મનના માણિગર સાથે ગાયિકા કિંજલ દવેએ કચ્છના રણમાં લીધી અંગત તસવીરો…

0
237

ગુજરાતના ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવનાર ગાયિકા કિંજલ દવેનો આજે જન્મ દિવસ છે, ત્યારે કિંજલ દવેએ આજે તેનો જન્મ દિવસ ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો, જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. વર્ષ 2021 ખતમ થવામાં માત્ર આઠ દિવસની જ વાર છે અને સિંગર આ પહેલા કચ્છમાં યોજાતા અને વિશ્વભરમાં પ્રસિદ્ધ તેવા રણોત્સવમાં પહોંચી ગઈ છે.

આ ટ્રિપમાં ભાવિ પતિ એટલે કે ફિસાન્સે પવન જોશી પણ તેને સાથ આપ્યો છે.કિંજલ દવે અને પવન જોશી કચ્છના ‘રણોત્સવ’માં મજા માણી રહ્યા છે.

બંને ત્યાંની તેમજ એકબીજા સાથેની તસવીરો પણ શેર કરી રહ્યા છે.જે ફેન્સને પસંદ આવી રહી છે.કિંજલ દવેએ કચ્છના સફેદ રણમાં પવન જોશી સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે. જેમાં સિંગર સફેદ કલરના ડ્રેસ અને શરારામાં જોવા મળી રહી છે.

આ સાથે તેણે લાલ કલરનો દુપટ્ટો ઓઢ્યો છે અને સિલ્વર જ્વેલરી પહેરી રાખી છે.તો પવન ટી-શર્ટ અને ડેનિમમાં છે. બંનેની જોડી ‘મેડ ફોર ઈચ અધર’ લાગી રહી છે.આ સાથે તેણે લખ્યું છે ‘કુછ કુછ હોતા હૈ.મારા ખાસ વ્યક્તિ સાથે કેટલીક ખાસ ક્ષણ.

આ સિવાય તેણે પવન જોશી સાથેની અન્ય કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે ટેન્ટ સિટી બહાર પોઝ આપી રહી છે. ડેનિમ અને હાફ કફ્તાનમાં કિંજલ દવે સુંદર લાગી રહી છે.તસવીરોના કેપ્શનમાં લખ્યું છે ‘હું દુનિયાભરમાં યાદો બનાવવા માગુ છું અને તેની શરૂઆત મારા રાજ્યથી થાય છે’ આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે.કિંજલ દવેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ કેટલીક તસવીરો શેર કરી છે.

જેમાંથી એકમાં તે અને પવન જોશી સાથે બેસીને ડિનર લઈ રહ્યા છે અને કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યા છે. કિંજલ દવે અને પવન જોશીએ ઈ રિક્ષાની સવારી પણ લીધી હતી.બંનેએ તેમા બેસીને તસવીર ખેંચાવી છે. આ સાથે તેણે લખ્યું છે ‘અમારી સવારી.

તસવીરમાં બંને એકબીજા સાથે ખૂબ ખુશ લાગી રહ્યા છે.કિંજલ દવે અત્યારસુધીના કરિયરમાં ઘણા હિટ સોન્ગ આપી ચૂકી છે અને કેટલાય સ્ટેજ પ્રોગ્રામ કરી ચૂકી છે.

ઓક્ટોબરમાં જ સિંગર અમેરિકા ગઈ હતી અને ત્યાંના વિવિધ શહેરોમાં પ્રોગ્રામ કર્યા હતા.ત્યાંના લોકોને તેણે ખૂબ ગરબા કરાવ્યા હતા.એક મહિના બાદ જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે ફિયાન્સે અને પરિવારના સભ્યોએ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું.