જોઈલો આ છે સૌરવ ગાંગુલીનો આલીશાન બંગલો,48 રૂમનું આ ઘર અંદરથી કંઈક આવું દેખાઈ છે…..

0
1057

મિત્રો આજે આપણે ખાસ વાત કરીશું સૌરવ ગાંગુલી ના ઘર વિશે અને ગાંગુલી ના જીવન વિશે તો આવો જાણીએ.ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીનો જન્મદિવસ ગઈ કાલે પસાર થયો.8 જુલાઈ 1972 ના રોજ જન્મેલા દાદા ગઈ કાલે 48 વર્ષના થઈ ગયા છે.ગાંગુલીની લક્ઝુરિયસ કોઠી કોલકાતાના બેહલા વિસ્તારમાં આવેલી છે.

બહારથી સામાન્ય દેખાતો બંગલા અંદર નો નજારો મહેલ જેવો છે.ગાંગુલીના આ પૂર્વજોના રહેઠાણમાં આખું આંતરિક કાર્ય બંગાળી સંસ્કૃતિ અને કલાત્મકતાથી ભરેલું છે.સૌરવ ગાંગુલીનું બાળપણ એક રાજકુમારની જેમ વીતેલું હતું. તેના ઘરે દરેક પ્રકારની લક્ઝરી હાજર હતી.તેના પિતા ચંડીદાસ ગાંગુલીએ સૌરવની અંદર ક્યારેય ઘમંડ વધવા નથી દીધું.

‘કોલકાતાનો પ્રિન્સ’ સૌરભ ગાંગુલી આ વૈભવી મકાનમાં પરિવાર સાથે રહે છે. ગાંગુલીના આ મકાનમાં 48 ઓરડાઓ છે.સ્વચ્છતા અને લક્ઝરી સાથે જીવન જીવવાના શોખીન દાદા-દાદી તેમની આવકનો મોટો હિસ્સો ઘરે જ ખર્ચ કરે છે.સૌરવ ગાંગુલીનો જમવાનો વિસ્તાર.જ્યાં તેની માતાએ સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓને ભોજન પીરસાય છે.

ડાઇનિંગ ટેબલ એ આશ્ચર્યજનક આર્ટવર્કનો નમૂના છે.ગાંગુલી તેમની પુત્રીની સૌથી નજીક છે.પુત્રી સના સાથેના ઘરના ફોટા બંનેના નિકટના સંબંધ વિશે જણાવે છે.ગાંગુલીએ તેના ઘરની દિવાલો પર હળવા રંગોનો ઉપયોગ કર્યો છે. જ્યાં પોતાની બધી યાદો આ રીતે સંગ્રહિત છે.ઘર નો આ ભાગ બધાજ લોકો ને પસંદ આવશે.સૌરવ તેના ઘરે એક નાનકડી ઓફિસ પણ રાખી છે.જ્યાં તેની પાસે હવે બેસવાનો સમય નહીં હોય.

ગાંગુલીએ 1996માં લોર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર ઈન્ગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને પોતાના ટેસ્ટ ક્રિકેટનો શુભારંભ કર્યો હતો. વિદેશી ધરતી પર તેની કેપ્ટનશિપમાં ભારતે કુલ 28 મેચોમાંથી 11 માં જીત મેળવી છે.113 ટેસ્ટ મેચોમાં 7213 અને 311 વનડેમાં 11363 રન બનાવનારા ગાંગુલીના નામે વર્લ્ડકપમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ છે.તેણે શ્રીલંકા વિરુદ્ધ 183 રનની ઈનિંગ રમી હતી.ગાંગુલીએ વન-ડેમાં કુલ 22 સેન્ચુરી લગાવી છે જેમાંથી 18 તેણે વિદેશોમાં ફટકારી છે.બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોનીએ હજુ સુધી એશિયાની બહાર એક પણ સદી ફટકારી નથી.

ગાંગુલી મૂળપણે તો જમણેરી બેટ્સમેન હતો પરંતુ ડાબોડી બેટ્સમેન એટલા માટે બન્યો જેથી તે પોતાના ભાઈનો ક્રિકેટનો સામાન યુઝ કરી શકે.વર્ષ 2000માં મેચ ફિક્સિંગના પ્રકરણ બાદ જ્યારે ભારતીય ક્રિકેટ મુસિબતોથી ઘેરાયેલું હતું ત્યારે ગાંગુલીએ ટીમની જવાબદારી સંભાળી. જ્યારે તેને કેપ્ટનશિપ સંભાળી ત્યારે ભારત ટેસ્ટ રેંકિંગમાં 8મા ક્રમે હતું. જ્યારે તેણે રિટાયર્મેન્ટ લીધું ત્યારે ટીમ બીજા નંબરે પહોંચી ગઈ હતી.ગાંગુલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન બાદ 2007માં પાકિસ્તાન વિરુદ્ધ 239 રન બનાવ્યા. બેંગ્લોરમાં રમેલી આ ઈનિંગ તેના કરિયરની એકમાત્ર બેવડી સેન્ચુરી છે.

2000માં કેન્યામાં આઈસીસી નૉકઆઉટ કપ ગાંગુલીની પહેલી મોટી ટૂર્નામેન્ટ હતી. તેની ફાઈનલમાં ક્રિસ ક્રેઈન્સની શાનદાર ઈનિંગને કારણે ભારતે હાર સહન કરવી પડી. ત્યારબાદ 2002માં ભારતે શ્રીલંકા સાથે સંયુક્ત પણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતતા ગાંગુલીએ પહેલું આઈસીસી ટાઈટલ જીત્યું.2002ની નેટવેસ્ટ ફાઈનલ કોણ ભૂલી શકે. ભારતીય ટીમ 146 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડના 326 રનના પડકારને ચેઝ કર્યો હતો. આ મેચમાં યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ ગાંગુલીનું લોર્ડ્ઝની બાલ્કનીમાં શર્ટ ઉતારી લહેરાવવું કોઈ ક્રિકેટપ્રેમી ભાગ્યે જ ભૂલી શકશે.

2008માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર ગાંગુલીએ પોતાની છેલ્લી ટેસ્ટ રમી. અત્યારે ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (સીએબી)નો અધ્યક્ષ છે.ગાંગુલીની પત્ની ડોના જાણીતી ઓડિશી નૃત્યાંગના છે. ગાંગુલી અને ડોના પાડોશી હતા અને બંનેએ પરિવારની પરવાનગી લીધા વિના જ લગ્ન કરી લીધા. બાદમાં તેમના પરિવારોએ આ સંબંધને મંજૂરી આપી દીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન નોંધાવનારા 10 બેટ્સમેનમાંથી આઠમા ક્રમે છે. એક તરફ ગાંગુલીએ મેદાનમાં ઘણી પ્રશંસા મેળવી છે તો તેમના જીવનમાં ઘણી કોન્ટ્રોવર્સીસ પણ રહી હતી જેની ચર્ચા આજે પણ થાય છે. તે કહેવું ખોટું નહીં હોય કે ગાંગુલી એક દબંગ ખેલાડી હતો અને તેની દાદાગીરી સાથે, દબંગાઈ વાર્તાઓ પણ ખૂબ પ્રખ્યાત છે.

તો ચાલો, આજે એ જ કિસ્સાઓ વાગોળીએ જ્યારે તેણે તેની પ્રથમ મેચમાં ડ્રિન્કસ લઇ જવાની ના પાડી.સૌરવ ગાંગુલીએ 1991-92માં ઓસ્ટ્રેલિયા સામે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 12મા ખેલાડી તરીકે ગાંગુલીએ મેદાન પરના ખેલાડીઓ માટે ડ્રિન્કસ લઇ જવાની ના પાડી હતી. દાદાના આ વલણને કારણે તેને આગામી ચાર વર્ષ સુધી ટીમમાં સ્થાન મળ્યું ન હતું.સૌરવ ગાંગુલીનું અફેર.ગાંગુલીનું નામ સાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી નગ્મા સાથે સંકળાયેલું છે.

તે સમયે દાદાના લગ્ન થઈ ચૂક્યાં હતાં. જોકે, સૌરવ તેના અને નગ્માના સંબંધો વિશે ક્યારેય કઈ બોલ્યો નથી. દાદાના આ મૌનને લીધે, તેમની પત્નીએ મીડિયા સામે તેમના તરફથી સ્પષ્ટતા કરવી પડી હતી.જ્યારે પોતે જ મેચના અમ્પાયર બની ગયા હતા.1998માં ઓસ્ટ્રેલિયા સામેની વન ડે મેચમાં અમ્પાયરે સૌરવ ગાંગુલીને આઉટ આપ્યો હતો.

આઉટ હોવા છતાં તેઓ પેવેલિયન પરત ન હતા ફર્યા અને મેદાનમાં જ ઉભા રહી ગયા હતા. આ કારણે તેને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.ટીમના કારણે સસ્પેન્ડ થયો હતો. વર્ષ 2001માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં મેચ રેફરીએ સૌરવ ગાંગુલી પર પોતાની ટીમને કાબૂમાં ન રાખવાનો આરોપ લગાવ્યો હતો અને એક મેચ માટે સસ્પેન્ડ પણ કરી દીધો હતો.

તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક,જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.અને તમને આ આર્ટિકલ કેવો લાગ્યો તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો.અમને આશા છે કે તમને આ આર્ટિકલ ગમ્યો હશે.આ આર્ટિકલ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…