આ રીતે તમે ઘરેજ બનાવી શકો છો કેમિકલ વગરનો સાબુ,એકદમ સરળ છે તેની રીત એકવાર જરૂર જોજો…

0
306

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આજે અમે તમને જણાવશું ખૂબ જ અગત્યની અને અલગ જ રેસેપી. રેસેપીનું નામ સાંભળતાની સાથે જ ખાવાની વાનગીઓ યાદ આવે. કોઈકને ચટપટી વાનગી તો કોઈને મીઠાઈઓ. પરંતુ મિત્રો માફ કરશો અમે આજે કોઈ એવી રેસેપી નથી લાવ્યા કે જે તમારા મોઢામાં પાણી લાવે. પરંતુ આજે અમે એક અગત્યની એવી રેસેપી લાવ્યા છી કે જેના ફાયદા ખૂબ જ અદ્દ્ભુદ છે. મિત્રો આજે અમે તમને એક એવો સાબુ બનાવવાની રીત બતાવવા જઇ રહ્યા છીએ જે તમારી ઘણી બધી સમસ્યાને દૂર કરશે.

સામાન્ય રીતે વ્યક્તિ પોતાના શરીર ને પ્રદૂષણયુક્ત વાતાવરણથી બચાવવા માટે સવારમાં સાબુથી નાહતો હોય છે. જેથી કરીને તેની ત્વચા મુલાયમ રહે અને સાથે સાથે વાતાવરણના પ્રદૂષણથી બચી શકાય. આજે બજારની અંદર અનેક એવા સાબુ મળે છે કે જે તમારી ત્વચા માટે સારી રીતે કાર્ય કરતા હોય છે. પરંતુ બજારની અંદર મળતા દરેક સાબુ કેમિકલ માંથી બનાવવામાં આવતા હોય છે. જો તમે પણ કેમિકલયુક્ત સાબુના વિરોધી હોય તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકો છો કેમિકલ વગરનો એકદમ હાઇજેનિક અને નેચરલ સાબુ તો ચાલો જાણીએ તેની રીત.જરૂરી સામગ્રી1 કિલો નારિયેળનું તેલ250 ગ્રામ કાસ્ટીક પોટાસ250 ગ્રામ ચણાનો લોટએક લીટર પાણીએક ચપટી રંગ,જરૂર મુજબનું એસેન્સ ઓઇલ.

બનાવવાની રીત.

સૌ પ્રથમ એક વાસણ ની અંદર એક લિટર પાણીની અંદર ૨૫૦ ગ્રામ જેટલા કાસ્ટીક પોટાસ ઉમેરી તેને બરાબર હલાવી લો. ત્યાર પછી જ્યારે પાણી અને પોટાશ બંને એક મિશ્રણ થઈ જાય ત્યારે તેને ૫ થી ૬ કલાક સુધી રાખી મૂકો. જેથી કરીને બંને વસ્તુ એકબીજા સાથે બરાબર રીતે ભળી જાય.ત્યાર પછી બીજા એક વાસણની અંદર એક કિલો જેટલા તેલની અંદર 250 ગ્રામ જેટલો ચણાનો લોટ ઉમેરી તેને બરાબર હલાવી લો. જેથી કરીને તેની અંદર લોટ ના ગઠ્ઠા ન રહે. ત્યાર પછી તેમાં ઉપરથી એસેન્સ ઓઇલ ના થોડા ટીપાં ઉમેરી દો જેથી કરીને તેમાં સુગંધ ભડી જાય.પાંચથી છ કલાક સુધી ઠંડા થયેલા પ્લાસ્ટિક પોટાસ ના મિશ્રણને ધીમે-ધીમે તેલના મિશ્રણ ની અંદર ઉમેરતા જાવ. અને લાકડીના ડંડાથી તેને હલાવતા જાવ જેથી કરીને મિશ્રણ બરાબર રીતે ભડતુ જાય. જેમ જેમ આ બંને બેસ્ટ એકબીજા સાથે મળતી જશે તેમ તેમ આ મિશ્રણ એકદમ ઘટ્ટ થતું જશે.

આ મિશ્રણને એક લાકડી વડે સતત હલાવતા રહો જેથી કરીને બધી વસ્તુઓ એકબીજા સાથે મળી જાય. આમ કરવા માટે તમે અંદાજે ૪ થી ૫ મિનીટ સુધી આ મિશ્રણને હલાવતા રહો. જેથી કરીને સાબુ એકદમ સુંદર બની રહે. ત્યાર પછી આ મિત્રોને રબર અથવા તો લાકડાના ઢાંચાની અંદર ઢાળી દો. અને તેને દસ થી બાર કલાક સુધી રાખી મુકો જેથી કરીને સાબુ એકદમ જામી છે.ત્યાર પછી તેને યોગ્ય આકાર ની અંદર કાપી લો અને તેને એરટાઇટ ડબાની અંદર પેક કરી દો. બસ આ રીતે તૈયાર છે એકદમ સુગંધીદાર અને નેચરલ કેમિકલ વગર નો નાહવાનો સાબુ.

જ્યારે તમને કોઈ પણ ત્વચાને લગતી સમસ્યા થાય એટલે લોકો તમને લીમડાનો સાબુ વાપરવાની સલાહ આપે છે કારણ કે તે ખૂબ જ અક્સીર ઈલાજ સાબિત થાય છે. કારણ કે લીમડો કોઈ પણ સ્કીન ઇફેક્શન અને સમસ્યા માટેનો રામબાણ ઈલાજ છે. તમે બહારથી લીમડાનો સાબુ લો તો તેમાં લીમડાનું પ્રમાણ કેટલું છે તે કોને ખબર. પરંતુ જો આ સાબુ ઘરે જ  બનાવેલો હશે તો તમે તેને એકદમ નિશ્ચિંત થઈને વાપરી શકો છો.આ સાબુને તમે ખૂબ જ સરળતાથી ઓછી મહેનતે અને માત્ર ત્રણ જ સામગ્રીનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીમડાનો સાબુ ઘરે બનાવી શકો છો. તમને જાણીને આનંદ થશે કે લીમડો આપણી ત્વચાને ચામડીના રોગથી તો બચાવે છે પરંતુ તેની સાથે તમારા ચહેરાને પણ સૂંદર બનાવે છે. ખીલ જેવી સમસ્યા દૂર થાય છે. કારણ કે લીમડામાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટી રહેલી છે.

લીમડાનો સાબુ બનાવવાની રીતસૌપ્રથમ તમે તાજો કડવો લીમડો તોડી લો અને ત્યાર બાદ લીમડાને ધોઈને સ્વચ્છ કરી લોહવે તેમાંથી પાંદડા કાઢી લો.એક મૂઠી જેટલા પાંદડા લો.પાંદડાને મીક્ષરમાં નાખી દો અને તેમાં એક ચમચી પાણી નાખો અને પાંદડાને મીક્ષ્યરમાં પીસી લો.હવે તેની પેસ્ટ બની ગઈ હશે. તે પેસ્ટને એક કપમાં કાઢી લો તેમાં એક વિટામીન ઈ ની  ઓઈલ કેપ્સુલ તોડીને લીમડાની પેસ્ટમાં નાખો.

બંનેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દો.હવે તમારે જરૂર પડશે એક ગ્લીસરીન સાબુની. ગ્લીસરીન સાબુ જેવો કે પેઅર્સ આવે છે તે. (તમે ગ્લીસરીન સાબુની જગ્યાએ સોપ બેઝ પણ લઇ શકો છો જે તમને મોટી દૂકાનથી મળી રહેશે.)હવે તે સાબુનું તમારે જીણું છીણ કરી લેવાનું છે. આપણે ગાજરનો હલવો બનાવવા માટે જે રીતે છીણ બનાવીએ છીએ તે જ પ્રકારે આ સાબુનું પણ છીણ બનાવી લેવાનું છે.

હવે તે છીણને મેલ્ટ કરવાનું છે એટલે કે ઓગાળવાનું છે. પરંતુ તે પ્રક્રિયા પેહલા આપણે તે મિશ્રણને નાખવા માટે પાત્ર તૈયાર કરી લેવાનું છે.તમે કોઈ પણ પ્લાસ્ટીકની નાની ગોળાકાર ડબી અથવા તો આઈસ્ક્રીમની ડીસનો ઉપયોગ કરી શકો છો. તે ડબીમાં અંદરની સાઈડ બરાબર રીતે વેસેલીન લગાવી લો જેથી સાબુ સરળતાથી બહાર નીકળી શકે.હવે તેને સાઈડમાં મૂકી દો હવે તમારે સાબુના છીણને ડબલ હિટ આપીને મેલ્ટ કરવાનું છે. મતલબ કે સીધું ગેસ પર મૂકીને મેલ્ટ નથી કરવાનું પણ થોડું અલગ રીતે મેલ્ટ કરવાનું છે.

તેના માટે એક તપેલીમાં અડધુંથી થોડું વધારે પાણી ભરી લો અને તે પાણીને ઉકળવા દો. ઉકલી જાય ત્યાર બાદ ગેસની આંચ માધ્યમ કરી દો અને સાંસીની મદદથી જે પાત્રમાં સાબુનું છીણ છે. તેને પાણીથી ભરેલી તપેલી ઉપર રાખો અને તેમાંથી નીકળતી વરાળ અને હીટથી મેલ્ટ કરવાનું છે.હવે પછીની પ્રક્રિયા ઝડપથી કરવી કારણ કે ગ્લીસરીન સાબુ ઝડપથી જામવા લાગે છે માટે જ્યારે સાબુ થોડો મેલ્ટ થાય કે તરત જ લીમડાની પેસ્ટ તેની અંદર નાખી દો.હવે તેને હલાવતા રહો અને તે મેલ્ટ થતું જશે અને લીમડાની પેસ્ટ પણ તેમાં સારી રીતે મિક્સ થઇ જશે.
મિશ્રણ બરાબર મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી તરત જ તે મિશ્રણ વેસેલીન લગાવેલી ડબીઓમાં ભરી દો.

હવે તેને ફ્રીઝરમાં પાંત્રીસ થી ચાલીસ મિનીટ જમાવવા માટે મૂકી દો.

ચાલીશ મિનીટ બાદ સાબુ બહાર કાઢી લો ફ્રીઝરમાંથી. હવે તમારો સાબુ એકદમ તૈયાર છે. તમે તેને સામાન્ય સાબુની જેમ ઉપયોગ કરી શકો છો.મિત્રો તમે આ સાબુ જરૂર ઘરે બનાવો અને મેળવો અનેક ફાયદાઓ. મિત્રો આ સાબુમાં આપણને સૌથી ઓછા કેમિકલનો ઉપયોગ કર્યો છે. માત્ર ગ્લીસરીન સાબુનો ઉપયોગ કર્યો છે પણ અમે તમને ૧૦૦ % ગેરેંટી આપીએ છીએ કે બજારમાં જે લીમડાનો સાબુ મળે છે. તેના કરતા આ સાબુનું પરિણામ ખૂબ જ સારું મળશે. અને ગ્લીસરીન સાબુનો ઉપયોગ એટલે કરેલો છે કે જો તેનો ઉપયોગ ન કરીએ તો તમારી સાબુ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જાય છે.પરંતુ તમે ગ્લીસરીન સાબુનો ઉપયોગ કરીને પણ જો લીમડાનો આ રીતે સાબુ બનાવશો તો પણ તે ખૂબ જ લાભદાયી રહેશે તમારી ત્વચા માટે. એકવાર ઉપયોગ કરશો તો હંમેશને માટે આજ સાબુનો ઉપયોગ કરવાનું મન થશે.જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તેને અન્ય મિત્રો સાથે શૅર કરો અને લાઈક જરૂર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો..ધન્યવાદ