કરોડો નો માલિક છે સાઉથ નો આ સુપર સ્ટાર,ફરે છે આવી મોંઘી મોંઘી ગાડીઓમાં,જીવે આવું રાજા જેવું જીવન..

0
475

આ લેખ માં તમારું સ્વાગત છે મિત્રો,આજે તમને આ લેખ માં જણાવીશું સાઉથ ના સુપર સ્ટાર જેમને લોકો માસ મહારાજા થી ઓળખે છે,એટલે કે રવિ તેજા.આજે તમને આ લેખ માં જણાવીશું કે આ સાઉથ ના સુપર સ્ટાર કેવી જેવી છે લાઈફ સ્ટાઇલ.આજે વાત કરીએ બોલિવૂડ ની તો બોલિવૂડ કરતા પણ સાઉથ ના અભિનેતાઓ ની બોલબાલા વધુ છે.અને સાઉથ ની બધી જ ફિલ્મો ખૂબ સારી રીતે દર્શાવવામાં આવે છે. છોડો આ બધું આપણે આજે વાત કરીશું રવિ તેજા વિસે.તો જાણીને એમના વિસે વધુ.આમ જોવા જઈએ તો સાઉથ સુપરસ્ટાર્સની તુલનાએ કોઈ આવી શકે તેમ નથી.અને એમાંથી જ એક છે રવિ તેજા.

સાઉથ માં રવિ તેજા ને એમના સેન્સ ઓફ હુમર અને એક્સન માટે ઓળખવામાં આવે છે.અને રવિ તેજા નું સાચું નામ રવિ શંકર ભૂપકીરાજુ છે.અને એમને આજ સુધી ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે.એમને એમના જીવન માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે.રવિ તેજાનો જન્મ 26 જાન્યુઆરી1968માં આંધ્રપ્રદેશમાં થયો હતો. રવિ તેજાના પિતા ફાર્માસિસ્ટ અને માતા હોમમેકર છે. રવિને બે નાના ભાઈઓ પણ છે. નાના ભાઈ ભરતનું જૂન, 2017માં રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. નાનપણમાં તેજા મોટા ભાગે નોર્થન ઈન્ડિયામાં રહેતો હતો. તેણે જયપુર, દિલ્હી તથા ભોપાલમાં પ્રાથમિક શિક્ષણ લીધું છે. જ્યારે માધ્યમિક શિક્ષણ વિજયવાડામાં લીધું છે. અહીંયા જ તેણે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.રવિ તેજા હાલ ઉંમર 52 વર્ષ છે.

શરૂઆતના દિવસોમાં રવિ તેજા ચેન્નાઈમાં યુવીએસ ચૌધરી તથા ગુનાશેખર સાથે રહેતો હતો. તેણે ફિલ્મ્સ કાર્થવ્યમ ‘ચૈતન્ય આજ કા ગુંડરાજ માં નાનકડાં રોલ કર્યાં હતાં. 1999માં તેલુગુ ફિલ્મ ની કોસમ’થી રવિ તેજાએ લીડ એક્ટર તરીકે કરિયર શરૂ કરી હતી. આ ફિલ્મ બાદ રવિ તેજાની સ્ટારડમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ રવિ તેજાએ એક પછી એક સફળ ફિલ્મ્સ આપી હતી. આ સાથે જ રવિ તેજાએ પોતાની ફીમાં વધારો કર્યો હતો.

રવિ તેજાએ ટીવી તથા ફિલ્મ્સમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.ડિરેક્ટર પુરી જગન્નાથની સાથે રવિ તેજાએ અનેક હિટ ફિલ્મ્સ આપી છે. કહેવાય છે કે પુરી જગન્નાથને કારણે જ રવિ તેજા આટલો મોટો સુપરસ્ટાર બન્યો છે. અક્ષય કુમારની ‘રાઉડી રાઠોર’એ રવિ તેજાની જ તેલુગુ ફિલ્મ હતી. બંનેએ સાથે ઘણી શાનદાર ફિલ્મ આપી હતી. અક્ષય કુમારની રાઉડી રાઠોર સાઉથમાં રવિ તેજાની ફિલ્મની જ રિમેક છે.તમને જણાવી દઇએ કે રવિ તેજા નાનપણથી જ બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન છે.

રવિ તેજા એ ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે. જેમાંથી આ છે.સિંદુરમ,ઈડિયટ,વેંકી,વિક્રમકુડુ, દુબઈ સીનૂ, કૃષ્ણા, ડૉન સીનૂ,બાલુપુ, બંગાલ ટાઈગર, રાજા ધ ગ્રેટ, ટચ ચેસી ચુડુ,નેલા ટિકટ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.2012માં ફોર્બ્સે 100 સેલિબ્રિટીઝનું એવું લિસ્ટ બહાર પાડ્યું હતું, જેની વર્ષની કમાણી 15 કરોડથી વધુ હતી. આ લિસ્ટમાં રવિ તેજા 50માં સ્થાને હતો. રવિ તેજા પાસે મર્સિડિઝથી લઈ રેન્જ રોવર, ફોર્ચ્યુનર જેવી મોંઘી કાર્સ છે.રવિ તેજાને માસ મહારાજા તરીકે ઓળખવામાં આવે છે. ટીવી પર રવિ તેજાની એક ફિલ્મ તો ટેલિકાસ્ટ થતી હોય છે.થિયેટર માં જ્યારે પણ રવિ તેજાની ફિલ્મ્સ આવે ત્યારે ચાહકો સિટી મારીને તેને વધાવતા હોય છે.

રવિ તેજા એક ફિલ્મ માટે 2થી પાંચ કરોડ રૂપિયાની ફી લે છે. હૈદરાબાદમાં તેનું ઘર છે અને એક ફાર્મ હાઉસ પણ છે. આ સિવાય પણ રવિ તેજાની અલગ-અલગ પ્રોપર્ટી છે.આ ઉપરાંત તે એન્ડોર્સમેન્ટથી પણ સારી એવી કમાણી કરે છે. રવિ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લૂનર ફૂટવિયરનો બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યો છે. આ ઉપરાંત તે લિકર બ્રાન્ડ લૉર્ડ એન્ડ માસ્ટરની એડ પણ કરી ચૂક્યો છે.રવિ તેજાએ 2000માં કલ્યાણી સાથે લગ્ન કર્યાં છે. તેને એક પુત્ર મહાધન ભૂપતિરાજુ તથા એક પુત્રી મોક્ષાધા ભૂપતિરાજુ છે.

આ અભિનેતા એ 26 મે 2002ના રોજ કલ્યાણી સાથે લગ્ન કર્યા હતા. તેને બે સંતાન છે. મોટી પુત્રીનું નામ મોક્ષદા છે, જ્યારે પુત્રનું નામ મહાધન ભુપતિરાજુ છે. 2012માં ફોર્બ્સે રવિ તેજાને 100 એવા સેલિબ્રિટીઝના લીસ્ટમાં સામેલ કર્યો હતો, જેની વાર્ષિક આવક 15.5 કરોડથી વધુ હતી. આ લિસ્ટમાં રવિ 50મા નંબર પર હતો.રવિ તેજા એ હાલ સુધી ઘણી ફિલ્મો માં કામ કર્યું છે અને એમની બધી જ ફિલ્મો હિટ જ થતી હોય છે.રવિ તેજા એ ઘણી સાઉથ ની અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી છે.

તમને જણાવી દઇએ કે અભિનેતા રવિનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો હોવા છતાં તેમનું બાળપણ જયપુર, દિલ્હી અને ભોપાલની ગલીઓમાં પસાર થયું છે.બાદમાં તે મુંબઈ પહોંચી ગયા.ત્યારબાદ તે મુંબઈથી પરિવાર સાથે વિજયવાડા ગયા હતા.અહીં તેમણે સિદ્ધાર્થ ડિગ્રી કોલેજમાં પ્રવેશ લીધો.પરંતુ ભણવામાં રસ ન હોવાને કારણે, તે મધ્યમ શાળા છોડીને ચેન્નઈ ગયો.તેમની ફિલ્મ્સની યાત્રા અહીંથી શરૂ કરી હતી.

નાનપણથી જ રવિ તેજા ને હિન્દી ફિલ્મો ના શોખીન હતા. તે જ સમયે,તેના પિતા તદ્દન અસ્પષ્ટ હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે તે જયપુર, દિલ્હી અને ક્યારેક ભોપાલમાં રોકાયા હતા.રવિએ આ સમયગાળા દરમિયાન ઘણી હિન્દી ફિલ્મો જોયેલી. તે સમયે તે મહાન અમિતાભ બચ્ચનનો યુગ હતો.બાળપણથી જ ફિલ્મો પ્રત્યે રવિનું વલણ વધતું રહ્યું. તેમણે અમિતાભને તેમનો આદર્શ માનવાનું શરૂ કર્યું.નકલ કરવીએ એમની ટેવ બની ગઈ હતી.

રવિ તેજાની ફિલ્મ કારકીર્દિની શરૂઆત બીજા મુખ્ય અભિનેતા તરીકે થઈ.મુખ્ય અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ નિકોસમ હતી.સ્ટ્રેનુ વેટલા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 1999 માં રજૂ કરવામાં આવી હતી.અને આ જ ફિલ્મે એમને બનાવી દીધો સાઉથ નો સુપર સ્ટાર.