જુવાની માં આવા દેખાતા હતા રતન ટાટા,4 વાર થયો હતો પ્રેમ, છતાં એક વાર પણ ના થયા પ્રેમ માં સફળ…

0
531

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો કહેવાય છે કે એક સફળ પુરુષની પછળ એક સ્ત્રીનો હાથ જરુર હોય છે અને ઘણા એવા સફળ લોકો છે જેમની સફળતા પાછળ તેમની પત્ની ,કે પછી તેમની માતા , તેમની બહેન કે પછી કોઈની પ્રેમિકા વગેરે હોય શકે છે.તેમજ આપણા ભારત દેશમા ઘણા બધા ઉધોગપતિઓ છે જેમણે ખુબજ મહેનત કર્યા પછી આ મુકામ પ્રાપ્ત કર્યુ છે અને આજે તેઓ ભારતના ઉધોગપતિઓમા પોતાનુ નામ બનાવ્યુ છે.તમને જણાવી દઇએ કે આવા જ એક રતન ટાટા છે જેમણે પોતાની મહેનતથી ભારતના સૌથી મોટા ઉધોગપતિઓમા પોતાનુ નામ બનાવ્યુ છે પરંતુ જે આપણે વાત કરીશુ રતન ટાટાના અધુરા રહી ગયા પ્રેમ સબંધ વિશે તો મિત્રો આવો જાણીએ રતન ટાટાના અધુરા પ્રેમ વિશે.

મિત્રો દુનિયાના ધનિક લોકોમાં ગણાતા ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ દુનિયા સાથે પોતાની અધૂરી લવ સ્ટોરી શેર કરી છે અને હકીકતમાં રતન ટાટાએ ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ બોમ્બે પર દુનિયાને તેમની લવ સ્ટોરી વિશેની જાહેર કરી છે મિત્રો તેમણે પોતાનો અભ્યાસ, કોલેજના દિવસો, માતાપિતાના જુદા થવાના અને તેના સ્ટ્રગલ દિવસો ખૂબ જ હૃદયસ્પર્શી રીતે તેનુ વર્ણન કરેલુ છે તો ચાલો જાણીએ તેમના પ્રેમની અધૂરી કહાની વિશે.

મિત્રો ટાટા ગ્રુપ ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની ગણતરી દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમના વ્યવસાયિક જીવનમાં, રતન ટાટાએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને ટાટા ગ્રુપ ને નવી ઉંચાઈ પર લઈ ગયા પરંતુ સમૃદ્ધ કુટુંબ અને તેજસ્વી કારકિર્દી હોવા છતાં, રતન ટાટા પ્રેમની બાબતમાં નિષ્ફળ થયા હતા મિત્રો તમને જણાવી દઈએ કે રતન ટાટાએ તાજેતરમાં જ તેની સ્કૂલ ની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમા 1955 માં યુ.એસ.ની રિવરડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે આ તસવીર લેવામાં આવી હતી.

મિત્રો આ તસવીરમાં રતન ટાટા એકદમ યુવાન દેખાઈ રહ્યા છે.તેમજ આ ફોટા પરથી અંદાજ લગાવી શકાય છે કે રતન ટાટા તેની યુવાનીમાં ખૂબ ધનિક હતા.અને આ હોવા છતાં તે પ્રેમમાં કંઈક અશુભ જ રહ્યુ છે તેમજ રતન ટાટાએ લગ્ન કર્યા નથી.અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન રતન ટાટાએ ખુલાસો કર્યો હતો કે તે 4 વાર લગ્ન કરવાની સ્થિતિમાં પહોંચી ગયો હતો પરંતુ કોઈ કારણો સર તેમનું લગ્નજીવન તૂટી ગયું છે.

તેમજ રતન ટાટાએ જણાવ્યું હતું કે જ્યારે તે અમેરિકામાં રહેતા હતા અને નોકરી કરતા હતા ત્યારે તેમને એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેઓ આ બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું.પરંતુ રતન ટાટા ભારત પાછા ફરવા માંગતા હતા જ્યારે તે છોકરી ભારત આવવા તૈયાર નહોતી અને તે જ સમયે ભારત અને ચીન વચ્ચે લડાઇ પણ ચાલી રહી હતી અને આ જ કારણ છે કે બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા.

મિત્રો રતન ટાટા આજે 82 વર્ષના છે અને તેમણે તેમની ત્રણ ભાગની વાર્તાની પહેલા ભાગમાં શેર કરતા કહયુ કે તેમનું બાળપણ ખૂબ જ ખુશહાલ હતુ અને તેઓ ખૂબ જ ખુશ હતા અને તેઓ ખુબજ મસ્તી પણ કરતા હતા પરંતુ માતાપિતા ના છૂટાછેડાને લીધે તેમના જીવન માં થોડી નિરાશા આવી ગઈ હતી અને આ કારણોસર તેમના ભાઈને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો હતો.

મિત્રો હકીકતમાં જ્યારે રતન ટાટા માત્ર 10 વર્ષના હતા ત્યારે તેમની આટલી નાની ઉમરે રતન ટાટાના પિતા નવલ અને માતા સોની ટાટાના છૂટાછેડા થઈ ગયા હતા અને આ ઘટના તેમના માટે ખૂબ નિરાશાજનક હતી રતન ટાટાની આ કહાની ફેસબુક પર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને તેને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ રિએક્શન અને 2 હજારથી વધુ શેર્સ મળી ચૂક્યા છે.અને હજારો લોકો આ કહાની પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

મિત્રો આ પોસ્ટમાં રતન ટાટાએ તેમની દાદીને યાદ કરતા જણાવ્યુ હતુ કે તેની દાદીએ તેમને સમજાવ્યું કે મૂલ્ય શું છે અને તેમણે કહ્યું કે મને હજી યાદ છે કે બીજા વિશ્વ યુદ્ધ પછી તે કેવી રીતે મને અને મારા ભાઈને ઉનાળાના વેકેશન માટે લંડન લઈ ગઈ હતી અને હકીકતમાં ત્યાંથી તેઓએ મારામાં મૂલ્ય બીજ રોપવામાં આવ્યા અને દાદી અમને કહેતા હતા કે તે થવું જોઈએ નહી અને આ થવું જોઈએ નહી વિશે શું પ્રતિક્રિયા આપવી શાંત થવું વગેરે તેમણે કહ્યું- મને લાગે છે કે તે દિવસો હતા જ્યારે આપણે સમજ્યા કે આપણા મગજમાં મૂકી દીધું કે પ્રતિષ્ઠા એ સૌથી ટોચની વસ્તુ છે.

મિત્રો તેમણે તેના પિતા સાથે મતભેદો વિશે પણ વાત કરી તેમણે કહયુ કે હું વાયોલિન શીખવા માંગતો હતો અને મારા પિતા મને પિયાનો શીખવાનું કહેતા હતા હું અભ્યાસ માટે અમેરિકા ની કોલેજમાં જવા માંગતો હતો જ્યારે પિતા ઇચ્છતા હતા કે હું લંડન જવ તેમજ હું આર્કિટેક્ટ બનવા માંગતો હતો અને તે એન્જિનિયર બનવાનુ કહેતા હતા તે મારા અને મારા પિતા વચ્ચેના મતના તફાવત જેવું હતુ પરંતુ છેવટે તેઓ તેમની દાદીની મદદથી તે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા પરંતુ આર્કિટેક્ટમાંથી ગ્રેજ્યુએશન થતાં તેના પિતા ગુસ્સે થયા હતા તેમ છતાં તેના પિતાની વાત ન સાંભળી તેણે લગભગ બે વર્ષ લોસ એન્જલસમાં કામ કર્યું હતુ.

મિત્રો તેઓ કહે છે કે લોસ એન્જલસના દિવસો ને યાદ કરીને રતન ટાટા ખુબજ ભાવુક થઈ જાય છે અને તેઓ કહે છે કે તે ખૂબ સારા દિવસો હતા અને તે ઉત્તમ સમય હતો તેમજ હવામાન સુંદર હતું અને મારી પાસે પોતાની કાર હતી અને મને મારી નોકરી પસંદ હતી તમને જણાવી દઈએ કે યુવાનીના તે દિવસોમાં રતન ટાટાને પ્રેમ થઈ ગયો હતો અને રતન ટાટાને જે છોકરી સાથે પ્રેમ થયો હતો તે છોકરી લોસ એન્જલસની હતી અને થોડા દિવસો પછી તે એ છોકરી સાથે લગ્ન કરવા જઇ રહ્યા હતા પરંતુ તેમના દાદીની તબિયત અચાનક બગડવાના કારણે તેમને ભારત પાછા આવવું પડ્યું હતુ.

મિત્રો તે સમયે રતન ટાટાએ વિચાર્યું કે તે ઘરે જઈને આ વાત તેમના પરિવારને કરશે અને જે છોકરીને પ્રેમ કરતા હતા તે છોકરીને પણ તેઓ પોતાના દેશ અને પોતાના ઘરે લાવી દેશે પરંતુ નસીબને કઇક અલગ જ મંજુર હતુ અને તેમણે આગળ જણાવતા કહ્યું કે 1962 એ સમયનો સમય હતો અને ભારત અને ચીન વચ્ચે લડત ચાલી હતી અને આ યુદ્ધને કારણે તેના માતાપિતા ઇચ્છતા ન હતા કે તે છોકરી ભારતમાં આવે અને ફક્ત આ જ કારણે રતન ટાટાનો પ્રેમ હમેશા અધૂરો રહી ગયો હતો.