ખુબજ નજીક છે પવિત્ર શ્રાવણ માસ જાણીલો શ્રાવણ માસ શુ ખવાય અને શું ન ખવાય, અમુક વાતો હજી તમે જાણતાં જ નથી…..

0
242

ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. દેવપોઢી એકાદશી પછીથી શરૂ થતાં ચાતુર્માસનો આ પ્રથમ મહિનો હોય છે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે. ત્યારે જાણી લો આવતી કાલથી શરૂ થતાં શ્રાવણ માસનો શું છે મહિમા અને શા માટે આ માસમાં શિવજીનો કરવામાં આવે છે જળાભિષેક.આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે. આ મહિનાના દરેક સોમવારે શિવમૂઠ ચઢાવવામાં આવે છે. જે આ પ્રકારે છે.

મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે. અને તેમાંય વળી બધા જ વ્રતોમાંથી સોળ સોમવારનું વ્રત ખુબ જ શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક, અને માગશર મહિનાના કોઇ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે. આ વ્રતની સમાપ્તી સત્તરમા સોમવારે સોળ દંપત્તીને ભોજન તેમજ કોઇ બીજું દાન આપીને થાય છે.

શિવજીનો થાય છે જળાભિષેક.

દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્રમંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યાં, તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યુ. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યારપછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે.

આ વખતે 23 જુલાઈ થી 22 ઓગસ્ત સુધી શ્રાવણ મહિનો ચાલશે… શ્રાવણ મહિના માં અમુક ખાવાની વસ્તુઓ જો ન જ ખાવામાં આવે તો સારું છે. આવા વરસાદી શ્રાવણ મહિના માં અમુક ફળ અને શાકભાજી ન ખાવી જોઈએ કારણકે આવા સમય માં આ ફળ અને શાકભાજી માં વિષ નું પ્રમાણ વધી જાય છે. જે આપણાં આરોગ્ય માટે સારું નથી.

ચાલો, જાણીએ શ્રાવણ મહિના માં શું ખાવું અને શું ન ખાવું જોઈએ.

શ્રાવણ મહિનો એટલે વરસાદ નો મહિનો. સુર્ય નો તડકો પણ ઓછો હોય છે. જેના કારણે પાચનશક્તિ વધારે એવા એંજયમ ની પણ વૃદ્ધિ થતી નથી. ખાસ કરી ને પેપસીન અને ડીસ્ટેસ 37 ડિગ્રી પર ઍક્ટિવ થાય છે.વરસાદ કે ચોમાસા ના સમય માં તાપમાન ઓછું હોવાના કારણે એંજયમ ની એક્ટિવિટી ઓછી થઈ જાય છે. બીજી ઘણી બીમારીઓ આ સમયે વધી જ વધે છે.

વ્રત માં ખાવા લાયક ફળ માં પપૈયું એવું ફળ છે કે જેમાંથી પેપસીન આપણાં શરીર ને મળે છે. વાતાવરણ માં જે પરિવર્તન થાય છે તેને આપણું શરીર સ્વીકારી શકતું નથી. એટલા માટે જ ઋષિ મુનિઓ ધ્વારા વ્રત રાખવાની પરંપરા શરૂ કરવામાં આવી.. સાથે જ વ્રત કરવાથી શરીર ને સ્વાસ્થ્યવર્ધક અને સાત્વિક આહાર મળે છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

વ્રત માં લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ.

વરસાદ માં પાલક, મેથી, લાલ ભાજી,રીંગણ, કોબીજ, ફ્લાવર જેવી શાકભાજી ન ખાવી જોઈએ. તેની પાછળ નું વૈજ્ઞાનિક કારણ એવું છે કે વરરસદ માં જીવ-જંતુ નું પ્રમાણ વધી જાય છે. કીડી-મકોડા ની સંખ્યા વધી જાય છે. લીલા પાંદડાવાળા શાકભાજી માં જીવ-જંતુ ની વૃદ્ધિ જલ્દી થાય છે. તે થી જ વરસાદ ની સીજન માં લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા.

શ્રાવણ માસમાં તમે રાજગરાનો લોટ ખાઈ શકો છો. આ લોટથી તમે પરોઠા, પુરી, કચોરી, રોટલી, ભાખરી, પકોડી, શીરો, હલવો, પકોડા, બરફી બનાવી શકો છો.વ્રતમાં તમે જીરૂ, સીંધા નમક, મરી, એલચી, લવિંગ, જાયફળ, આદુ, લીલુ મરચુ ધાણાનો ઉપયોગ કરી શકો છો. હીંગનો ઉપયોગ ન કરવો. આ તમામ મસાલાઓ વ્રતમાં ખાઈ શકાય છે. સાથે દેશી ઘી અને માખણ તેમજ તલ કે મગફળીનું તેલ ઉપવાસ માટે વાપરી શકાય છે. ઉપવાસમાં ક્યારેય સરસીયુ કે દીવેલ ન વાપરવુ.

આ દિવસો માં જે લોકો ઓછું ખાય છે એ લોકો એક દમ ફિટ રહે છે. ઉપવાસ કરવાથી શરીર ને થોડી તકલીફ થાય છે. પરંતુ, સમય જતાં ભૂખ્યા પેટે રેહવાની આદત થઈ જાય છે. જો 12 કલાક સુધી કઈ પણ ખાવામાં ન આવે તો શરીર માં ઑટોફિગી નામની સફાઇ ની ક્રિયા ચાલુ થઈ જાય છે. બેકાર કોશિકાઓ ને શરીર સાફ કરી દે છે . ભૂખ અને ઉપવાસ નવી કોશિકાઓના નિર્માણ માં ફાયદાકારક છે. ટોફિગી ની શોધ માટે 2016 માં જાપાન ના વૈજ્ઞાનિક યોશઈનોરી ઓસઉમિ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અત્યારે, કેન્સર નું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સમયે ઉપવાસ ના દિવસે સાત્વિક ભોજન કરવાથી, લસણ-ડુંગળી કે માંસાહાર ની પરેજી પાળી ને , ફક્ત ફાળો નું સેવન કરવાથી તમને ફક્ત સ્વાસ્થ્ય જ નહીં પણ કેન્સર નો ભય પણ ઓછો થઈ જાય છે. ઉપવાસ કરવાથી જીવન લાંબુ થઈ જાય છે. કારણકે ડિયાબિટિસ અને કેન્સર જેવી બીમારીઓ નો ભય ઓછો થઇ જાય છે. વ્રત કરવાથી શરીર હળવું ફૂલ જેવુ લાગે છે.વ્રત કરવાથી શરીર માંથી એવા હોર્મોન્સ નીકળે છે કે જે ફેટટી ટિસ્યૂ ને તોડવામાં મદદ કરે છે. એટલે કે તમારું વજન ઓછું થઈ જાય છે. રિસર્ચ ધ્વારા એ પણ સાબિત થયું છે કે થોડાક સમય માટે ઉપવાસ રાખવાથી શરીર માં મેટાબોલીજમ વધે છે. જેનાથી વજન ઓછું થાય છે.

વ્રત રાખવાથી શરીર શુદ્ધ થાય છે. શરીર થી જેહરીલા તત્વો બહાર નીકળે છે. પણ શરત એક જ છે કે તમે વ્રતનાં સમય માં ફળ અને શાકભાજી નું સેવન વધુ કરો.આયુર્વેદ મુજબ, વ્રત કરવાથી શરીરમાં જથરાગ્નિ (ડેજેસ્ટીવ ફાયર) વધતી જાય છે. આનાથી પાચન સારું થાય છે અને ગેસ સંબંધિત સમસ્યા દૂર થાય છે

વ્રત આપણાં શરીર ને હલકું રાખે છે. હલકા શરીર થી મન પણ હળવું રહે છે. અને મગજ પણ સારી રીતે કામ કરે છે. વ્રત થી આપણું સ્વાસ્થ્ય સુધરે છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે ફોલોઇંગ માં જઈ કરજો એટલે તમને તરત અપડેટ મળશે.જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…