ખૂબ જ અદભુત અને રહસ્યમય છે ભગવાન શિવ નું આ મંદિર,800 વર્ષથી અહીં પાણી પર પથ્થરો તરતા રહે છે, જાણો આ મંદિર વિશે…

0
300

ભારતમાં ઘણા બધા પ્રાચીન મંદિરો છે જેના પોતાના એક અલગ જ રહસ્યો છે, જે આપણે ક્યારેય સાંભળ્યા પણ નહી હોય. સામાન્ય રીતે મંદિરોના નામ તેમાં રહેલી મૂર્તિઓ પરથી રાખવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે વાત કરવાના છીએ જેનું નામ નિર્માણ કરનાર વ્યક્તિ ઉપરથી રાખવામાં આવ્યું છે.

મંદિરો સામાન્ય રીતે તેમનામાં સમાવિષ્ટ દેવતાઓના નામ પર રાખવામાં આવે છે પરંતુ ભારતમાં એક એવું મંદિર પણ છે જેનું નામ કોઈ ભગવાનનું નામ નથી પરંતુ મંદિરના નિર્માતાના નામ પર રાખવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આવી સુવિધા ધરાવતું વિશ્વનું એકમાત્ર મંદિર હશે તે રામપ્પા મંદિર તરીકે ઓળખાય છે.

તેલાંગણાના મૂળુગુ જિલ્લાના વેંકટપુર વિભાગના પલમપેટ ગામની ખીણમાં આ મંદિર આવેલું છે. આ મંદિર અનોખી વિષેશતા ધરાવે છે. પાલમપેટ નાનુ ગામ હોવા છતાં સેંકડો વર્ષોથી આબાદ છે. ભગવાન શિવ રામપ્પા મંદિરમાં બિરાજમાન છે, જેથી તેને રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના નિર્માણની કથા ખુબ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ શું છે ભગવાન શીવના આ અનોખા મંદિરની વાર્તા.

શું છે મંદિરની કથારામપ્પા મંદિર માં ભગવાન શિવ સ્થાપિત છે તેથી તે ‘રામલિંગેશ્વર મંદિર’ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના નિર્માણની વાર્તા ખૂબ જ રસપ્રદ છે એવું કહેવામાં આવે છે કે ઈ.સ. 1213 આંધ્રપ્રદેશના કાકટિયા વંશના મહાપરાજા ગણપતિ દેવને અચાનક શિવ મંદિર બનાવવાનો વિચાર આવ્યો ત્યારબાદ તેણે તેના આર્કિટેક્ટ રામપ્પાને વર્ષો સુધી ચાલે તેવું મંદિર બનાવવાનો આદેશ આપ્યો.

રામપ્પાએ રાજાની આજ્ઞાનુ પાલન કર્યુ અને તેમની કારીગરી દ્વારા ભવ્ય અને વિશાળ તેમજ સુંદર મંદિર બનાવ્યું. તેવું કહેવામાં આવે છે કે રાજા તે મંદિર જોઇને ખુબ જ ખુશ થયા અને મંદિરનું નામ શિલ્પકારના નામ પર જ રાખ્યું. 13મી સદીમાં ભારત આવેલા પ્રખ્યાત ઇટાલિયન વેપારી અને સંશાધક માર્કોપોલોએ આ મંદિરને મંદિરોની ગેલેક્સીનો ચમકતો સિતારો ગણાવ્યો હતો.

800 વર્ષ પછી પણ આ મંદિર તેવું જ છે જેવું તે બન્યા સમયે મજબૂત હતું. લોકોના મનમાં અચાનક સવાલ ઉભો થયો કે આ મંદિર આટલુ જૂનુ છે તેમ છતાં તે કેમ તૂટતુ નથી. ત્યારે પુરાતત્વ વિભાગના નિષ્ણાંતોએ મંદિરની તાકાતનું રહસ્ય જાણવા માટે પત્થરનો ટુકડો કાપીને તેના પર રિચર્સ કર્યું. બાદમાં જે સત્ય બહાર આવ્યું તે આશ્ચર્યજનક હતું, તે પત્થર ખુબ જ હલકો હતો અને તેને પાણીમાં નાંખવામાં આવ્યો તો તે ડૂબવાની જગ્યાએ તરવા લાગ્યો હતો.

બાદમાં એ સવાલ ઉભો થયો કે આવો હલકો પત્થર ક્યાંથી આવ્યો, કારણકે આવા પત્થર વિશ્વમાં ક્યાંય પણ મળતા નથી. માત્ર રામસેતુના પત્થર સિવાય આ પ્રકારના પત્થર ક્યાંય મળતા નથી. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આજ સુધી કોઇ જાણી શક્યું નથી.

જ્યારે આ વાત પુરાતત્વ વિભાગ સુધી પહોંચી ત્યારે તે મંદિરની તપાસ માટે પાલમપેટ ગામ પહોંચી અને જાણવાના ઘણા પ્રયત્નો કર્યા કે આ મંદિર આટલા સમય બાદ પણ અડિખમ કેવી રીતે છે તેનુ રહસ્ય આજ સુધી તે શોધી શક્યા નથી. બીજા જુના મંદિરો ભારે પત્થર દ્વારા બનાવવામાં આવ્યા હતા જેથી તે ખંડેરોમાં ફેરવાઇ ગયા પરંતુ આ મંદિર હલકા પત્થરથી બનાવવામાં આવ્યું છે જેથી તે 800 વર્ષ બાદ પણ અડિખમ રહ્યું છે.