જોઈલો આ છે શિલ્પા શેટ્ટીનો આલીશાન બંગલો,અંદર છે જીમ થી લઈને સ્વિમિંગ પુલ સુધીની સુવિધાઓ,જુઓ તસવીરો…..

0
393

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) કોરોના વાયરસના કારણે હાલ ઘરમાં જ રહેવા મજબૂર છે. પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને અલગ અલગ જાણકારી આપતી રહે છે. ફેન્સ પહેલાથી જ શિલ્પાના ડાંસ અને એક્ટિંગના દિવાના હતા હવે તેમણે ટિકટોક વીડિયો દ્વારા પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ટિકટૉક વીડિયોમાં તે પોતાની ક્યૂટનેસથી લોકોના મન જીતી રહી છે. ત્યારે હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પોતાની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty)ને લઇને ઘટસ્ફોટ કર્યો છે.

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર ફિલ્મોમાં પાછી ફરી રહી છે. હાલમાં જ તેમણે પિંકવિલાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે કહ્યું કે મારા પિતાએ મને જણાવ્યું કે શમિતા શેટ્ટીના જન્મ પછી મને તેવું થતું હતું કે મારો રંગ શમિતા કરતા વધુ ડાર્ક છે. તેના ગૌરવર્ણ પણ તે મમ્મી પુછતી કે તેને ગૌરી અને મને કાળી કેમ બનાવી? આ કારણ તે રાતના સૂતી તો હું તેને ચૂંટણી ખણતી જેથી તે ખૂબ રોતી.

શિલ્પાએ તે પણ ખુલાસો કર્યો કે શમિતાના પહેલા ઓડિશનમાં હું હાજર હતી અને હું પોતાના માટે ખૂબ જ ડરેલી હતી. તેણે કહ્યું કે મને હંમેશા તેવું લાગતું હતું કે મારી બહેન મારાથી વધુ સુંદર છે અને તે મારાથી સારી દેખાય છે. અને તે સારી એક્ટ્રેસ સાથે સારી ડાન્સર પણ છે. શિલ્પાએ ઇન્ટરવ્યૂમાં પહેલી વાર સ્વીકાર્યું કે તેમને લાગતું હતું કે શમિતાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેમને કોઇ કામ નહીં આપે.બોલિવૂડથી 13 વર્ષ દૂર રહ્યા બાદ શિલ્પા ફરીથી કમબેક કરવા જઇ રહી છે. શિલ્પાની કમબૈક ફિલ્મનું નામ ‘નિકમ્મા’ છે. ‘નિકમ્મા’ ફિલ્મ આ વર્ષે જૂનમાં રિલીઝ થશે. આ સિવાય શિલ્પા પાસે વધુ એક ફિલ્મ છે જેનું નામ ‘હંગામા-2’ છેઆ સાથે શિલ્પા શેટ્ટીના ઘરે ખુશખબર આવી છે. શિલ્પા 44ની ઉંમરમાં બીજી વખત માતા બની છે. અભિનેત્રીએ પોતે પ્રશંસકોને આ જાણકારી પોસ્ટ કરી આપી છે. શિલ્પાના ઘરે આવેલ આ નાનકડી પરીનો જન્મ 15 ફેબ્રુઆરી 2020ના રોજ થયો હતો.

શિલ્પા બીજી વખત સરોગેસી દ્વારા માતા બની છે. શિલ્પાએ પોતાની દીકરાના જન્મની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને આપી છે. શિલ્પાએ દીકરનું નામ સમીશા રાખ્યુ છે. ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરમાં શિલ્પા દીકરીએ હાથ પકડેલ છે. પોસ્ટમાં શિલ્પાએ લખ્યુ,”ઓમ ગણેશાય નમ:, અમારી પ્રાર્થનાનો જવાબ મળી ગયો છે. એ વાતની જાણકારી આપતા ખુશી થઇ રહી છે કે, નાનકડી પરી અમારા ઘરમા આવી છે. સમીશા શેટ્ટી કુંન્દ્રા. સમીશાએ 15 ફેબ્રુઆરી 2020ના રોજ જન્મ લીધો. ઘરમાં જૂનિયર SSK આવી ગઇ છે.”

પોસ્ટમાં શિલ્પાએ દીકરીના નામનો મતલબ પણ સમજાવ્યો છે. શિલ્પાએ પોસ્ટમાં લખ્યુ-‘સા સંસ્કૃતનો શબ્દ છે જેનો મતલબ ‘ટૂ હૈવ’ થાય છે અને મિષા રશિયન શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘કોઇ જે ભગવાન માફક હોય’. એચલે કે અમારી દેવી લક્ષ્મી, જેને અમારા પરિવારને પૂર્ણ કર્યો. અમારી દીકરીને તમારો પ્રેમ અને આશીર્વાદ આપો.’તમને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટીનો એક પુત્ર પણ છે. નિયાનની ઉંમર સાત વર્ષ છે. વિયાન સાથે હંમેસા શિલ્પા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. આ સાથે જ તે ગણી વખત પુત્ર સાથે પાર્ટી કરતી પણ નજર આવતી રહે છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે 22 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદથી જ શિલ્પા ફિલ્મોમાં ખુબ જ ઓછી નજર આવે છે.શિલ્પા શેટ્ટી બોલીવુડની સૌથી પ્રખ્યાત એક્ટ્રેસમાંથી એક છે. ભલે ને આજકાલ એ ફિલ્મોમાં નથી જોવા મળતી, પણ સોશ્યિલ મીડિયા પર એ ખુબ જ સક્રિય હોય છે. એના આલીશાન ઘરની પણ ઝલક હંમેશા સોશ્યિલ મીડિયામાં જોવા મળી જ જાય છે. ક્યારેક એનો લિવિંગ રૂમ જોવા મળી જાય છે, તો ક્યારેક જિમ તો ક્યારેક કિચન. જે બંગલામાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા રહી રહ્યા છે, એની અંદરની તસવીરો એટલી આલીશાન છે કે તમે જોતા જ રહી જશો.શિલ્પા શેટ્ટી પાસે આમતો ઘણા બંગલા છે. પરંતુ શિલ્પા શેટ્ટી તેના પતિ અને પુત્ર સાથે મુંબઈમાં તેના સી ફેસિંગ બંગલો ‘કિનારા’માં રહે છે.

શિલ્પા શેટ્ટી એન રાજ કુંદ્રાનું ઘર કિનારા પણ લકઝરીયસ છે. કિનારા નામનો આ બંગલો જુહુ પાસે છે. શિલ્પાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે હંમેશાથી ઇચ્છતી હતી કે, તેની પાસે સી-ફેસિંગ ઘર હોય. તેણીએ કહ્યું હતું કે, હું અત્યારે જ્યાં રહી છું તે મારુ ડ્રિમ હાઉસ છે.શિલ્પા શેટ્ટીના આ ‘કિનારા’ બંગલોની ઋતિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાને ઇન્ટરિયર ડિઝાઇન કરી છે. શિલ્પા શેટ્ટીના આ ઘરમાં ફેંગ શુઈ અને વાસ્તુનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.શિલ્પાના ઘરના એન્ટ્રેન્સ પર એક ગોલ્ડન હાથ લગાડવામાં આવ્યો છે. સીલિંગની વાત કરવામાં આવે તો તે 14 ફૂટ ઊંચું છે.થોડા વર્ષો પહેલા શિલ્પાના બર્થડે પર રાજે લંડનમાં એક લકઝરી બંગલો ગિફ્ટ કર્યો હતો. જેનું નામ રાજ-મહલ છે. રાજે આ બંગલો 32 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ આજે આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયાથી વધારે છે.રાજે 2006માં રાજ-મહલ બંગલો તેની પહેલી પત્ની કવિતા માટે ખરીદ્યો હતો. પરંતુ કવિતા સાથે છૂટાછેડા થયા બાદ રાજે આ બંગલો વેચી દીધો હતો. ત્યારબાદ શિલ્પા શેટ્ટીની જીદ પર આ બંગલો ફરી રાજ કુંદ્રાએ ખરીદ્યો હતો.શિલ્પાને તમામ ઘરોમાંથી રાજ મહેલ સૌથી પસંદ છે. શિલ્પાએ રાજ મહેલમાં ખુદસે ઇન્ટિરિયર કર્યું છે. રાજ મહેલમાં 2 મોટા હોલ, 2 રિસેપ્સન રૂમ, 7 લકઝરી રૂમ, સ્વિમિંગ પુલ, કાર ગેરેજ, ત્રણ બાલ્કની અને એક મોટું ગાર્ડન છે.

પોતાના બંગલામાં શિલ્પા શેટ્ટી ક્યારેક રસોઈ બનાવતા જોવા મળે છે, તો ક્યારેક ટિક્ટોક વિડીયો બનાવતી પણ શિલ્પા જોવા મળી જાય છે. શિલ્પા શેટ્ટીનો બંગલો એટલો સુંદર છે કે અલગથી કોઈ સેટની શૂટિંગ માટે જરૂરત જ નથી પડતી. એક નજર કરીયે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના આલીશાન એશિયાના પર.પોતાના ગાર્ડનમાં શિલ્પા શેટ્ટી ઘણા શાકભાજી પણ ઉગાડી લે છે. ઘરના આ સુંદર ગાર્ડનમાં તાજા રીંગણાં પોતાના દીકરા સાથે તોડતી હોય એવો શિલ્પા શેટ્ટીએ એક વિડીયો પણ હમણાં થોડા દિવસ પહેલા પોસ્ટ કર્યો હતો.યોગ અને ધ્યાન શિલ્પા શેટ્ટીના જીવનનો મુખ્ય હિસ્સો છે. એમના ઘરનું ગાર્ડન ખુબ જ મોટું છે. શિલ્પા શેટ્ટી હંમેશા અહીંયા જ યોગ અને મેડિટેશન કરતી જોવા મળે છે.44 વર્ષની શિલ્પા શેટ્ટી કેટલીક ફિટનેસ ફ્રિક છે તે વાત સૌ કોઈ જાણે છે. તે પોતાને ફિટ રાખવા માટે યોગાસનથી લઈને ટ્રેનિંગ સેશન સુધીના શક્ય તમામ પ્રયાસો કરે છે. આટલી ઉંમર હોવા છતાં તે 26ની હોય તેવું લાગે.

એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાના ડેઈલી શિડ્યૂલ વિશે વાત કરી હતી અને તે રોજ શું ખાય છે તેનો ખુલાસો કર્યો હતો. શિલ્પાને દેશી અને હેલ્ધી ખાવાનું વધારે પસંદ છે. ત્યારે તે ડ્રિંકમાં શું પસંદ કરે છે તે પણ જાણવા જેવું છે. ફોટો શેર કરતાં શિલ્પાએ ખુલાસો કર્યો કે, તે રોજ બપોરે 2 કલાકે CCF ટી લે છે. આ ચાનું નામ તમે પહેલીવાર સાંભળ્યું હશે પરંતુ તેને બનાવવી જરાય અઘરી વાત નથીફિટનેસથી શિલ્પા શેટ્ટીને કેટલો પ્રેમ છે એ કોઈથી છુપાયું નથી. એ જ કારણ છે કે એના ઘરનું જિમ પણ ખુબ જ શાનદાર છે. માં ની જેમ એનો દીકરો વિવાન પણ ફિટનેસ માટે ઘણો સતર્ક છે.લજીજ ભોજન બનાવવાનો પણ શિલ્પા શેટ્ટીને ઘણો શોખ છે. પોતાની યુટ્યુબ ચેનલ પર એ ઘણી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વ્યંજનોની રેસિપી શીખવાડતી જોવા મળે છે. આ વીડિયોમાં એનું સુંદર કિચન જોવા જેવું છે.જયારે જયારે શિલ્પા શેટ્ટી સોશ્યિલ મીડિયામાં પોતાના ફોટા અને વિડીયો પોસ્ટ કરે છે, ત્યારે ત્યારે એના ચાહકોને એના સુંદર ઘરની ઝલક જોવા મળી જાય છેશિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના દીકરાનો રૂમ પણ ઘણો સુંદર છે. એટલે સુધી કે એના ઘરની બાલ્કની બહુ જ સુંદર છે. અહીંયા તમને આલીશાન એન્ટિક શો પીસ જોવા મળી જાય છે.

શિલ્પા શેટ્ટીના ઘરની બાલ્કની પણ જોવા જેવી છે. આ બાલ્કનીમાં બેસીને શિલ્પા હંમેશા પોતાની દીકરી સાથે સમય વિતાવતી નજરે ચડે છે. સોશ્યિલ મીડિયાને ઘણી વાર રાજ કુન્દ્રા પોતાના ઘરની સુંદર બાલ્કનીના ફોટો અને વિડીયો શેર કરતા દેખાયા છે.શિલ્પા શેટ્ટીના બેડરૂમના ફોટો અને વિડીયોમાં તમે જે ઓશિકા રાખેલા દેખો છો તો એનાથી ખબર પડે છે કે પરિવારમાં બધા એકબીજાની કેટલા નજીક છે.શિલ્પા શેટ્ટીના યોગ અને મેડિટેશનના ફોટો અને વિડીયો હંમેશા જ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા રહે છે. એ પોતાના ઘરના અલગ અલગ ખૂણામાં ક્યારેક યોગ તો ક્યારેક ધ્યાન કરતા જોવા મળે છે.રાજે શિલ્પાને પહેલી વેડિંગ એનિવર્સરી પર દુબઈના બુર્જ ખલીફામાં ઘર ગિફ્ટ કર્યું હતું પરંતુ ઘર નાનું પડતાં શિલ્પાએ આ ઘર વેચી દીધું હતું.બિઝનેસમેન હોવાને કારણે રાજ શિલ્પાને પ્રોપર્ટી સાથે જોડાયેલી ગિફ્ટ્સ આપે છે.નોઈડામાં 3 હજાર સ્કેવર ફૂટનું ડુપ્લેક્સ રાજે 2012માં શિલ્પાને ગિફ્ટ કર્યું હતું.નોઈડાના સેક્ટર 94માં આવેલા સુપરનોવામાં આ વિસ્તારની સૌથી મોટી બિલ્ડિંગ છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની બે મહિનાની દીકરી સમીશાની સાથે જોવા મળી રહી છે.

આ વિડીયો એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેને લોકોનું ખુબ ધ્યાન ખેચ્યું છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આ વિડીયો શેર કરતા જણાવે છે કે, કેટલીક વસ્તુઓ જીંદગીમાં બીજા બધા કરતા વધારે સ્પેશીયલ હોય છે. આની સાથે જ તેમણે જણાવ્યું છે કે, તેમની નાની દીકરી ગઈ કાલે એટલે કે ૧૫ એપ્રિલના રોજ બે મહિનાની થઈ ગઈ છે.શિલ્પા શેટ્ટી એ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે ૧૫ નંબર તેમના માટે ખુબ જ લકી સાબિત થઈ રહ્યો છે. કેમ કે, ૧૫ ફેબ્રુઆરીના રોજ તેમની દીકરી સમીશા શેટ્ટી કુંદ્રાનો જન્મ થયો, ૧૫ એપ્રિલના રોજ તે બે મહિનાની થઈ ગઈ અને ૧૫ એપ્રિલના જ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ટીકટોક એકાઉન્ટ પર ૧૫ મીલીયન ફોલોઅર્સ પુરા થઈ ગયા.

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા આ વિડીયોને શેર કરતા લખે છે કે, “કેટલીક વસ્તુઓ જીંદગીમાં અન્ય વસ્તુઓ કરતા વધારે સ્પેશીયલ હોય છે. ૧૫ અમારી લીસ્ટમાં જોડાઈ ગયો છે. અમારી દીકરી ૧૫ ફેબ્રુઆરીના રોજ અમારી જીંદગીમાં આવી અને ૧૫ એપ્રિલના તેને બે મહિના પુરા થઈ ગયા છે. આ પણ ખુબ ખાસ વાત છે કે, ૧૫ એપ્રિલના જ ટીકટોક પર અમારા પરિવારના ૧૫ મીલીયન ફોલોઅર્સ થઈ ગયા છે.”

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ પોતાના કેપ્શનમાં આગળ લખ્યું છે કે, “આપના બધાના ઘણા બધા પ્રેમ અને આશીર્વાદ માટે ધન્યવાદ. આશા કરું છું કે, આપ બધા આગળ પણ અમારી સાથે આમ જ ઉભા રહેશો.” વિડીયોમાં બન્ને માં-દીકરી પિંક આઉટફીટમાં જોવા મળી રહ્યા છે. વિડીયોમાં શિલ્પા શેટ્ટીનો અંદાજ ઘણો પ્રેમભર્યો લાગી રહ્યો છે. જણાવી દઈએ કે, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના આ વિડીયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી ૮ લાખથી વધારે વાર જોવાઈ ગયો છે, સાથે જ શિલ્પા શેટ્ટીના ફેંસ આ વિડીયોને ખુબ વખાણી રહ્યા છે.