કિંમજોગ પાસે છે દુનિયા ની સૌથી મોંઘી અને અજીબો ગરીબ વસ્તુ ઓ જુવો તસવીરો

0
1764

મિત્રો, ઉત્તર કોરિયાના તાનાશાહ તરીકે ઓળખાતા કિમ-જોંગ-ઉન ને આ વિશ્વના સૌથી શક્તિશાળી શાસકોમાંથી એક શાસક ગણવામા આવે છે, જે પોતાના મનનુ ધાર્યુ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તમને બધાને ખ્યાલ જ હશે કે, અહીના લોકોને ઓનલાઇન થવાની મંજૂરી નથી અથવા તો પોતાનો મત વ્યક્ત કરવાની મંજૂરી નથી. આ સિવાય આ દેશના લોકો સંગીત પણ સાંભળી શકતા નથી. તેમની પાસે હાલ ૧૦૦ થી વધુ ગાડીઓ જાણીને હેરાન થઈ જશો.

દેશના લોકોથી વિપરીત તે તેના વૈભવ પાછળ ઘણા બધા નાણા ખર્ચ કરે છે. આજે અમે તમને આ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વિશ્વમા બીજા કોઈની પાસે નથી. ઉત્તર કોરિયામા આ તાનશાહનુ સ્વાસ્થ્ય હાલ સાવ ખરાબ થઈ ગયુ હતુ. અમેરિકન ઇન્ટેલિજન્સનો દાવો એવો છે કે, કિમ જોંગની એક ગુપ્ત ઓફિસ પણ છે.

ઉતર કોરિયાના આ શાસકથી સૌ કોઈ પરિચિત છે. હાલ, ઉત્તર કોરિયામા બાળકની જીભ પર આ નામ છે. આ પાછળનુ કારણ ઉત્તર કોરિયાના શાસકની તાનાશાહી હોવાનુ કહેવાય છે. વર્તમાન સમયમા એવા સમાચાર પણ આવ્યા હતા કે, લશ્કરી શાસક કિમ જોંગ ઉનનુ અવસાન થયુ છે. હજી સુધી કોરિયાએ આ વાતની પુષ્ટિ કરી નથી કે નકારી પણ નથી.

આ દરમિયાન ગુપ્તચર એજન્સીઓને કિમ જોંગની ગુપ્ત ઓફિસની જાણ થઈ છે. આ પ્યોંગયાંગની કોરિયન વર્કર્સ પાર્ટીના બિલ્ડિંગના ત્રીજા માળે એક રહસ્યમય ઓફિસ છે. આ સિવાય તે ઘણી મોંઘી વસ્તુઓના માલિક પણ છે. અમેરિકન ઇન્ટેલિજન્સનો એવો દાવો પણ છે કે, તેની બહેન કિમ યો-જોંગ હાલમા આ સિક્રેટ ઓફિસ સંભાળી રહી છે. આ પહેલા કિમ જોંગના પિતા કિમ-જોંગ-ઇલ આ ઓફિસને સંભાળી રહ્યા હતા.

અહી માત્ર કીમ જોન્ગના પરિવારના સદસ્યો ને જ આવવાની મંજૂરી છે. ગુપ્તચર એજન્સીઓ એવો દાવો કરે છે કે, આ કચેરી માત્ર કિમની નજીકના લોકો માટે જ સુલભ છે. તે દેશમા અવરજવર થતા તમામ કાયદેસર અને ગેરકાયદેસર નાણા અને માલ પર નજર રાખે છે અને કિમ પરિવારના બેંક ખાતામા પૈસાની લેવડ-દેવડનુ મેનેજમેન્ટ કરે છે. આ ઓફિસમા બહારથી આવતા નાણાં અને બધી કાયદેસર અને ગેરકાયદેસર પદ્ધતિઓ પર નજર રાખવામા આવે છે. એવુ માનવામા આવે છે કે, આ ઓફિસમાંથી ખાસ કિમ પરિવારના બેન્ક ખાતા જોવા મળે છે.

ગુપ્તચર એજન્સીઓનો દાવો એવો છે કે, અહી દાણચોરી કરવાથી ઘણા બધા પૈસા પણ આવે છે. જેના પર કિમ પરિવારનો સીધો નિયંત્રણ છે. આ માહિતી પણ બહાર આવી છે કે, આ ઓફિસ કિમના દાદા કિમ-ઇલ-સુંગ દ્વારા ૧૯૭૦મા બનાવવામા આવી હતી. તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓની એક ઝલક ત્યારે સામે આવી, જ્યારે ઉત્તર કોરિયાએ ૩૦ ઓગસ્ટ,૨૦૧૦ ના રોજ આંતરરાષ્ટ્રીય જળમા દક્ષિણ કોરિયા સામે લડવાનુ શરૂ કર્યુ, જ્યારે તે સમયે યુ.એસ. પ્રમુખ બરાક ઓબામાએ એક ઓર્ડર પર સહી કરી હતી.

કિમની બહેન વર્ષ ૨૦૧૪ પછી કામ જોઈ રહી છે. આ હુકમમા તે જોવામા આવ્યુ હતુ કે, ઉત્તર કોરિયામા નાણાનો એક વિશાળ સ્રોત ગેરકાયદેસર રીતે પડેલો છે. તેમા મની લોન્ડરિંગ, ચલણ બનાવટી અને ડ્રગ ટ્રાફિક વગેરેનો સમાવેશ થાય છે. એવુ માનવામા આવે છે કે, કિમની બહેન કિમ-યો-જોંગે વર્ષ ૨૦૧૪ થી આ સિક્રેટ ઓફિસ સંભાળવામા પ્રમુખ ભૂમિકા ભજવી છે. જ્યા જોંગ અહીના દેશના મીડિયાને મદદ કરવા અને તેની માહિતીને અન્ય દેશોમા લિક થવાથી બચાવવા માટે છે અને રણનીતિ પણ બનાવે છે.

યો જોંગના પતિ પણ આ ઓફિસ સાથે સંકળાયેલ છે એવુ માનવામા આવે છે. ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે યો-જોંગે ઉત્તર કોરિયાના રાજદ્વારીના પુત્ર ચો-સોંગ સાથે લગ્ન કર્યા હતા. ચો-સોંગને આ સિક્રેટ ઓફિસમા જ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વિભાગમા કામ કરવાની જવાબદારી સોપવામા આવી છે. ગુપ્તચર એજન્સીઓ એવો દાવો કરે છે કે, અહી જ બે ઇટાલિયન બોટોની દાણચોરીને સહમતિ આપવામા આવી હતી. આ બોટની ૧૫ ડોલર મિલિયનથી વધુની દાણચોરી નિષ્ફળ રહી હતી. આ અંગે છેતરપિંડીના અનેક આક્ષેપો થયા છે.

વાયગ્રા, અફીણ તથા અન્ય નશીલા દ્રવ્યોની તસ્કરી.

એવુ માનવામા આવી રહ્યુ છે કે, આ ઓફિસ વાયગ્રા, અફીણ અને અન્ય ડ્રગ્સની દાણચોરીને મંજૂરી આપી રહી છે અને તેના પૈસા પણ અહીથી આવે છે અને જાય છે, આ ઉપરાંત આ ઓફિસના પોતાના ખેતરો પણ છે, જ્યા આ નશીલા દ્રવ્યોની ખેતી કરવામા આવે છે. એવુ માનવામા આવી રહ્યુ છે કે, આ ઓફિસનુ તમામ ગેરકાયદેસર કાર્ય દેશની માત્ર બે સંસ્થાઓ દ્વારા કરવામા આવે છે, કોરિયા ડાઇસોંગ બેન્ક અને કોરિયા ડાયસોંગ ટ્રેડિંગ કું. ગુપ્તચર વિભાગના તત્કાલીન સચિવ સ્ટુઅર્ટ લેવીએ આ સંદર્ભે ઘણા પુરાવા પણ આપ્યા હતા, જોકે આ બાબતને આગળ લાવવામાં આવી નથી.

આ દેશના રાજદૂત બીજા દેશોની મદદથી અવેધ અને વૈદ્ય વ્યાપારિક સોદો કરીને પૈસા ઉગાડે છે.તેમા ઉગાડવામા આવતા નબળા ગુણવત્તાવાળા સોનાના વેચાણથી લઈને ઓછી ગુણવત્તાવાળા મશરૂમ્સ વેચવા સુધીના દેશના રાજદૂતો અન્ય દેશોની સહાયથી આ ગેરકાયદેસર અને કાયદેસર વેપાર વ્યવહાર દ્વારા નાણાં એકત્ર કરે છે.રાજદ્વારી સીલને કારણે આ ઓફીસ વિદેશી પરીક્ષા દરમિયાન પણ ખોલવામા આવતી નથી. કિમના વફાદારોને ગેરકાયદેસર માલસામાન અને પૈસા આપવામાં આવે છે,કિમના વફાદારોને ગેરકાયદેસર ચીજવસ્તુઓ અને પૈસા જે આ કચેરી દ્વારા આવ્યા હતા તેના પુરસ્કાર પણ આપવામા આવે છે, એક દાવા પ્રમાણે વર્ષ ૨૦૦૮મા કિમ-જોંગ-ઇલ ના જન્મદિવસ પર ૨૦૦ થી વધુ ઇમ્પોટેડ કાર આવી હતી.

દક્ષિણ-કોરિયા ના એક જાણીતા સમાચારપત્ર ચોસૂન ઇલ્બો ના જણાવ્યા મુજબ આ અજોડ ગાડીઓ ને ચીન ના યાલુ નદી ના મારફતે ઉત્તર કોરિયા લાવવામા આવી હતી જેથી તેના લોકો ને ઈનામ વહેંચવામાં આવે. એવું કહેવામાં આવી રહ્યું છે પાછળના સતત પ્રતિબંધો અને ખુફિયા એન્જસીઓ ની નજર ને લીધે ઓફિસ એટલી સારી રીતે કામ પણ કરી રહી નોહતી.હવે જો વાત કરીએ કે, કીમ-ઉન-જોન્ગની પાસે રહેલી અમુલ્ય વસ્તુઓની તો તેમની પાસે ૧૦૦ કરતા પણ વધુ બેજોડ ગાડીઓ છે અને તે ઘણી બધી ખાનગી વસ્તુઓના માલિક પણ છે. આ સિવાય તેમની પાસે ૯૦૦ કરતા પણ વધુ વિમાનો છે જેમા ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ, એટેક હેલિકોપ્ટર, સ્પેશ્યલ ફોર્સ કાર્ગો પ્લેન, ફાઇટર એરક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

આ સિવાય એવુ પણ કહેવામાં આવે છે કે, તે એક પ્રાઇવેટ આઇલેન્ડના માલિક પણ છે. જેના વિશે કોઈને પણ ખ્યાલ નથી અને તેની પર દરેક સમયે સખત સુરક્ષા હોય છે. આ સિવાય રિયુગિઓંગ હોટલ જે ૧૦૫ માળ ધરાવે છે, તે હોટલ કિમ-જોંગ-ઉનના દાદાના નિર્દેશનમા બનાવવામા આવી હતી. તે વિશ્વની સૌથી મોટી હોટેલોમાની એક છે.

કિમજોંગે સબમરીન નો પણ શોખ ધરાવે છે. તે પોતે સબમરીન ને અંકુશમા રાખે છે જે પાણી ની અંદર કામ કરે છે. આ સિવાય તેમની પાસે અનેક સૈન્ય વહાણો પણ છે. મ્યુઝિકરિઓંગ સ્કી રિસોર્ટ – તેનો આ રિસોર્ટ ૧૩૬૦ મીટર ની ઉંચાઇએ સ્થિત છે. હોટેલ પૂલ, લક્ઝરી હોટલ, આઇસ રિંક તેમજ અન્ય ઘણી આકર્ષક સુવિધાઓ પ્રદાન કરે છે. દર વર્ષે ૫,૦૦૦ જેટલા લોકો સેનાની દેખરેખ હેઠળ આ રિસોર્ટમાં ફરવા આવે છે.

આ સિવાય કિંગજોંગ પાસે સાત મિલિયન ડોલર ની પોતાની પ્રાઈવેટ યોટ પણ છે જે સૌ ફૂટ લાંબી છે. તે વિશ્વ ની શ્રેષ્ઠ યોટસ માની એક છે અને તેને અહિયા ઘણો સમય પસાર કરવો ગમે છે. આ સિવાય તેની પાસે લક્ઝરી પ્રાઈવેટ જેટ, ૧૭ મોટા બંગલા, ૧૦૦ થી વધુ કારો પણ છે. આ બધા સાથે કિમજોંગ લક્ઝરી લાઇફ જીવવાનું પસંદ કરે છે.