જુદાઈ મૂવીમાં દેખાયેલો આ નાનો બાળક છે બોલીવુડનો સુપરસ્ટાર, તસવીરો જોઈ તમે ચોંકી જશો……

0
100

મિત્રો, બાળ કલાકારો નો જાદુ હંમેશાં અભિનય ક્ષેત્રે જબરદસ્ત રહ્યો છે, પછી ભલે તે ફિલ્મો મા હોય કે ટીવી મા. બાળ કલાકારોએ હંમેશાં પોતાના નિખાલસ અભિનય થી લોકો ને પોતાના ચાહક બનાવ્યા છે. આ બાળ કલાકારો ખૂબ જ કુમળી વય થી કેમેરા ને ફેસ કરે છે અને હંમેશા પરિપક્વ અભિનેતા ની જેમ અભિનય પણ કરે છે.બાળ કલાકારો કે ચાઈલ્ડ આર્ટિસ્ટ હંમેશા પોતાની માસૂમ ભૂમિકાને લીધે દર્શકોનાં મનમાં વસી જાય છે. બાળ કલાકાર ઘણી ઓછી ઉંમરમાં જ કેમેરા સામે હસતા-રડતા શીખી જાય છે અને હંમેશા એક અનુભવી અભિનેતા જેવી એક્ટિંગ કરી જાણે છે.

આપણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં એવા બાળ કલાકારો જોયા છે કે જેની એક્ટિંગ આજે પણ આપણા દિલમાં વસેલી છે. આપણે અનેકવિધ પ્રોગ્રામ મા આવા બાળ કલાકારો ને જોયા છે, જેમના અભિનય હજુ પણ આપણા મનમા ઘર કરી ચુક્યા છે.

આજે આ લેખમાં અમે તમને આવા જ એક જે બાળ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને તમે “જુદાઇ” ફિલ્મમા બાળ કલાકાર તરીકે જોયા હશે.તો ચાલો જોઈએ કે ફિલ્મ જુદાઈનાં બાળ-કલાકાર કોણ હતા.જી હાં, આજે અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારની ભૂમિકા ભજવનાર એક્ટર ઓમકાર કપૂરની.

તે આજે એક સુપરસ્ટાર બની ચુક્યા છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે બોલીવુડમાં શરૂઆતથી જ ઘણા બાળ કલાકારોએ પોતાની જબરદસ્ત એક્ટિંગ દ્વારા બધાના દિલ જીતી લીધા છે. આ બાળ કલાકારોમાંથી ઘણા બાળકો આજે મોટા થઈને સુપરસ્ટાર બની ગયા છે.

પણ, આમાંના ઘણા એવા પણ છે કે જેને અત્યારે આપણે ફિલ્મોમાં મુખ્ય હીરો તરીકે જોતા તો હોય પરંતુ આપણને ખ્યાલ ન હોય કે આ ભાઈ વર્ષો પહેલા જે-તે ફિલ્મ કે સિરિયલમાં ભાળ ભૂમિકા ભજવી ચુક્યા છે.ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારનો રોલ કરનાર ઓમકાર કપૂર સાથે પણ આવું જ કંઈક થયું. ઓમકાર કપૂર આજે મોટા થઈને સુપરસ્ટાર બની ગયા છે. પરંતુ, આજે તમે એને ઓળખી નહી શકો.

ફિલ્મ જુદાઈમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરીને પ્રખ્યાત થનાર ઓમકારને તમે તાજેતરમાં જ એક ફિલ્મમાં જોયા હશે. પણ, ભાગ્યે જ કોઈ ઓળખી શકે કે આ એ જ નાનકડો છોકરો છે કે જેણે ફિલ્મ જુદાઈમાં શ્રીદેવીનાં દિકરાનું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓમકાર કપૂરની નાનપણની એક્ટિંગ જોઈને આજકાલ એના પ્રશંસકો ખૂબ વધી ગયા છે.

ફિલ્મ જુદાઈમાં ઓમકાર કપૂર હતાં બાળ-કલાકાર.તમને જણાવી દઈએ કે ફિલ્મ જુદાઈમાં બાળ-કલાકારનો રોલ કરનાર ઓમકાર કપૂર આજે મોટો થઈ ગયો છે. તે ઘણો હેન્ડસમ પણ છે. નોંધનીય છે કે ફિલ્મ જુદાઈમાં ઓમકાર કપૂરે શ્રીદેવી અને અનિલ કપૂરના પુત્રનો રોલ ભજવ્યો હતો.

આ ફિલ્મ વર્ષ 1997માં આવી અને ઘણી હિટ પણ થઈ હતી. આ ફિલ્મનો એ માસૂમ બાળક પોતાની દમદાર એક્ટિંગને કારણે ઘણો લોકપ્રિય થયો હતો. આ ફિલ્મ કરી ત્યારે તે માત્ર 10 વર્ષનો જ હતો પણ હાલ તો તે યુવાન બની ગયો છે.

જુદાઈ ફિલ્મ પહેલા વર્ષ 1996માં ‘માસૂમ’ નામની એક ફિલ્મ આવી હતી જેમાં ઓમકારે ”છોટા બચ્ચા જાન કે ન કોઈ આંખ દિખાના રે” ગીત કર્યું હતું. જે ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. આ સિવાય ઓમકારને તમે ફિલ્મ જુડવામાં સલમાન ખાનનાં નાનપણનો રોલ કરતા પણ જોયો હશે.

હાલમાં જ ઓમકારે બોલીવુડની સુપરહિટ ફિલ્મ પ્યાર કા પંચનામામાં કામ કર્યું છે. ઓમકાર ફરી એકવાર પોતાનાં અભિનયનો જાદુ ચલાવી રહ્યો છે. ઓમકાર ખૂબ જ મહેનતુ અને ટેલેન્ટેડ છે. એટલે આશા એ જ છે કે ઓમકાર ખૂબ જ જલ્દી એક સુપરસ્ટાર તરીકે ઉભરી આવશે.

બોલીવુડમાં કોમેડી ફિલ્મો બોક્સઓફિસ પર સારો બિઝનેસ કરતી આવી છે, જો જનતાને કોઈ પાત્ર પસંદ આવી જાય તો તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. પ્યાર કા પંચનામા 2માં દેખાયેલા એક્ટર સની સિંહ અને ઓમકાર કપૂર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે રંગ જમાવવા તૈયાર છે.

આ બંનેની અપકમિંગ ફિલ્મ જૂઠા કહીં કાનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મને સમીપ કાંગે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં ઓમકાર કપૂર, સની સિંહની સાથે સાથે રિશી કપૂર અને જિમ્મી શેરગીલ સહિત લલિત દુબે અને મનોજ જોશી દેખાશે.