ખીલથી લઈને ચહેરા ની સુંદરતા માટે સૌથી બેસ્ટ છે લીંબું નો આ સરળ ઉપાય,જાણી લો આજે જ…

0
274

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ તમે ઉપયોગ કરી શકો છો. ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્‍વનું સ્‍થાન આપવું જરૂરી છે.લીંબુના રસમાં સિંધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.

મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્‍લાસ સામાન્‍ય ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.હાલના કોરોના કાળમાં આપણી લાઇફ સ્ટાઇલ ખૂબ બદલાઇ ગઇ છે. આપણે જેવું ખાન પાન હોય છે તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. ક્યારેક વજન વધવા, પ્રદૂષણ કે હોર્મોના કારણે ચહેરા પર ખીલ થવા લાગે છે.

ત્યારે લીબુંના આ ઉપચાર તમારા આ સમસ્યામાં મદદરૂપ થઇ શકે છે.એક ગ્‍લાસ નવશેકા પાણીમાં અડધુ લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકૃત(લીવર)ની તકલીફ મટે છે.લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે.

તેમજ દમનો હુમલો બેસી જાય છે.લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્‍કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.દિવાળીનો સમય આવી રહ્યો છે. અને કોરોના કાળમાં બ્યૂટી પાર્લરમાંથી જવા કરતા ઘરે બ્યૂટી ટિપ્સને ફોલો કરીને તમે પણ ચહેરા પર સુંદર નિખાર લાવી શકો છો. જો કે ચહેરાને ગૌરવર્ણ આપવા માટે લીંબુ શ્રેષ્ઠ ઉપાયમાંથી એક છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે અને તે એક નેચરલ બ્લીચ પણ છે.

આ જ કારણે આજે અમે તમારી માટે લીંબુના તેવા પાંચ ઉપાયો લઇને આવ્યા છીએ જે તમારા ખીલની સમસ્યાને પણ કાબુમાં કરવામાં મદદરૂપ થશે અને દિવાળી જેવા તહેવારના સમય તમારા ચહેરા પર નિખાર પણ લાવશે.એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.એક લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.

એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.સ્નાન કરતા પહેલા લીંબુને ચહેરા પર રગડો. તેનો રસ સૂકાઇ જાય પછી ચહેરો સાફ કરી લો.વધુમાં તમે નહાવાના પાણીમાં પણ લીંબુનો રસ મિક્સ કરી શકો. વધુ ખીલ થતા હોય તો દર એક કલાક ચહેરા પર લીબુંનો રસ લગાવતા રહો. જેથી થોડાક દિવસમાં ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

ગરમીની સિઝનમાં શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરદાર હોય છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે.

આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.ત્વચા માટે ફાયદાકારક,રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.લીંબુના રસમાં ગ્લિસરીન અને ખાંડ મિક્સ કરીને રગડવાથી ખીલની સમસ્યાથી ફેર પડે છે.

તે સિવાય તેનાથી સન ટેનની સમસ્યા પણ દૂર થાય છે.તજ અને લીંબુ ખીલ માટે સૌથી અસરકારક ઉપાય છે. તજને પીસીને તેનો પાઉડર બનાવી લો. 1 કે 4 ચમચી પાઉડરમાં થોડાક લીંબુના ટીંપા ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો. એક કલાક પછી તેને ધોઇ લો. ખીલની સમસ્યાથી રાહત મળી જશે.રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે,લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે.

સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.પાચનતંત્ર મજબૂત બનાવે છે,લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.લીંબુ પાણી તાજગી લાવે છે,ઊનાળાની સિઝનમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્વનો બની જાય છે.

ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી જાદગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.અડધી ચમચી લીંબુના રસ અને હળદર લો. તેમાં એક ચમચી ગરમ પાણી આ મિશ્રણ ગરમ કરો. અને આ પેસ્ટને થોડી ઠંડી થતા ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા પછી ચહેરાને બરાબર ધોઇ લો, ચહેરા પરથી ખીલ તેમજ તેના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.

જો તમારી ત્વચા ઓઇલી છે તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મલાઇમાં થોડાક લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવી લો. સવારે ચહેરાને સાફ પાણીથી ધોઇ લો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થશે અને સાથે જ ત્વચા પરના ઓઇલની સમસ્યાથી પણ રાહત મળશે.લીંબુ પાણી બનાવવું સરળ છે. લીંબુ નું પાણી બનાવવા માટે તમારે લીંબુ અને નવશેકું પાણીની જરૂર પડશે. એક લીંબુ લો અને એ લીંબુ ને કાપી ને તેનો રસ કાળો અને રસ ની અદર મીઠું નાખો અને પછી તેની અંદર એક ગ્લાસમાં પાણી ભરો અને આ પાણીમાં લીંબુનો રસ નાખો જો તમે ઈચ્છો છો.

તો તમે આ પાણીની અંદર મધ પણ નાખી શકો છો.દરરોજ સવારે ખાલી પેટ લીંબુ ના રસ નું સેવન કરો. એક મહિના સુધી દરરોજ લીંબુ નું સેવન કરવાથી વજન ઓછું થશે અને તમને જોઈતું શરીર મળશે.રોજ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવી પીવાથી કબજિયાતની સમસ્યા નથી થતી તેથી જે લોકોનું પેટ સાફ નથી રહેતું તેઓએ દરરોજ સવારે ખાલી પેટ લીંબુ નું સેવન કરવું આ પાણી પીવાથી પેટ હલકું બનશે.જો તમારા પીળા દાંત હોય તો દાંત ઉપર લીંબુનો રસ લગાવો, લીંબુનો રસ દાંત પર લગાવવાથી દાંત ની પીળાશ દૂર થશે, અને દાંત સંપૂર્ણ સફેદ થાય છે.

આ સિવાય જો લીંબુના પાણીથી કોગળા કરવામાં આવે તો મોંમાંથી દુર્ગંધ પણ દૂર થાય છે.લીંબુ માં બાયોફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે. આ બધા સ્રોતો પ્રતિરોધનક ક્ષમતા ને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેથી, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓએ લીંબુનું સેવન કરવું.લીંબુની અંદર વિટામિન સી હોય છે. અને વિટામિન સી શરદી ને દૂર કરવા માટે કાર્ય કરે છે. જો તમને શરદી થાય છે, તો એક ચમચી લીંબુ ના રસમાં થોડું મધ અને આદુનો રસ મિક્સ કરીને આ મિશ્રણ પીવો.

આ મિશ્રણ પીવાથી બંધ નાક ખુલી જશે અને શરદી પણ મટી જશે.તાવ આવે ત્યારે લીબુનો પીવાથી તાવ દૂર થાય છે ખરેખર, લીંબુમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તાવ ઘટાડવાનું કામ કરે છે. તેથી, જો તમને તાવ આવે છે, તો એક ચમચી લીંબુનો રસ પીવો. જો તમે ઈચ્છો છો તો તમે આ રસની અંદર તુલસીનો પાન પણ ઉમેરી શકો છો.લીંબુમાં વિટામિન સી હોય છે અને વિટામિન સી આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો લીંબુ નો રસ નિયમિત પીતા હોય છે.

તે લોકોમાં આંખને લગતા રોગો જેવા કે મોતિયા અને પિંગુકુલા નું જોખમ ઓછું હોય છે. આ સિવાય લીંબુ આંખોની રોશની માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.બેક્ટેરિયા અને વાયરસને કારણે ગળામાં દુખાવો થાય છે. જો કે, જ્યારે ગળામાં દુખાવો થાય ત્યારે લીંબુનો રસ પીવામાં આવે છે, તો ગળા નો દુખાવો ઠીક થઈ જાય છે. ખરેખર માં, લીંબુ ની અંદર રહેલા એન્ટીબેક્ટેરિયલ્સ ફોલ્લીઓનું કારણ બનેલા બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવા માટે કાર્ય કરે છે.વાળ માટે લીંબુના ફાયદા.

લીંબુના ફાયદા વાળ સાથે પણ છે અને લીંબુની મદદથી તમે વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.ખોડો થવા પર તમે માથા માં લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ માથાની ચામડી પર નાખવાથી ખોડો દૂર થાય છે અને વાળ મજબૂત બને છે. તમે બાઉલમાં નાળિયેર નું તેલ લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. પછી તમે તેને તમારા વાળના મૂળમાં લગાવો અને તેને તમારા વાળ પર 20 મિનિટ સુધી રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય છે.

ત્યારે ગરમ પાણી ની મદદથી તમારા વાળ ધોઈ લો, અઠવાડિયામાં બે વાર વાળ પર લીંબુનો રસ લગાવવાથી ડેંડ્રફની સમસ્યાથી રાહત મળે છે.જો વાળ પર લીંબુનો રસ લગાવવામાં આવે તો વાળ માં ચમક આવી જાય છે. તેથી, જે લોકોના વાળ નબળા છે, તેમના વાળ પર લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ નિયમિતપણે વાળ પર લગાડવાથી તમારા વાળને કુદરતી ચમક મળશે. આટલું જ નહીં, વાળ પર લીંબુનો રસ લગાવવાથી વાળ ખરતા પણ નથી.