ચેતજો/ખેડૂતોની દશા બેઠી, આ તારીખે ગુજરાતને ધમરોળશે મેઘરાજા..

0
238

રાજ્યમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્ય આખુ શીતલહેરોથી ઠુઠવાયુ છે તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે.રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયુ છે..હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.5થી 8 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે.રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે આગામી 5 થી 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પગલે રાજ્યમાં કમોમસી વરસાદ પડશે.

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. જેને લઇને ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. ખેડૂતોને મહામૂલો પાક પલળી ન જાય તે પ્રકારે પાકનો સંગ્રહ કરે . તેજ ગોડાઉનમાં ખુલ્લો પડેલો મોલ પલળી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.

ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદ રહેશે. ખેડૂતોએ સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધીનગર સહિત કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે.જેને લઇને ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. અને ગોડાઉનમાં ખુલ્લો પડેલો મોલ પલળી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એક વાર ખેતીને નુકસાન થવાની શક્યતાથી ચિંતિત બન્યા છે.

બીજી તરફ અમદાવાદમાં 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જો કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદ રાજ્યનો પીછો નથી છોડી રહ્યો, આ અગાઉ પાછલા બે મહિનાઓમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશનના લીધે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે કરી છે આગાહી.પશ્ચિમી વિક્ષેપોના લીધે કમોસમી વરસાદ પડશે.બનાસકાંઠા,સાબરકાંઠા મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે.તેમજ અરવલ્લી, મોડાસા, અમરેલી, કચ્છમાં પણ કમોસમી વરસાદ પડશે. જ્યારે ભાવનગર, રાજકોટ, જામનગર સહિત માવઠાની શક્યતા છે.રાજ્યમાં 6 જાન્યુઆરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.વાદળછાયા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.

આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા છે. 2022માં પશ્ચિમની વિક્ષેપની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હીમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેતા દિલ્લી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સુધીના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને કમોસમી વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે બનાસકાંઠા પંચમહાલ મહેસાણા અને કચ્છ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો ઝાલાવાડના ભાગ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો,કમોસમી વરસાદની શક્યતા છે.કોઈ કોઈ ભાગોમાં વધુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે.

અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વત્તા-ઓછા વરસાદ થઈ શકે છે.માવઠુ જાન્યુઆરી તારીખ 5 થી 7 વચ્ચે થવાની શક્યતા છે.10 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો રહી શકે છે.ત્યાર બાદ માવઠા થતા જ રહે અને 15 જાન્યુઆરી પછી પણ હવામાનમાં પલટો આવી શકે વાદળવાયુ અને ઠંડીનો ચમકારો રહે તેવી શક્યતા છે. 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવે તેવી શક્યતા છે. કમોસમી વરસાદના લીધે મસાલાના પાકો જીરા જેવા પાકો અને શાકભાજીના પાકોમાં હવામાનની વિપરીત અસર પડી શકે છે. કપાસ અને દિવેલાના પાકમાં પાન સુકાવાની શક્યતા રહી શકે છે. ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે.