ખાલી અંબાજી,બહુચરાજી અને પાવાગઢ જ નહીં, ભરૂચ માં પણ આવેલ છે માતાજીનું શક્તિપીઠ, જાણો શુ છે ઇતિહાસ….

0
371

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભરુચના એક એવા મંદિર વિશે જેને શક્તિ પીઠો મનુ એક માનવામાં આવે છે આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ આંગણે આવી પહોંચ્યું છે ત્યારે કોરોના ના કારને આ વર્ષે ખેલૈયાઓ જરુર નિરાશ થયા હશે તેમજ નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તની ઉપાસનાનું પણ પર્વ છે. ત્યારે દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે. ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજી એક વર્ષ જ થયું છે. જે ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે.

મિત્રો એક માન્યતા એવી પણ છે કે, ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્ર થી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જ્ગ્યાઓએ પડ્યાં. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહિં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળમાં પણ આવેલી છે. તો ચાલો આ ૫૧ શક્તિપીઠ વિષે જાણકારી મેળવીએ.

ગુજરાતની ઉત્તરમાં આવેલી અરાવલ્લી પર્વતની ગીરીમાળામાં ગબ્બર આવેલો છે જે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. તેનું મુળ સ્થાનક તો ગબ્બર છે જેને આરાશુરનુ શિખર તરીકે ઓળખવામાં આવે છે.અને એવુ કહેવાય છે કે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો.આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ- નીશુંભનો નાશ પણ કર્યો હતો. અહીં અખંડ ઘી નો દીવો આજે પણ સતત પ્રગટે છે. આ મંદીરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે.

મિત્રો આ મંદીરમાં પગ મુકતા મનની મલીનતા દુર થઈ જાય છે એવી માન્યતા છે. આ શક્તિપીઠમાં બાળક્રૃષ્ણની બાબરી ઉતારવાનો સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે. આમ આ શક્તિપીઠ શ્રીક્રુષ્ણના ચરણસ્પર્શ થી પણ પાવન થયેલી છે. ગબ્બર પર્વતના આરાશુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરી ને પડ્યો હતો. એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે. ઘણાય પુરાણોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે. નવરાત્રિમાં અહીં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામે છે. દેશ વિદેશમાંથી લોકો ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે.

મિત્રો નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ ભક્તિ સાથે શક્તિની ઉપાસનાનું પર્વ છે. દેશભરમાં આદ્યશક્તિનાં 52 શક્તિપીઠ આવેલા છે. આ 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે. જેમાંથી ત્રણ શક્તિપીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢ ખૂબ જાણીતા છે. પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજુ થોડાક વર્ષ જ થયા છે. જે ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે.અને આ ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાય છે

મિત્રો તમને જણાવી દઇએ કે 71 વર્ષ જૂના આ મંદિરમાં હજારો ભક્તો દર્શને આવે છે તેમજ ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાય છે તેમજ ગુજરાતમાં નર્મદા નદીનાં કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાનાં મંદિરો આવેલાં છે.અને જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો આવેલાં છે. જૂના ભરૂચનાં દાંડિયાબજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મા અંબાનું સ્થાનક આવેલું છે. અંબાજી પાવાગઢ, બહુચરાજી બાદ હવે ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાય છે.

મિત્રો આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં નજર કરીએ તો વર્ષ 1944માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ 1953માં મંદિરનો જીર્ણોદ્દાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. 71 વર્ષ જૂના આ મંદિરમાં હજારો ભક્તો દર્શને આવે છે.

મિત્રો જો શક્તિપીઠોનાં સ્થળો અને સંખ્યા મુદ્દે ગ્રંથોમાં અલગ વાતો કહેવાઇ છે.અને અલગ અલગ પુરાણો અનુસાર અલગ અલગ છે શક્તિપીઠોનો આંક આદિ શક્તિપીઠોની સંખ્યા 4 મનાય છે.જ્યારે કાલિકાપુરાણમાં શક્તિ પીઠો ની સંખ્યા 26 ગણાવાઇ છે.અને શિવચરિત્ર અનુસાર શક્તિપીઠોની સંખ્યા 51 છે.તંત્ર ચૂડામણિ, માર્કન્ડેય પુરાણ અનુસાર શક્તિપીઠ 52 છે.ભાગવતમાં શક્તિપીઠોની સંખ્યા 108 ગણાવાઇ છે.

મિત્રો આ સિવાય આપણા ગુજરાત મા આવેલા અન્ય 3 શક્તિપીઠો વિશે જાણી લઇએ જેમા ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ગબ્બર અથવા આરાસુરના શિખર પર આ શક્તિપીઠ આવેલી છે. એવું કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરીને પડ્યો હતો.[૧] એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.

પાવાગઢ શક્તિપીઠમિત્રો પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. મંદીરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે. બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે. આ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.

મિત્રો રક્તબીજને એવુ વરદાન હતુ કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થાય અને તેથી મહાકાળી માએ હાથમા ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પૃથ્વી પર ન પડવા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો.આ ઉપરાંત માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો. પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનુ ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે.

બહુચરાજી શક્તિપીઠ,મિત્રો આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો. આથી આ સ્થળ બાળા બહુલાનું ટૂકું રુપ ત્રિપુરા સુંદરીનું પ્રસ્થાપન થયું. આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. પુરાણોમાં પૌરષત્વ આપનારી શક્તિ તરીકે માતા બહુચરાનો ઉલ્લેખ છે.