હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં ઢોરને ચરાવતી વખતે એક વૃદ્ધ વ્યક્તિ સાથે એવી ઘટના બની કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે, જ્યારે વૃદ્ધ વ્યક્તિ ખેતરમાં ઢોરને ખવડાવી રહ્યા હતા. ત્યારે તેમના પર વીજળી પડી હતી આ કારણોસર તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
પછી પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વૃદ્ધ વ્યક્તિની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધ વ્યક્તિના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 53 વર્ષની હતી અને તેમનું નામ પ્રમોદ ચંદ્રવંશી હતું. વીજળી પડતા જ તેમનું મોત થયું હતું. વિગતવાર વાત કરીએ તો પ્રમોદ ચંદ્રવંશી ખેતરમાં ઢોરને ચરાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમની ઉપર વીજળીનો કડાકો પડ્યો હતો. એટલે તેઓ ગંભીર રીતે દાજી ગયા હતા.
આ ઘટના બનતા તેમના પરિવારના સભ્યો તાત્કાલિક એ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર મળતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. વીજળી પડવાના કારણે એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના ગઈકાલે એટલે કે રવિવારના રોજ બની હતી.
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.