લગ્ન બાદ પત્ની પતિને લઈ ગઈ વિદેશ અને ત્યાં અન્ય મહિલા સાથે મોકલી પતિ સાથે એવું કરાવતી કે….

0
613

આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મહેમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે મહેમદાવાદમાં રહેતા આધેડના આપઘાત પ્રકરણમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાવા પામ્યો છે. આધેડને તેની પત્ની, સાળો, અને સાસુ સસરા દ્વારા વિદેશમાં અસહ્ય ત્રાસ અપાતો હોઈ અને ઘરમાં કાઢી મુકાતો હોવાને કારણે તેઓ મહેમદાવાદ પરત આવી ગયા હતા. જો કે બાદમાં પણ અવારનવાર સાસરિયાઓ ખોટી ફરિયાદોમાં ફસાવી દેવાની ધમકી આપી ત્રાસ ગુજારતા હોવાને કારણે આખરે આધેડે વખ ઘોળી જીવન ટૂંકાવ્યું હતું તેમ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહેમદાવાદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદમાં રહેતા મયુરભાઈ વ્યાસ દ્વારા પોતાના ભાઈના મોત મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપો સાથે જણાવ્યું છે કે મહેમદાવાદમાં રહેતા કમલ નિરંજનભાઈ વ્યાસના લગ્ન 2004-05માં અમદાવાદમાં રહેતા મીરાબેન શંકરલાલ કચ્છી સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ બંને વિઝીટર વિઝા પર અમેરીકા, સાઉથ કેરોલીના ગયા હતા. જ્યાં મીરાબેન પતિ કમલભાઈને અવારનવાર અમેરીકામાં જ સેટલ થવા, મિલકતો ખરીદવા દબાણ કર્યા કરતા હતા, નહીં તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. ઘણીવાર ઘરમાંથી કાઢી મુકતા હોવાને કારણે તેઓ ઘરની બહાર સુઈ રહેતા હતા.

બાદમાં તેમનો સાળો રવિ પણ તેમની સાથે અમેરીકા રહેવા આવતા તેણે પણ અવારનવાર ઝઘડો કરી ધક્કો મારી ઘરમાંથી કાઢી મુકતા હોવાને કારણે છેવટે તે 26-8-2017ના રોજ ભારત આવી ગયા હતા. બાદમાં અમદાવાદ રહેતા સાસુ સસરાને પણ અવારનવાર સમજાવવા છતાં તેઓ પણ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાને કારણે તે ડિપ્રેશનમાં રહેતા હતા. છેવટે ગત તા.12 સપ્ટેમ્બરના રોજ તેમણે પોતાના ઘરે જંતુનાશક દવા પી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસ ચોપડે મીરાબેન, રવિ, શંકરલાલ અને હંસાબેન વિરુદ્ધ ઈપીકો કલમ 306, 114 મુજબ ફરિયાદ નોંધાવા પામી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ અમદાવાદમાં કિસ્સો સામે આવ્યો છે. જો તમે એનઆરઆઈ યુવતિ સાથે લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો ચેતજો કેમ કે, અમદાવાદના નારોલમાં એક યુવકે સાથે એવું બન્યું કે એનઆરઆઈ પત્ની સાથે લગ્ન કરીને અમદાવાદી યુવક હાલ પસ્તાઇ રહ્યો છે. અને પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે.

નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરનાર યુવક વિરેન્દ્રસિંહ રાઉલજી છે. વિરેન્દ્રસિંહ લગ્નના સપના જોયા અને એનઆરઆઈ પત્ની જે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતા. તેની સાથે 28 એપ્રિલ 2019ના રોજ થયા હતા. પરંતુ લગ્નના થોડાક મહિના બાદ એવુ બન્યુ કે તેને રડવાનો વારો આવ્યો છે. વિરેન્દ્રસિંહે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની રીમાએ તેના પાસપોર્ટ,ગ્રીન કાર્ડ સાથે તેના તમામ દસ્તાવેજો લઈ અમેરિકા ચાલી ગઇ છે. તેના નંબરો બ્લોક કરી દીધા છે. યુવકે પોતાની પત્ની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે ત્યારે પોલીસે ફરિયાદ લઈ સીબીઆઈની મદદ લઈ તપાસ કરી રહી છે.

વાત જાણે એમ છે કે, ફરિયાદી લગ્ન બાદ અમેરિકા જતો રહ્યો હતો. અને ત્યાં ગ્રીન કાર્ડ મેળવી લઈ નોકરી કરતો હતો. પરંતુ તેના સાસરિયાનું કહેવુ હતુ કે, તે તેમના ઘરે ઘર જમાઈ બનીને રહે અને જે રુપિયા તે કમાય છે તે તેમને આપે જેને લઈ તેમની વચ્ચે વિવાદ થતો હતો. ફરિયાદીનુ કહેવુ છે કે, તેની પત્ની મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી. અને જે વાતને લઈ બન્ને વચ્ચે બોલાચાલી પણ થતી હતી.જોકે થોડાક દિવસો પહેલા ફરિયાદીના સાળાના લગ્ન હતા જેથી તે ભારત આવ્યા હતા.

લગ્ન બાદ જે દિવસે પરત અમેરિકા જવાનુ હતુ તે દિવસે વિરેન્દ્ર સિંહ એરપોર્ટ ગયા. ત્યારે તેને જાણ થઈ કે તેના સાસરિયાના તમામ લોકો અમેરિકા જતા રહ્યા છે. અને તેને નથી લઈ જવાના. જોકે વિરેન્દ્રસિંહનુ કહેવુ છે કે, તેની પત્ની તેના તમામ દસ્તાવેજો લઈને જતી રહી છે. જેથી તે હવે શુ કરે તે ખબર નથી પડી રહી. નોંધનીય વાત તો એ પણ છે કે આ સમયગાળા દરમ્યાન વિરેન્દ્રસિંહને ખ્યાલ આવ્યો કે, તેની પત્નીએ તેના માતા-પિતા વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 498(ક) મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.

ત્યારે હવે સવાલએ ઉભો થાય છે કે આ સમગ્ર ઘટનામાં હકીકત શુ છે. કેમ એક તરફ પત્નીએ પોતાના પતિના દસ્તાવેજો લઈ જતી રહી છે. જે અંગે પતિએ પત્ની સામે તો ફરિયાદ નોંધાવી છે જયારે બીજી તરફ પત્નીએ પણ પોતાના સાસરિયા વિરુધ ચાંદખેડામાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇ હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરી અલગ-અલગ લોકોના નિવેદન લેવાનુ કાર્યવાહી કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા એક પતિએ તેના બાળકોની માતા અને પત્નીને સ્વેચ્છાએ છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે જેનું કારણ ઘણું અજીબ છે. ભોપાલના કોલાર વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેની ફેશન ડિઝાઈનર પત્નીને પ્રેમી સાથે ખુશીથી જીવન પસાર કરી શકે તે માટે છૂટાછેડા આપી દીધા છે. બંનેના લગ્નને 7 વર્ષ થયા છે અને બે બાળકો પણ છે.

પત્નીના જીવનમાં તેના પૂર્વ પ્રેમીની એન્ટ્રી થતા પતિ-પત્ની વચ્ચે અંતર વધી ગયું અને વાત પત્નીના ઘર છોડવા સુધી આવી ગઈ ત્યારે મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતા હતા. લગ્ન બાદપણ પ્રેમી સાથે સંબંધ રહ્યો હતો. પ્રેમી બીજી જ્ઞાતીનો હતો એટલા માટે કલ્પનાના પિતા આ લગ્ન માટે તૈયાર ન્હોતા થયા. અને કલ્પનાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવ્યા હતા.

જોકે, પાગલ પ્રેમીએ અત્યાર સુધી પણ લગ્ન કર્યા નહીં. પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે.

ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી. કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાત અમદાવાદ શહેરમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વેપારી પતિ પોતાની સાથે વિદેશ નહીં લઈ જવાથી નારાજ 75 વર્ષીય પત્નીએ પોતાના પતિના ચરિત્ર પર શંકા જતાવી છે. વૃદ્ધાએ મહિલા હેલ્પલાઈન નંબર 181 પર ફોન કરીને પતિથી છૂટાછેડા લેવાની માંગ કરી છે. બાદ મહિલા પોલીસ કર્મચારીઓએ વૃદ્ધ દંપતિને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો. જોકે અંતમાં બન્નેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.જાણકારી મુજબ અમદાવાદ શહેરની મીઠાખળીમાં રહેતા વેપારી દંપતિના લગ્નના 55 વર્ષ થઈ ગયા છે.

એમના બાળકોના પણ બાળકો છે. થોડા દિવસ પહેલા પતિને બિઝનેસ માટે વિદેશ જવુ પડ્યું હતું. જેનાથી એમની 75 વર્ષીય પત્ની નારાજ થઈ ગઈ અને પતિના ચરિત્ર પર શંકા કરવા લાગી.પત્નીએ મહિલા હેલ્પલાઈન 181 નંબર પર ફોન કરીને પતિની ફરિયાદ નોંધાવી અને એમના પતિ કાપડના વેપારી છે અને એમની ઑફિસમાં વધારે મહિલાઓ કામ કરે છે. તેઓ ક્યારે કામ માટે વિદેશ જાય છે અને મને સાથે લઈ જતા નથી.

તે કોઈ બીજી મહિલા સાથે પણ વિદેશ જાય છે. મને છૂટાછેડા જોઈએ છે. મહિલા પોલીસ કર્મચારીઓએ વૃદ્ધાની વાત સાંભળીને પતિથી પણ વાતચીત કરી અને કહ્યું કે તેઓ કામ માટે વિદેશ જાય છે. કામમાં વ્યસ્તને કારણે પત્નીને વિદેશ લઈ જતા નથી. તેઓ ઝઘડાથી કંટાળી ગયા અને એમને પણ છૂટાછેડા જોઈએ છે.મહિલા પોલીસ કર્મચારીએ જણાવ્યું કે દંપતિને ઘણું સમજાવ્યું, પરંતુ બન્ને સમજવા તૈયાર નથી. વૃદ્ધાને બે બંગલો છે. એક બંગલો પત્નીને આપવા માટે તૈયાર છે અને દર મહિને ભરણપોષણ પણ આપવાની વાત સ્વીકાર્યા બાદ દંપતિ પોતાની ઈચ્છાથી અલગ થઈ ગયા.