કેમ કરવામાં આવે છે ચરણ સ્પર્શ??, હિન્દૂ હોઈ તો અચૂક વાંચો આ લેખ…

0
210

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ હિન્દુ માન્યતા અનુસાર જ્યારે પણ તમે કોઈ વડીલને મળો છો ત્યારે તેના પગને સ્પર્શ કરો.અમે બાળકોને પણ આ શીખવીએ છીએ જેથી તેઓ વડીલોનો આદર કરે.વૈજ્ઞાનિક તર્ક મગજમાંથી મુક્ત થતી ઉર્જા આગળના પગ દ્વારા વર્તુળ પૂર્ણ કરે છે.આને કોસ્મિક ઉર્જાનો પ્રવાહ કહેવામાં આવે છે તેમાં ઉર્જા પ્રવાહ બે પ્રકારના હોય છેકાં તો વડીલના પગથી નાના હાથ સુધી અથવા નાનાઓના હાથથી વડીલોના પગ સુધી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં પગે લાગવાની એટલે કે ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે.

આપણે જ્યારે કોઇ વિદ્વાન કે ઉંમરથી મોટા વ્યક્તિને મળીએ છીએ ત્યારે તેમના પગ સ્પર્શ કરીએ છીએ આ પરંપરાને માન સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. ચરણ સ્પર્શ કરવાની પરંપરા માત્ર એક અભિવાદન કરવાની રીત જ નથી પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે શરીરમાં મસ્તિષ્કથી લઇને પગ સુધી સતત ઊર્જાનો સંચાર થાય છે તેને કોસ્મિક ઊર્જા કહેવામાં આવે છે આ રીતે જ્યારે આપણે કોઇ વ્યક્તિના પગનો સ્પર્શ કરીએ છીએ ત્યારે તેમની પાસેથી ઊર્જા લઇએ છીએ.

સામે રહેલાં વ્યક્તિના પગથી ઊર્જાનો પ્રવાહ હાથ દ્વારા આપણાં શરીરમાં પહોંચે છે.પગ સિવાય આપણે શરીરનો કોઇ અન્ય ભાગ સ્પર્શ કરીને આશીર્વાદ ન લેવા તેની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે. જ્યારે આપણે યોગ્ય પ્રક્રિયા સાથે ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે કમર નમે છે અને આપણાં ડાબા હાથની આંગળીઓ સામે રહેલાં વ્યક્તિના જમણા પગ અને જમણા હાથની આંગળીઓથી ડાબા પગનો સ્પર્શ કરીએ છીએ.

તેની પાછળ વૈજ્ઞાનિક વ્યાખ્યા છે કે આપણું શરીર અનેક તંત્રિકાઓથી મળીને બને છે આ તંત્રિકા આપણાં મસ્તિષ્કથી શરૂ થાય છે તો આપણાં હાથ અને પગની આંગળીઓએ પૂર્ણ થાય છે આ પ્રક્રિયામાં જ્યારે આપણે આંગળીઓથી વિરૂદ્ધ દિશાના પગનો સ્પર્શ કરીએ છીએ ત્યારે શરીરમાં વિદ્યુતીય ઊર્જાનું ચક્ર બને છે. સાથે જ સામે રહેલાં વ્યક્તિના શરીરની ઊર્જા આપણી અંદર પ્રવેશ કરે છે.પગના અંગૂઠાથી ખાસ શક્તિનો સંચાર હોય છે.

માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેષણીય શક્તિ હોય છે. આ જ કારણે આઆપના વડીલોના નમ્રતાપૂર્વક ચરણસ્પર્શ કરવાથી જે આશીર્વાદ મળે છે તેનાથી માણસની ઉન્નતિના રસ્તા ખુલી જાય છે કહે છે કે જે ફળ કપિલા નામમી ગાયના દાનથી મળે છે અને જે કાર્તિક અને જયેષ્ઠ માસમાં પુષ્કર સ્નાન દાન પુણ્યથી મળે છે એ પુણ્ય ફળ બ્રાહ્મણ વરના ચરણ વંદનથી મળે છે હિન્દુ સંસ્કારમાં લગ્નના સમયે કન્યાના માતા-પિતા દ્વારા આ ભાવથી વરના પગ સ્પર્શ કરે છે પગના અંગૂઠાથી પણ શક્તિનો સંચાર હોય છે

માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેક્ષણીય શક્તિ હોય છે. આ જ કારણે વડીલના ચરણ સ્પર્શથી જે આશીર્વાદ મળે છે તેનાથી અવિદ્યારૂપી અંધકાર નષ્ટ હોય છે અને માણસ ઉન્નતિ કરે છે આશિર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાખે છે. વરદાન સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓ આપણા પુરાણોમાં જોડાયેલ છે. તમે એવું સાંભળ્યું જ હશે કે પ્રાચીન સમયમાં ઋષિ મુનીઓ જયારે કોઈના પર ક્રોધિત થતા ત્યારે તેને શ્રાપ આપતા. અને જો કોઈની પર પ્રસન્ન થાય તો તેને આશીર્વાદથી સુખી કરતા કરતા.

માનવામાં આવે છે કે કોઈ મોટા પુરુષના મુખે નીકળેલ આશિર્વાદ ફળે છે. જનરલી જયારે આપણે કોઈના આશીર્વાદ લઈએ છીએ ત્યારે તેના ચરણનો સ્પર્શ કરીએ છીએ.આશીર્વાદ માટે ચાર શબ્દો બનાવવામાં આવ્યા છે. જેમકે આયુ વિદ્યા બાળ અને બુદ્ધિ. જે શુભકામનાઓ થી આયુ વિદ્યા બાળ અને બુદ્ધિમાં વધારો થાય તેને આશીર્વાદ કહેવામાં આવે છે વેલ આજે પણ સમાજમાં ઘણા બધા એવા લોકો છે જે પગનો સ્પર્શ કરીને વ્યવસ્થિત રીતે વૃધ્ધો કે તેમનાથી મોટા લોકોના આશીર્વાદ લે છે

ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બે ફાયદાઓ છે વૈજ્ઞાનિકો અનુંસાર આપણા શરીરમાં ઓપન એનર્જીના ત્રણ સેન્ટર્સ હોય છે હાથ પગ અને માથું. પગમાં ઓપન નાડી હોય છે જ્યાંથી ઉર્જાનો નિકાસ થાય છે. આશીર્વાદ લેતા આપણે હાથથી સામેના વ્યક્તિના પગને ટચ કરીએ છીએ. એટલેકે આપણી એનર્જીનો એક સેન્ટર બીજાની એનર્જીના સેન્ટરમાં સંપર્ક કરે છે આની પછી સામેના વ્યક્તિ પોતાનો હાથ આપણા માથા પર મુકે છે આનાથી એનર્જી સર્કીટ થાય છે અને આપણને સકારાત્મક ઉર્જા મળે છે

બીજો આધ્યાત્મિક ફાયદો એ છે કે જે લોકો માતા પિતા અને મોટા લોકોનું સમ્માન નથી કરતા તેમના માં સકારાત્મક ઉર્જાની કમી રહે છે આનાથી તેમણે પોતાની લાઈફમાં હેરાન થવાનું જ રહે છે કેમકે કોઈ ના આશીર્વાદ તો તેમના માથે રહેતા જ નહિ આનાથી બચવા દિલથી તેમના આશીર્વાદ લેવા તેથી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેતા સારા ફાયદાઓ થાય છે.

વધુ માહિતી આપતા હિંદુ ધર્મની પરંપરાઓ નું પાલન કરતા આજ પણ લોકો હજુ વડીલોના પગ સ્પર્શ કરતા હોઈ છે અને લગ્ન થયેલી મહિલાઓ આજે પણ તેની માંગમાં સિંદુર લગાવે છે આ પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ હાજર છે. ચાલો અમે તમને હિંદુ ધર્મની 10 એવી પરંપરાઓ વિશે જણાવીએ કે જેને વિજ્ઞાન પણ સલામ કરે છે નમસ્તે કરવું જયારે પણ આપણે કોઈ ને મળીયે છીએ ત્યારે આપણે હાથ જોડી તેને નમસ્કાર જરૂરથી કરીએ છીએ

નમસ્તે કરવા જયારે આપણે હાથ જોડીએ છીએ ત્યારે આપણી આંગળીઓ એકબીજાને સ્પર્શ કરે છે જેનાથી ઉત્પન્ન થવા વાળી એક્યુપ્રેશર આપણી આંખો, કાન અને મગજ પર સકારાત્મક પ્રભાવ પાડે છે.માંગ ભરવી લગ્ન થઈ ગયેલી મહિલાઓ તેની માંગમાં સિંદુર ભારે છે આ પરંપરા પાછળ પણ વૈજ્ઞાનિક તર્ક છુપાયેલું છે. જણાવવામાં આવે છે કે સિંદુરમાં હળદર, ચુના અને મરકરી હોઈ છે જે શરીરના બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે. તિલક કરવો કોઈ પણ શુભ કાર્ય દરમ્યાન મહિલાઓ અને પુરુષો તેના માથા પર તિલક જરૂરથી લગાવે છે.

તેની પાછળ વૈજ્ઞાનિક માન્યતા છે કે કુમકુમ અને તિલક લગાવાથી આપણી આંખો વચ્ચે માથા સુધી જવાવાળી નસમાં એનર્જી જળવાઈ રહે છે.જમીન પર બેસીને ખાવુ આજ પણ ઘણા લોકોના ઘરમાં લોકો તેના પરિવારના સદસ્યો સાથે જમીન પર બેસીને ખાવાનું ખાઈ છે. જમીન પર પલાઠી વાળીને બેસવાથી એક યોગ આસાન બને છે. આ આસનમાં બેસીને ખાવાથી મગજ શાંત રહે છે.

અને પાચનક્રિયા દુરુસ્ત રહે છે.કાન વીંધવા કાન વીંધવા ભારતીય પરંપરામાં તેનો સમાવેશ થાય છે. સળીયો જૂની આ પરંપરામાં કાન વિન્ધાવાથી માણસની વિચારવાની શક્તિ વધે છે. માથા પર ચોટી હિંદુ ધર્મમાં આજ પણ મોટાભાગના બ્રાહ્મણ તેના માથા પર શિખા રાખે છે. આ શિખા વિશે કહેવાય છે કે માથા પર જે પણ જગ્યાએ ચોટી રાખવામાં આવે છે તે જગ્યા પર દિમાગની બધી જ નસો મળે છે. જેથી એકાગ્રતા અને વિચારશક્તિ વધે છે. ઉપવાસ રાખવો હિંદુ ધર્મમાં ઉપવાસ રાખવાની પરંપરા ખુબ જ જૂની છે.

આયુર્વેદ મુજબ વ્રતથી પાચન ક્રિયા સારી રહે છે. તેની સાથે જ દિલને લગતી બીમારી અને ડાયાબીટીસ જેવી બીમારીઓ નો ખતરો ઓછો જોવા મળે છે. તુલસીની પૂજા આજે પણ ઘણા ઘરોમાં તુલસીનો છોડ લગાવી તેની પૂજા કરવામાં આવે છે. તેનો ઉપયોગ આયુર્વેદ ઔષધી માં પણ ઉપયોગ કરી શકાય છે અને ઘણી બીમારીઓ થી બચી શકાય છે. મૂર્તિની પૂજા હિંદુ ધર્મમાં લોકો દેવી દેવતાઓ ને પ્રસન્ન કરવા માટે મૂર્તિની પૂજા કરવામાં આવે છે.