જોઈ લો આ મોજીલા રાજા ની ઐયાસી,આ રાજા દર વર્ષે કરે છે લગ્ન,એના ઐયાસી ના કિસ્સા વાંચીને ચોકી જશો…

0
205

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઆફ્રિકન દેશનો આ રાજા દર વર્ષે કરે છે પોતાના લગ્ન, ભવ્ય રીતે જીવે છે જિંદગી.પ્રાચીન સમયમાં, વિશ્વના દરેક દેશમાં રાજાશાહીની પરંપરા હતી. આખા દેશમાં રાજા શાસન હતું અને જાહેરમાં રાજાના હુકમ ની પાલન કરવું પડ્તું હતું, પરંતુ હવે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકશાહીની સ્થાપના થઈ છે.

જો કે, હજી પણ કેટલાક દેશો છે જ્યાં રોયલ્ટીની પરંપરા ચાલુ છે. સ્વાઝીલેન્ડ આ દેશોમાંથી એક છે. આફ્રિકા ખંડનો આ દેશ હજી પણ રાજાની હેઠળ છે. અહીંના રાજાનું નામ મસ્વતી ત્રીજા છે. મસ્વતી ત્રીજા વિશે કહેવામાં આવે છે
કે તે દર વર્ષે લગ્ન કરે છે. વર્ષ 2018 માં, કિંગ મસાવતીએ સ્વાઝીલેન્ડનું નામ બદલીને કિંગડમ ઓફ ઇસ્વાટિની કરી દીધું.

પહેલાના જમાનામાં રાજાઓનું ઘણું વર્ચસ્વ હતું. રાજાનું ધાર્યું જ એની પ્રજાએ કરવું પડતું હતું. પણ ઘણા વર્ષો પહેલા જ આખી દુનિયામાંથી રાજાશાહી વ્યવસ્થાને ખતમ કરી દેવામાં આવી છે. પણ આજે પણ આફ્રિકામાં એક એવો દેશ છે જ્યાં સંપૂર્ણ રીતે રાજશાહી સત્તા લાગુ પડેલી છે. અને આ દેશનું નામ છે સ્વાજીલેન્ડ, પણ વર્ષ 2018માં દેશની આઝાદીના 50 વર્ષ પુરા થવાની ખુશીમાં અહીંયાના રાજાએ દેશનું નામ બદલીને “ધ કિંગડમ ઓફ ઇસ્વાતિની” રાખી દીધું છે.

ઇસ્વાતિની દેશની કુલ વસ્તી લગભગ 13 લાખ જેટલી છે, પણ આ દેશના 63 ટકા લોકો હજી પણ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. પણ સ્વાઝીલેન્ડના રાજા મસ્વાતિ તૃતીય એકદમ વૈભવશાળી જીવન જીવે છે અને એટલું જ નહિ એમની સંપત્તિમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

મસ્વાતિ તૃતીયની ગણતરી દુનિયાના સૌથી વધુ ધનિક રાજાઓમાં કરવામાં આવે છે. એમની પાસે 14 અરબથી પણ વધુ સંપત્તિ છે. એટલું જ નહીં મસ્વાતિ તૃતીય 19 રોલ્સ રોયસ, 20 મર્શિડીઝ અને 12 બીએમડબ્લ્યુ અને બીજી ઘણી બધી લક્સરી ગાડીઓના મલિક છે.

આ દેશમાં દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં મહારાણીની માતાના શાહી ગામ લુદજીજીનીમાં “ઉમહલાંગા સેરેમની” ફેસ્ટિવલ હોય છે, જેમાં 10 હજારથી વધુ કુંવારી છોકરીઓ અને બાળકીઓ સામેલ થાય છે. આ ફેસ્ટિવલમાં રાજાની સામે આ કુંવારી છોકરીઓ ડાન્સ કરે છે. અમને મળેલા એક રિપોર્ટ અનુસાર,આ જ છોકરીઓમાંથી રાજા પોતાના માટે નવી રાણી પસંદ કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે છોકરીઓ કપડાં વગર જ રાજા અને બધી જ પ્રજા સામે નૃત્ય કરે છે.

ઇસ્વાતિનીના રાજા મસ્વાતિ તૃતીયએ વર્ષ 1986ના એપ્રિલ મહિનામાં સત્તા સંભાળી હતી. એ સમયે એમની ઉંમર ફક્ત 18 વર્ષની હતી. એ સમયે એ દુનિયાના સૌથી યુવા શાસક હતા. રાજા મસ્વાતિ તૃતીય અત્યાર સુધી 15 લગ્ન કરી ચુક્યા છે. અને એ લગ્નથી એમને 23 બાળકો છે. જોકે શાહી દરજ્જો ફક્ત એમની પહેલી બે પત્નીઓને જ મળેલો છે.

વર્ષ 2015માં ભારત આફ્રિકા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાજા મસ્વાતિ તૃતીય ભારત પણ આવી ચુક્યા છે. રાજા મસ્વાતિ તૃતીય પોતાની સાથે 15 પત્નીઓ, બાળકો અને 100 જેટલા નોકરોને લઈને આવ્યા હતા. એમનવ દિલ્હીના એક ફાઈવ સ્ટાર હોટલમાં ઉતારો આપ્યો હતો, જેમાં એમના માટે 200 રૂમ બુક કરવામાં આવ્યા હતા.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..