ્થાપના કરો. બાદમાં માતાજીનું પૂજન કરો. પૂજનવિધિ પત્યાં બાદ અને પ્રગટાવેલો દીવો હોલવાયા પછી નારિયેળ વધેરી એનો પ્રસાદ ગ્રહણ કરો અને ઘઉંના લોટની રોટલી બનાવી ગાયને ખવડાવી દો. આમ, કરવાથી પણ દેવી લક્ષ્મીજીની અનેરી કૃપા આપ પર વરસશે.આ સિવાય બીજા ઉપાય પણ કરો..

ગાય અથવા કૂતરાને રોટલી ખવરાવો.

જેમ કે તમે જાણો છો કે ગાયને હિન્દુ ધર્મમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને તે હિંદુ ધર્મમાં પૂજનીય માનવામાં આવી છે, જો ગાયની સેવા કરવામાં આવે તો તેનાથી ૩૩ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને ઘરમાં બનનારી પહેલી રોટલી ગાય માટે કાઢવામાં આવે છે.ગાયને પ્રથમ રોટલી ખવરાવવાથી પુણ્ય મળે છે અને તમામ પ્રકારનાં દોષો દૂર થાય છે, તેથી તમે ભોજન ગ્રહણ કરતા પહેલા ગાય અથવા કુતરાને રોટલી જરૂર ખવરાવો, જો તમે એમ કરો છો, તો તેનાથી તમારા ઘર પરિવારમાં હંમેશા બરકત જળવાઈ રહેશે, તમે આર્થિક તકલીફો માંથી બચી રહેશો.

દાન કરવું જરૂરી.

દરેક વ્યક્તિની એવી ઇચ્છા વ્યક્ત કરે છે કે તેના ઘર પરિવારમાં ક્યારે પણ ધનની ખામી ન રહે અને હંમેશાં બરકત જળવાઈ રહે, તેના માટે દાન કરવાને ખાસ મહત્વનું માનવામાં આવે છે, દાન કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ જરૂર વાળા વ્યક્તિને ભોજન, કપડાં અને જરૂરી વસ્તુઓનું દાન કરો છો, તો તેનાથી તમને પુણ્ય મળે છે, એવું માનવામાં આવે છે કે વ્યક્તિ જેટલું દાન કરે છે, તેનાથી ઘણા ગણું ભગવાન તેને આપે છે.એટલા માટે તમે તમારા જીવનમાં હંમેશાં દાન કરતા રહો, કારણ કે જો તમે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને દાન કરો છો, તો તે તમને પોતાના સાચા મનથી આશીર્વાદ આપે છે અને તમારું ઘર પરિવાર હંમેશા આનંદમય બની રહેશે.