“કલિયો કા ચમન”વાળી આ અભિનેત્રી 40 વર્ષે પણ દેખાઈ છે ખૂબ જ હોટ અને બોલ્ડ,જોવો તસવીરો….

0
307

ફિલ્મ અને ટેલિવિઝન એક્ટ્રેસથી લઈને મોડેલ કે જેણે બોલિવુડમાં સુપરડુપર હિટ રિમિક્સ આપીને ગ્લેમર ગર્લનું નામ મેળવ્યુ છે તેવી 16 એકટ્રેસ વિશે જાણીએ થોડુ અજબ-ગજબ.આ તમામ રિમિક્સ બોલિવુડમાં એવરગ્રીન પુરવાર થયા છે.તો જાણો રિમિક્સને હીટ બનાવનાર કઈ છે આ બ્યુટીફુલ બેબ્સ.મેઘના નાયડુ-વેરી હીટ રિમિક્સ કલિયો કા ચમન જે માત્ર બે મિનિટનુ છે તેની સ્ટાર મેઘના નાયડુ આજે પણ આ ગીત સાંભળવા મળે ત્યારે યાદ આવી જાય.આ સોંગ વર્ષ 2000માં રિલિઝ થયુ હતુ.આ રિમિક્સ 1981ની ફિલ્મ જ્યોતી જેનુ સોંગ થોડા રેશમ લગતા હે જે લત્તા મંગેશકરે ગાયુ હતુ તેના પરથી બનાવવામાં આવ્યું હતુ.

વર્ષ ૨૦૦૨માં એક મ્યુઝિક વિડીયો આવ્યો હતો “કલીયો કા ચમન”. તે સમયમાં તે ખૂબ જ પોપ્યુલર થયો હતો. આ વીડિયોમાં એક્ટ્રેસ મેઘના નાયડુ હતી. આ ગીત બાદ તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. ૧૯ સપ્ટેમ્બરના રોજ મેઘના ૪૦ વર્ષની થઈ ગઈ છે. તેવામાં તેમના જન્મદિવસ પર અમે તેમના વિશે આ આર્ટિકલમાં અમુક દિલચસ્પ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તેમના વિશે જાણીએ.

મેઘના નાયડુનો જન્મ 19 સપ્ટેમ્બર 1980 ના રોજ થયો છે. એ એક ભારતીય અભિનેત્રી છે જેણે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો .તે તેલુગુ , તમિલ, કન્નડ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

ફ્લોપ કારકિર્દીમેઘનાએ ૧૯ વર્ષની ઉંમરથી જ કામ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. ૧૯૯૯માં તેમણે તેલુગુ ફિલ્મ “પ્રેમ સાક્ષી” માં કામ કર્યું હતું. પછી અમુક કન્નડ ફિલ્મોમાં કામ કર્યા બાદ કલીયો કા ચમન ગીત તેમને મળ્યું. આ ગીત હિટ થયું તો તેમને ૨૦૦૪માં બોલીવુડ મુવી મળી ગઈ. તેમાં તેમણે ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા.

જોકે આ ફોર્મ્યુલાએ કામ કર્યું નહીં અને તેઓ બોલિવૂડમાં કોઇ ખાસ નામ કમાઈ શકેલ નહીં. જોકે તેમણે “એકે ૪૭”, “જેકપોટ”, “ધ મની ગેમ”, “માશૂકા”, “રેન”, “બેડ ફ્રેન્ડ”, “એટ: ધ પાવર ઓફ શનિ”, “રિવાજ”, “ઇશ્ક દીવાના” જેવી ફિલ્મોમાં કામ પણ કર્યું. તેમણે ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર્સ પણ કર્યા. ફિલ્મો સિવાય તે જોધા અકબર, અદાલત અને સસુરાલ સિમર કા જેવા ટીવી શોમાં પણ જોવા મળેલ હતી.

ગુપચુપ લગ્નજ્યારે બોલિવૂડમાં કોઇ ખાસ વાત બની નહીં તો મેઘનાએ ૨૫ ડિસેમ્બર ૨૦૧૬નાં રોજ ટેનિસ પ્લેયર લુઈસ મિગુલ રીસ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન તેમણે ગુપચુપ રીતે કર્યા હતા. લગ્નમાં ફક્ત નજીકના લોકોને સામેલ થયા હતા. મેઘના જણાવે છે કે તેમને તડક ભડક સાથે લગ્ન કરવા પસંદ નથી. તેમણે પોતાના લગ્નની વાત દુનિયાથી ૨ વર્ષ સુધી છુપાવી રાખી હતી.

મેઘના પતિ લુઈસ તેનાથી ઉંમરમાં ૧૦ વર્ષ મોટા છે. લગ્ન પહેલાં બંને એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યું હતું. લુઇસ સાથે મેઘનાની પહેલી મુલાકાત ૨૧ વર્ષ પહેલા ટેનિસ કૌર્ટ પર થઈ હતી. મેઘનાનાં પાપાએ તે બન્નેની મુલાકાત કરાવી હતી. જોકે ઉંમરમાં અંતર હોવાને કારણે તેમને ત્યારે લાગ્યું હતું કે આ સંબંધ ચાલી શકશે નહીં.

જોકે અમુક સમય બાદ બંને સોશિયલ મીડિયા પર કનેક્ટ થયા. ખૂબ જલ્દી બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. જ્યારે મેઘનાએ પોતાના પિતાને જણાવ્યું કે તે લૂઇસને ડેટ કરી રહી છે, તો તેઓ ખૂબ જ ખુશ થયા હતા.

નાની ઉંમરમાં ઘરમેઘનાએ ૨૩ વર્ષની ઉંમરમાં મુંબઇમાં પોતાનું ઘર લીધું હતું. તે તેના પિતાની સલાહ હતી કે બેંકમાં પૈસા જમા કરવાથી વધુ સારું રહેશે કે ઘર ખરીદીને ઇન્વેસ્ટ કરે. મેઘનાએ કલીયો કા ચમન હિટ થયાનાં ૬ મહિના બાદ પોતાનું ઘર લીધું હતું. ઘર ખરીદવા માટે તેમણે લોન પણ લીધી હતી. તેના પૈસા ચૂકવવા માટે તેણે દિવસ-રાત સતત મહેનત કરી છે.