“કુછ કુછ હોતા હૈ”ની અંજલી આજે થઈ ગઈ છે ખૂબ જ હોટ અને બોલ્ડ,તસવીરો જોઈને મો માં આંગળીઓ નાખી દેશો…

  0
  148

  બોલીવુડમાં બાળ કલાકારો પણ એક મુખ્ય ભાગ હોઈ છે.અમુક ફિલ્મોમાં બાળ કલાકાર ને કારણે જ ફિલ્મ સુપર હિટ સાબિત થાય છે.આવી જ એક ફિલ્મ છે.કુછ કુછ હોતા હૈ.વર્ષ ૧૯૯૮ માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ દરેક વ્યક્તિએ જોયેલી હશે. ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ અને રાણી મુખર્જી મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની દીકરી અંજલિનું પાત્ર પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

  આ રોલ સના સઇદે નિભાવેલ હતો. ત્યારે સનાની ઉંમર ૧૦ વર્ષની હતી. જો કે ૨૨ વર્ષ બાદ તેની અંદર ઘણું પરિવર્તન આવી ગયું છે. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૮૮નાં મુંબઈમાં જન્મ લેનાર સનાએ હાલમાં જ પોતાનો ૩૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેવામાં અમે તેના જીવન સાથે જોડાયેલી અમુક વાતો તમને જણાવવા જઇ રહ્યા છીએ.

  સના ૧૯૯૮માં કુછ કુછ હોતા હૈ માં પહેલી વખત બાળ કલાકારના રૂપમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે “હર દિલ જો પ્યાર કરેગા” અને “બાદલ” જેવી ફિલ્મોમાં નજર આવી હતી. આ ત્રણ ફિલ્મોમાં કામ કર્યા બાદ તે ફિલ્મોમાં જોવા મળી નહીં. સનાએ પોતાનો અભ્યાસ મુંબઈથી પૂરો કરેલ છે.

  સપના “બાબુલ કા આંગન છુટે ના” અને “લો હો ગઈ પૂજા ઇસ ઘર કી” જેવી ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળેલ છે. અહીંયા તેના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવેલ હતી.

  સના ડાન્સ કરવામાં પણ ખૂબ જ ઉસ્તાદ છે. એ જ કારણ છે કે ઝલક દિખલા જા-૬, ઝલક દિખલા જા-૭, નચ બલિયે-૭ અને ઝલક દિખલા જા-૯ જેવા ડાન્સ રીયાલીટી શોમાં પણ નજર આવી ચુકેલ છે.

  સનાએ બાળ કલાકારના રૂપમાં કરણ જોહરની કુછ કુછ હોતા હૈ પોતાનું ડેબ્યુ કર્યું હતું. દિલચસ્પ વાત એ છે કે મોટી થયા બાદ પણ તેણે મોટા પડદા પર કરણ જોહરની “સ્ટુડન્ટ ઓફ ધ યર” થી પરત ફરી હતી. ૨૦૧૨માં આવેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય પાત્રમાં હતા. જોકે ફિલ્મમાં સનાનો પણ ઠીક-ઠાક રોલ હતો.

  વર્તમાન સના ફિલ્મોમાં વધારે એક્ટિવ રહેતી નથી. વળી તે ટીવી શોમાં ગેસ્ટ અથવા કેમિયો રોલ કરતી રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ સના ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોઝ અને વિડિયોઝ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના અંદાજે ૭ લાખ ફોલોઅર્સ છે.

  સનાની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેનું નામ ડિજે અને આર્ટિસ્ટ દીપેશ શર્મા સાથે જોડાઈ ચૂક્યું છે. દીપેસ સાથે જ સનાએ ‘નચ બલિયે સીઝન 7’માં પાર્ટિસિપેટ કર્યું હતું. દીપેક એક બિઝનેસમેન પણ છે. તેમને ગોવામાં પોતાનું ક્રોનિકલ નામનું એક રેસ્ટોરાં છે.

  આ પછી ચર્ચા હતી કે, સના સઇદ જહીર રત્નસીને ડેટ કરી રહી છે. જહીર સલમાનના ફ્રેન્ડ ઇકબાલ રત્નસીનો દીકરો છે.સના સઇદ જ્યારે ‘સ્ટૂડન્ટ્સ ઓફ ધી યર’માં કામ કરી રહી હતી ત્યારે તેમણે ઘરવાળાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા નહોતા ઇચ્છતાં કે તે એક્ટિંગામાં તેનું કરિયર બનાવે.

  એવામાં જ્યારે સનાના પેરેન્ટ્સને જાણ થઈ કે, ‘સ્ટૂડન્ટ ઑફ ધી યર’માં તેમની દીકરી બિકિની અને ખૂબ જ રિવીલિંગ કપડાં પહેરવાની છે તો તે ભડકી ગયાં હતાં.

  આ વિશે સનાએ કહ્યું હતું કે, ‘મારા પેરેન્ટ્સ તે જનરેશનના છે જેમાં ઢીંચણથી ઉપર સ્કર્ટ પહેરવાનું વિચારતાં પણ નહોતા. તેમને તે વાતનો ડર લાગતો હતો કે, ક્યાંક આવાં એક્સપોઝરથી કંઈક ખોટું ના થઈ જાય.’
  સના સઇદ મુજબ, ‘મારા ઘરવાળાના મનમાં બોલિવૂડની ખોટી છબી છે, પણ શું કરવું છે અને શું કરવું નથી, તેનો અંતિમ નિર્ણય હું ખુદ લવ છું.’

  સના સઇદે વર્ષ 2018માં ટીવી શૉ ‘કૉમેડી સર્કસ’માં જોવા મળી હતી. આ પછી તે ‘કિચન ચેમ્પિયન’માં ગેસ્ટ તરીકે જોવા મળી હતી.