કોળું જ નહીં કોળાના પાંદડા પણ છે ખૂબ ફાયદાકારક,ડાયાબિટીસ થી લઈને આંખ ની રોશની સુધી ઘણા રોગો નો છે રામબાણ ઈલાજ…

0
488

કોળાના પાંદડા ઘણી બીમારીઓને અટકવામાં મદદ કરી શકે છે, જાણો તેના ફાયદા.

કોળું એક સ્થાનિક,દ્બીબીજપત્રી વનસ્પતિ છે. આ વનસ્પતિનો વેલો લાંબો, કમજોર અને લીલા રંગનો હોય છે. આ વેલા પર નાના નાના ઉભા ખાંચા હોય છે. આ વેલ પોતાના આકર્ષોંની સહાયતા વડે વિકાસ કરી આગળ વધે છે અથવા ઉપર ચઢે છે. તેનાં પાંદડાં લીલાં, પહોળાં અને વૃત્તાકાર હોય છે. એનાં ફૂલ પીળા રંગનાં સવૃંત, નિયમિત તથા અપૂર્ણ ઘંટાકાર હોય છે. નર તથા માદા પુષ્પ અલગ-અલગ હોય છે. નર તથા માદા બન્ને પુષ્પોમાં પાંચ જોડી બાહ્યદળ અને પાંચ જોડી પીળા રંગનાં દળપત્ર હોય છે. નર પુષ્પમાં ત્રણ પુંકેસર હોય છે. જેમાંથી બે મળી એક જોડી બનાવે છે અને ત્રીજું સ્વતંત્ર રહેતું હોય છે. માદા પુષ્પમાં ત્રણ સંયુક્ત અંડજ હોય છે. જેને યુક્તાંડપ કહેવામાં આવે છે. આ વનસ્પતિનું ફળ લંબગોળાકાર અથવા ગોળાકાર હોય છે. ફળની અંદર ઘણાં બીજ રહેલાં હોય છે. ફળનું વજન ૪ થી ૮ કિલોગ્રામ સુધી હોય શકે છે. સૌથી મોટા ફળ હોય એવી પ્રજાતિ મૈક્સિમાનું વજન ૩૪ કિલોગ્રામ કરતાં પણ વધારે હોય છે.કોળું લગભગ સંપૂર્ણ વિશ્વમાં ઉગાડવામાં આવે છે.

1-7 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય ન્યુટ્રીશન વિક મનાવવામાં આવે છે. આ પ્રસંગે અમે તમને કોળાના પાંદડાના ફાયદા જણાવી રહ્યા છીએ, જે ઘણી બીમારીઓ રોકવામાં મદદ કરી શકે છે.ઘણી વખત આપણે એ નથી જાણતા હોતા કે થોડી સામાન્ય વસ્તુના ફાયદા આરોગ્ય માટે કેટલા વધુ હોઈ શકે છે. એવું જ કાંઈક કોળાના પાંદડાનું પણ છે. આ પાંદડા ઘણા સ્વાદિષ્ટ પણ હોય છે અને આરોગ્ય માટે તેના ફાયદા ઘણા છે.

આ પાંદડા બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં પણ મદદરૂપ હોય છે અને સાથે સાથે આપણા શરીરને વિટામીન અને મિનરલ પણ આપે છે. જ્યાં સુધી કોળાના પાંદડાની વાત કરવામાં આવે છે, તો કેરળથી લઈને બંગાળ અને મહારાષ્ટ્ર સુધી તે ખાવામાં આવે છે. નેશનલ બ્યુટ્રીશન વિક 1 થી 7 સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે. આ પ્રસંગે અમે તમને કોળાના પાંદડાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.

એવોર્ડ વિનિંગ ન્યુટ્રીશનિસ્ટ મુનમુન ગેનેરીવાલે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કોળાના પાંદડાના ફાયદા વિષે જણાવ્યું છે. તમને જણાવી આપીએ કે મુનમુન ગનેરીવાલ બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ સહીત ઘણા હાઈ પ્રોફાઈલ લોકોની ન્યુટ્રીશનિસ્ટ છે. મુનમુન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ઘણી ટીપ્સ શેર કરતી રહે છે, જે હેલ્દી જીવનશૈલી જીવવામાં કામ આવશે.

પોસ્ટમાં જણાવ્યું કે કોળાના પાંદડા ખાવાની રીત :-

મુનમુન ગનેરીવાલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે દેશના જુદા જુદા ભાગમાં આ પાંદડા ખાવામાં આવે છે. કેરળમાં તેને છીણેલા નારિયેળ અને ઓછા મસાલા સાથે બનાવવામાં આવે છે જેને ‘મથાન ઈલા તોરન’ કહેવામાં આવે છે.બંગાળમાં તેને ‘કુમરો સાગ’ કહેવામાં આવે છે, જે ગ્રેવી જેવું હોય છે અને ભાત સાથે ખાવામાં આવે છે.મહારાષ્ટ્રમાં તેને જુવારની રોટલી સાથે ભાજી તરીકે ખાવામાં આવે છે.કોળાના પાંદડા ખાવાની સાચી રીત એ હશે કે તેને સારી રીતે ધોઈને તેલ અને મસાલામાં બનાવવામાં આવે. કોળાના પાંદડા ઘણા જ સ્વાદિષ્ટ લાગશે અને તમને ભાજી ખાવાનું ગમે છે, તો આ પાંદડા જરૂર અજમાવવા જોઈએ.શું છે

કોળાના પાંદડા ખાવાના ફાયદા :-1) વિટામીન A થી સારું રહેશે આઈસાઈટ :-કોળાના પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન A હોય છે, જેનાથી આંખોની દ્રષ્ટિ સુધરે છે. સાથે જ વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે.2) વિટામીન C થી જલ્દી ભરાય છે ઈજાના ઘા :-કોળાના પાંદડામાં વિટામીન C પણ હોય છે, જેનાથી ઈજાના ઘા જલ્દી ભરાય છે અને સ્કીન, દાંત અને હાડકા માટે પણ તે ફાયદાકારક રહે છે.3) આયરન પુષ્કળ પ્રમાણમાં :-આ પાંદડા ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે ઘણા ફાયદાકારક રહે છે કેમ કે તેમાં આયરન હોય છે. પોતાના ડાયટમાં આયરનથી ભરપુર ફૂડસ સામેલ કરવાનો ફાયદો એ હોય છે કે અનીમીયાનું જોખમ ઓછું થઇ જાય છે. જે ફ્રુડસમાં કુદરતી આયરન હોય છે, તે ખાવાથી મહિલાઓના પીરીયડસના દુઃખાવામાં પણ રાહત મળે છે અને નબળાઈ આવતી નથી.

4) બ્લડ શુગર લેવલ થાય છે કંટ્રોલ :-કોળાના પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેમાં ક્લોરીન ઘણું ઓછું હોય છે. તેવામાં તે તમારા શરીરના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. તે ઉપરાંત જે મહિલાઓ લૈકટેટીંગ છે અને બાળકોને દૂધ પીવરાવે છે, તે પણ કોળાના પાંદડાનો લાભ લઇ શકે છે. તેને તેના ડાયટમાં સામેલ કરવાથી બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.મુનમુને પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું છે કે કોળાના પાંદડાને લીંબુ સાથે ખાવા જોઈએ. ખરેખર તેના ફાયદા જણાવવામાં આવ્યા છે, તેની ઉપરથી લાગે છે કે કોળાના પાંદડા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને સાથે સાથે તે શરીરની ઘણી જરૂરિયાતોને પૂરી કરી શકે છે.