ખજૂરવાળું દૂધ પીવાથી થાય છે આટલાં ફાયદા ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય, એકવાર જરૂર વાંચી લેજો.

0
175

મોટેભાગે પરદેશથી આયાત થતી ખજૂર શિયાળામાં આપણા ઘરઘરની મહેમાન બનતી હોય છે અને તેમાંય તે ઉત્તરાયણ અને હોળીના પર્વમાં તેનું મહાત્મ્ય ઘણું વધારે હોય છે. કેવળ ઠંડીના ચાર મહિના જ તેનો લાભ લેવાની તક હોવાથી શિયાળામાં તેનું સેવન કરી લેવાનું સૌને મન થાય તે સ્વાભાવિક છે.બીજી તરફ ધોમધખતા તડકાથી બારેમાસ તપતા રહેતા રણપ્રદેશને કુદરતે એક તરફ બારેમાસ સૂકું અને અનેક મુશ્કેલીઓવાળું જીવન આપ્યું છે, તો બીજી તરફ ખજૂર જેવા મીઠા ફળની ભેટ પણ આપી છે. રણપ્રદેશની વિષમ અને મુશ્કેલીઓથી ભરપૂર પરિસ્થિતિઓમાં પણ અડગ ઊભું રહીને ખજૂરનું ઝાડ માણસને સંઘર્ષમય જીવનની હસતા મોંઢે સામનો કરવાની પ્રેરણા આપતું રહે છે. ખજૂર એ માનવજાતની રણપ્રદેશના જીવને બક્ષેલી અણમોલ ભેટ છે.

ખજૂર મૂળે રણપ્રદેશનું ફળ છે એટલે એનો ઉછેર પણ ગરમ અને સૂકા પ્રદેશોમાં જ થાય છે. ખજૂરનું મૂળ વતન ઇરાનની આજુબાજુ આવેલા રેતાળ રણના પ્રદેશો ગણાય છે. આ રણના સૂકાભઠ્ઠ વિસ્તારમાં ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વરસ પહેલાં થઈ ગયેલી મેસોપોટેમિયન સંસ્કૃતિના અનેક અવશેષોમાં ખજૂરના ઝાડનો ઉલ્લેખ જોવા મળે છે. ઇજિપ્તમાં પણ બહુ જૂના સમયથી ખજૂરના ઝાડનું અસ્તિત્વ હતું એવો એક ઉલ્લેખ ઇતિહાસમાં થયેલો જોવા મળે છે. જો કે, ખજૂરના ઝાડને અરબસ્તાનથી પોતાની સાથે બીજા દેશોમાં લઈ જઈને ત્યાં એની ખેતી કરવાનું કામ સ્પેનિશ મિશનરીઓએ કર્યું હતું.

સ્પેનિશ મિશનરીઓની સાથે સાથે ખજૂર પણ આખી દુનિયામાં ફરી વળી છે. આપણે ત્યાં ભારતમાં ખજૂરનું પહેલવહેલું ઉત્પાદન વાયવ્ય સરહદે આવેલા પ્રદેશોમાં થયું હતું. આજે તો આપણા દેશમાં અનેક જગ્યાએ ખજૂરની ખેતી થાય છે અને ભારત પણ ખજૂરનું મોટાપાયે ઉત્પાદન કરતો દેશ બની ચૂક્યો છે. ભારતની ખજૂર ઇરાક, ઇજિપ્ત અને આરબ પ્રદેશોની ખજૂરની હરોળમાં આવે છે. ખજૂરનું સૌથી વધુ ઉત્પાદન ઇરાકમાં થાય છે. પશ્ચિમ પાકિસ્તાન, ઇજિપ્ત અને બીજા અખાતી દેશો તથા અમેરિકાના કેલિફોર્નિયા અને બીજા કેટલાક પ્રદેશોમાં પણ ખજૂરની ઓછા વધતા અંશે ખેતી કરવામાં આવે છે.

ખજુર માં ખુબ પ્રોટીન અને વિટામિન્સ હોઈ છે, તમને જણાવીએ કે તે આજે કે તે શિયાળા માં ડ્રાઈ ફ્રુટ ખાવા થી શરીર ને ખુબ ફાયદા થાય છે, તમને જણાવીએ કે તે ખજૂર ખાવાથી તમારા શરીરને વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં મળે છે.તમને જણાવીએ કે તે આજે કે તે જે લોહીના નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જેથી ખજૂર ખાવાના કેટલાક લાભ છે તે જાણો.

ખજૂરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન એ અને બી સહિતના ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોનું જોખમ ઘટાડે છે. તે કેલ્શિયમ, ફાઇબર, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્નથી સમૃદ્ધ છે. શિયાળામાં તેનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. જો તેને ગરમ દૂધ સાથે લેવામાં આવે છે, તો તેના ફાયદા વધારે પણ વધી જાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં શક્તિ આવે છે, સાથે સાથે ડાયાબિટીસમાં પણ ખૂબ ફાયદાકારક છે.જાણો ખજૂરવાળું દૂધ પીવાના ફાયદાઓ વિષે જણાવીએ…

દરરોજ 2-4 ખજૂરનાં બી કાઢી અને તેને રોજ દૂધમાં ઉકાળો અને ત્યારબાદ ખજૂરને દૂધમાં મિક્સ કરીને પીવો.તેનાથી અસ્થમાના રોગમાં રાહત આપે છે. ખજૂરની તારીખ ગરમ હોવાથી ફેફસાં અને હૃદય માટે ફાયદાકારક છે.જો તમને વારંવાર પેશાબની તકલીફ રહેતી હોય તો 300 ગ્રામ દૂધમાં બે ખજૂર ઉકાળો અને પછી ખજૂર ખાધા પછી દૂધ પીવો. રાત્રે સૂતા પહેલા આવું કરો. આનાથી પેશાબની તકલીફ દૂર કરી શકાય છે. બાળકો મોટે ભાગે રાત્રે પથારીમાં પેશાબ કરે છે, તેથી ખજૂરનું દૂધ પીવું તેમના માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે.

ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા હોય છે, એવા કિસ્સામાં તેઓએ ખજૂરનું દૂધ લેવું જોઈએ. દરરોજ સવારે અને સાંજે તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે દૂધમાં સુગર કેન્ડી પણ ઉમેરી શકો છો. આ તમને મીઠાઇ આપશે સાથે જ પેટને ઠંડુ રાખશે.

તમને જણાવીએ કે તે આજે કે ખજુર ડાયાબીટીસ ના દર્દી માટે ખુબ સારી માનવા માં આવે છે, તમને જણાવીએ કે તે આજે કે તે ડાયાબિટીસના દર્દીઓએ તેના સેવનથી અનેક લાભ થાય છે.અને તે જો તમે ઇચ્છો તો તેની ચટણી બનાવીને પણ સેવન કરી શકો છો.વધુ માં તમને જણાવીએ કે તે આમ કરવાથી શુગર પણ નહીં વધે કારણકે તેમા પ્રાકૃતિક શુગર રહેલી છે.

આજે ઘણા લોકો ને સ્વાસ્થ્ય માં બ્લડ પ્રેશર ની સમસ્યા ખુબ વધી રહી છે, તમને જણાવીએ જે તે આજે કે તે જો તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો હાઇ બ્લડ પ્રેશરની સમસમયાને ઓછી કરવા માટે રાતના સમયે ખજૂરને ગરમ પાણીમાં પલાળીને રાખી દો અને સવારે તેના બીજ નીકાળીને તેનું સેવન કરો.મિત્રો તે સેવન કરતી વખતે ધ્યાન રાખવું કે તે ખજુર ને ખુબ ચાવી ને ખાવી, સવારે અને સાંજે તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકે છે.

તમેઘણી વાર જોયું હશે કે ઘણા લોકો ને અસ્થમા થઇ ગયો હોઈ છે, વધુ માં તમને જણાવીએ કે તે આ અસ્થમાથી પરેશાન દર્દીઓએ દૂધની સાથે ખજૂરનું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે.તમને જણાવીએ કે તે આજે એ તે ખજૂરની તાસીર ગરમ હોવાના કારણથી ફેફસામાં ગરમાશ આવે છે અને શ્વાસ લેવાની સમસ્યા દૂર થાય છે જેથી અસ્થમામાં દૂધની સાથે ખજૂનું સેવન કરવું જોઇએ.

તમને જણાવીએ કે તે આજે કે તે જે લોકો ખુબ પાતળા હોઈ છે તે ને ખુબ અજીબ લાગે છે,વધુ માં તે લોકો ખૂબ જ પાતળા છે તે લોકોએ રોજ ખજૂરનું સેવન કરવું જોઇએ.મિત્રો પાતળા શરીર વાળા લોકો માટે તે શરીર ને વધારવા માટે ખુબ ફાયદા કારક હોઈ છે, પાતળા લોકો માટે ખજૂર ખૂબ જ લાભદાયી છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

અને હા જો ખજૂરમાં ફાયબર અને એમીનો એસિડ ખૂબ જ માત્રામાં હોય છે.અને તે ખજૂરને આખી રાત પલાળી રાખીને બીજા દિવસે તે પાણી સાથે ખજૂર ચાવવાથી પાચનતંત્રમાં સારુ થાય છે.ખજુર માં ખુબ વધુ માત્ર માં વિટામીન હોઈ છે અને તે ખજૂરમાં એનર્જી આપવાની ખૂબ જ ક્ષમતા હોય છે કારણકે તેમાં પ્રાકૃતિક રીતે જ શુગરનું પ્રમાણ હોય છે જેમાં ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ જેવા તત્વો હોય છે. ખજૂરને દૂધમાં ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

ખજૂરનું ફળ તાજું અને સૂકું એમ બંને રીતે ખાવામાં આવે છે. અરબસ્તાનની તાજી ખજૂર આપણી કેરીની જેમ રસથી ભરેલી હોય છે, પણ એ આપણા હાથમાં આવતાં સુધીમાં સૂકાઈને ચીમળાઈ જાય છે. ખજૂરની સૂકી જાત હોય તો એ ખજૂરને સાવ સૂકવી નાખવામાં આવે છે. સાવ સૂકાયેલી ખજૂરને આપણે ખારેક કહીએ છીએ. એ મુખવાસ તરીકે ખવાય છે. આરબ દેશોમાં તો ખજૂરને એક મહત્ત્વની ખોરાકી વસ્તુ ગણવામાં આવે છે. આરબ લોકોને ખજૂર ખૂબ જ વહાલી અને માનીતી છે.

ઇસ્લામ ધર્મના પયગંબર મોહંમદ સાહેબને ખજૂર ખૂબ જ પ્યારી હતી. એમના ખોરાકમાં મોટાભાગે ખજૂરનો જ ઉપયોગ થતો હતો. ખજૂરના ફળને સીધેસીધું ખાવા ઉપરાંત બેકરીમાં બનનારા ખાદ્યપદાર્થો અને મીઠાઈઓમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂરમાંથી તૈયાર કરવામાં આવતું મધ ખૂબ જ લહેજતદાર હોય છે. આ મધ ઝાડા, કફ અને બીજી અનેક તકલીફો દૂર કરવામાં ઉપયોગી બને છે. શ્વાસની કેટલીક બીમારીઓ દૂર કરવામાં પણ ખજૂરનું મધ ઉપયોગી સાબિત થયું છે. ખજૂરમાંથી તૈયાર કરવામાં આવતું શરબત મીઠું, પોષણયુક્ત, પાચનશક્તિ વધારનારું તથા ઠંડક આપનારું હોય છે.

પોષણની રીતે જોવા જઈએ તો એક ખજૂરના ફળમાં ૮૬ ટકા સામગ્રી ખાવાલાયક હોય છે જ્યારે બાકીની ૧૪ ટકા સામગ્રી બીજના ભાગ તરીકે હોય છે. સામાન્ય રીતે ખજૂરમાં પંચ્યાસી ટકા ખાંડનું પ્રમાણ જોવા મળે છે, પણ આ પ્રમાણ જુદી જુદી જાતની ખજૂરમાં થોડું વધારે અથવા થોડું ઓછું જોવા મળે છે.ખજૂરમાં જે મીઠાશ છે એ કુદરતી ખાંડની છે. એ ચરબીમાં વધારો થવાનો કે જાડા થવાનો પણ ડર રહેતો નથી. શરીરમાં ખાંડનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.

ખજૂરને દરેક રીતે સંતુલિત ખોરાક ગણવામાં આવી છે. ખજૂરમાં દરેક જાતના પોષક તત્ત્વો ભરપૂર રહેલા છે.સૌપ્રથમ ખજૂરમાં ૦.૪ ગ્રામ ચરબી, ૧.૨ ગ્રામ પ્રોટીન, ૩૩.૮ ગ્રામ કાર્બોદિત પદાર્થો, ૨૨ મિલિગ્રામ કેલ્શિયમ, ૩૮ મિલિગ્રામ ફોસ્ફરસ મળી આવે છે. વિટામિન એ, બી અને સી તથા પ્રોટીન, લોહતત્ત્વ, પોટેશિયમ અને સોડિયમ જેવા તત્ત્વો પણ ખજૂરમાં સારા પ્રમાણમાં મળી આવે છે. નાના હોય કે મોટા, બીમાર હોય કે તંદુરસ્ત સૌ કોઈ ખજૂરને સારી રીતે ખાઈ અને પચાવી શકે છે. ખજૂર શરીરની માંસપેશીઓ અને હાડકાંને મજબૂતાઈ આપે છે તથા બીજી કેટલીક શરીરની તકલીફો દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે.

જો કે, શરીરની તકલીફો દૂર કરવા માટે ખજૂરનું સેવન કરતાં પહેલાં આપણા વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. ખજૂરને ખાતાં પહેલાં એને ધોઈ લેવી જરૂરી છે, કારણ કે એ ઝાડ પર પણ ખુલ્લામાં પાકે છે. બજારમાં પણ ખજૂર ખુલ્લામાં મૂકવામાં આવે છે આથી એના પર અનેક પ્રકારના જીવજંતુ વળગેલા હોવાની શક્યતા રહેલી હોય છે.જાણકારો એવું કહે છે કે, ખજૂર સો ગ્રામથી વધારે ખાવી ન જોઈએ, કેમ કે એને પચાવવામાં થોડી વધુ તકલીફ પડે છે. પણ જેનું શરીર વળતું ન હોય એવા દુબળા લોકો જો ખજૂર ખાઈને દૂધ પી લેશે તો એમનું શરીર સારું એવું વજનદાર અને કસદાર બની શકશે.

ખજૂર ખાય છે બધા જ, પરંતુ તેના ગુણ વિશેનું જ્ઞાન હોય છે ઘણાં ઓછાને તેથી તેના વિશે વિરોધાભાસી માન્યતાઓ પણ જોવા મળે છે. શિયાળામાં તેનું સેવન થતું હોય છે તેથી મોટાભાગના લોકો ખજૂરને ગરમ માને છે, પરંતુ આયુર્વેદના ગ્રંથોમાં તેને શીત કહેલ છે. મધુર રસના (મધ સિવાયના) બધા જ દ્રવ્યો શીતગુણી છે. તેથી ગરમ તાસીરવાળાને પણ ખજૂર માફક આવે છે. જેને ઠંડો આહાર માફક ન આવતો હોય તેમણે ખજૂર ખાવી જોઈએ નહીં.ઉપરાંત મોટાભાગના લોકો ખજૂરને ઘી સાથે કે પલાળીને રાખીને તેનું પાણી કરી ખજૂર પાકરૂપે પીતાં હોય છે તેમને તે વધુ ઠંડી પડે છે.

શિયાળો રુક્ષ હવામાનવાળી ઋતુ હોવાથી સ્નિગ્ધ ગુણવાળો હોવાથી તે વાયુનું ખાસ શમન કરે છે. તેથી વાયુ પ્રકૃતિવાળા અને વાયુના રોગોવાળાને તે વધુ હિતાવહ બને છે, તે ઠંડો, મધુર હોવાથી પિત્તઘ્ન પણ છે. તેથી પિત્તવાળા લોકો ઘી સાથે ખજૂર ખાય તો તેને ખૂબ માફક આવે છે. ખજૂર મધુર અને સ્નિગ્ધ હોવાથી થોડા પ્રમાણમાં કફ કરે છે. છતાં ગોળ, ખાંડ, કેળાં, મીઠાઈઓ વગેરેની સરખામણીમાં તે ઓછી કફકારક હોવાથી કફના દર્દી ચણા (દાળિયા) સાથે તેનું સેવન કરી શકે. ધાણી સાથે પણ તે લેવાથી કફકારક ગુણ ઘટતો હોવાથી હોળીના કફકારક વસંત દિવસોમાં ધાણી-ચણા- ખજૂરની જુગલબંધી હિતાવહ બને છે.