જુનાં અંજલિ ભાભી નથી કોઈ કરતાં કમ,આલીશાન તસવીરો જોઈ અચક પામી જશો..

0
563

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અંજલિ ભાભી નું મૂળ નામ નેહા મહેતા છે આજે અમે તમને તેમના ઘરની આલિશાન તસવીરો બતાવવા જઈ રહ્યા છે.તારક મહેતાના ઉલટા ચશ્મા દરેક લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. તેમાં એટલું હાસ્યસ્પદ વરસાવે છે કે બધાના દિલમાં સમાઈ ગયું છે.તારક મહેતાના ઉલટા ચશ્માંમાં ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે.જેમાં મુખ્ય ઍક્ટર તરીકે જેઠાલાલ અને દયાબેન ગણવામાં આવે છે પરંતુ આ સીરિયલમાં દરેક એક્ટરની પોતાની અલગ ઓળખાણ બનાવી દીધી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અંજલિ તારક મહેતા એટલે કે નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી દર્શકોને હસાવી રહેલી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારિત થાય છે. તેની શરૂઆત 28 જુલાઈ 2008થી થઈ હતી. ત્યારથી જ આ શો દર્શકોની પસંદ બન્યો છે. આ શો ના લગભગ 3 હજારથી વધુ એપિસોડ્સ પુરા થયા છે, પરંતુ તો પણ લોકપ્રિયતા યથાવત છે.આ સીરિયલના તમામ કિરદારોએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ જ કારણ છે કે છેલ્લા 12 વર્ષમાં તેમાં વધુ ફેરફાર નથી જોવા મળ્યા. હાલમાં જ સીરિયલમાં મહત્વના રોલમાં જોવા મળેલી નેહા મહેતાને રિપ્લેસ કરી સુનૈના ફોજદાર એ ભૂમિકા નિભાવી રહી છે. જણાવી દઈએ કે, નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી આ ભૂમિકા નિભાવી રહી હતી.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાની પત્નીનો રોલ પ્લેય કરનાર અંજલી ભાભી એટલે કે નેહા મહેતા પણ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી હતી તમને જણાવી દઈએ કે નેહા મહેતા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે પરંતુ તેમને સાચી ઓળખાણ તો સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા થી જ મળી હતી.

મૂળ ગુજરાતી નેહા મહેતાએ પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે. સાથે જ તેણે ડ્રામામાં ડિપ્લોમા ડિગ્રી લીધી છે. આ જ કારણ છે કે તેને શરૂઆતથી જ થિએટર સાથે લગાવ હતો. આ સાથે જ તે સારી ડાન્સર પણ છે. તેણે ભરતનાટ્યમની તાલીમ લીધી છે.નેહાના પિતા જાણીતા લેખક છે અને તેમણે જ નેહાના એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવવાનું કહ્યું હતું. મિત્રો આ સિરિયલમા તારક મહેતાની પત્નીનુ કિરાદાર પ્લેય કરી રહેલા અંજલી મહેતાએ માસ્ટર્સ ઇન પર્ફોમીઁગ આર્ટ્સ કર્યુ છે મિત્રો આ સિવાય તેમણે ડ્રામામા ડિપ્લોમા કરેલુ છે તેમજ મિત્રો નેહા મહેતા ભરતનાટયમમા નિપુર્ણ્તા ધરાવે છે.

વર્ષ 2000માં નેહાને સ્ટાર હંટ-મલ્ટી ટેલેન્ટ શો માટે પસંદ કરવામાં આવી. જે બાદ તે મુંબઈ આવી ગઈ અને એક્ટિંગની સફર શરૂ થઈ. નાની-મોટી ભૂમિકા કર્યા બાદ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મળી અને તેણે પાછું વળીને ન જોયું.મીડિયા રિપોર્ટ્સના અનુસાર 42 વર્ષિય નેહા સિંગલ છે.એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેને લગ્નની ઉતાવળ નથી. પરંતુ પોતાના થનારા પતિને લઈને તે આશા રાખે છે કે, તેને એવો પતિ મળે જે સંબંધોની કદર કરે અને તેને ગંભીરતાથી લે.જણાવી દઈએ કે તારક મહેતા સીરિયલ માટે નેહાના રોજના 25 હજાર મળતા હતા. હાલ તેના રિપ્લેસમેન્ટને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ મહેતાનો રોલ કરતી એક્ટ્રેસ નેહા મહેતાએ શો છોડવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના મતે, અભિનેત્રી તથા શોના પ્રોડ્યૂસર અસિત મોદી વચ્ચે મતભેદ થવાને કારણે નેહાએ આ નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે નેહા પ્રોડ્યૂસર અસિત મોદી સાથે કેટલીક બાબતોનો યોગ્ય ઉકેલ લાવી શકી નહીં.

અનેકવાર સેટ પર રડી પડતી હતીસેટ પર હાજર રહેલા સૂત્રોના મતે, નેહા છેલ્લા 12 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે. આથી જ સેટ પરના લોકો તેને સન્માન આપે તેવી તેની અપેક્ષા હોય તે સમજી શકાય તેવી વાત છે. જોકે, આવું થતું નહોતું. નેહાને નાની-નાની વાતોમાં હેરાન કરવામાં આવતી હતી.અનેકવાર સેટ પર રડી પણ પડતી હતી. અનેકવાર સેટ પર એવી પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવતી કે નેહા સાચી હોય છતાંય તે ચૂપ રહેતી હતી.થોડાં મહિના પહેલાં જ મેકર્સ તથા નેહા વચ્ચે મતભેદો થયા હતા અને પછી મેકર્સે તેને કહી દીધું હતું કે જો તે કામ કરવા નથી માગતી તો ખુશીથી આ શો છોડી શકે છે. પોતાના સન્માન માટે નેહાએ શો છોડવાનો નિર્ણય લેવા પડ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રોડ્યૂસરે નેહાની સામે શો છોડવાની વાત મૂકી હતી.

પરંતુ તે સમયે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. ત્યારબાદ લૉકડાઉનને કારણે શોનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સિરિયલની પ્રોડક્શન ટીમ તરફથી કોઈનો પણ સંપર્ક કરવામાં આવ્યો નહોતો. અલબત્ત, અસિત મોદીએ એક-બેવાર નેહાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે નેહા પોતાના પર્સનલ કમિટમેન્ટમાં વ્યસ્ત હતી અને તેને કારણે તે વાત કરી શકી નહોતી.

નેહા સાથે અન્યાય થયો હતો.સૂત્રોના મતે, નેહા સેટ પર પોતાનું આત્મસન્માન જાળવી રાખવા માગતી હતી. જોકે, ક્યાંકને ક્યાંક નેહા સાથે અન્યાય થયો હતો. શરૂઆતમાં નેહાએ આ વાત પર ધ્યાન આપ્યું નહોતું. તે એમ વિચારીને ચૂપ રહી કે સંબંધોમાં તો આવા નાના-મોટા લડાઈ ઝઘડા ચાલતા રહે અને તેની અસર કામ પર પડવી જોઈએ નહીં. જોકે, થોડાં સમય બાદ પોતાના સન્માન માટે નેહાએ શો છોડવાનો નિર્ણય લીધો.

નેહાના મતે, તેનામાંથી અનેક લોકો પ્રેરણા લે છે અને તે લોકોમાં ખોટું ઉદાહરણ બનવા માગતી નથી. આથી જ તેણે શો છોડીને આગળ વધવાનો નિર્ણય લીધો છે. નેહાએ જ્યારે પ્રોડ્યૂસર અસિત મોદી સામે શો છોડવાની વાત કહી તો તે સમયે તેની વાત પ્રોડ્યૂસરે સ્વીકારી લીધી હતી.નેહા મહેતાએ કહ્યું હતું, હું અસિતજીનું ઘણું જ સન્માન કરું છું અને હું ઈચ્છું છું કે તેઓ પહેલા પોતાની વાત રજૂ કરે અને તે જે કહેશે તે હું સન્માન પૂર્વક માની લઈશ.

મને મીડિયા તથા દર્શકો પર ઘણો જ વિશ્વાસ છે. દરેક અંતની એક નવી શરૂઆત હોય છે. હું બહુ જ પોઝિટિવ છું અને આશા છે કે ભવિષ્યમાં પણ હું આ જ રીતે ચાહકોને એન્ટરટેઈન કરતી રહીશ. આ સમયે આપણે બધા જ એક ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ સમયે આપણે એકબીજાને સાથ આપવો જોઈએ.દિશા વાકાણી, નેહા મહેતા પછી હવે ગુરુચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢીએ પણ આ શો છોડી દીધો છે.

નેહા મહેતાનો જન્મ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તેણીનું વતન પાટણ, ગુજરાત ખાતે છે. તેણી જન્મ પછી વડોદરા અને અમદાવાદ ખાતે આવી હતી. તેણીનું કુટુંબ ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ઊંડા મૂળ ધરાવે છે અને તેણી પોતે પણ એક ગુજરાતી વક્તા છે. તેણીના પિતા એક લોકપ્રિય લેખક અને તેમની પ્રેરણા થકી તેણી એક અભિનેત્રી બની છે. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય માટેની માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ (MPA) ડિગ્રી ધરાવે છે અને ગાયક અને નાટક માટેનો ડિપ્લોમા ધરાવે છે.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા મેહતા ભગવતી પ્રોડક્શન દિલ્હીના સ્ટાર મલ્ટી હંટ શોના ઓડિશન કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી પસંદગી પામી હતી અને તેણી મુંબઈ ખાતે આવી હતી. મુંબઈ પહોંચી તેણીને થિયેટરોની ઓફર મળવા લાગી. તેણીએ ‘તુ હી મેરા મૌસમ’, ‘હૃદય-ત્રિપુટી’, ‘પ્રતિબિંબ કા પરછાઈ’, ‘મસ્તી મજે કી લાઈફ’ જેવાં અનેક નાટકોમાં કામ કર્યું. ત્યાર પછી તેણીએ હિંદી અને ગુજરાતી ટીવી માટે કામ શરુ કર્યું. તેણીએ ‘પ્રેમ એક પૂજા’, ‘જન્મો-જનમ’, ‘બેટર હાફ’ જેવાં ગુજરાતી ચલચિત્રોમાં પણ કામ કર્યું.