ખાલી 10 સુધી ભણેલી ગીતા બેન રબારી ની લાઇફસ્ટાઇલ જોઈ ને અંજાઈ જશો.

0
6786

તમે ગુજરાતી છો  જો હા અને ગીતાબેન રબારી વિશે નથી જાણતા તો કદાચ આશ્ચર્ય લાગશે કેમ કે ગીતાબેન રબારી ગુજરાતના ખુબજ જાણીતા લોકગાયક છે.તેમના ગીતોએ ગુજરાતમાં જ નહીં વિદેશ માં પણ જ્યાં જ્યાં ગુજરાતીયો રહે છે ત્યાં જાણીતા બન્યા છે.મિત્રો હવે પેહલાં તેમનાં જીવન વિશેની વાત કરીશું પછી આપડે વિસ્તારમાં તેમનું જીવન જોઈશું.

અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, માં ગીતાબેન રબારીના ગીતો પર વિદેશીઓને ડાન્સ કરતા પણ તમે જોયા હશે પરંતુ શું તમે ગીતાબેન રબારી વિશે વધારે જાણો છો  નહીં,તો આજે અમે તમને જણાવીશું.ગીતા રબારી નું નામ જોતા જ દિલ માં રોના શેરમાં ગીતના શબ્દો નીકળી પડે બસ આવી જ જોરદાર સફર છે ગુજરાતી સિંગર ગીતા રબારી ની. કોઈ દિવસ થાક્યા નથી ક્યારેય હાર્યા નથી. મુશ્કેલી ના સમયમાં પણ જબરદસ્ત ઉત્સાહ અને પરિશ્રમ સાથે આગળ વધ્યા છે અને આજે ગુજરાતીઓના દિલો દિમાગ પર છવાઈ છે. છે ને જોરદાર! તેમનું જીવન એક અદભુત પ્રેરણા સ્ત્રોત છે.તો જોઈએ થોડું ગીતા બેન વિશે.કચ્છ હા ગુજરાતના કચ્છથી તેમની એક અનોખી સફર શરૂ થાય છે .કચ્છ લોકગીત, લોક નૃત્ય અને ગુજરાતી સંસ્કૃતિનો પાયો ગણાય છે.અને એ જ કચ્છ થી આવે છે ગીતાબેન.

ગીતા રબારી જેમના નામ માત્ર થી ગુજરાતના ગામડાઓમાં જ નહીં સિટીઓ માં પણ લોકોને પોતાના પ્રશંશક બનાવી દીધા છે.માત્ર 10 વર્ષની નાની ઉંમરથી ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરનાર ગીતા રબારી અત્યારે ગુજરાતના ટોચ ના સિંગર માંથી એક છે.ગુજરાત રાજ્ય ના કચ્છ જિલ્લાના તપ્પર નામ ના ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના દિવસે ગીતા રબારીનો જન્મ થયો . કચ્છી અને એમાં પણ રબારી માલધારી એટલે સંસ્કૃતિમાં ઊંડો રસ અને કઈંક અલગ કરવાની ઈચ્છા તો ગીતા બેનમાં જન્મતા ની સાથે જ હતી.ફક્ત 10 વર્ષની આયુમાં જ ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી હતી. તેમના સ્વરમાં જોરદાર મીઠાશ અને બેભાન કરી નાખે તેવો જાદુ છે.

ગીતા રબારીની કારકિર્દીની નો પાયો પાંચમાં ધોરણ માં નખાયો.શરૂઆતમાં તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા પોગ્રામો આપવા આસપાસ ના ગામડાઓમાં જતા અને ધીમે ધીમે તેમના અવાજનો જાદુ આખા કચ્છ પંથકમાં છવાઈ ગયો. પછી તેમના લાઈવ પોગ્રામોની માંગ વધવા લાગી.બસ પછી શું ગીતા બેને આજ સુધી પાછળ વળીને જોયું નથી આજે તેઓ દરેક ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે.જયારે તેઓ શાળામાં ભણતા ત્યારે તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાત લેવા ગયા હતા.

ત્યારે ગીતા બેને પોગ્રામમાં ગીત ગાયું હતું અને એટલા મીઠા સ્વરમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મનમોહિત બની ગયા હતા અને ભેટ સ્વરૂપે 250 રૂપિયા આપતા ગીતા બેન ને કહ્યું હતું કે તમે ખૂબ સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન ની મંઝિલ સંગીતકાર બનવાની થઈ ગઇ.આમ તો ગીતા રબારી ઘણા લાઈવ કાર્યક્રમો કરે છે. લોકગીત, ડાયરો, ભજન કીર્તન ઇત્યાદિ તેમના સ્વરમાં ઘણી બધી સીડીઓ પણ રેકોર્ડ થઈ છે અને તેઓ હવે આલબમ ગીત પણ કરે છે.તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી ઘણા લોકપ્રિય બન્યા છે.તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી આજદીન સુંધીમાં ૧.૫૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે.ત્યારબાદ તેને વધુ વેગ પકડ્યો હતો.મિત્રો આતો તેમનું હાલનું કરિયર થયું આપણે હવે જોઈશું કે બાળપણ થી આ ભવ્ય લાઇફ સ્ટાઈલ સુધી ગીતા રબારી નું જીવન કેવું રહ્યું છે.હાલમાં તો તેઓ ભવ્ય લાઈફ સ્ટાઈલ નો આનંદ લઈ રહ્યાં છે.

તો વાત કરીએ ગીતા બેન વિશે તો ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના દિવસે કચ્છ જિલ્લા માં આવેલ અંજાર તાલુકાના તપ્પર ગામે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો.ગીતાબેન ના પિતાશ્રીનું નામ કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈઓ પણ હતા પરંતુ અમને તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે અવસાન થયું હતું.

ગીતાબેન રબારીની પહેલા ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ દયનિય હતી.તેમના માતા પોતાના ગામની આસપાસ ના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘર ચલાવતા હતા.તેમના પિતા માલસામાનના ફેરા કરતા હતા.જોકે તેમને પેરાલિસિસની અસર થતા હવે તેઓ ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ સપોર્ટ કર્યો છે.તેવો જાતે બીમાર રહીને પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.ગીતાબેન રબારીને બાળપણથી જ ગીતો ગાવામાં શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં પૂરું કર્યું.અને ધો. ૯ થી ૧૦ તપ્પરની બાજુના ગામ ભીમાસરમાંથી મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા તે સમયથી જ ગીતો ગાય છે.

સ્કૂલમાંથી થઈ શરૂઆત.

ગીતાબેને પહેલી વખત પોતાની સ્કૂલના એક પોગ્રામમાંથી ગાવાનું ચાલુ કર્યું હતું અને ત્યાર પછી પાસેના ગામના મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર બાદ આસપાસના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી તે ધીમે-ધીમે સફળતા ની સિડી ઓ ચડવા લાગ્યા.ગીતાબેન રબારી એક કાર્યક્રમ ના ગાવાના ૫૦ હજાર અને ગ્રુપ સાથે કાર્યક્રમ ના ૧ લાખથી વધુ ફી લેતા હતા.

બે લાખ રૂપિયા ચાર્જ લે છે એક કાર્યક્રમ ના.

ગીતાબેન અત્યારમાં પ્રોગ્રામ ના રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધુ રૂપિયા લે છે.ગીતાબેન કહે છે કે મેં અહીં સુધી પહોંચવા માટે ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.મને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા માણસો એ મદદ કરી છે.રાઘવ ડિજીટલ,મનુભાઈ રબારી,દિપક પુરોહિત,દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમને મને “એકલો રબારી”,”માં-તારા આશીર્વાદ” જેવા ગીતમાં મને તક આપી તેમજ સૌથી વધારે સપોર્ટ મારા પેરેન્ટ્સ નો રહ્યો છે.જેમને મને અહીં સુધી પહોંચડવા માટે ખુબ જ મહેનત કરી છે.

રોણા શેરમાં ગીત થી બદલાઇ ગઈ જિંદગી.

ગીતાબેન રબારીના પહેલા ગીતની વાત કરીયે તો એકલો રબારી,રોણા શેરમાં જેવા ગીતમાં એક્ટિંગ અને સીગિંગ કરેલ છે.ગીતાબેન રબારી ના સ્વરે ગાયેલું ગીત “મસ્તી માં મસ્તાની મોજ માં રેવાની” અને “રોણા શેરમાં રે” લોકોને ખુબ જ ગમતું આવ્યું છે.તેમના ગીત તથા આલ્બમની માં જોઈએ તો “એકલો રબારી”,”મસ્તી માં મસ્તાની”,”રોણા શેરમાં”,”માં-તારા આશીર્વાદ” સહીત અનેક સફળ આલ્બમો બહાર પાડેલ છે.અને તેમનું સૌથી લોકપ્રિય ગીત “રોણા શેરમાં રે” ૬ કરોડ થી પણ વધારે લોકો એ જોઉં છે.

દરેક કલાકારો સાથે કરેલા છે પ્રોગ્રામ,

ગીતાબેન રબારી ગુજરાતના પ્રસિદ્ધ બધા જ લોકગાયકો જેવા કે કિંજલ દવે,ગમન સાંથલ,કિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,ઓસમાન મીર સહીત અનેક નાના મોટા કલાકારો સાથે કામ કરી ચુક્યા છે.

ગાડીઓ ની શોખીન છે.

ગીતાબેન રબારી ના “રોણા શેરમાં રે” અને “એકલો રબારી” જેવા ઘણાબધા ગીતો ગુજરાત ની જનતા માં બહુ લોકપ્રિય છે.ગીતાબેને પોતાની મહેનત અને માતાજીના આશીર્વાદ થી પોતાના ઘરને સદ્ધર કરનાર ગીતાબેન પહેલી સ્વીફ્ટ કાર અને હવે થોડા સમય પહેલા ઇનોવા કાર લીધી છે.

મમ્મી ને સૌથી વધુ પ્રેમ કરે છે.

ગીતાબેન કહે છે કે મારી પ્રસિદ્ધિથી સૌથી વધુ ખુશી મારી માતાને છે.મારે બે ભાઈ હતા, પરંતુ તેમનું અકાળે તેમનું અવસાન થતા હાલ હું અને મમ્મી-પપ્પા એક જ છીએ.જોકે મારી મહેનત ની ફલશ્રુતિ એ રબારી સમાજ અને ગુજરાતભરમાં મારુ નામ બની ગયું છે.ગીતાબેને તેમના માતા-પિતાને ક્યારેય પોતાના પુત્રો ની ખોટ વર્તાવા દીધી નથી.

ફેમિલી એ ઘણો સપોર્ટ કર્યો.

ગીતાબેન ના કાકા ના દીકરા ભાઈશ્રી મહેશભાઈ રબારી એ પણ ગીતાબેન ને ખુબ જ સપોર્ટ કર્યો છે. તેમનેઆ લેવલ સુધી પહોંચડવામાં તેમના ભાઈ મહેશભાઈ રબારીએ પણ ઘણી જ મહેનત કરી છે.અને હાલ માં ગીતાબેન રબારીના પ્રોગ્રામથી લઈને રેકોર્ડિંગનું બધું કામ તેમના ભાઈ મહેશભાઈ સંભાળે છે.દોસ્તો હાલમાં તો ગીતા બેન ની લાઈફ સ્ટાઈલ ખુબ જ ભવ્ય છે અને તે ખુબજ હાઇફાઈ જીવન જીવે છે.