ખુબજ ચમત્કારીક છે આ વસ્તુ, એકવાર ફાયદા જાણી લેશોતો ચોંકી જશો……..

0
145

આપણે ત્યાં ચંપાનાં વૃક્ષો ઘણી જાતનાં થાય છે. મંદિરોમાં વાવવામાં આવતો સફેદ કે ખેર ચંપો તો સૌ કોઈનો જાણીતો છે. એક સીતાફળીનાં વર્ગનો લીલો ચંપો થાય છે. જે એક જાતની વિશિષ્ટ સુગંધ યુક્ત હોય છે. કેસરી ચંપાને પણ બધા જ ઓળખે છે. કારણ કે એનાં ફૂલ માળી લોકો વેચે છે. આ સિવાય બીજી પણ ઘણી જાતનાં ચંપાના વૃક્ષો (કેટલાકનાં ફૂલ તો ખૂબ જ સુંદર હોય છે) થાય છે. આજે આપણે અહીં જે ચંપાની વાત કરીએ છીએ તો નાગચંપાની છે. નાગચંપાના વૃક્ષને સુંદર શ્વેત ફૂલો આવે છે. જેની અંદર સોનેરી પીળા રંગનાં પુંકેસરોનો ગુચ્છો હોય છે. એને જ ‘નાગકેસર’ કહે છે. આ નાગકેસર એ આયુર્વેદીય મતે ઉત્તમ ગર્ભસ્થાપન (એટલે કે સંતાનદાતા) ઔષધ છે. આ વખતે તેનાં મહત્ત્વનાં ગુણકર્મો અને ઉપયોગો વિશે નિરૂપણ કરવાનો ઉપક્રમ છે.નાગકેસર એક નાનું છોડ છે અને આને આયુર્વેદિક માં ગુણકારી માનવામાં આવે છે.નાગકેસર ને પણ કેટલાય નામો વિશે જાણવામાં આવે છે જેવા કે નાગચંપા , ભ્રુંજ ગાખ્ય , હેમ અને નાગ પુષ્પ પણ કહેવામાં આવે છે.

નાગકેસર એક નાનું છોડ છે અને આને આયુર્વેદિક માં ગુણકારી માનવામાં આવે છે.નાગકેસર ને પણ કેટલાય નામો વિશે જાણવામાં આવે છે જેવા કે નાગચંપા , ભ્રુંજ ગાખ્ય , હેમ અને નાગ પુષ્પ પણ કહેવામાં આવે છે.નાગ કેસર દક્ષિણી ભારત ,પૂર્વ બંગાળ અને પૂર્વ હિમાલય માં વધારે મળે છે. અને આ છોડ /પાન ગરમીઓમાં ઉઘે છે.નાગકેસર છોડ પર ઉઘવા વાળા ફૂલોનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે અને આની મદદ થી કેટલીય બીમારીઓ મટી જાય છે.નાગ કેસરના સેવન થી શરીર માં તાકાત આવે છે. અને પેટ ને લગતા રોગો દૂર કરવામાં મદદ કરે છે.

ચામડી માટે ફાયદા કારક :

ચહેરા પર ચમક બનાવી રાખવા માટે નાગ કેસર ઉત્તમ માનવામાં આવે છે.અને આનું તેલ દરરોજ ચહેરા પર લગાવવામાં આવે તો ચેહરા નો રંગ ખીલી ઊઠે છે અને ચમક હમેશા એવી ને એવી જ રહે છે.આથી સુંદર ત્વચા મેળવવા માટે તમે તમારા ચહેરા પર આનું તેલ જરૂરથી લગાવો .

ઉધરસ ને દૂર કરે :

નાગકેસર ની મદદ થી ઉધરસ ને મટાડી શકાય છે. ઉધરસ થવા પર નાગકેસર નો ઉકાળો બનાવી પી લો.આનો ઉકાળો બનાવવા માટે તમારે ખાલી એના મૂળ અને છાલ ની જરૂર પડશે.

ગર્ભાવસ્થામાં મદદ કરે છે :

ગર્ભાવસ્થામાં મદદ કરે છે નાગકેસર અને સોપારી નું ચૂર્ણ સેવન કરવાથી ગર્ભ ને મદદ મળે છે. ગાય ના દૂધ સાથે 7 દિવસ સુધી પીવાથી બાંજપણ થી છુટકારો મળી શકે છે.

પગમાં લુ કે જલન :

ગરમીની ઋતુમાં કેટલાય લોકો ને પગમાં લુ કે જલન જેવી સમસ્યાઓ થાય છે.પગમાં જલન કે લુ ની સમસ્યા થવા પર તમે નાગ કેસરના પાન ને સારી રીતે પીસીને મલમ તૈયાર કરો અને આ મલમ માં ચંદન નો પાઉડર મેળવી લો અને પછી આ મલમ ને પગમાં લગાવી દો પછી જલન અને લુ જેવી સમસ્યાઓ દૂર થઈ જશે .

પીરીયડ નો દુખાવો થશે દૂર :

માસિક ધર્મ સહી સમય પર ના થવા પર અથવા તો પેટના દુખાવો થવા પર તમે નાગકેસર માં સફેદ ચંદન અને પઠાણી લોધ્રા નો પાવડર મેળવી ને આ મિશ્રણ ને પાણી સાથે દરરોજ પીવો. આ મિશ્રણ ને પીવાથી માસિક ધર્મ વિકાર સહી થઈ જશે.અને માસિક ધર્મ માં થવા વાળો દુખાવો પણ નહિ થાય.

શરીરના કોઈ પણ ભાગ પર દુખાવો થવા પર :

શરીરના કોઈ પણ ભાગ માં દુખાવો થવા પર તમે તે ભાગ પર નાગકેસર નું તેલ લગાવી લો.નાગકેસર ના તેલ ની માલીશ કરવાથી દુખાવો દૂર થઈ જશે .આના સિવાય પણ વાગ્યું હોય કે ઘા પડ્યો હોય ત્યાં આ તેલ લગાવવાથી ઘા પણ ઠીક થઈ જશે અને આમાં દુખાવો પણ નહિ થાય. ગાંઠ ના દુઃખાવા માં પણ આ તેલ ની માલીશ કરવાથી લાભ મળી શકે છે.

ખંજવાળ થી બચાવે :

શરીરમાં કોઈ પણ ભાગ માં ખંજવાળની ફરિયાદ થાય તો ત્યાં નાગકેસર ના તેલની માલિશ કરો.નાગકેસર નું તેલ લગાવવાથી ખંજવાળની સમસ્યા મટી જશે અને ત્વચા પણ પોચી મુલાયમ બનશે.હાથ-પગની, માથાની, તાળવાની, આંખોની, મુત્રમાર્ગની, યોનીની બળતરા, શરીરના કોઈ પણ ભાગમાંથી થતો રક્તસ્રાવ, શરીરની ખોટી આંતરીક ગરમીમાં રોજ સવાર-સાંજ પાથી અડધી ચમચી નાગકેસર, એક ચમચી માખણ અને એક ચમચી ખડી સાકરનો પાઉડર મીશ્ર કરી ચાટી જવું.

નાગ કેસર થી થતું નુકસાન :

નાગકેસર થી કેટલાય પ્રકાર ના નુકસાન જોડાયેલા છે અને એનું સેવન કરવાથી ઉલ્ટી ની ફરિયાદ પણ આવી શકે છે. જે લોકો ને બ્લડ પ્રેશર ની બીમારી છે એ લોકો આનું સેવન ના કરો કારણ કે આને ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે.નાગકેસર ની તાસીર ગરમ હોય છે એનું સેવન સંતુલન માત્રામાં જ કરવું જોઈએ.વધારે નાગકેસર ખાવાથી નાક માંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે. જો બની શકે એમ હોય તો આનું સેવન શરદીના મોસમ માં જ કરો. નાગકેસર નું સેવન માખણ અને મિશ્રી સાથે જ કરો અને દિવસમાં 1 ગ્રામ થી વધારે નાગ કેસરનું સેવન ના કરો.અને બાળકોને નાગકેસર આપતા પેહલા ડોકટરની સલાહ લો.