કાળા ભમ્મર વાળ જોઈએ છે તો જાણી લો આ સફળ ઘરેલુ ઉપચાર,અઠવાડિયા માં વાળ થઈ જશે કાળા કોલસા જેવા….

0
311

આજકાલ વાળ નાની ઉંમરે સફેદ થવાની સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. વળી અનેક લોકોને નાની ઉંમરે સફેદવાળીની ચિંતા પણ સતાવે છે. જેમાં વાતાવરણ, પ્રદૂષણ, આપણી જીવનશૈલી, ખાવા-પીવાની રીતભાત જેવી અનેક વસ્તુઓ અસર કરી જાય છે. વળી બજારમાં હાલ કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ આપણે વાળને ડેમેજ કરી જાય છે. સાથે જ હેરફોલ પ્રોબ્લેમના કારણે પણ વાળ સફેદ થવા છે.

એવા સમયે તેને છુપાવવા માટે યંગસ્ટર્સ કેમિકલયુક્ત હેર કલર વાપરવાનું શરૂ કરી દે છે. જે બીજા આસપાસના વાળને પણ સફેદ કરવા લાગે છે. ત્યારે જો તમે પ્રાકૃતિક ઉપચાર દ્વારા વાળને કાળા રાખવા પ્રતિબદ્ધ હોવ તો અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઇને આવ્યા છીએ. વિગતવાર જાણો.વાળ સફેદ થવા પાછળના કારણો પણ હોય છે અમે તમને અહીં પહેલા એ જણાવીશું.

વિટામિનની ઉણપ.

વાળ સફેદ થવા પર કરવામાં આવેલ શોધ અનુસાર જાણવા મળ્યું કે ઘણીવાર આપણા શરીરમાં વિટામિનની ઊણપ થઈ જાય છે અને આ ગુણોને કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. જે લોકોને બી-૬, બી-૧૨, વિટામિન-ડી અથવા વિટામીન-ઈ ની ઉણપ હોય છે, તેમને વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો તમને વાળ સફેદ થઈ રહ્યા છે તો વિટામિનનો રિપોર્ટ જરૂર કરાવો.

વારસાગત

ઘણીવાર વાળ સફેદ થવાની પાછળ વારસાગત એટલે કે અનુવાંશિક કારણ હોય છે. જો આપણા પરિવારમાં કોઈ વ્યક્તિને વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે, તો આપણને પણ જલ્દી વાળ સફેદ થવાની સંભાવના રહેલી છે. વર્ષ ૨૦૧૩ માં પ્રકાશિત ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલૉજિસ્ટ, ન્યુરોલોજી અને લેપ્રોલોજી અનુસાર વારસાગત કારણોને લીધે પણ આપણા વાળ પર અસર પડે છે. જો આપણા પરિવારના કોઈ સભ્યને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે અથવા ખરવા લાગે છે તો આપણા વાળને પણ સફેદ થવાનો અને ખરવાનો ખતરો રહે છે.

તણાવ રહેવો

તણાવને કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થાય છે. વધુ પડતો તણાવ હોવાને કારણે વ્યક્તિના મગજ પર પણ ખરાબ અસર પડે છે. વળી અમુક લોકોને વાળ સફેદ થવા લાગે છે અથવા ખરવા લાગે છે. હકીકતમાં આપણે જ્યારે વધુ પડતો તણાવ લઈએ છીએ ત્યારે આપણા બ્રેઈન સેલ્સ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે અને વાળ કમજોર થવા લાગે છે.

તેલ ન લગાવવું

તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે. તેથી વાળ પર તેલ ઓછું હોવાને કારણે વાળ કમજોર થવા લાગે છે અને ઘણી વખત સફેદ પણ થવા લાગે છે. એટલા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત વાળને તેલથી માલિશ જરૂર કરવું.

આ રીતે કરો સફેદ વાળને કાળા

આમળાં વાળ કાળા કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આમળાંની સિઝનમાં રોજે એક આમળું ખાવું જોઇએ કે પછી તેનો જ્યૂસ પીવો. તેમાં વિટામિન સી ભરપૂર હોય છે જે કોરોના કાળમાં તમારી ઇમ્યૂનિટી પણ વધારશે. આ સિવાય આમળાંના પાઉડરને વાળમાં મેંદીની સાથે લગાવવાથી પણ વાળ કાળા થવા લાગશે. આ નુસખો ચાલીસની ઉંમર સુધી કારગત નીવડે છે. આ નુસખો ચાલીસની ઉંમર સુધી કારગત નીવડે છે.

આ સિવાય દહીં પણ વાળ કાળા કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમા કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. વાળ કાળા કરવા માટે એક વાટકી દહીંમાં બે ટામેટાં ક્રશ કરીને નાખો, ત્યારબાદ તેમાં અડધું લીંબુ અને પાંચ ચમચી નીલગીરીનું તેલ ઉમેરો. આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર માથામાં લગાવોડુંગળીનો રસ પણ ખોડો દૂર કરવાની સાથે વાળનો ગ્રોથ વધારવાના કામ ઉપયોગી થાય છે. જો કે દરેક લોકોને ડુંગળીના રસ સદતો નથી. માટે પહેલા ટ્રાયલ કરો અને પછી લગાવો. ડુંગળીમાં કેટાલેસ એન્ઝાઇમ વાળને કાળા કરવામાં મદદ કરે છે. આ માટે ડુંગીને પીસીને તેનો રસ વાળમાં લગાડી શકાય છે.બાવળની છાલને મહેંદીમાં ભેળવીને લગાવાથી પણ વાળ કાળા અને મુલાયમ થાય છે. આ પેસ્ટને ત્રણ કલાક સુધી માથમાં રાખી વાળ ધોઇ આ મિશ્રણમાં થોડી પીસેલી મેથીના દાણા પણ ઉમેરો તેનાથી ખોડાની સમસ્યામાં પણ રાહત રહેશે.

તમે પોતાની ડાયટમાં બીન્સ અને અન્ય પ્રકારના લીલા શાકભાજી શામેલ કરો. આ પ્રકારના શાકભાજી ખાવાથી શરીરમાં વિટામિનની ઉણપથી થતી નથી અને સફેદ વાળ પણ કાળા બની જાય છે.કેમિકલવાળા શેમ્પુ અથવા હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ ન કરો અને પોતાના વાળમાં સરસવનું તેલ જરૂરલગાવો.યોગાસન કરવાથી પણ વાળને કાળા કરી શકાય છે એટલા માટે દરરોજ યોગ જરૂર કરો.તમે તમારા ઘરમાં વડીલોને વાળમાં દેશી ઘીની માલિશ કરતાં જોયા જ હશે. ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા દૂર થઈ, સફેદ વાળ કાળા થવા લાગે છે. તેના માટે તમે તાજાં એલોવેરા પલ્પનો ઉપયોગ કરી શકો છો.