કામદેવ સાથે જોડાયેલી કેટલીક રહસ્યમયી વાતો, જેને દરેક સ્ત્રી પુરુષે જરૂર જાણવી જોઈએ..

0
135

હિન્દુ ધર્મગ્રંથમાં કામદેવને પ્રેમ અને આકર્ષણનો દેવ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવેલ વાર્તાઓ અનુસાર કામદેવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો પુત્ર છે. એવું માનવામાં આવે છે કે કામદેવે દેવી રતિ સાથે લગ્ન કર્યા હતા. સનાતન પરંપરા માં પુરુષાર્થચતુષ્ટય ના હેઠળ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પ્રમુખ વસ્તુ બતાવવામાં આવી છે. જો આમાં કામ ની વાત કરીએ તો બધી પ્રકારની કામનાઓ અને ઈચ્છાઓ નું નામ કામ છે. સનાતન પરંપરા માં ધર્મ ની મર્યાદા માં રહીને કામ માં પ્રવૃત થવાની વાત કહેવામાં આવી છે. શાસ્ત્રો માં કામદેવ ને કામ ના દેવતા માનવામાં આવ્યા છે.

કોના અવતાર છે કામદેવ.કામદેવ ને હિંદુ દેવી શ્રી ના પુત્ર અને કૃષ્ણ ના પુત્ર પ્રદ્યુમ્ન નો અવતાર માનવામાં આવ્યા છે. એક કથા ની અનુસાર ભગવાન શિવ એ જયારે કામદેવ ને ભસ્મ કરી દીધા હતા, ત્યારે કામદેવ એ પોતાના શરીર ને પાછુ મેળવવા માટે ઘણા પ્રયાસ કર્યા. જેના પછી ભગવાન શિવ એ કામદેવ એ સ્ત્રી પુરુષો ના અંગો ની સિવાય બીજી કોઈ વસ્તુઓ ઉપર વાસ કરવાનો અધિકાર પ્રદાન કર્યો.

અહિયાં થાય છે કામ નો વાસ.કામદેવ નું નિવાસ યૌવન, સ્ત્રી, સુંદર ફૂલ, ગીત, પરાગકણ, પક્ષીઓ નો સ્વર, સુંદર બાગ – બગીચા, વસંત ઋતુ, ચંદન, કામ વાસના, ધીમો પવન, સુંદર ઘર, આકર્ષક વસ્ત્ર અને આભુષણ ધારણ કરેલા અંગો ઉપર છે.

કામદેવ ના અસ્ત્ર શસ્ત્ર.કામદેવ ના અસ્ત્ર શસ્ત્ર માં વિશેષ રૂપ થી ધનુષ બાણ નો ઉલ્લેખ મળી આવે છે. કામ ના દેવતા નું ધનુષ હંમેશા પીળું માનવામાં આવ્યું છે. તીર કામદેવ નું સૌથી મહત્વપૂર્ણ શસ્ત્ર છે. કામદેવ નું ધનુષ શેરડી નું છે જેના ત્રણ ખૂણા છે જે ત્રણેય લોક, ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નું પ્રતિક માનવામાં આવે છે. આ ધનુષ આ વાત ને દર્શાવે છે કે મનુષ્ય માટે સૃષ્ટી નો વિકાસ કરવા માટે કામ જેટલું આવશ્યક છે, તેટલું જ કર્મ અને મોક્ષ ની પ્રાપ્તિ પણ જરૂરી છે.

જયારે ચાલે છે કામ નું તીર.કામદેવ પોતાના જે શસ્ત્ર થી બીજા ના મન માં પ્રેમ નો ભાવ જગાવે છે, તેના માટે તે પુષ્પ ના પાંચ બાણ નો પ્રયોગ કરે છે. કામદેવ ના ધનુષ બાણ ની ખાસિયત છે કે તેનાથી ઘાયલ થયા બાદ પણ વ્યક્તિ આનંદ અને મીઠાસ અનુભવે છે. સૌથી વધારે મહત્વ ની વાત એ છે કે તેનો ચાલવાનો કોઈ અવાજ નથી આવતો.

કામદેવના અસ્ત્ર શસ્ત્ર તરીકે ધનુષ્ય અને બાણનો ઉલ્લેખ મળે છે. કામદેવ બાણ ચલાવીને મનુષ્યને પ્રેમમાં પ્રયોજે છે. કામના દેવતાનું ધનુષ્ય હમેંશા પીળા રંગનું માનવામાં આવે છે. તીર કામદેવ એ સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવે છે. કામદેવના ધનુષ્ય શેરડીનું બનેલું છે. જેના ત્રણ ખૂણા છે જે ત્રણ લોક, ત્રણ દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. આ ધનુષ્ય એ વાત જણાવે છે કે મનુષ્ય માટે સૃષ્ટિનો વિકાસ કરવા માટે કામ જેટલો આવશ્યક છે તેટલો જ કર્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ જરૂરી છે.કામદેવ પોતાના જે શસ્ત્રોથી બીજા મનુષ્યના મનમાં પ્રેમભાવ જગાવે છે તે માટે તે પુષ્પના પાંચ બાણનો પ્રયોગ કરે છે તેમ માનવામાં આવે છે. કામદેવના ધનુષ્ય અને બાણની ખાસિયત એ છે તેનાથી ઘાયલ થવા છતાં વ્યક્તિને આનંદ અને પ્રેમનો સુખદ અનુભવ થાય છે.

આથી જ હિંદુ ધર્મમાં લગ્નનું વિશેષ મહત્વ છે. તે મર્યાદામાં રહીને કામની તૃપ્તિ અને ભોગ ભોગવવા માટે છે. કામથી માણસને જે સુખ મળે છે તે પણ એટલું જ જરૂરી છે.અલબત્ત પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ તેનું એટલું જ મહત્વ છે. તેઓ કામને સેક્સ તરીકે ઓળખે છે. જ્યારે ભારતમાં તેને રતિક્રિયા, સંભોગ, સહશયન જેવા નામ આપવામાં આવ્યા છે. દાંપત્યજીવનના પાયામાં માનવીની કામ વિશેની જરૂરિયાત છે. ચોક્કસ ઉંમરે તેની પ્રાપ્તિ થવી બેહદ જરૂરી માનવામાં આવી છે. આથી એ વિશે સૂગ કે અણગમો રાખવાની જરૂર નથી. સૃષ્ટિનું જીવનચક્ર તેના પર આધાર રાખે છે.