લંડન ની લાખો રૂપિયાની નોકરી છોડીને ગામ માં આવીને ખેતી કરે છે આ ગુજરાતી દંપતિ,કામ જાણીને તને પણ સલામ કરશો…

0
624

સરગવો એવી ઔષધી વિશે કે જેના દ્વારા તમે ૩૦૦ જેટલા રોગોથી છુટકારો મેળવી શકો છો. આ ઔષધીય છોડ નું નામ છે સરગવો. સામાન્ય રીતે તે ભારત દેશના મોટાભાગના વિસ્તારો ની અંદર થાય છે. તેની છાલ અને લાકડું એકદમ કોમળ હોય છે, અને આ ઝાડ ઉપર લાંબા લાંબા સિંગો ના આકારના ફળ થાય છે. જેને આપણે સરગવાની સિંગો પણ કહીએ છીએ. આ સિંગો મોટાભાગના લોકો પોતાના ખાવામાં ઉપયોગ કરતા હોય છે. તેના દ્વારા તમે કઢી, શાક અને અન્ય વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરું થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા સેલેબ્રિટીઓ સાથે વાત કરી. ઓનલાઈન કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પૈરાલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયા ઉપરાંત મોડલ, રનર અને એક્ટર મિલિંદ સોમન, ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ન્યૂટ્રિશનિસ્ટને પોતાની ફિટનેસની સીક્રેટ રેસિપી સરગવાની સીંગના પરાઠા વિશે પણ જણાવ્યું.

પીએમ મોદીએ ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર સાથે ફિટ ઈન્ડિયા કેમ્પેઈન પર ચર્ચા કરી. આ દરમિયાન રુજુતાને જણાવ્યું કે, આપણે જે સામાન્ય ભોજન કરીએ છીએ, તેનું સેવન કરીને પણ ફિટ રહી શકીએ છીએ કારણ કે તેમાં તમામ જરૂરી પોષકતત્વ હોય છે. પીએમ મોદીએ ચર્ચા દરમિયાન જણાવ્યું કે, મારી પણ એક રેસિપી છે.

સરગવાની સીંગના પરાઠા ખાય છે મોદીપીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ ફિટ રહેવા માટે સરગવાની સીંગમાંથી પરાઠા બનાવીને ખાય છે. પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ અઠવાડિયામાં બે વખત તેને ખાય છે. તેમણે આગળ કહ્યું કે, પબ્લિક માટે જરૂર આ રેસિપીને આગળ મૂકશે.

હીરાબા પૂછે છે, હળદર ખાય છે કે નહીંપીએમ મોદીએ ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ કોરોના વાયરસના આ મુશ્કેલ સમયમાં પોતાની માતા સાથે અઠવાડિયામાં 2-3 વખત વાત કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, જ્યારે પણ હું મારા માતાને ફોન કરું છું તેઓ પૂછે છે કે હળખર ખાય છે કે નહી.

શેફ સંજીવ કપૂરે કર્યો હતો ખુલાસો2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત અરબ અમીરાતની મુસાફરીમાં ગયેલા શેફ સંજીવ કપૂરે ખુલાસો કર્યો હતો કે પીએમને સરગવાના પરાઠા પસંદ છે. પીએમ મોદીએ સંજીવ સાથે તેની રેસિપી પણ શેર કરી હતી.

ફિટ ઈન્ડિયા ડાયલોગની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામને ફિટનેસને લઈને પોતાની યાત્રા અને પ્રધાનમંત્રીના સ્વસ્થ જીવનના ગુણો પર પોતાના વિચારો મૂકવાની અને કેટલાક સૂચનો આપ્યા.

શીંગોને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક કહે છે, તેથી સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક ટ્રી પણ કહેવામાં આવે છે. વળી એના ચમત્કારીક ફાયદાને કારણે અંગ્રેજીમાં તો મીરેકલ ટ્રી તરીકે પણ જાણીતું છે. એનાં નાનાં નાનાં પાંદડાં એક દાંડીની બંને બાજુ સમાંતરે ગોઠવાયેલાં હોય છે.

કેલ્શ્યમ, પ્રોટીન, વીટામીન સી, બીટા કેરોટીન, પોટેશ્યમ વગેરે પોષક તત્ત્વોનો એ પાંદડાંમાં ભંડાર ભરેલો છે. એના કારણે જ લગભગ ૪૦૦૦ વર્ષ કે તેથી વધુ સમયથી એનો વૈદકીય ઉપરાંત આહારમાં ઉપયોગ થતો આવ્યો છે. પાચનની દૃષ્ટીએ જોઈએ તો એમાં રહેલા રેસાઓને લીધે આંતરડામાં એકઠો થયેલો નકામો કચરો દુર કરવામાં એ બહુ અગત્યનો ભાગ ભજવે છે.