ખુબજ શક્તિશાળી છે આ ઉપાય એકજ વખતમાં દુઃખ દૂર કરી માલામાલ બનાવી દેશે, ફટાફટ જાણીલો આ ઉપાય વિશે.

0
158

આ દુનિયા માં સુખ અને દુખ બન્ને આવ્યા જ કરે છે સુખ અને દુખ નો મનુષ્ય સાથે એવો નાતો છે કે હર કોઈ મનુષ્ય ને સુખ પછી દુખ અને દુખ પછી સુખ આવ્યા જ કરે છે.આ દુનિયા માં એવા પણ અમીર લોકો છે કે જેને કોઈ પણ પ્રકારે ખાવાનું મળી રહે છે તેઓ ની સુખ સુવિધામાં કોઈ કમી નથી રહેતી અને એવા પણ છે કે જેનેએક વખત ની રોટલી પણ નસીબ નથી થતી.દુનિયામાં અત્યારે બધું ધન ઉપરજ ચાલે છે.

જો તમારી પાસે ધન નથી તો તમારી સાથે કોઈ સબંધ રાખતું નથી.ધન કમાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર માં પણ ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે.જ્યોતિષ શાસ્ત્ર માં હર કોઈ કામ કરવા માટે નો એક નિર્ધારિત સમય આપવામાં આવ્યો છે.સૂર્યોદય થી લઇ ને સુર્યાસ્ત સુધી ના બધા જકામ જો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ના કરવામાં આવે તો ઘર માં સુખ અને સમૃદ્ધિ લાવતા કોઈ રોકી શકતું નથી.

દરેક વ્યક્તિના જીવનમાં દિવસ-રાતની દોડધામ અને ચિંતા આર્થિક સ્થિતિ માટે હોય છે. આપણી વચ્ચે અનેક એવા લોકો હોય છે જે અથાગ મહેનત કરે છે કે તેઓ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે અને સદ્ધર જીવન જીવે. પરંતુ આમ કરવા છતાં તેમની સ્થિતિમાં ખાસ ફેરફાર થઈ શકતો નથી. તેનાથી વિપરીત એવા લોકો પણ આપણે જોયા હોય છે આપણી જ આસપાસ કે જેને જોઈ અને લાગે કે જાણે આ વ્યક્તિ પર જ લક્ષ્મીજીના ચાર હાથ છે.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૈસા મેળવવા ઈચ્છે છે તો આ માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષ્મીજીના આશીર્વાદ વિના પૈસાની ઇચ્છા કરવી લગભગ અશક્ય છે. આ માટે શુક્રવારે ધનની દેવીમાં લક્ષ્મીજીની પૂજા કરો. તમે તેમની મૂર્તિ અથવા પ્રતિમાંની સામે તલનાં તેલ અને ઘીનો દીવો કરો. ત્યારબાદ તમે હળદર અને કુમકુમથી તિલક કરો અને માતાને ગુલાબ ચડાવો. ધૂપ દીપ પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મીનો તમને અવશ્ય મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા જેના પર થઈ જાય તેનો બેડોપાર થઈ જાય છે. આ વાત સાથે એ વાત પણ સત્ય છે કે આપણા શાસ્ત્રોમાં એવા પણ ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને કરવાથી પણ આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે અને દરિદ્રતા દૂર થાય છે.કહેવાય છે ને કે વ્યક્તિને જીવનમાં એવું જ પરિણામ મળે છે જેવા તેણે કર્મ કર્યા હોય. તો આજે આપણે શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવા કર્મો વિશે જાણીએ. આ કર્મો કરવાથી વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા, દરિદ્રતા દૂર થાય છે. ધન પ્રાપ્તિની ઈચ્છા આ ઉપાયો કરવાથી પૂર્ણ થઈ શકે છે. ખાસ વાત એ પણ છે કે આ ઉપાયો કરવા એકદમ સરળ છે. તેના માટે તમારે વધારે ખર્ચ પણ કરવો પડશે નહીં. તો ચાલો ફટાફટ જાણી લો દરિદ્રતા દૂર કરતાં ચમત્કારી ટોટકાઓ વિશે.

સૌથી પહેલો ઉપાય તુરંત લાભ કરનાર માનવામાં આવે છે. તેના માટે તમારે ફક્ત માટીની જરૂર પડશે. આ માટી એવી જગ્યાની હોવી જોઈએ જ્યાં મોર આવતાં હોય. મોરના પગલાં પડ્યા હોય તેવી જગ્યાની માટી લઈ અને તેને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દેવું. અન્ય એક નિયમ કાને કોડીની જેમ બાંધી લો કે દરરોજ ઘરમાં બનતી પહેલી રોટલી ગાય માટે જ બનાવવી અને તમે ભોજન ગ્રહણ કરો તે પહેલા આ રોટલીને ગાયને ખવડાવી દેવી. તેમાં પણ હાથથી જ ગાયને રોટલી ખવડાવો. નીચે જમીન પર રાખીને નહીં.

જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય, તો આ માટે શ્રી સુક્તમનો પાઠ કરો. ઋગ્વેદમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. તમે શુક્રવારે શ્રી સૂક્તમ મંત્રનો પાઠ કરી શકો છો અને આ  દિવસે દેવી લક્ષ્મીની પૂજા પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી ગરીબી થશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તરીય દિશા ધનના દેવતા કુબેરનું સ્થાન છે. જો આ સ્થાનને અસરકારક બનાવવામાં આવે તો તે વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બધી ખુશીઓ લાવે છે. તેથી તમે આ દિશામાં તમારા આભૂષણ, પૈસા, સંપત્તિથી સંબંધિત કાગળો રાખો. આ ઉપરાંત તમે કુબેર યંત્ર અથવા લક્ષ્મી કુબેરની પ્રતિમા રાખો તો તમને તેનો લાભ મળશે.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે તો તે ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર રાખે છે અને હકારાત્મક ઉર્જા ને વધારે છે. જો તમે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવો.

યથાશક્તિ એટલે કે દાન કરવાની જેટલી ક્ષમતા હોય તે અનુસાર જરૂરીયાત મંદ વ્યક્તિને સફેદ વસ્તુનું દાન કરવું.આ દાન કોઈ અનાજ, વસ્ત્ર કે મીઠાઈનું પણ હોય શકે છે. તમારી આવકમાંથી થોડી રકમમાંથી આ રીતે દર મહિને દાન કરવું. જો કે દાન પણ યોગ્ય પાત્રને કરવું જરૂરી છે. ઘરમાં લક્ષ્મી માતાની પૂજા તો દરરોજ થતી જ હોય છે પરંતુ જ્યારે ઈચ્છા હોય તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની તો પછી શુક્રવારે સવારે લક્ષ્મીજીની પૂજા ખાસ રીતે કરવી.

તેના માટે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની સાથે સ્થાપના કરવી અને તેમને શંખમાં પહેલા દૂધ ભરીને અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ તેમની પૂજા કરવી અને છેલ્લે ખીરનો ભોગ ધરાવવો. આ રીતે દર શુક્રવારે પૂજા કરવાથી લાભ થાય છે.શુક્રવારે અન્ય એક ઉપાય પણ કરી શકાય છે. 11 સોપારીને લઈ તેને શુક્રવારે પીળા વસ્ત્રમાં બાંધી અને રસોડામાં પૂર્વ દિશામાં કોઈની નજર ન પડે તેમ બાંધીને રાખી દેવા.

અચાનક ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે કાળી હળદર અને સિંદુરના ઉપાય કરી શકો છો, તેના માટે તમારે કાળી હળદર અને સિંદુર લેવાનું રહેશે, ત્યાર પછી તમે ધૂપ દેખાડીને એક લાલ કપડાની અંદર આ બધી વસ્તુ લપેટીને તમારી તિજોરીમાં રાખી દો, તેનાથી ધન લાભ પ્રાપ્ત થવાની શક્યતા વધે છે.જેમ કે મોટાભાગે લોકો જાણતા હશે માતા લક્ષ્મીજીને કોડીયા ઘણા પસંદ છે, કોડીયા માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે, તમે ૧૧ કોડીયાને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં બાંધીને ધન રાખવાના સ્થાન ઉપર રાખો, તેનાથી ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થાય છે.

જો તમે માતા લક્ષ્મીજીનું ધ્યાન કરતા રોજ માથા ઉપર કેસરનું તિલક લગાવો છો, તો તેનાથી ધન લાભ મળે છે.તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માગો છો, તો તમે મોટી શંખનું ચૂર્ણ પાણીમાં ભેળવીને રોજ નિયમિત રીતે લક્ષ્મીજીને સ્નાન કરાવો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી ઘણું જલ્દી ધન સંબંધિત તકલીફો માંથી છુટકારો મળે છે.

ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રોજ સરસીયાના તેલનો દીવડો પ્રગટાવો, જયારે આ દીવડો બુજાઈ જાય, તો તેમાં વધેલા તેલને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરો.જો તમે તમારી મનોકામના પૂરી કરવા માગો છો, તો તેવી સ્થિતિમાં આ જ્યોતિષના ઉપાય જરૂર કરો, અચાનક ધન પ્રાપ્તિ માટે તમે તમારી મનોકામના કહીને વડના ઝાડની ઝટામાં ગાંઠ લગાવી દો, જયારે તમને ધન પ્રાપ્તિ થઇ જાય તો તમે આ ગાંઠને ખોલી દો.

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર થઇ જાય તો તે વ્યક્તિનું ભાગ્ય જ બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થતી નથી. ઉપર થોડા જ્યોતિષના ઉપાય જણાવવામાં આવ્યા છે, તમે આ ઉપાયો કરીને અચાનક ધન લાભ પ્રાપ્ત કરી શકો છો, આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે અને ધન લાભના રસ્તા ખુલશે.