લગ્ન બાદ પત્ની પતિ સાથે શારીરિક સબંધ બાંધતી ન હતી, તો પતિ કર્યું કંઈક એવું કે,સાસુએ નોંધી એફઆઈઆર

0
440

મિત્રો કેટલાક એવા કિસ્સા છે જેમાં પત્ની તેના જ પતિ જોડે શારીરિક સબંધ બાંધતી નથી હોતી અને તેના કારણે ઘર માં ઘણા ઝઘડા થતા હોય છે અને લગ્ન પછી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે, પરંતુ પતિ-પત્ની એકસાથે આ સમસ્યાઓનો સાથે મળીને સામનો કરે છે. આ રીતે લગ્નજીવનની ગાડી સારી રીતે ચાલી શકે છે. તેમ જ જ્યારે આ બે લોકોમાંથી કોઈ એકને કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો સામે વાળા માટે પણ મુશ્કેલી વધી જાય છે.

તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદમાં એક પતિએ પત્નીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. હવે સાસુએ તેની વહુ સામે એફઆઈઆર નોંધાવી છે. પતિ-પત્નીનાં લગ્નને 22 મહિના થયાં હતાં.આમ પતિ નું મગજ ખૂબ વિચારે ચડ્યું અને તે આ બાબત ની ચિંતા કરવા લાગ્યો તેથી પતિએ સંબંધ ન બાંધવા બદલ ખાઈ લીધો ગળામાં ફાંસો,જણાવી દઈએ કે અમદાવાદના મણિનગરની રહેવાસી 32 વર્ષીય મહિલા ગીતા પરમાર(નામ બદલ્યું છે)ના લગ્ન 22 મહિના પહેલા સુરેન્દ્ર સિંહ સાથે જ થયા હતા.

સુરેન્દ્રની માતા મુલી પરમારનો આરોપ છે કે લગ્નના 22 મહિના પછી પણ ગીતા અને સુરેન્દ્રના લગ્નના શારીરિક સંબંધો નથી બંધાયા. તે વાતને લઈને સુરેન્દ્ર સિંઘ ખૂબ જ તણાવપૂર્ણ રહેતો હતો. તે કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું. સાસુએ ત્યાર પછી પુત્રવધુ ઉપર તેના પુત્રને આત્મહત્યા કરવા દબાણ કરવાનો આરોપ લગાવીને એફઆઈઆર દાખલ કરી છે.સાસુએ એફઆઈઆરમાં જણાવ્યું કે જ્યારે તે ઘરે ગઈ હતી ત્યારે તેણે તેના પુત્ર અને પુત્રવધૂને અલગ અલગ સૂતા જોયા હતા.

સાસુ મુલી પરમારે જયારે તેના વિષે પુત્રને પૂછ્યું હતું, ત્યારે તેમના પુત્રએ જણાવ્યું કે લગ્નના 22 મહિના પછી પણ ગીતાએ તેની સાથે સંબંધ બાંધ્યો નથી. દીકરાએ એમ પણ કહ્યું હતું કે પત્ની ગીતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે ક્યારેય તેના પતિ સાથે નહીં સુવે.આમ આખું પરીવાર ચિંતા માં હતું સાસુએ દાખલ કરી એફઆઈઆર,સાસુ મુલીએ જણાવ્યું કે સુરેન્દ્રસિંહ રેલ્વેનો કર્મચારી હતો. તેણે ઓક્ટોબર 2018 માં ગીતા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેના પહેલી પત્ની સાથે 2016 માં છૂટાછેડા થઇ ગયા હતા.

તેમ જ ગીતા લગ્ન પહેલા બે વખત છૂટાછેડા લઇ ચુકી હતી. લગ્નના 22 મહિના પછી શારીરિક સંબંધ ન રાખવાથી સુરેન્દ્ર સિંહ તાણમાં હતો. પાછળથી બંને વચ્ચે ખૂબ ઝઘડા થવા લાગ્યા હતા. ત્યાર પછી ગીતા ઘર છોડીને તેના માતાપિતાના ઘરે જતી રહી હતી.આમ કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ શાંત મગજ થી કામ લેવું જોઈએ અને એના પછી નિર્ણય લેવો જોઈએ.27 જુલાઇના રોજ જ્યારે કુટુંબના સભ્યો અંતિમ સંસ્કારમાં ગયા હતા ત્યારે ઘરમાં એકલા સુરેન્દ્રએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી.

જોકે, તે વાતની સ્પષ્ટતા થઇ નથી કે ગીતા અને સુરેન્દ્ર વચ્ચે સંબંધો મધુર કેમ ન હતા. પત્ની સાથે નારાજગી હોવાને કારણે આવું પગલું ભરવું તે ખૂબ જ ખોટો નિર્ણય છે. હંમેશા નાની નાની વાતો ઉપર પતિ પત્ની વચ્ચે ખટરાગ થઇ જાય છે અને બંને માંથી કોઈ એકને આ પ્રકારનું પગલું ભરવું પડે છે. લગ્ન વચ્ચે આવી પરિસ્થિતિ ન ઉભી થાય, તેના માટે જરૂરી છે કે તમે કેટલીક બાબતો ઉપર ધ્યાન આપો.વાતચીતમાં અંતર ન આવવા દો,હંમેશા વાત ત્યારે બગડી જાય છે, જ્યારે વાતો કરવાનું જ બંધ થઈ જાય છે.

તેથી પતિ-પત્નીએ હંમેશા વાતો કરતા રહેવું જોઈએ. જો તમે તેમની કોઈ વાતથી નારાજ છો અથવા તેમની કોઈ વાત સમજી નથી શકતા, તો તેના વિશે તેમની સાથે વાત કરો. તેમ જ તમે કોઈ વાતને લઈને દુઃખી છો, તો તેની સાથે વાત જરૂર કરો. વાત કરવાનું બંધ કરી દેવું જોખમી હોય છે.તેમજ મિત્રો અમુક વાર ગુસ્સા પર કાબુ રહેતો નથી અને લોકો ગુસ્સા માં એ કરી નાખે છે જે ન કરવાનું હોય તેથી મિત્રો ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો,ઘણી વાર આપણે ગુસ્સામાં એવી વાતો કહી દઈએ છીએ.

જે આપણે મનથી નથી ઇચ્છતા, છતાં પણ તે જીભ ઉપર આવી જાય છે. આવી સ્થિતિમાં જો કોઈ વાત ઉપર ઝગડો થાય છે, તો પછી તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખતા શીખો. ભૂલથી પણ કોઈ એવી વાત ન કહો, જેનાથી તમારા સંબંધો બગડી જાય. જો તમને કોઈ વાત ઉપર ગુસ્સો આવી રહ્યો છે, તો પહેલા પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો અને ગુસ્સો શાંત થઇ ગયા પછી જ કોઈ વાત કરો.બાંધીને ન રાખો,મોટે ભાગે પતિ-પત્ની એક બીજાથી ત્યારે દુર થવાનું વિચારે છે,

જયારે સંબંધોમાં અકળામણ થવા લાગે છે. આવી સ્થિતિમાં ક્યારે પણ તમારા જીવનસાથીને બાંધવાનો કે દબાણ કરવાનો પ્રયત્ન ન કરો. તમારા સંબંધોને સ્વતંત્રતા આપો અને પછી ધીમે ધીમે તેને સમજવાનો પ્રયત્ન કરો. આ રીતે તમે તમારા જીવનસાથીનો વિશ્વાસ પણ જીતી શકશો અને તે પોતાને તમારી સામે સલામત અનુભવશે.કોઈ પણ પતિ પત્ની નો સબંધ હોય પરંતુ તેમાં કોઈ પણ શંકા ના રાખવી જોઈએ અને એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ અને ગમેં તે તકલીફ કે પ્રશ્ન હોય તે તમારા લાઈફ પાર્ટનર ને જણાવો.

ત્યારબાદ મિત્રો આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઈન્સ્ટાગ્રામ પર પત્નીને બદનામ કરવા પતિનું કારસ્તાન, સાસુએ જમાઈ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ તો ચાલો મિત્રો જાણીએ આખો કિસ્સો.શહેરના કુબેરનગરમાં રહેતી 36 વર્ષની એક મહિલાએ પોતાના જમાઈ વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સાસરેથી રીસામણે આવેલી તેની દીકરીને બદનામ કરવા માટે તેમના જમાઇએ ફેક ઇનસ્ટાગ્રામ આઇડી બનાવીને પુત્રીના વાંધાનજક ફોટોગ્રાફસ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા.

આ અંગે મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તે કુબેરનગરમાં રહે છે અને નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પતિ સાથે વાંધો પડતા તે તેની 18 વર્ષની દીકરી અને 16 વર્ષના દીકરા સાથે અલગ રહે છે. તેની દીકરી સગીર હતી તે સમયે જ તેના લગ્ન ભાવનગરમાં રહેતા આકાશ  cellસાથે થયા હતા, પરંતુ લગ્નના થોડા મહિના બાદ બંને વચ્ચે ખટરાગ વઘતા તે છેલ્લાં 6 માસથી પિયરમાં રહેવા માટે આવી હતી.ગત ઓગસ્ટ મહિનામાં તેની પુત્રીને ખબર પડી હતી કે, કોઇએ તેના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યુ છે

અને તેના પર વાંધાનજક વીડિયો અને ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા છે. આ જાણીને તે ચોંકી ઉઠી હતી અને તેની માતાને આ અંગે જાણ કરી હતી. જેમાં તેના પતિએ લગ્ન પહેલા મોબાઇલ ફોનમાં કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો લીધા હતા, જે તેણે ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાની શક્યતા છે. આથી આ અંગે સાયબર સેલમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા આકાશ દ્વારા જ આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા સાયબર ક્રાઇમમાં આઇપીસીની કલમ 354 (ડી), પોક્સો અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.