જાણો કમાણીનો કેટલો હિસ્સો દાન કરવો જોઈએ? શાસ્ત્રોમાં છે એનું વર્ણન…

0
284

સનાતન હિન્દુ પરંપરામાં ઘણા પ્રકારનાં દાન અગે કહેવામાં આવ્યું છે,જે કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાથી ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે.શાસ્ત્રોમાં દાનનો ઉપાય સામાન્ય જીવનમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા જણાવવા માં આવ્યું છે,જેના આધારે ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે.ચાલો આપણે જાણીએ જેને મહાદાન કહેવામાં આવે છે અને તે દાન કરવાથી કલ્યાણ થાય છે.દાનમાં પૈસા સિવાય અન્ન,જળ,શિક્ષા,ગાય,બળદ જેવી ચીજો સામેલ હોય છે.

દાન કરવું આપણું કર્તવ્ય અને ધર્મ હોય છે. શાસ્ત્રોમાં દાન કરવાનું મહત્વ પણ જણાવવામાં આવેલું છે.ધર્મગ્રંથનાં એક શ્લોક અનુસાર दानं दमो दया क्षान्ति: सर्वेषां धर्मसाधनम् ॥ –याज्ञवल्क्यस्मृति, गृहस्थ। આ શ્લોકનો અર્થ છે દાન અંતઃકરણનું સંયમ, દયા અને ક્ષમાને સામાન્ય ધર્મ સાધન બરાબર માને છે.દાન એક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે. દાન કરવાથી સમાજમાં સંતુલન જળવાઈ રહે છે.જ્યારે અમીર લોકો દાન કરે છે,તો કોઈ નિર્ધન પરિવારનું ભરણ પોષણ થાય છે.

ભારતીય સંસ્કૃતિ અનુસાર દરેક પ્રાણીમાં પરમાત્મા નિવાસ કરે છે.એટલા માટે કોઈએ પણ ભુખ્યા રહેવું જોઈએ નહીં. જો તમે દાન-ધર્મ કરો છો તો આપણી સંસ્કૃતિ અતુટ જળવાઈ રહે છે.એટલા માટે તે ખુબ જ જરૂરી હોય છે કે તમારે પોતાની મરજીથી અને દિલ ખોલીને દાન કરવું જોઈએ.સવાલ એવો પણ આવે છે કે આપણે કેટલું દાન કરવું જોઈએ. આ વાતની જાણકારી પણ શાસ્ત્રોમાં આપવામાં આવેલી છે.તેમાં જણાવવામાં આવેલું છે કે વ્યક્તિએ પોતાની કમાણીનો કેટલો હિસ્સો દાનનાં રૂપમાં વહેંચી દેવો જોઈએ.આ એમાઉંટ જાણતા પહેલાં ચાલો જણાવીએ કે દાન કેટલા પ્રકારના હોય છે.

નિત્ય દાન.આ એક એવું દાન છે, જેમાં વ્યક્તિ કોઈપણ પરોપકારની ભાવના રાખતો નથી. તે પોતાના દાનનાં બદલામાં કોઈ પણ ફળની ઈચ્છા પણ રાખતો નથી. તેને નિસ્વાર્થ બનીને દાન કરે છે. તેના બદલામાં તેને કંઈ જોઈતું હોતું નથી. આવા દાનને નિત્ય દાન કહેવામાં આવે છે.નૈમિતિક દાન.જ્યારે કોઈ વ્યક્તિનાં પાપનો ઘડો ભરાઈ જાય છે તો તે પાપ ને શાંત કરવા માટે વિદ્વાન બ્રાહ્મણોનાં હાથમાં આ દાન રાખવામાં આવે છે. આ પ્રકારનાં દાનને નૈમિત્તિક દાન કહેવામાં આવે છે.

કામ્ય દાન.જ્યારે કોઈ વ્યક્તિને સંતાન,સફળતા,સુખ,સમૃદ્ધિ અને સ્વર્ગની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તો તે દાન ધર્મ કરે છે.તેને કામ્ય દાન કહેવામાં આવે છે.વિમલ દાન.જ્યારે આપણે ભગવાનને ખુશ કરવા માટે કોઈ દાન કરીએ છીએ,તો તેને વિમલ દાન કહેવામાં આવે છે.દાન કોને કરવું જોઈએ.ધન-ધાન્યથી સંપન્ન વ્યક્તિ જ દાન આપવાના અધિકારી હોય છે.ગરીબ અને મુશ્કેલીઓમાં પોતાની આજીવિકા ચલાવનાર વ્યક્તિએ દાન આપવાની આવશ્યકતા નથી. શાસ્ત્રોનું વિધાન આવું કહી રહ્યું છે. માન્યતા છે કે જો વ્યક્તિ પોતાના માતા-પિતા પત્ની તથા બાળકોનો હિસ્સો કાપીને દાન કરે છે, તો તેને પુણ્ય મળતું નથી.દાન હંમેશા સુપાત્ર વ્યક્તિએ જ કરવું જોઈએ.

કમાણીનો કેટલો હિસ્સો દાન કરવું જોઈએ.ધર્મગ્રંથ માં વર્ણિત શ્લોક અનુસાર न्यायोपार्जितवित्तस्य दशमोशेन धीमत:। कर्तव्यो विनियोगश्च ईश्वरप्रीत्यर्थमेव च ॥ તેનો અર્થ છે કે ન્યાયપૂર્વક એટલે કે ઈમાનદારી થી કમાવવામાં આવેલ ધનનો ૧૦મો ભાગ દાન કરવો જોઈએ.આ દાન કરવું આપણું કર્તવ્ય છે.આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.નજે વ્યક્તિ પોતાની પત્ની,પુત્ર અને પરિવારને દુઃખી કરીને દાન કરે છે,તે દાન ક્યારેય પુણ્ય પ્રદાન નથી કરતું.દાન ઘરના દરેક સભ્યોની ખુશી સાથે કરવું જોઈએ.

જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરે જઈને કરેલું દાન વધુ સારું માનવામાં આવે છે.જરૂરિયાતમંદ વ્યક્તિને ઘરે બોલાવીને કરેલું દાન મધ્યમ ફળદાયક માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ ગાયો, બ્રાહ્મણો અને દર્દીઓને દાન કરી રહ્યો છે તો તેને દાન કરતા રોકવું ન જોઈએ.આવું કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.તલ,કુશ,જળ અને ચોખા આ વસ્તુઓને હાથમાં લઈને દાન આપવું જોઈએ.અન્યથા તે દાન દૈત્યોને પ્રાપ્ત થઈ જાય છે.દાન આપનારનું મુખ પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ અને દાન આપનારનું મુખ ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ.આવું કરવાથી દાન આપનાર વ્યક્તિની ઉંમર વધે છે અને દાન લેનાર વ્યક્તિની પણ ઉંમર ઓછી નથી થતી.પિતૃદેવને તલની સાથે તથા દેવતાઓને ચોખાની સાથે દાન આપવું જોઈએ.

વ્યક્તિને પોતાના દ્વારા યોગ્ય રીતે કમાયેલા ધનનો દસમો ભાગ કોઈ શુભ કામમાં લગાવવો જોઈએ.શુભ કામ જેમ કે, ગૌશાળામાં દાન કરવું, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું,ગરીબ બાળકો માટે શિક્ષાની વ્યવસ્થા કરવી વગેરે.ગાય,ઘર,વસ્ત્ર,શય્યા તથા કન્યા, તેનું દાન એક જ વ્યક્તિને કરવું જોઈએ.ગૌદાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.જો તમે ગૌદાન ન કરી શકતા હોવ તો કોઈ દર્દીની સેવા કરવી,દેવતાઓનું પૂજન,બ્રાહ્મણ અને જ્ઞાની લોકોના પગ ધોવા, આ ત્રણેય કર્મો પણ ગૌદાન સમાન પુણ્ય ફળ આપનારા કર્મ છે.