જોઈ લો આ છે રાજસ્થાન ના CM અશોક ગેહલોત ની પુત્રવધુ,સુંદરતા એટલી કે મોટી મોટી અભિનેત્રીઓ પણ એની સામે ફીકી પડે,જોવો તસવીરો….

0
395

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંરાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જલ્દી જ વિધાનસભા સત્ર શરુ થશે અને બહુમત અમારી સાથે છે. સમગ્ર કૉંગ્રેસ એકજૂટ છે. જે લોકોએ ભૂલ કરી છે અને ભટકી ગયા છે, તેઓ કોર્ટમાં ગયા છે. ગેહલોતે કહ્યું કે, પાર્ટીના ધારાસભ્ય એકજૂટ છે અને જલ્દીજ સત્ર બોલાવાશે. અમે બહુમત સાબિત કરીને બતાવી દઈશું.

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે, “મોદીજીના રાજમાં અમિત શાહના ઈશારા પર સીબીઆઈ, ઈડી કઈ રીતે કામ કરી રહી છે તે બધાને ખબર છે એમાં કોઈ નવી વાત નથી. પહેલા દરોડા પાડ્યા બાદ ખબર પડતી હતી કે, અહીં દરોડા પડ્યા છે પરંતુ હવે ત્રણ-ચાર દિવસ પહેલા જ ખબર પડી જાય છે કે, અહીં દરોડા પડવાના છે. તેમાં ડરવાની જરૂર નથી, ના તો અમારુ મિશન રોકાઈ જવાનું છે. બીજેપીની નીતિ દેશને બરબાદ કરનારી છે. તેની સામે મુકાબલો કરવાનો દમ માત્ર કૉંગ્રેસમાં છે. ”

અશોક ગેહલોતે કહ્યું કે, મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના સામે લડવું જોઈતું હતું પરંતુ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી લીધી છે. આ પહેલા પણ કર્ણાટકમાં આમ થયું હતું. આજે અમે આ મહામારીથી લડી રહ્યાં છે અને તમે હોર્સ ટ્રેન્ડિંગ દ્વારા સરકાર પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આજે આપણે વાત કરીશું અશોક ગહેલોતના પરિવાર વિશે.રાજસ્થાનના CM અશોક ગહેલોતના પુત્રવધુ છે એમના પરિવારથી ઘણા અલગ, પતિ અને સસરાની જેમ એમને રાજકારણમાં રસ નથી.

વર્તમાન સમયમાં જો રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં કોરોના સિવાય રાજકીય ઉથલપાથલનો પણ હજુ સુધી કોઈ અંત આવ્યો નથી. છેલ્લા ત્રણેક અઠવાડિયાથી હાલના મુખ્યમંત્રી અશોક ગહલોત અને ડેપ્યુટી મુખ્યમંત્રી રહી ચુકેલા સચિન પાયલોટ વચ્ચે રાજકીય લડાઈ ચાલી રહી છે. પણ આ દરમિયાન અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના પરિવાર વિશે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ખાસ કરીને એમની પુત્રવધુ વિશે.

હિમાંશી સાદગી ભર્યું જીવન જ જીવે છે.

રાજસ્થાનના સીએમ અશોક ગહલોતના પરિવારમાં કુલ 6 સભ્યો છે. આ છ સભ્યોમાં એમની પત્ની સુનીતા ગહલોત, દીકરો વૈભવ અને પુત્રવધુ હિમાંશી, તેમજ એક પુત્રી અને પૌત્રી સામેલ છે. એમની દીકરી સોનિયાના લગ્ન મુંબઈના બિઝનેસમેનના પરિવારમાં થયા છે. અશોક ગહલોત અત્યારે કોંગ્રેસ પાર્ટી વતી રાજસ્થાનના મુખ્યમંત્રી છે અને દીકરો પણ હવે રાજકારણમાં પ્રવેશ કરી ચુક્યો છે. હાલમાં તે રાજસ્થાન ક્રિકેટ એસોસીએશનો પ્રમુખ છે. આટલા મોટા પરિવારમાંથી આવવા છતાં હિમાંશી સાદગી ભર્યું જીવન જ જીવે છે. આ સાથે તે રાજકારણથી પણ દુર રહે છે. જો કે ચૂંટણી પ્રચારમાં તેઓ પ્રચાર અને પ્રસારમાં પતિ અને સસરા સાથે રહે છે. પણ એમની પોતાની અલગ ઓળખ સોશિયલ વર્કના કારણે છે.

હિમાંશી ગહેલોત એક એનજીઓ ચલાવે છે.

આપને જણાવી દઈએ કે હિમાંશી ગહેલોત એક એનજીઓ ચલાવે છે, જેની એ ડીરેક્ટર છે. એમના એનજીઓનું નામ છે, ઈન્વેન્ટિવ હેલ્પિંગ હેન્ડ સોસાયટી. આ એનજીઓ દ્વારા તેઓ કેન્સર દ્વારા પીડિત બાળકોની મદદ કરે છે. આ સિવાય ગરીબ લોકોના અભ્યાસ માટે પણ તેઓ મદદ કરે છે. આ દરમિયાન અન્ય કાર્યો પણ આ એનજીઓ દ્વારા કરવામાં આવે છે. જેમ કે ગરીબ બાળકોને સરળતાથી રોજગાર મળી રહે એ માટે રોજગાર સબંધિત ટ્રેનીંગ પણ આપે છે. આ એનજીઓની શરૂઆત હિમાંશી ગહેલોતે વર્ષ ૨૦૧૯માં કરી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ હિમાંશી કેન્સરની ટ્રિટમેન્ટને કારણે પોતાના વાળ ગુમાવનાર બાળકીઓ માટે હેર ડોનેશન કેમ્પ લગાવીને મીડિયા તેમજ સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં આવી હતી.

૨૦૦૫માં થયા હતા હિમાંશી અને વૈભવના લગ્ન.

આપને જણાવી દઈએ કે હિમાંશી અને વૈભવના લગ્ન આજથી ૧૫ વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૨૦૦૫માં થયા હતા. એ સમયે વૈભવ સનલાઈટ કાર રેન્ટલ સર્વિસીઝ નામની કંપનીનો માલિક હતો. હિમાંશીએ રાજસ્થાનની પોદ્દાર મેનેજમેન્ટ કોલેજથી એમબીએનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત હિમાંશીએ ગ્રેજ્યેશન જોધપુરની કેએન ગર્લ્સ કોલેજમાંથી પૂર્ણ કર્યું છે. એમણે આ પહેલાનો માધ્યમિક અને પ્રાથમિક અભ્યાસ પણ જોધપુરમાં જ મેળવ્યો છે. વૈભવની સાળી એટલે હિમાંશીની બહેન ગરિમા પંવાર આઈએએસ અધિકારી છે. ગરિમાએ યુપીએસસી ૨૦૧૭માં પરીક્ષા આપી હતી અને ૨૧૨મો રેન્ક મેળવ્યો હતો. હિમાંશી પેઈન્ટીંગમાં પણ સારી એવી સમજ ધરાવે છે. એ પોતાના શોખ પૂર્ણ કરવાના પ્રયાસ હંમેશા કરે છે.

એમના જીવનના ઘણા એવા પ્રસંગો છે જેમાં એ રાજનીતિ સાથે જોડાયેલા હોય એવા સવૃપે પણ જોવા મળી રહી છે.આ રહી એવી કેટલીક ક્ષણો…આ તસ્વીર એ સમયે લેવામાં આવી હતી, જ્યારે અશોક ગહેલોત ત્રીજી વખત રાજસ્થાનના સીએમ બન્યા હતા. આ સમયે હિમાંશીએ આરતી કરીને એમને શુભકામનાઓ પાઠવી હતી.પ્રસ્તુત તસ્વીર એ સમયની છે જ્યારે વૈભવ ગહલોત રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી જીત્યા હતા. ત્યારે પત્ની અને દીકરીએ પણ પિતાને મિઠાઈ ખવડાવીને શુભકામનાઓ આપી હતી.

પ્રસ્તુત તસ્વીરમાં હિમાંશી જ્યારે સીએમ ગહલોત અને પૂર્ણ પરિવાર દુર્ગા પૂજામાં સામેલ થયા હતા એ સમયની છે. આ તસ્વીર ગત વર્ષની છે.પ્રસ્તુત તસ્વીરમાં દીકરી અને પતિ સાથે હિમાંશી જોવા મળે છે. આ તસવીર એ સમયની છે જ્યારે અશોક ગહલોત ત્રીજીવાર સીએમ પદના શપથ લેવાના હતા.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..