જોઈલો આ છે સાઉથનાં સુપરસ્ટાર નાગા અર્જુનની પત્ની દેખાય છે એટલી હોટ કે તસવીરો જોઈ ચોંકી જશો…….

0
133

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેતા વિશે જણાવવા જઈ જેમાં તેમનું લગ્ન જે યુવતીના કારણે તૂટ્યું તેની સાથે જ લગ્ન કર્યા.ચાલો જાણીએ તેમના વિશે. નાગાર્જુન એક અભિનેતા, નિર્માતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ઉદ્યોગસાહસિક છે, જે મુખ્યત્વે તેલુગુ ભાષાની ફિલ્મોમાં તેમના કામો માટે જાણીતા છે. તેણે કેટલીક હિન્દી અને તમિલ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમને નવ રાજ્ય નંદી એવોર્ડ, ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ સાઉથ અને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ-વિશેષ ઉલ્લેખ મળ્યો છે.

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન 61 વર્ષના થઈ ગયાં છે. 29 ઑગસ્ટ, 1959એ જન્મેલા નાગાર્જુને વર્ષ 1986માં ફિલ્મ ‘વિક્રમ’થી ડેબ્યુ કર્યું હતું. બોલિવૂડમાં તેમને ફિલ્મ ‘શિવા’માં પહેલીવાર કામ કર્યું હતું. લગભગ 90થી વઘુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નાગાર્જુને બે લગ્ન કર્યાં છે. તેમની પહેલાં લગ્ન વર્ષ 1984માં લક્ષ્મી દગ્ગુબતી સાથે થયાં હતાં. જોકે, લગ્નના 6 વર્ષ પછી જ વર્ષ 1990માં બંનેના છૂટાછેડા થયાં હતાં.

નાગાર્જુને 1967 માં બાળ કલાકાર તરીકે તેલુગુમાં તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ તેણે તમિળ, તેલુગુ અને હિન્દીમાં જબરદસ્ત બ્લોકબસ્ટર ફિલ્મો આપી. ‘ક્રિમિનલ’, ‘ખુદા સાક્ષી’, ‘શિવા’ અને ‘જાખમ’ એવી કેટલીક હિન્દી ફિલ્મો હતી જેમાં તેમની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે બોલિવૂડમાં તેની સફર ફિલ્મ ‘શિવા’ (1990) થી શરૂ કરી હતી.

રિપોર્ટ્સ મુજબ, 80 અને 90ના દશકમાં નાગાર્જુન તે સમયે એન્ગ્લો-ઇન્ડિયન એક્ટ્રસ અમાલા મુખર્જી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. કહેવામાં આવે છે સાથે સાથે કામ કરતાં નાગાર્જુન અને અમાલાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતની જાણ તેમની પહેલી પત્ની લક્ષ્મીને થતાં મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો.

આ પછી નાગાર્જુને પણ સ્પષ્ટ કહી દીધું હતું કે, તેમનો સાચો પ્રેમ અમાલાના રૂપમાં મળી ચૂક્યો છે અને હવે તેમની સાથે લગ્ન કરશે. અમાલાએ વર્ષ 1986માં આવેલી તેલુગુ ફિલ્મ ‘મૈથિલી એન્નઈ કાથલી’થી ડેબ્યુ કર્યું હતું. જોકે, વર્ષ 1992માં નાગાર્જુન સાથે લગ્ન પછી અમાલાએ એક્ટિંગ છોડી દીધી હતી.અમાલાએ મૉડેલ તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી.

એવામાં તે ઘણીવાર સેટ પર ટાઇમે પહોંચી જતી હતી. એકવાર અમાલા શૂટિંગ માટે સેટ પર તેમની વેનિટી વેનમાં બેસેલી હતી અને આ દરમિયાન નાગાર્જુન તેમને સરપ્રાઇઝ આપવા માટે ત્યાં પહોંચી ગયાં હતાં.જોકે, નાગાર્જુને જોયું કે અમાલા ખુરશી પર બેસીને રડી રહી છે. આ અંગે નાગાર્જુને તેમને પૂછ્યું કે, ‘શું થયું છે?’, તે અમાલાએ જવાબમાં કહ્યું કે, ‘મારે ફિલ્મમાં જે કપડાં પહેરવાના છે તે ખૂબ જ વિચિત્ર છે અને હું તે પહેરવા માગતી નથી.’

આ વિશે નાગાર્જુને અમાલાને કહ્યું, ‘હું ડિરેક્ટર સાથે વાત કરું છું. આ પછી તેમણે ડિરેક્ટરને કહી અમાલાના કપડાં ચેન્જ કરાવી દીધા હતાં. નાગાર્જુનના સપોર્ટને જોઈ અમાલાના દિલમાં તેમના માટે સોફ્ટ કોર્નર આવી ગયો.આ પછી નાગાર્જુન અને અમાલા બંને ઘણીવાર મળવા લાગ્યાં હતાં. એકવાર બંને કોઇ ફિલ્મ બાબતે યૂએસમાં હતાં.

ત્યારે નાગાર્જુને અમાલાને પ્રપોઝ કરી દીધું હતું. પછી જૂન 1992માં ચેન્નઇમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. તેમના લગ્નમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સ્ટાર આવ્યાં હતાં. કેટલાક ફેમિલિ મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરીમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં.લગ્નના બે વર્ષ પછી એપ્રિલ, 1994માં અમાલાએ દીકરાને જન્મ આપ્યો, જેનું નામ અખિલ રાખ્યું છે. અખિલની સગાઈ પહેલાં શ્રિયા ભૂપલ સાથે નક્કી કરવામાં આવી હતી, પણ પછી કેટલાક કારણોને લીધે તે સગાઈ તૂટી ગઈ હતી.

પહેલી પત્ની લક્ષ્મી દગ્ગુબતી અને નાગાર્જુને એક દીકરો છે, જેનું નામ નાગા ચૈતન્ય છે. નાગાનો જન્મ વર્ષ 1986માં થયો. નાગા ચૈતન્યના લગ્ન સાઉથ એક્ટ્રસ સમાંથા રુથ પ્રભુ સાથે થયાં છે. ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્ય પણ સાઉથ ફિલ્મોના એક્ટર છે.નાગાર્જુને અમાલા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં દાદા 1987, ચિન્નાબાબૂ 1987, ‘શિવા’(1989), ‘પ્રેમ યુદ્ધમ’(1989) અને ‘નિર્ણયમ’(1991) જેવી ફિલ્મો સામેલ છે.

મિત્રો તમને જણાવી દે કે નાગાર્જુન ની સાથે સાથે તેનો દીકરો અક્કીનેની નાગા ચૈતન્ય પણ અભિનેતા છે. પોતાના પિતાની જેમ ચેતન્ય પણ એકદમ હેન્ડસમ તથા સ્માર્ટ છે. ચેતન એની પત્ની પણ એકદમ બોલ્ડ તથા સુંદર છે. પત્ની નું નામ સામંથા રુથ પ્રભુ છે. જે ભારતીય ફિલ્મ અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.

નાગાર્જુન, હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં આશરે 40 કરોડ રૂપિયાના બંગલાના માલિક પણ છે. તે અન્નપૂર્ણા સ્ટુડિયો પ્રોડક્શન કંપનીનો માલિક પણ છે. આ ઉપરાંત, તે હૈદરાબાદના અન્નપૂર્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ફિલ્મ એન્ડ મીડિયાના પ્રમુખ છે. એન.એન.એન. રિયાલિટી એન્ટરપ્રાઇઝિસના સ્થાપક ભાગીદાર પણ છે.

નાગાર્જુનની હૈદરાબાદમાં રેસ્ટોરન્ટ N Grill છે. આ સિવાય એક ચાઈનિઝ રેસ્ટોરન્ટ એન એશિનય પમ છે. આ સિવાય એન કન્વેન્શન સેન્ટર છે, જે કોર્પોરેટ હાઉસની ઈવેન્ટ હોસ્ટ કરે છે. નાગાર્જુન 2012 અને 2013માં ફોર્બ્સના લિસ્ટ મુજબ ઈન્ડિયાના ટોપ 100 લોકોમાં 56 તથા 61માં નંબરે હતો.