કેવી રીતે અને ક્યારે થયો હતો એ દુનિયા કિન્નરનો જન્મ,જાણો તેમનાંથી જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો.

0
1155

આપણા સમાજે ભલે આ લોકોને તરછોડી દીધા હોય તેમ છતાં તેમની જવાબદારી તો સ્વીકારી જ હતી. ‘કિન્નરો’ ભણી શકતા નથી, નોકરી કરી શકતા નથી એ ધ્યાન સમાજે રાખ્યું હતું અને આ લોકો માટે એક આખી વ્યવસ્થા ગોઠવી આપી હતી. મનુષ્ય જાતિની જેમ કિન્નરોમાં પણ બે પ્રકાર હોય છે. એક કિન્નર પુરૂષ અને બીજી કિન્નરી. તેને પણ કિન્ન પુરૂષ જ કહેવામાં આવે છે. મનુષ્ય જાતિંમાં આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રી અને પુરૂષ હોય છે. તેના જન્મની વાતને પણ આપણે જાણીએ છીએ કે કેમ થાય છે, પરંતુ કિન્નરોની ઉત્પતિ કયારે અને કેમ થઈ આપણામાંથી ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ કિન્નર સમાજના ઈતિહાસ વિશે કેમ થઈ કિન્નરોની ઉત્પત્તિ.

સારા પ્રસંગે, ખુશીના સમયે લોકો જ આ કિન્નરોને ‘લાગો’ સઆપી પૈસા આપી મદદ કરતા અને તેમનું જીવન આમ લાગોના પૈસાથી પસાર થઈ જતું. આ આપણી જૂની વ્યવસ્થા હતી, પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાતા સમયમાં પરિવર્તન આવ્યું અને સાથે સાથે આ કિન્નર સમાજમાં પણ પરિવર્તન આવતું ગયું. સમાજે કિન્નરોને મદદ કરવા ‘લાગો’ બાંધી આપ્યો હતો, પણ હવે આ કિન્નરો લાગાને પોતાનો હક, અધિકાર માનવા લાગ્યા છે. લોકોની નિંદા, મશ્કરી, વ્યંગ સહન કરી કરીને કિન્નરોનો સ્વભાવ પણ બદલાઈ ગયો અને હવે આ ‘લાગો’ ખંડણીમાં ફેરવાઈ ગયો છે.

ખૂબ સમય પહેલા પ્રજાપતિને ત્યાં એક ઈલ નામનો પુત્ર હતો. મોટો થઈ આ ઈલ મોટો જ ધર્માત્મા રાજા બન્યો. કહેવાય છે કે રાજા ઈલને શિકાર રમવાનો ખૂબ શોખ હતો. આ શોખના કારણે રાજા ઈલ પોતાના અમુક સૈનિકો સાથે શિકાર કરવા એક વનમાં ગયો. જંગલમાં રાજાએ ઘણાં પ્રાણીઓનો શિકાર કર્યો, પરંતુ જે બાદ પણ તેનું મન ન ભરાયું. તે વધું શિકાર કરવા આગળ વધ્યો.

આ ચાહતમાં તે જંગલમાં આગળ વધતો ગયો, અને તે પર્વત પર પહોચી ગયો, જ્યાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિહાન કરી રહ્યાં હતાં. કહેવાય છે કે ભગવાન શિવે માતા પાર્વતીને ખુશ કરવા માટે પોતાને સ્ત્રી બનાવી લીધી હતી. જે સમય ભગવાન શિવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, તે સમય જંગલમાં જેટલા જીવ-જંતુ, છોડ-વૃક્ષ હતા બધાં સ્ત્રી બની ગયા. રાજા ઈલ પણ આ જ જંગલમાં હાજર હતો, તેથી રાજા પણ સ્ત્રી બની ગઈ તેના સાથે આવેલા બધાં સૈનિકો પણ સ્ત્રી બની ગયાં.

રાજા ઈલ પોતાને સ્ત્રી રૂપમાં જોઈ ખૂબ દુખી થયો
તેને સમજ નહતી આવી રહી હતી કે અંતે આવું કેમ થઈ ગયું, પરંતુ જેમ જ તેને ખબર પડી કે ભગવાન શિવના કારણે તે સ્ત્રી બની ગઈ. ત્યારે રાજા ઈલ અને વધું ચિંચિત થયો અને ડરી ગયો. પોતાના આ ડરના કારણે રાજા ઈલ ભગવાન શિવના ચરણાં પહોચી ગયો. જ્યાં તેમણે ભગવાન શિવથી પોતાને પુરૂષમાં રૂપાતરિત કરવાની અપીલ કરી, પરંતુ ભગવાન શિવે રાજા ઈલને કહ્યું કે તું પુરૂષત્વ છોડી કોઈ બીજું વરદાન માંગી લે હું આપી દઈશ.

પરંતુ ઈલે અન્ય વરદાન માંગવાથી ન પાડી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાંથી ગયા બાદ રાજા ઈલ માતા પાર્વતીને પ્રસન્ન કરવામાં લાગી ગયો. રાજા ઈલથી માતા પાર્વતી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજાએ પોતાની બધી કહાની જણાવી પોતાને પુરૂષત્વ આપવાનું વરદાન માતા પાર્વતીથી માંગ્યું, પરંતુ માતા પાર્વતીએ રાજાથી કહ્યું કે તું જે પુરૂષત્વનું વરદાન માંગે છે તેનો અડધા ભાગના દાતાના ખૂદ મહાદેવ છે. હું તે અડધો ભાગ જ આપી શકું છું, એટકે કે તું પોતાનું અડધુ જીવન સ્ત્રી રૂપમાં અને અડધુ જીવન પુરૂષના રૂપમાં વ્યતીત કરી શકો છો. તુ કયારે સ્ત્રી રૂપમાં અને કયારે પુરૂષ રૂપમાં રહેવા માંગતો હોય તે વિચાર કરી મને જણાવી દે.

વાસ્તવમાં, ત્યારે રાજાએ ખૂબ વિચારીને માતા પાર્વતીને કહ્યું કે હે માં હું એક મહિનો સ્ત્રીના રૂપમાં,અને એક મહિનો પુરૂષના રૂપમાં રહેવા માંગું છું. આ પર માતા પાર્વતીએ તથાસ્તુ કહેતા રાજા ઈલથી એ પણ કહ્યું કે જ્યારે તું પુરૂષના રૂપમાં રહીશ, તો તને પોતાનું સ્ત્રી રૂપ નહીં યાદ હોય, અને જ્યારે તું પોતાને સ્ત્રીના રૂપમાં રહીશ ત્યારે તું પોતાને પુરૂષ રૂપનું કઈ યાદ નહી હોય.

આ પ્રકાર રાજા ઈલ માતા પાર્વતીથી એક મહિનો પુરૂષ ઈલ અને એક મહિનો સ્ત્રી ઈલાના રૂપમાં રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું, પરંતુ રાજાના બધા સૈનિકા સ્ત્રી રૂપમાં જ રહી ગયાં. કહેવાય છે કે તે બધા સૈનિક એક દિવસ સ્ત્રી ઈલા સાથે વનમાં ફરતા-ફરતાં ચંદ્રમાના પુત્ર મહાત્મા બુદ્ધના આશ્રમાં પહોચી ગયાં. ત્યારે ચંદ્રમાના પુત્ર મહાત્મા બુદ્ધએ આ સ્ત્રી રૂપી સૈનિકોને કહ્યું કે તમે બધા કિન્ન પુરૂષી આ પર્વત પર પોતાનું નિવાસ સ્થાન બનાવી લો. આગળ જતા તમે બધા કિન્ન પુરૂષ પતિયોને પ્રાપ્ત કરશે.

કિન્નરો હવે કાયદેસરની ખંડણી ઉઘરાવે છે, તે સૌ કોઈ જાણે છે. જૂના જમાનામાં કિન્નરોને મદદ કરનારા લોકો હવે કિન્નરોને જોઈને તેમની હાંસી ઉડાવે છે અથવા તેમનું ટોળું જોઈને જ ગભરાઈ જાય છે. તેમને ખંડણીના પાંચ-પચ્ચીસ સપિયા પણ આપી દે છે. આમ કિન્નરોનું જોર સમાજમાં વધતું ગયું છે. આજે સૌ કોઈને ડર લાગે છે કે કિન્નરને પૈસા નહિ આપીએ તો તે બજાર વચ્ચે તેની ઇજ્જતનો ભવાડો ન કરી દે! સરેઆમ પોતાની લૈંગિક વિકલાંગતાનો ફાયદો ઉઠાવીને હવે આ કિન્નરો વેપારીઓ પાસેથી પણ ખંડણી ઉઘરાવતા થયા છે. પરિણામે કિન્નરો પાસે પણ અઢળક સંપત્તિ ભેગી થઈ છે.

એક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં ૩૦૦થી વધારે ‘બનાવટી હીજડા’ પકડાઈ ચૂક્યા છે. હમણાં થોડા સમય પહેલા જ ગાજિયાબાદમાં એક ડાક્ટર નબી મોહંમદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તે નકલી ડિગ્રી સાથે, એક નર્સિંગ હોમ ચલાવતો હતો, જેમાં તે ‘બનાવટી હીજડા’ પેદા કરતો હતો. એક અનુમાન મુજબ તેણે ૫૦ જેટલા હીજડાઓનું આપરેશન કર્યું હતું. આજે પણ દેશમાં એવા ઘણા લોકો સક્રિય છે જે માસૂમ યુવાનોને જબરજસ્તીથી ‘કિન્નર’ બનાવી પોતાના સમાજની સંખ્યા વધારવામાં પડ્યા છે.

કિન્નરોની સંખ્યાના સરકાર પાસે પણ કોઈ આંકડા નથી પણ એક અંદાજ મુજબ સમગ્ર દેશમાં ઘરાણાંમાં કિન્નરોની સંખ્યા ૧૦ થી ૧૫ લાખની હોવાનું કહેવાય છે. આ કિન્નરોનો આખો સમુદાય સાત ઘરાણાંમાં વહેંચાયેલો છે. ઘરાણાંનો મુખી જે તે ઘરાણાંનો નાયક ગણાય છે, તે ચેલાઓ – શિષ્યને દીક્ષા આપવા ગુરુની નિયુક્તિ કરે છે અને ગુરુ તેમને ‘કિન્નરોની કલા’ શીખવે છે. કિન્નરોનો આજનો જે વ્યવહાર છે તે તેમનો સ્વાભાવિક ગુણ નથી પણ કેવી રીતે ચાલવું.

કેવી રીતે તાળી પાડવી એ બધું શીખવવામાં આવે છે અને આ એક શીખેલી કલા જ છે. જન્મથી જ લૈંગિક રીતે વિકલાંગ હોય એવા કિન્નરો ખૂબ ઓછા હોય છે. બીજા એવા કિન્નરો પણ છે જે જન્મથી તો પુરુષ હોય છે પણ એક દર્દનાક આપરેશન દ્વારા માત્ર પૈસા કમાવા આવા ઘણા પુરુષો કિન્નર બની જતા હોય છે અને આવા કિસ્સાઓ સમાજમાં વધી પણ રહ્યા છે.આલ ઇન્ડિયા હીજડા કલ્યાણ સભાના અધ્યક્ષ ખૈરાતીલાલે પણ એક વાર કહ્યું હતું કે જન્મથી કિન્નર હોય એવા કિન્નરો ખૂબ ઓછા છે.

પૈસા માટે આપરેશન કરાવીને બનેલા કિન્નરો વધારે છે. આ લોકો દ્વારા થતા અપરાધો પણ હવે વધતા જાય છે. કિન્નર સમાજની અંદરો-અંદરની લડાઈના પણ અનેક અહેવાલો છાપાંઓમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે.તમિલનાડુમાં કૂવગમ નામનું એક ગામ છે, જેને કિન્નરોનું ઘર પણ કહેવામાં આવે છે. આ કૂવગમ ગામમાં મહાભારત કાળના અરાવાન નામના યોદ્ધાનું મંદિર છે. હિન્દુ માન્યતા મુજબ પાંડવોને યુદ્ધ જીતવા માટે અરાવાનની બલી આપવી પડી હતી.

બલી ચડતા પહેલાં અરાવાને છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે લગ્ન કરી પત્નીસુખ માણવા માગે છે. કથા મુજબ અરાવાનની આ ઇચ્છા પૂર્ણ કરવા ખુદ કૃષ્ણ ભગવાને સ્ત્રીનું સપ ધારણ કર્યું હતું અને અરાવાન સાથે લગ્ન કર્યાં હતાં. આ માન્યતા મુજબ આજે પણ દર વર્ષે કૂવગમમાં હજારો કિન્નરો દુલ્હન બની અરાવાન સાથે લગ્ન કરે છે. આખી રાત ખુશી મનાવે છે અને પછી પાછા પોતાના ઘરે પહોંચી જાય છે.કિન્નરોનું ધર્માંતર!?હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ વગેરે દરેક ધર્મમાં કિન્નરો છે જ.

પણ આ કિન્નરો ‘કિન્નર સમાજ’માં ભળવાની સાથે જ એમનો એક જ ધર્મ બની જાય છે. પછી તેમના માટે બીજો કોઈ ધર્મ માન્ય નથી. કિન્નર બન્યા બાદ આ લોકો બહુચર માતા અને અરાવાનની પૂજા કરે છે, પણ એવું કહેવાય છે કે ઘણા કિન્નરો હિન્દુ હોવા છતાં મૌલવીઓને ૫૦,૦૦૦ કે લાખ સપિયા આપી મુસ્લિમ કિન્નર બની જાય છે. આનું કારણ એ છે કે તેઓ બીજા જન્મમાં કિન્નર બનવા માગતા નથી.

આની પાછળનું મુખ્ય કારણ આ કિન્નરો માને છે કે હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો ઉલ્લેખ છે પણ મુસ્લિમ ધર્મમાં પુનર્જન્મનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી અને કોઈ પણ કિન્નર બીજા જન્મમાં ‘કિન્નર’ બનવા માગતો નથી. તેથી મોટા ભાગના કિન્નરો મુસ્લિમ બની પોતાનાં નામ રેશ્મા, નરગીસ, શબનમ રાખી લે છે.કિન્નરોને લઈને ભારતીય સમાજમાં અલગ-અલગ પ્રકારની ભ્રમણા રહી છે. લોકસાહિત્ય અને ઇતિહાસમાં કિન્નરોની ખાસ નોંધ પણ લેવાઈ છે.

મહાભારતનો શિખંડી યાદ છે.તેની મદદથી અર્જુને ભીષ્મ પિતામહનો વધ કર્યો હતો. તે કિન્નર હતો. આવી જ રીતે નેટ પરથી અને અમુક ઐતિહાસિક તથ્યો પરથી જાણવા મળે છે કે હિન્દુ અને મુસ્લિમ શાસકો કિન્નરોનો ઉપયોગ પોતાની રાણીઓના રક્ષક તરીકે કરતા. કિન્નરો રાણીઓની પહેરેદારી કરતા હતા. ઘણાં જૂનાં પિક્ચરોમાં પણ તમે આ જોયું હશે. કિન્નરોને રાણીઓના બોડીગાર્ડ રાખવાથી રાજા પણ સુરક્ષા અનુભવતો.

રાણી કોઈની સાથે ગેરકાનૂની સંબંધો ન રાખી શકે એવું કારણ પણ આ કિન્નરોને બોડીગાર્ડ રાખવાનું હોઈ શકે. એવું કહેવાય છે કે તે વખતે રાજાઓએ ઘણા યુવાનોને કૃત્રિમ રીતે કિન્નર બનાવી રાણીની ચોકી કરવામાં મૂકી દીધા હતા, તો ઘણા કિન્નરો શાસનમાં ઉચ્ચ હોદ્દા પર પણ રહી ચૂક્યા છે.સમાજથી તરછોડાયેલા આ સમાજમાં કેટલાક કિન્નરોની રાજનૈતિક ચેતના વધી છે. આપણા દેશમાં ૧૯૯૪માં તે વખતના મુખ્ય ચૂંટણી અધિકારી ટી. એન. શેષને આ લૈંગિક વિકલાંગો (કિન્નરો)ને મતદાન આપવાનો અધિકાર આપ્યો.

આ અધિકાર સાથે જ કિન્નરો માટે એક ‘રાજકીય માર્ગ’ તૈયાર થઈ ગયો. મતદાતાના સપે કિન્નરોને સ્ત્રી ગણવામાં આવ્યા. પછી તો કિન્નરોએ ચૂંટણીઓ પણ લડી છે અને અનેક જગ્યાએ સફળતા પણ મેળવી છે. રાજનીતિમાં સૌથી પહેલી સફળતા હિસારની કિન્નર શોભાએ મેળવી.૧૯૯૫માં એક નગર નિગમની ચૂંટણીમાં તે શહેરના વોર્ડ નંબર ૯ની સભાસદ તરીકે ચૂંટાઈ હતી. ત્યાર પછી શ્રીગંગાનગર, રાજસ્થાનમાં પણ કિન્નરને સફળતા મળી છે.

રાજનીતિમાં સૌથી મોટી સફળતા કિન્નરોને મધ્યપ્રદેશમાં મળી. દેશની પહેલી કિન્નર શબનમ માસી શહડોલ જિલ્લાની સોહાગપુર વિધાનસભા મતવિસ્તારની પહેલી ધારાસભ્ય વિસ્તારની સભ્ય બની. ત્યાર પછી અનેક જગ્યાએ કિન્નરોને રાજનીતિ કરવાની તક મળી છે.કિન્નર એટલે કે લૈંગિક વિકલાંગો માટે કયો શબ્દ વાપરવો તે માટે પણ વિવાદ ચાલે છે. કિન્નરને કિન્નર કહેવું કેટલાંક લોકોને ગમતું નથી. આનું કારણ છે, હિમાચલ પ્રદેશનો કિન્નૌર જિલ્લો. હવે કિન્નરોને કિન્નર કહીને બોલાવવામાં આવે તે કિન્નૌરવાસીઓને અપમાનજનક લાગે છે.

આ કિન્નર અને કિન્નૌરનો વિવાદ ત્યારે વધારે ઊછળ્યો જ્યારે ૨૦૦૦માં એક કિન્નર શબનમ માસી ચૂંટણી જીતી ગઈ. ત્યારે મીડિયામાં આ લોકો માટે કિન્નર શબ્દ વાપરવામાં આવ્યો. શબનમ માસી માટે પણ ‘કિન્નર’ શબ્દ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ વાપર્યો અને કિન્નર શબ્દ પ્રસિદ્ધ થઈ ગયો. આજે પણ મીડિયામાં કિન્નર શબ્દ જ વપરાય છે. ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરે ‘ટ્રાફિક સિગ્નલ’ ફિલ્મના પ્રમોશન વખતે કહ્યું હતું કે મેં મારી આ ફિલ્મમાં ‘કિન્નરો’ પાસે પણ અભિનય કરાવ્યો છે.

ત્યારે પણ કિન્નૌર જિલ્લાના લોકોએ મધુર ભંડારકરનો વિરોધ કર્યો હતો. આજે પણ હિમાચલ પ્રદેશમાં આવેલ ‘કિન્નૌર’ જિલ્લાના બધા જ લોકો આ લોકો માટે વપરાતા ‘કિન્નર’ શબ્દનો જોરજોરથી વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે કિન્નર શબ્દ ફેમસ થવાથી કિન્નૌર જિલ્લાના લોકો અપમાન મહેસૂસ કરી રહ્યા છે.સાંસ્કૃતિક અને સાહિત્યિક દ્રષ્ટિએ ભારતનો ઈતિહાસ બેહદ વિસ્તૃત છે. પૌરાણિક આખ્યાનો ઉપરાંત દેશમાં એવા પણ ગ્રંથો લખાયા છે.

જે વ્યક્તિને નૈતિક અને સામાજીક બંને પ્રકારે સામાન્ય જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. ભારતીય મહર્ષીઓ અને સંતોએ એવા અનેક ગ્રંથોની રચના કરી છે જે આજે સેંકડો-હજારો વર્ષો બાદ પણ વ્યક્તિગત જીવન માટે લાભકારી છે.ભારતીય ભૂમિ પર લગભગ ૨૦૦ ઉપનિષદોની રચના કરાઈ છે, જેમાં ૧૨ ઉપનિષદને મુખ્ય અને પ્રાચીન મનાયા છે. આ જ પ્રાચીન ઉપનિષદોમાંનો એક છે ગર્ભ ઉપનિષદ, જે જણાવે છે કે માના ગર્ભમાં નવ મહિના વિતાવતી વખતે બાળક શું વિચારતું હોય છે.ગર્ભ ઉપનિષદના જણાવ્યા અનુસાર, ગર્ભમાં રહેલું બાળક સૌ પહેલા ઈશ્વરને એ વચન આપે છે કે તે આ જન્મમાં ખરાબ કર્મો નહીં કરે.

પરંતુ જેવું બાળક ગર્ભમાંથી બહાર આવે છે કે તરત તેને વૈષ્ણવ પ્રાણ નામની તાકાત તેને સ્પર્શે છે અને તે ઈશ્વરને આપેલા વચન ભૂલી જાય છે. ગર્ભ ઉપનિષદમાં જણાવાયું છે કે, સ્ત્રી-પુરુષના મિલનમાં નર-માદાનાં પ્રજનન પદાર્થ મળે છે, અને ત્યારબાદ ગર્ભ ધારણ થાય છે, જે હ્રદય દ્વારા નિયંત્રિત કરાય છે.ગર્ભ ઉપનિષદમાં ગર્ભધારણથી લઈને જન્મ સુધીના તમામ પડાવોનું વર્ણન કરાયું છે.

પહેલા પડાવ અનુસાર, પ્રજનન પદાર્થોનો મેળ આવ્યા બાદ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે અને લગભગ સાત દિવસ બાદ ભ્રૂણ આકાર લેવા લાગે છે. તે પહેલા એક પરપોટાની જેમ તૈયાર થાય છે અને ૧૪ દિવસ બાદ એક મજબૂત ગાંઠની જેમ દેખાવા લાગે છે. એક મહિનો થતાં તે વધુ મજબૂત અને કઠોર થાય છે અને બે મહિના બાદ ભ્રૂણનું માથું બનવા લાગે છે.ત્રણ મહિના બાદ ભ્રૂણના પગ આકાર લે છે અને ચોથા મહિને તેના હાથ, પેટ અને મુખ્ય શારીરિક સંરચના પૂરી થવા લાગે છે.

પાંચમાં મહિનામાં તેની કરોડરજ્જુ અને તમામ હાડકાં બનવા લાગે છે. આ ઉપરાંત છઠ્ઠા મહિને તેના નાક, આંખો અને કાન બને છે.સાતમા મહિનામાં આત્મા શરીરને અપનાવવા લાગે છે, ધીરે-ધીરે તે શરીરમાં પ્રવેશ કરે છે. આઠમા મહિનામાં તે પૂર્ણ આકાર લઈ લે છે. જો ભ્રૂણમાં પિતાના અંશ અને તેની અસર વધુ હોય તો તે નર તરીકે જન્મ લે છે. જો તેના પર માનો પ્રભાવ વધારે હોય તો તે માદા બને છે.

પરંતુ જો બંનેની અસર તેના પર સમાન હોય તો તે ન તો મહિલા બનશે કે ન પુરુષ. તે બંને લિંગોને પૂર્ણપણે અપનાવી નહીં શકે અને તેનો જન્મ એક કિન્નર તરીકે થશે. એટલું જ નહીં, ગર્ભઉપનિષદમાં એમ પણ કહેવાયું છે કે જો ગર્ભધાન વખતે દંપત્તી જો ક્ષુબ્ધ કે વ્યથિત હોય તો તેની સંતાન આંધળી, અપંગ કે પછી વિકારયુક્ત હોઈ શકે છે.
નવમા મહિનામાં ભ્રૂણની જ્ઞાનેન્દ્રિયો અને બૌદ્ધિકતાનો વિકાસ થવા લાગે છે.

આ દરમિયાન ભ્રૂણને પોતાનો પાછલો જન્મ અને તેમાં કરાયેલા ખરાબ કર્મો યાદ આવે છે. ગર્ભમાં તે ઈશ્વરને કહે છે કે,’અનેક યોનિઓ પાર કર્યા બાદ, વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો ખાધા બાદ, અનેકવાર માનું દૂધ પીધા બાદ અને અનેકવાર મોતને ભેટ્યા બાદ હું આ જન્મ લઈ રહ્યો છું.’તે ઈશ્વરને કહે છે કે, હું વાયદો કરૂં છું કે હું ખુદને નારાયણને સમર્પિત કરી દઈશ. હું તેના નામનો જાપ કરીશ અને પૂર્વ જન્મોમાં કરાયેલા પાપથી છૂટકારો મેળવીશ.પરંતુ જેવું બાળક નવ મહિના બાદ પોતાની માતાના ગર્ભમાંથી બહાર આવે છે કે તમામ સારા-ખોટા કર્મોને ભૂલી જાય છે.