ખાધા બાદ આવે છે ખાટી ડકાર તો તરજ કરીલો આ ખાસ ઉપાય,તરત મળશે રાહત……

0
119

ખાટી ડકાર કેટલીક વાર અન્ય લોકોની સામે સરમીનદગી નું કારણ બને છે.જો તમે પણ વારંવાર ખાટી ડકાર ના  કારણે પરેશાની અનુભવતા હો, તો આ ઘરેલુ ઉપાય જલ્દીથી અપનાવો અને આ સમસ્યાથી છૂટકારો મેળવો. ખાટી ડકાર અમુક વાર અન્ય લોકોની સામે શરમજનક કારણ બને છે.આ સમસ્યાને બર્પીંગ પણ કહેવામાં આવે છે.મોટાભાગના ખાટી ડકાર પાચનમાં ખલેલને કારણે થાય છે. જેના કારણે ઘણી વખત પેટનો દુખાવો અને એસિડિટીના કારણે આ સમસ્યા શરૂ થઈ જાય છે.ખાટા ઓઢકાર માટેનું બીજું કારણ પાચનમાં જરૂરી ઉત્સેચકોનો અભાવ છે.  આથી જ આ સમસ્યા થવા લાગે છે.  જો તમે પણ વારંવાર ખાટા ઓઢકાર કારણે પરેશાની અનુભવતા હો, તો આ ઘરેલુ ઉપાય જલ્દીથી અપનાવો અને આ સમસ્યાથી છૂટકારો મેળવો.

1. આદુ નો રસ,આદુનો રસ ખાટાં ઓઢકાર ને દૂર કરવા ફાયદાકારક છે.  ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરો.  આ પછી, મધ મિક્સ કરો અને તેને 2 થી 3 વખત પીવો.  આ કરવાથી, થોડા દિવસોમાં આ સમસ્યાને મૂળમાંથી દૂર કરવામાં મદદરુપ થશે.

2. ફુદીનો ,ફુદીનાના પાન પણ ઓઢકાર ની સમસ્યામાં અસરકારક ઉપાય છે.  તમારે ફક્ત પાણીને સારી રીતે ઉકાળવાની જરૂર છે.  જો તમે 2 ગ્લાસ પાણી ઉકાળ્યું છે, તો પછી 10 થી 15 ફુદીનાના પાન ઉમેરો.  આ પછી તેને ઠંડુ થવા દો.  જ્યારે તે ઠંડુ થાય એટલે તેને ચાળવું.  આ ગ્લાસ રોજ પીવો.  તેનાથી ખાટા ઓઢકાર ની સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે.

3. ઈલાયચી,ઈલાયચી ખાટા ઓઢકાર ની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે.  આ માટે તમારે દરરોજ ઇલાયચી ચાવવી જોઈએ.  ઈલાયચી માત્ર પાચક શક્તિ જ નહીં પરંતુ પેટની સમસ્યાઓથી પણ રાહત આપશે.

4. ગોળ.જો તમને વારંવાર ખાટી ઓઢકાર આવે છે તો તરત જ તમારા મોઢામાં ગોળ નાખો.  આ તમને થોડીવારમાં જ આરામ આપશે.  ગોળમાં પાચક ઉત્સેચકો હોય છે, તેથી તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે.

5. લસણ.લસણની કળી ખાટા ઓઢકાર માટે પણ ફાયદાકારક છે.  લસણની 2 થી 3 કળીઓ લો અને તેને કાચી ચાવવો.  આ પછી એક ગ્લાસ પાણી પીવો.

આ પેટને સાફ કરશે સાથે સાથે ઓઢકાર ની તકલીફ થી પણ છુટકારોઆપશે. એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું ?ખોરાક સાથે પાણી ઓછું પીવું અથવા શક્ય હોય તો ન પીવું.વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે.અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.

ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓ જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.

અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.

કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે.સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે.આમલી પિત્તશામક છે.ઉનાળામાં પિત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે.અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક પલાળી, ઉકાળો પછી અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપમાં ઝડપથી રાહત મળે છે.ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્ત પ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તિ મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.

પાકાં કેળાં અને ઘી ખાવાથી પિત્તરોગમાં લાભ થાય છે.જામફળનાં બીજ પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્ત વિકાર મટે છે.જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પિત્ત વિકારમાં રાહત મળે છે.આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.