કર્જ માં ડૂબેલા અનિલ અંબાણી પાસે છે આવી મોંઘી ગાડીઓ,સ્પીડ એવી કે જાણે ઇરોપ્લેન જાય,જોવો તસવીરો..

0
447

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.યસ બેન્કે અનિલ અંબાણીની કંપની, રિલાયન્સ ગ્રૂપના વડામથક ખાતે સત્તા મેળવી લીધી છે, જે એક સમયે વિશ્વના ટોચના 10 ધનિક લોકોમાં ગણાય છે.  યસ બેન્કે રૂ. 2,892 કરોડની લોન પરત નહીં કરવા અંગે આ કાર્યવાહી કરી છે.બેંકે નાગિન મહેલ ખાતે રિલાયન્સની ઓફિસના બે માળ પણ લઈ લીધા છે.

દેવામાં ડૂબી ગયેલા અનિલ અંબાણીની જીવનશૈલી હજી ખૂબ વૈભવી છે.  તેની પાસે દેશમાં બીજો સૌથી મોંઘો ઘર છે, અને ઘણી લક્ઝુરિયસ કારો પણ.અનિલ અંબાણી પાસે એવા વાહનો છે જે આંખના પલકારામાંથી ગાયબ થઈ શકે છે.અનિલ અંબાણી પાસે લેમ્બોર્ગિની ગેલાર્ડો છે તે 3.9 સેકંડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.તેની ટોચની ગતિ પ્રતિ કલાક 320 કિલોમીટર છે.રોલ્સ રોયલની ભારતમાં પસંદગીના કેટલાક જ છે.અનિલ અંબાણી પાસે રોલ્સ રોયસનું વિશિષ્ટ ફેન્ટમ વર્ઝન છે.

અનિલ અંબાણી પાસે એસ-ક્લાસ મર્સિડીઝ બેન્ઝ પણ છે.તે ભારતના કેટલાક બિલીનરોમાંનો એક છે જે પોતાની કાર ચલાવે છે.અનિલ અંબાણીના કાર કલેક્શનમાં રેન્જ રોવર વોગ પણ છે.અનિલ અંબાણી ઘણીવાર તેની ટોયોટા ફોર્ચ્યુનર કાર સાથે પણ જોવા મળે છે.એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પાસે હવે માત્ર એક કાર છે. તેમણે વકીલની ફી ચૂકવવા માટે પોતાની પાસેનાં તમામ ઘરેણાં વેચી દીધાં છે. અનિલ અંબાણીએ ખુદ શુક્રવારે બ્રિટનમાં એક કોર્ટને આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે તેઓ બહુ સાધારણ જિંદગી જીવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષના જાન્યુઆરીથી જૂન દરમ્યાન તેમણે 9.9 કરોડ રૂપિયાનાં ઘરેણાં વેચ્યાં છે. હવે તેમની પાસે કંઈ બચ્યું નથી. લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ અટકળો આધારિત મિડિયાના અહેવાલ છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોય્સ કાર નહોતી. હાલ માત્ર હું એક કારનો ઉપયોગ કરું છું.5281 કરોડ રૂપિયાનાં બાકી લેણાં,આ વર્ષે  22 મેએ ઇંગ્લેન્ડની હાઇ કોર્ટે અનિલ અંબાણીને 5281 કરોડ રૂપિયાનાં બાકી લેણાં અને કાનૂની પ્રક્રિયા પર ખર્ચ માટે સાત કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

તેમણે આ રકમ આ વર્ષની 12 જૂન સુધીમાં ચીનની ત્રણ બેન્કોને આ રકમ ચૂકવવાની હતી. અનિલ અંબાણી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. 15 જૂને ઇન્ડસ્ટ્રિયલ ઓર કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇનાની આગેવાનીમાં ચીનની બેન્કોએ તેમની એસેટ્સ વિશે માહિતી માગી હતી. આ વર્ષની 29 જૂને માસ્ટર ડેવિડસને અનિલ અંબાણીથી તેમની સંપત્તિઓ વિશે સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું.અનિલ અંબાણી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર,શુક્રવારે અંબાણી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની સામે હાજર થયા હતા. તેઓ હાલ ભારતમાં છે.

કોર્ટને તેમણે જણાવ્યું હતું કે તેમની પર તેમની માતાના 500 કરોડ અને પુત્ર અણમોલનું 310 કરોડ રૂપિયાનાં દેવાં છે. તેમણે એ પણ કહ્યું હતું કે તેમણે પાંચ અબજ રૂપિયા રિલાયન્સ ઇનોવેન્ચર્સને આપ્યા હતા. જોકે એ માટેના નિયમ અને શરતો તેમને યાદ નથી. જોકે હાલ તેમના રિલાયન્સ ઇનોવેન્ચર્સના 1.2 કરોડ શેરોની કોઈ વેલ્યુ નથી.તેમણે કોર્ટને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2019થી એક જાન્યુઆરી, 2020ની વચ્ચે બેન્કોમાં જમા તેમની રકમ 40.2 લાખ રૂપિયાથી ઘટીને 20.8 લાખ રૂપિયા પર આવી ગઈ છે.

આ ઉપરાંત કોર્ટને તેમણે કહ્યું હતું કે મારા ખર્ચ બહુ ઓછા છે. પત્ની અને પરિવાર મારો ખર્ચ ઉઠાવે છે. મારી જીવવાની પદ્ધતિ સાદી છે અને કોઈ આવક નથી. મારા કાનૂની ખર્ચ માટે મેં ઘરેણાં વેચીને રકમ એકત્ર કરી છે. જો હવે મારે વધુ ખર્ચ હશે તો કોર્ટથી મંજૂરી મળ્યા પછી હું મારી અન્ય સંપત્તિઓ વેચીશ.આ સિવાય કોર્ટે તેમને તેમની પાસેની યોટ, ક્રેડિટ કાર્ડનાં બિલો અને અન્ય વિગતો વિશે સવાલો કર્યા હતા.ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ ચાલી રહેલા નાદારીના કેસમાં આજે નવો વળાંક આવ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીની એક અપીલ પર કેન્દ્ર સરકાર અને ભારતીય સ્ટેટ બેન્ક પાસેથી આજે પ્રત્યુતર માંગવામાં આવ્યો જેમાં તેમણે તેમની બે કંપનીઓ વિરુદ્ધ 1200 કરોડ રૂપિયાની લોનની વસૂલાત માટે ચાલી રહેલા નાદારીના કેસમાં ચીનની લેણદાર બેન્કોને શામેલ કરવાની વિનંતી કરી છે.આ ચાઇનીઝ બેન્કોએ લંડનની એક અદાલતથી અંબાણી વિરુદ્ધ 71.7 કરોડ ડોલરની વસૂલાતનો આદેશ મેળવ્યો છે.

તેની સાથે જ અદાલતે અંબાણીની સંપત્તિઓ વેચીને વસૂલી કરવા પર મુકેલી રોક હાલપુરતી ચાલુ રાખી છે.અંબાણીને આ રાહત નાદારી કાયદાની કલમ 96 હેઠળ આપવામાં આવી છે. અદાલત તરફથી આ નિર્દેશ અંબાણીની સંપત્તિ વેચવાને લઇને એસબીઆઇનું સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે. ન્યાયધીશ વિપિન સાંધી અને રજનીશ ભટનાગરની ખંડપીઠે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (આઇબીબીઆઇ)ને પણ અંબાણીની અપીલ મામલે નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હી હાઇકોર્ટે આ મામલે ચીનની એ ત્રણ બેન્કોને નોટિસ ફટકારી છે, જેમણે અનિલ અંબાણીને લોન આપી હતી અને પરત વસૂલાત માટે તેની ઉપર કેસ કર્યો છે. કોર્ટના આ પગલાંથી ચીનની બેન્કો સામે મોટી મુશ્કેલી ઊભી થઇ શકે છે.નોંધનિય છે કે, ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઓફ ચાઇના અને ચાઇના ડેવલપમેન્ટ બેન્કે લંડનની કોર્ટમાં કેસ જીત્યો છે. આ બેન્કોના વકીલે કોર્ટમાં જણાવ્યુ હતુ કે, અનિલ અંબાણી ધિરાણકર્તા બેન્કોની એક રૂપિયાની પણ ચૂકવણી ન કરવી પડે તે માટે સંભવ તમામ પ્રયત્ન કરી રહ્યા છે.