કોઇને કહ્યા વગર કરી લો આ નાનો ઉપાય,ક્યારે પણ નહી ખુટે ધન….

0
452

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભગવાન હનુમાનજી ના અમુક એવા ઉપાય વિશે જેનાથી તમારા સંકટો દુર થઈ જાય છે સંકટ મોચન એટલે જે મુશ્કેલી દૂર કરે તે, હનુમાનજીની પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને તેમને નવ ગ્રહોની ખરાબ અસરમાંથી પણ બચાવે છે. હનુમાનજી આગળ નવે નવ ગ્રહ પાણી ભરે છે. સંકટ મોચન હનુમાન અષ્ટક સંત તુલસીદાસે લખેલી એવી પ્રાર્થના છે જેનાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમાં આઠ શ્લોક આવેલા છે જેમાં હનુમાનજી દુઃખ દૂર કરવા પોતાની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું અદભૂત વર્ણન છે.

મિત્રો માનવના જિંદગીની દરેક તકલીફોનું નિવારણ મહાવીર હનુમાનજીની પાસે છે, એવું માનવામાં આવે છે કે સંકટ મોચન મારુતિની કૃપાથી માનવીના દરેક દુખો દૂર થાય છે, જેમ કે આપણે બધા જાણીએ જ છીએ, મંગળવાર અને શનિવારના દિવસ મહાવીર હનુમાનજીને સમર્પિત છે અને જો તમે આ બંને દિવસે એની વિશેષ ભક્તિ પૂજાપાઠ કરતા હોય તો મારુતિનંદન આપનાથી ખુબ જ જલદી પ્રસન્ન થઇ શકે છે. દરેક વ્યક્તિ એજ ઈચ્છે છે કે, તેમની ઉપર સંકટ મોચન મહાબલી હનુમાનજીનો આશીર્વાદ બન્યો રહે, જેના માટે લોકો પોતાની તરફથી દરેક સંભવ પ્રયત્ન કરે છે.

મિત્રો ઘણા લોકો એવા છે જે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઉપાય અપનાવે છે. એવું કહેવામાં આવે છે કે, જેમની ભક્તિથી હનુમાનજી ખુશ થાય છે અને તેમના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ મહાબલી હનુમાનજીની જન્મ જયંતી દર વર્ષે ચૈત્ર માસની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે અને જો તમે ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે અમુક ઉપાય કરી શકો છો. હનુમાન જયંતિ ના દિવસે સવારના સમયે જલ્દી ઉઠીને સ્નાન કરી લેવું અને મહાબલી હનુમાનજી ની પ્રતિમા ને પણ સ્નાન કરાવવું, એ પછી તમે હનુમાનજી ને સાફ વસ્ત્ર પહેરાવીને એને સિંદુર અર્પિત કરવું.

મહાબલી હનુમાનજી એક એવા દેવતા છે જે કળિયુગમાં પણ પોતાના ભક્તોની પોકાર સાંભળે છે. હિંદુ ધર્મ અનુસાર મહાબલી હનુમાન રામના ભક્ત અને ભગવાન શિવના અંશ અવતાર માનવામાં આવે છે. જે લોકો બ્રહ્મચારી છે તેમના માટે હનુમાન જયંતીનું પર્વ ઘણું મહત્વ રાખે છે. ભક્ત હનુમાનજીને ઘણા નામોથી પોકારે છે ધાર્મિક ગ્રંથોમાં મહાબલી હનુમાનજીને વીરોના વીરની પદવી આપવામાં આવી છે. હનુમાનજીએ પોતાના આરાધ્ય ભગવાન શ્રી રામ અને સીતા માતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

આજે અમે તમને કયો ઉપાય કરવાથી તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો, તેના વિષે જાણકારી આપવાના છીએ અને જો તમે આ સાધારણ ઉપાય અપનાવી લો છો, તો તેનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી મનોકામના પુરી થઈ શકે છો ઘણા લોકો છે જે મંગળવારના અને શનિવારના દિવસે સંકટ મોચનની કૃપા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ રીત અપનાવે છે, જેથી હનુમાનજી એનાથી પ્રસન્ન થઇ શકે અને એમની કૃપાથી તેમનું જીવન સારું થઇ શકે.

જો તમને કપીશની કૃપા પ્રાપ્ત થાય છે તો તમારા જીવનની દરેક અઘરી સમસ્યા પણ દુર થઇ જાય છે અને તમારી જિંદગીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા દુખ આવતા નથી. આજે અમે તમને એવા સરળ ઉપાયો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જો તમે મંગળવારના દિવસે કરો છો તો એનાથી હનુમાનજી તમારા કષ્ટ દૂર કરશે. તો ચાલો જોઈએ મંગળવારના દિવસે હનુમાનજીની કૃપા મેળવવાના સરળ ઉપાય.

જો તમારું જીવન કષ્ટીપૂર્વક પસાર થઇ રહ્યું હોઈ, તમે તમારા જીવનની તકલીફોથી ખુબ જ થાકી ગયા હો હનુમાનજી તમારી સહાયતા કરશે, તમે મંગળવારના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાં ચાર લવિંગ અને એક લીંબુ લઈને જવું, હનુમાનજીને લીંબુ ની ઉપર ચાર લવિંગ લગાવીને સમર્પિત કરવું, એની સાથે જ તમારે મહાવીર હનુમંતનો બીજ મંત્ર ॐ ऐं भ्रीम हनुमते, श्री राम दूताय नम: નો 108 વાર જાપ કરવો, જયારે તમારો જાપ પૂરો થઇ જાય ત્યારે મારુતિનન્દનને તમારી ઈચ્છા કહેવી, ત્યારબાદ લીંબુને તમારી સાથે લઇ લેવું અને આ લીંબુને તમારી પાસે જ રાખવું, એનાથી તમારી સમસ્યા મહાવીર હનુમાનજી ખુબ જ જલ્દી દુર કરશે.

મિત્રો જો તમે તમારી દરેક સમસ્યા ને દુર કરવા માંગતા હોય તો તેના માટે તમે કોઈ પણ જુના હનુમાનમંદિરમાં જાઓ અને તમારી સાથે એક નારિયેળ લઈને જવું. હનુમાનજીની મૂર્તિ સામે ઉભા રહીને એ નારિયેળને તમારા માથાથી લઈને પગ સુધી સાતવાર ઉતારીને જોરથી ત્યાં જ ફોડવું, એ પછી બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આ ઉપાય ચુપચાપ કરવો અને આ ઉપાયનો લાભ સાત દિવસમાં દેખાવા લાગશે.

મિત્રો શુભફળની પ્રાપ્તિ માટે તમારે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને એક નારિયેળ પર સિંદુરથી સાથીયાનું ચિન્હ બનાવવું. તે નારિયેળ હનુમાનજીને ભેટ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આ ઉપાયને મંગળવારના દિવસે જો કરશો તો એનાથી તમારી જિંદગીની પરેશાનીઓ હંમેશા માટે દૂર થશે અને સંકટમોચન મહાવીર હનુમાનજીના આશીર્વાદ તમારી વરસશે. આ ઉપાય કરવાથી તમને શીઘ્ર શુભફળની પ્રાપ્તિ થશે.

જો તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે અત્યારથી તૈયારી કરવી પડશે. હનુમાન જયંતી પર હનુમાનજીની વિશેષ કૃપા મેળવી શકાય છે. તેના માટે તમે 8 એપ્રિલ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો અને રોજ નિયમિત રૂપથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને હનુમાનજીની પ્રતિમા અથવા ફોટાના માથા પર ગાયના ઘી માં મિક્સ કરેલા સિંદૂરનું તિલક લગાવો. ત્યારબાદ તમારે 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે.

તમે આ ઉપાય નિયમિત રૂપથી કરો અને છેલ્લા દિવસે એટલે કે હનુમાન જયંતીના દિવસે તમે સુંદરકાંડનો પાઠ કર્યા પછી હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ લગાવો. જો તમે આ સરળ ઉપાય કરો છો તો તેનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પુરી કરશે. હનુમાનજી પોતાના ભક્તોની સાચી ભક્તિ જુએ છે, અને તેમને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ વસ્તુની જરૂર નથી. તમે આ સાધારણ રીતથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

હનુમાન જન્મોત્સવનો દિવસ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. એટલા માટે તમે આ ઉપાય જરૂર અપનાવો. તેનાથી બજરંગબલી તમારા જીવનના કષ્ટ દૂર કરશે અને તેમની કૃપાથી તમારું જીવન ખુશહાલ બનશે. જીવનમાં જે પણ સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તેનું સમાધાન બજરંગબલી અવશ્ય કરશે અને જો તમે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા છો તો રામ નામનો જાપ જરૂરથી કરો કારણ કે આવું કરવાથી હનુમાનજી આવનારું સંકટ દૂર કરી દેશે

અને મંગળવાર અને શનિવારે વ્રત રાખો અને નિર્ધનને ભોજન કરાવો તેમજ આવું કરવાથી હનુમાનજીની કૃપાથી ધન અને અનાજની ખોટ ક્યારેય રહેશે નહીં અને મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો આવું કરવાથી બજરંગબલીની કૃપા દ્રષ્ટિ બની રહેશે અને જો તમે મંગળવારે અને શનિવારે રામ રક્ષા સ્ત્રોત પાઠ કરો અને હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવો અને આવું કરવાથી તમામ સમસ્યાઓનું નિવારણ થશે.