કેપ્સીકમ મરચાના છે એટલા ચમત્કારી ફાયદા કે મોટાભાગના લોકો છે તેનાથી અજાણ, જાણી લો કામની માહિતી…..

0
291

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મૂળ તો મરચાંનો ભાઈ હોવા છતાં શીમલા મિર્ચ કે કેપ્સિકમનો સ્વભાવ મરચાં કરતાં સાવ વિરુદ્ધ છે. લીલું કે લાલ મરચું ખાતાં જ મોમાં આગ લાગે પણ કેપ્સિકમની ખાસિયત એ છે કે તે મરચાં હોવા છતાં બિલકુલ તીખાં નથી.લગભગ હજારેક વર્ષ થયે પશ્ચિમી દેશોના લોકોને તીખા ચટપટા સ્વાદની ખેવના રહી હતી. ત્યાં આવા સ્વાદને પેપ્પર તરીકે ઓળખાતો.

આથી કેપ્સિકમ મોળા ફક્ક હોવા છતાં મૂળ તો મરચાં એટલે એનું બીજું નામકરણ બેલ પેપર એવું થયું. કેપ્સિકમ મરચાંને દુનિયાના ઘણા દેશોમાં બેલ પેપર તરીકે પણ ઓળખાય છે. જે લોકોને મરચું ખાવાથી પેટમાં બળતરા થતી હોય તેવા લોકો માટે શીમલા મિર્ચ એ પ્રમાણમાં સલામત મરચું છે. કેપ્સિકમ વિશે મજાની વાત એ છે કે તે મરચું હોવા છતાં બિલકુલ તીખું નથી પણ મોળું ફક્ક હોય છે. આવું કેમ?? મરચાંમાં તીખાશ આપતા રાસાયણિક દ્રવ્યનું નામ છે કેપ્સીસીન.

આ કેપ્સીસીનનો મોટો ભાગ મરચાંની અંદરની સફેદ ડાંડી કે જ્યાં તેનાં બીજ ચોંટેલા હોય છે તેમાં રહેલો હોય છે. આથી જ્યારે આપણે મરચાં દળાવીએ છીએ ત્યારે તેનાં બીજ અને દાંડલી તોડાવીને દૂર કરાવી દઈએ છીએ. પરંતુ કેપ્સિકમમાં તીખાશ આપતા કેપ્સીસીનની માત્રા નહિવત હોય છે. આથી કેપ્સિકમ બિલકુલ તીખું નથી હોતું. કેપ્સિકમ એક ખૂબ જ લો-કેલોરી અને લગભગ ચરબી રહિત શાક છે. દર 100 ગ્રામ દીઠ કેપ્સિકમમાં ફક્ત 0.1 ગ્રામ જેટલી નહિવત માત્રામાં ચરબી હોય છે.

આથી જ સલાડમાં તેનો ઉપયોગ ભરપૂર થાય છે. દર 100 ગ્રામ દીઠ કેપ્સિકમ માંડ 20 કિલો કેલરી પૂરી પાડે છે. કેપ્સિકમમાં સારી માત્રામાં ખાદ્ય રેસા પણ હોય છે. લગભગ 1.5-2 ગ્રામ જેટલા ખાદ્ય રેસા કેપ્સિકમમાંથી મળે છે. અન્ય શાકની જેમ કેપ્સિકમમાં પણ પ્રોટીનની માત્રા ખૂબ ઓછી માંડ 0.80 ગ્રામ હોય છે.આપણા ભારત દેશમા અનેક પ્રકારની શાકભાજી ઓનુ વાવેતર થાય છે અને આપણે બધા તે શાકભાજીઓ ખાયે છીએ.

પણ આપણને તેના ફાયદાઓ વિશે ખબર હોતી નથી તેવુ જ એક શાકભાજી છે કેપ્સિકમ કેપ્સિકમ અનેક પ્રકારના હોય છે. ભારતમા લાલ, લીલુ અને પીળુ એમ ત્રણ પ્રકારના કેપ્સિકમ મળે છે. આ બધા કેપ્સિકમને લોકો બહુ મોટા પ્રમાણમા ખાય છે. આ ત્રણેય કેપ્સિકમ માથી વધારે ગુણકારી લાલ કેપ્સિકમ છે. લાલ કેપ્સિકમ સ્વાદમા પણ ખુબ સારુ લાગે છે અને ગુણકારી પણ છે.લાલ કેપ્સિકમ મા વિટામિન સી, એ અને બીટા કેરોટીન માત્રા ખુબ વધારે પ્રમાણ મા હોય છે.

તેની સાથે જ આમા કેલેરીનુ પ્રમાણ પણ ઓછુ હોય છે. તેથી તે કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે. ઘણા લોકો આનુ શાક બનાવીને ખાય છે તો ઘણા એનુ સલાડ બનાવીને ખાય છે. આ વજન ઘટાડવામા મદદ કરે છે, તેથી લોકો દાયટમા વધારે આનો ઉપયોગ કરે છે. તો આજે આપણે આના ફાયદા વિશે જાણીશું.શિયાળામાં કેપ્સિકમ ભરપૂર ખાવા જોઈએ. કેપ્સિકમમાં સારી માત્રામાં બીટા કેરોટીન રહેલું હોય છે. હમણાં સુધી ભારતીય બજારોમાં લીલા રંગના કેપ્સીકમ જ મુખ્યત્વે જોવા મળતાં.

પણ હવે પીળાં અને લાલ રંગના કેપ્સીકમ પણ ખૂબ સામન્ય રીતે જોવા મળે છે. કેપ્સિકમ એ મરચાંની એક વેરાયટી છે. લાલ કેપ્સિકમમાં લીલાં અને પીળાં કેપ્સિકમ કરતાં બીટા કેરોટીન વધુ માત્રામાં હોય છે. આ બીટા કેરોટીન શરીરમાં જઇને વિટામિન એ માં પરિવર્તિત થાય છે. વિટામિન બી જૂથના અને બીટા કેરોટીન કેપ્સિકમમાં અલ્પ માત્રામાં રહેલા હોય છે. જો ખનીજ ક્ષારોની વાત કરીએ તો કેપ્સિકમમાં કેલ્શીયમ અને આયર્ન જેવા ખનિજક્ષારો પણ અલ્પ માત્રામાં હોય છે.વાળને ખરતા અટકાવે છે.

વાળ ખરવાની સમ્સ્યા અત્યારે મોટા ભાગ ના લોકોની સમસ્યા બની ગઇ છે. બધા લોકો આ સમસ્યાનો સામનો કરે છે. લાલ કેપ્સિકમ ને ભરપુર માત્રામા ખાવાથી આ સમસ્યા મા રાહત થાય છે. વાળની કોશિકાને વિટામીન બી6 અને ઓક્સિજનની જરૂર ખુબ મોટા પ્રમાણ જરૂર પડે છે અને તે લાલ કેપ્સિકમ વધારે હોય છે. તે વાળના મુળમા લોહિનુ પરિભ્રમણ વધારે છે અને તેનાથી વાળનો વિકાસ થાય છે.સોજો ઘટાડવા માટે,જો કોઇને સંધિવાની સમ્સ્યા હોયતો તેને દરરોજ લાલ કેપ્સિકમનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.

લાલ કેપ્સિકમના ગુણધર્મો જલન વિરોધી હોવાથી તે બળતરામા રાહત આપે છે. લાલ કેપ્સિકમ હાડકાના દુખાવા મા રાહત આપે છે અને સોજો પણ ઓછો કરે છે. કોઇ વ્યક્તિને કોઇ જાતની બિમારી કે અન્ય સમ્સ્યા હોય તો તેના માટે ખુબ લાભદાયક ગણવામા આવે છે.કેપ્સિકમ આજ કાલ દરેક ઘરમાં ખવાવા લાગ્યા છે. કેપ્સિકમની અનેક વાનગીઓ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. ખાસ કરીને ઇટાલિયન, મેક્સિકન, ચાઈનીઝ અને પંજાબી વાનગીઓ કેપ્સિકમ વિના જાણે અધૂરી જ લાગે.

કેપ્સિકમ સલાડમાં કાચા અને શાકમાં રાંધીને પણ ખવાય છે. પીઝા સોસનો મુખ્ય બેઝ ટામેટા અને કેપ્સિકમ હોય છે. બહાર ઈટાલિયન કે પીઝા ખાવા જઈએ તો પેપર ફ્લેક્સ કે બેલ પેપર ફ્લેક્સની બોટલ ટેબલ પર મૂકી હોય છે. આ પેપર ફ્લેક્સ મોંમાં નાખી ખાવાથી ચીલી ફ્લેક્સ જેટલાં તીખા નથી હોતાં. આ બેલ પેપર પણ કેપ્સિકમ જ છે. કેપ્સિકમ પ્રકારના મરચાંને ઉગવા માટે પૂરતા સૂર્ય-પ્રકાશવાળું ખરું પણ બહુ ગરમ નહિ એવું લગભગ 20-30 ડિગ્રી સેલ્શિયસવાળું મોટે ભાગે ઠંડકવાળું વાતાવરણ ઉત્તરાખંડના શિમલા જેવા પહાડી પ્રદેશોમાં રહે છે.

આથી ત્યાં કેપ્સિકમનો ફાલ સારો ઉતરે છે. આજે કારણ છે કે હિન્દીમાં કેપ્સિકમને શીમલા મિર્ચ કહેવાય છે.તમે કેપ્સીકમ મરચા તો ખાધા હશે પરંતુ શું તમને એના ફાયદા વિશે ખબર છે. જો તમે એના ફાયદા જાણી જશો તો શિમલા મરચા પ્રત્યે વધારે પ્રેમ થઇ જશે. જી હાં લાલ, લીલા અને પીળા રંગમાં મળતા કેપ્સીકમ સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ જ ફાયદાકારક હોય છે. મેદસ્વિતા ઘટાડવા માટે પણ કેપ્સીકમ ખૂબ જ ફાયદાકારક છે.કેપ્સીકેમ ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ કરવામાં મદદ કરે છે

વજન ઘટાડવા માટે કેપ્સીકમ મહત્વની ભૂમિકા નિભાવે છે,ઘણા પ્રકારની હૃદય સમસ્યાઓને દૂર રાખે છે.વિટામીન સી થી ભરપૂર આ મરચા વિટામીન એ અને બીટા કેરોટીનનો એક મહત્વનો સોર્સ છે. કેપ્સીકમ એક એવું શાક છે જેનું સેવન ઘણી રીતે કરી શકાય છે. એના સેવનથી તમે પોતાને લાંબા સમય સુધી ચુસ્ત અને તંદુરસ્ત બનાવી રાખો છો. શિમલા મરચામાં કેેલેરી ના બરાબર જ હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલ વધી શકતો નથી.

જાણો કેપ્સીકમ ખાવાના સ્વાસ્થ્ય લાભ.ઇમ્યૂનિટી વધારવામાં મદદ,કેપ્સીકમ ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં ખૂબ મદદ કરે છે. કેપ્સીકમમાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં હોય છે. મગજ માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત તણાવ ઓછો કરવા, અસ્થમા અને કેન્સર જેવી બિમારીઓમાં પણ લાભકારી થઇ શકે છે. મેદસ્વિતા ઓછી થશે,જે લોકો વજન ઘટાડવા ઇચ્છે છે એમના માટે કેપ્સીકમ મદદરૂપ થઇ શકે છે.

કેપ્સીકમમાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે જેના કારણે એનું સેલન કરવાથી વજન વધાની શક્યતા ખૂબ જ ઓછી થઇ જાય છે.મેટાબૉલિઝમ યોગ્ય કરવામાં તમને મદદરૂપ થાય છે.હૃદય માટે ફાયદાકારક,ફલેવૉનાઇડ્સ હોવાથી કેપ્સીકમ ઘણા પ્રકારની હૃદય સમસ્યાઓને તમારાથી દૂર રાખે છે. આ સમગ્ર શરીરમાં ઑક્સીજનનો સપ્લાય યોગ્ય રીતે કરવામાં મદદરૂપ થઇ શકે છે.

જેના કારણે પણ તમારા હાર્ટ પંપિંગમાં કોઇ પ્રકારની પરેશાની આવતી નથી.આયરનની ખામી થશે દૂર,શરીરમાં આયરનના અવશોષણને વિટામીન સી ની જરૂર હોય છે અને કેપ્સીકમમાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં હોય છે. એટલા માટે જ્યારે તમે એનું સેવન કરો છો તો વિટામીન સી આયરનને અવશોષિત કરીને તમને એનીમિક થતા બચાવે છે.