ક્યારેય એક સાથે ના ખાવી જોઈએ આ બે વસ્તુઓ નહીં તો શરીરમાં ધડાધડ શરૂ થઈ જશે જુદા જુદા રોગોનો હમલો.

0
173

જે લોકો જમવામાં સંતુલિત આહાર લે છે તે હંમેશા સ્વસ્થ રહે છે. અલગ-અલગ ચીજો ખાવાથી અલગ-અલગ પોષક તત્વો આપણા શરીરને મળે છે. આપણા શરીરને અલગ-અલગ પોષક તત્વોની જરૂર પડે છે. આપણે રોજબરોજ જે ખાઈએ છીએ તે પણ શરીરને ખુબ અસર કરે છે. જેમકે કાકડી ખાવાથી શરીરમાં ઠંડક થાય છે અને મસાલાઓ ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. પરંતુ તે બંનેને સાથે ખાવાથી અનેક પ્રકારના રોગ થઈ શકે છે કારણ કે કાકડીની પ્રકૃતિ ઠંડક આપે છે જ્યારે મસાલાની પ્રકૃતિ ગરમી આપે છે.

ઘણી વખત અલગ-અલગ પ્રકૃતિના આહાર એક સાથે લેવાથી ઘણા ચામડીના રોગ થઈ શકે છે. જે કદી ઠીક નથી થતા. અને હા, આયુર્વેદમાં આવા આહારને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. કે જેને એક સાથે ખાઈ ન શકાય. કોઈક આહાર એવા છે કે જે આ વિરુદ્ધ આહારમાં આવે છે અને આપણે તેને એકસાથે ખાતા હોઈએ છીએ કારણકે આપણને તેના વિશે કોઈ માહિતી હોતી નથી અથવા તો આપણા સ્વાદ માટે પણ ખાતા હોઈએ છીએ.

આજકાલ એવી બીમારીઓ છે જે તે વાળ ખરવા, ચામડીના રોગો, પેટમાં એસિડિટી થવી, શરીરમાં સુસ્તી રહેવી વગેરે. આ વિરુદ્ધ આહાર ખાવાથી થાય છે. નવો અને કંઈક અલગ અથવા સ્વાદ વધારવા માટે આવા વિરૂદ્ધ આહારનું મિશ્રણ કરી લોકો ખાતા હોય છે અને લોકોને ખબર પણ નથી રહેતી કે ક્યારેક આ વિરુદ્ધ આહારની બીમારીઓની ઝપેટમાં તમે આવી ગયા છો. તો આજે અમે તમને એવા જ વિરુદ્ધ આહાર વિશે જણાવશો કે જે તમને બિમારીઓથી દૂર રાખશે તેથી આ આર્ટીકલ પૂરો વાંચવા વિનંતી કે તેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે.

જમ્યા બાદ તમારા પેટમાં ગેસ બને છે અથવા પેટ સંબંધિત અન્ય બીમારી થાય છે અથવા તો અચાનક સ્કીન એલર્જી થાય છે તો તમારે સમજી જવુ કે તમે વિરુદ્ધ આહારનું સેવન એકસાથે કર્યું છે.તમે વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા બે ખોરાક એક સાથે ખાવ છો ત્યારે તમે આ પ્રકારની બીમારીઓનો શિકાર થઇ શકો છો. ખોરાકના પોષણનો ફાયદો ત્યારે જ મળે છે જયારે તેને યોગ્ય કોમ્બીનેશન સાથે ખાવામાં આવે.પરંતુ જો બે એવા ખોરાક એક સાથે ખાવ છો જેનું કોમ્બીનેશન યોગ્ય નથી તો બંને ખોરાકના પોષક તત્વો નષ્ટ પામે છે અને પરિણામે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે.

ઘણા લોકોને જમવાની સાથે પાણી પીવાની આદત હોય છે.તો તમને જણાવી દઈએ કે ક્યારેય જમવાની સાથે પાણીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે પાણી પેટના એસીડની શક્તિને ઘટાડે છે. જેના કારણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ બરાબર પચતા નથી.માટે ક્યારેય ભોજન કરતા સમયે પાણી ન પીવું જોઈએ. જમ્યા બાદ પણ ઓછામાં ઓછી અડધી કલાક પછી પાણી પીવું જોઈએ.

દહીં સાથે પરોઠા ખાવની મજા જ અલગ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેને એક સાથે ખાવાની મજા તમારા માટે સજા પણ બની શકે છે.કારણ કે દહીં સાથે તળેલી વસ્તુ ખાવામાં આવે તો દહીં ચરબીને પચાવવામાં રુકાવટ ઉભી કરે છે.તેથી ફેટમાંથી મળતી એનર્જી શરીરને મળતી નથીદુધને તળેલી કે સેકેલી વસ્તુ સાથે ન ખાવું જોઈએ. આ બંને વસ્તુને સાથે ખાવાથી શરીરમાં તેનું રીએક્શન જોવા મળે છે. માટે હંમેશા દૂધ સાથે તળેલી કે સેકેલી વસ્તુ ખાવાથી બચવું જોઈએ. ઈંડા,પનીર અને માંસનું સેવન કર્યા બાદ દૂધ ભૂલથી પણ ન પીવું જોઈએ.જો આ ખાદ્યપદાર્થો બાદ દૂધ પીવામાં આવે તો તેની આડઅસર સીધી આપણા પાચનતંત્ર પર પડે છે.

દૂધ સાથે અથવા ચા સાથે ક્યારેય નમકીન વસ્તુનું સેવન ન કરવું જોઈએ.લગભગ લોકોની આદત ચા કે દૂધ સાથે નમકીન ખાવાની હોય છે તો આજે જ આ આદત સુધારો. કારણ કે નમકના કારણે દૂધમાં રહેલા પ્રોટીન જામી જાય છે અને તે પોષણમાં કમી આવી જાય છે.માટે જો તમે દૂધનું યોગ્ય પોષણ મેળવવા માંગતા હોય તો નમકીન સાથે ક્યારેય તેનું સેવન ન કરવું.દૂધ સાથે ડુંગળીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.દૂધ સાથે ડુંગળીનું સેવન કરવાથી ઘણા પ્રકારના ત્વચા રોગ જેવા કે દાદ, ખાજ, ખંજવાળ,એગ્ઝીમાં, સોરાઈસીસ વગેરે થવાની સંભાવના રહે છે.

મિત્રો ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે. પરંતુ ફળનું સેવન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય વિટામીન સી અને કેલ્સિયમ વાળા ફળનું એકસાથે સેવન ન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે સંતરા અને કેળાનું સેવન એકસાથે ન કરવું જોઈએ. તેનાથી સુગરમાં રુકાવટ આવે છે.

દૂધની સાથે કદી પણ કેળાની ન ખાવા જોઈએ આ સાંભળીને તમને ખુબ આશ્ચર્ય થશે. કેમ કે આપણે તો બનાના શેઇક પીતા જ હોઈએ છીએ. દૂધ અને કેળા આ બંને પોષકતત્વોથી ભરપૂર હોય છે પરંતુ તેને એક સાથે ખાવા ન જોઈએ. કારણ કે દૂધ અને કેળાનો પાચન થવા માટેનો સમય અલગ અલગ હોય છે અને તે બંને એક સાથે આપણા પેટમાં જાય તો પાચન ક્રિયામાં ખુબ બાધા રૂપ બની છે. અને દરરોજ કેળા અને દૂધ સાથે ખાવાથી તમારી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને લીવર ખરાબ થાય છે તેની સાથે રાત્રે નીંદર પણ આવતી નથી અને સંપૂર્ણ દિવસ સુસ્તી લાગે છે.જો તમે પણ દરરોજ બનાના શેઈકનો ઉપયોગ કરતા હોય તો કરશો નહિ પરંતુ કોઈક વાર તમે બનાના શેઇક લઈ શકો છો. પરંતુ જો એવી વસ્તુ કે જેમાં દૂધ અને કેળા એક સાથે હોય તેને દરરોજ ખાવામાં લેવા નહીં.

કોલ્ડડ્રીન્કસ સાથે અથવા પછી મીંટ ઘણા લોકોને કોલ્ડ્રીંકસ પછી મીંટની ચીંગમ ખાવાની આદત હોય છે.તો તમને જણાવી દઈએ કે ક્યારેય કોન્ડડ્રીન્કસ સાથે અથવા તો પછી મીંટ અથવા મીંટની બનેલી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. આ બંને શરીરમાં મળતા સાઇનાઇડ બને છે જે આપણા શરીર માટે ઝેર સમાનસાબિત થાય છે.અનેક લોકો બટેકા અને ભાતના ખાવાના શોખીનો હોય છે. પરંતુ બટેકાના શક સાથે ભાત ખાનાર લોકોએ એ વસ્તુનુંધ્યાન રાખવું કે બંને સાથે ન લેવા જોઈએ. કારણકે તે બંને નું સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થવાનીસંભાવના થઇ શકે છે.દૂધ સાથે લીંબુ તથા અન્ય ખાટી વસ્તુનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક છે. બંનેનું એક સાથે સેવનકરવાથી એસીડીટી ની સમસ્યા ઉદ્દભવે છે.

જયારે આપણે અનાજ કે માંસ સાથે ફળ ખાઈએ ત્યારે ખાદ્ય પદાર્થ બરાબર પચતા નથીઅને લાંબા સમય સુધી પેટમાં પડ્યા રહે અને સડવા લાગે છે.તે આંતરડાની દીવાલને ડેમેજ કરે છે. જેના કારણે અન્ય બીમારીઓ થાય છે.દૂધ અને ડુંગળી એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. દૂધ અને ડુંગળી ખાવામાં બંને વચ્ચે છથી સાત કલાકનો અંતર રાખવો જોઈએ. દૂધ અને કાચી ડુંગળી બંને એક સાથે પેટમાં મળે તો હું અનેક પ્રકારના ચામડીના રોગ થઈ શકે છે. જેવા કે એક્ઝિમા, સોર્યાસીસ, સફેદ ડાઘ, ડાઘ થઈ શકે છે તેથી જ્યારે દૂધ અને કાચી ડુંગળીનું સેવન કરીએ તો તે બંને વચ્ચે ૬ થી ૭ કલાકનું અંતર રાખવું ખુબ હિતાવહ છે. ૬ થી ૭ કલાકમાં કોઈપણ ખાવાનું પચી જાય છે પછી કંઈ બીજું ખાવાથી બંને મળી નથી શકતા અને તમે બીમારીઓથી બચી શકાય છે.અડદ દાળ સાથે દહીં ખાવાથી ખુબ જ નુકશાન પહોંચે છે. એવું માનવામાં આવ્યું છે કે, બન્નેં સતત એકસાથેસેવન કરવાથી હૃદય સંબંધી બીમારીઓ થવાની શક્યતા વધે છે.

અનાનસ અને દૂધ. આ બન્ને વચ્ચેનો અંતરાલ ૬ થી ૮ કલાકનો રાખવો જોઈએ. અનાનસમાં બર્મલીન નામનો એન્જાઈન હોય છે જે દૂધની સાથે ભળી જાય છે અને આથી જ શરીરમાં ખોરાકમાંથી પોષકતત્વો મેળવવાની શક્તિને ખરાબ કરીને ધીમી કરી નાખે છે. અને બીજી વાત એ કે દૂધ અને અનાનસ એક સાથે લાંબા સમય માટે સેવન કરવામાં આવે તો તમારું લીવર ખરાબ થઈ શકે છે. ત્યારબાદ તમે કેટલાય પોષકતત્વો વાળા આહાર ખાસો તો પણ તમારું શરીર કમજોર રહેશે.દૂધ અને નમકીન આપણા શાસ્ત્રોમાં પણ એકસાથે લેવામાં વર્જિત રાખેલા છે. આ બંનેને એક સાથે ખાવાથી તમને અનેક પ્રકારના ચામડીના રોગ થઈ શકે છે. દૂધ અને નમકીનના સેવન વચ્ચે ત્રીસ-પાંત્રીસ મિનીટનો અંતર જરૂર રાખવો જોઈએ.

આયુર્વેદ માને છે કે જ્યારે તમારો ખોરાક યોગ્ય નથી હોતો ત્યારથી તમારા શરીરમાં જે બૅલૅન્સ રચાવું જોઈએ એ બૅલૅન્સ બગડે છે જે વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ખોરાકમાં શું ખોટું અને શું સાચું એનો વિસ્તૃતમાં કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ આયુર્વેદ છે. સામાન્ય રીતે સમજીએ તો જેમ કારમાં પેટ્રોલ નાખીએ ત્યારે એ કાર વ્યવસ્થિત ચાલે. જો આ પેટ્રોલ ભેળસેળવાળું હોય તો કારમાં કોઈ ખરાબી આવે જ. વળી જે કાર પેટ્રોલથી ચાલતી હોય એમાં ડીઝલ ભેળવીને નાખો તો એ કારને નુકસાન જ થવાનું છે. પેટ્રોલ અને ડીઝલ બન્ને ઈંધણ જ છે, પરંતુ એમનું કૉમ્બિનેશન એ કાર માટે નુકસાનકારક બની જાય છે. એવી જ રીતે ખોરાક તો ખોરાક જ છે, પરંતુ શેની સાથે શું ખાવું એ પણ મહત્વનું છે અને કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે શેની સાથે શું ન ખાવું.

દૂધ સૌથી પૌષ્ટિક અને સાત્વિક આહાર માનવામાં આવે છે. શાકાહારી લોકો માટે દૂધ અને એમાંથી મળતું પ્રોટીન અને કૅલ્શિયમ અત્યંત મહત્વનું છે. દૂધ અને દૂધની બનાવટો જેમ કે પનીર, ચીઝ, માખણ, દહીં, છાશ વગેરે આપણા દૈનિક આહારમાં આપણે સામેલ કરેલી વસ્તુઓ છે અને આ દરેક ખાદ્ય પદાર્થ પોતાનામાં શ્રેષ્ઠ છે; પરંતુ એને કોની સાથે ખાવામાં આવે છે એ વસ્તુ પણ એટલી જ મહત્વની છે. જો એને યોગ્ય પદાર્થો સાથે ભેળવીને ખાવામાં આવે તો શરીરમાં ઝેરી તત્વોનું નિર્માણ થાય છે જેને ટૉક્સિન્સ કહી શકાય. એ સિવાય પ્રકૃતિઓનો વિકાર થાય છે અને એ વિકૃતિમાં પરિણમે છે. પાચનને લગતા પ્રૉબ્લેમ્સ, કુપોષણ, ત્વચાના રોગો વગેરે આ ખોરાકનાં ખોટાં કૉમ્બિનેશન્સને કારણે થાય છે