જોવો પ્રખ્યાત ખલનાયકોની દીકરીઓને,રીઅલ માં દેખાઈ છે કઈ આવી,જોવો તસવીરો..

0
149

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણવા જય રહ્યા છે કે મોટા ખલનાયકો ની છોકરીઓ કેટલી માસુમ છે અને તમે પણ દનગ રહી જશો તેમની માસૂમિયત જોઈને તો ચાલો વાહલા મિત્રો જાણીએ એમના વીશે.બોલિવૂડમાં એવા ઘણા વિલન છે જેઓ તેમના નામ તેમજ પાત્રો માટે જાણીતા છે.

ઘાતક ફિલ્મમાં ડેનીની કાત્યા ભૂમિકા હોય કે  રણજિતની પ્રેમ પ્રતિજ્ઞા ‘કલ્લુ દાદા’ હોય.તેમના વિલન પાત્રોને કારણે તે બંને ખૂબ પ્રખ્યાત બન્યા હતા. જોકે લોકો બોલીવુડ વિલન વિશે ઘણું જાણે છે, પરંતુ તેમની પુત્રી વિશે બહુ ઓછા લોકો જાણે છે.  આ લેખમાં અમે બોલિવૂડના લોકપ્રિય વિલનની સુંદર દીકરીઓ વિશે જણાવી રહ્યા છીએ.

ડેની: પેમા ડેંગઝોંગ્પા,બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર ડેનીને એક પુત્રી અને એક પુત્ર છે. તેમની પુત્રીનું નામ પેમા ડેંગઝોંગ્પા છે.પેમા એનિમેશનમાં બી.એ. ઓનર્સની ડિગ્રી ધરાવે છે.  આ સિવાય તેણે લંડન કોલેજ ઓફ કમ્યુનિકેશનમાંથી પણ અભ્યાસ કર્યો છે.રણજીથ: દિવ્યાંકા,બોલિવૂડના લોકપ્રિય વિલન રણજિતે લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પુત્રીનું નામ દિવ્યાંકા છે, જે એક વ્યવસાયે ફેશન અને જ્વેલરી ડિઝાઇનર છે.

રણજિતે અત્યાર સુધી 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે એટલું જ નહીં તેમણે ટેલિવિઝન સીરિયલ એસ દેશ મેરા’અને ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે ફિલ્મ શર્મિલી માં ભજવેલી તેની નકારાત્મક ભૂમિકાને કારણે તેને આ સિદ્ધિ મળી છે પરંતુ આજે અમે રણજિતની નહીં પરંતુ તેની પુત્રીની વાત કરી રહ્યા છીએ.રણજીથનું અસલી નામ ગોપાલ બેદી છે અને તેમને દિવ્યાંકા બેદી નામની એક પુત્રી પણ છે જે ખૂબ જ સુંદર છે તેની પુત્રી કોઈ હિરોઇનથી ઓછી દેખાતી નથી જો કોઈ પણ દિવ્યાંકાની તસવીર એકવાર જુએ તો તે તેની સુંદરતાનો દિવાના થઈ જાય છે.

હકીકતમાં દિવ્યાંકા ખૂબ જ સુંદર છે બોલિવૂડના બાકીના સ્ટાર કિડ્સની જેમ દિવ્યાંકા પણ બોલીવુડ તરફ વળી શકે છે પરંતુ આ રસ્તો પસંદ કરવાને બદલે, તેણે બીજો રસ્તો પસંદ કર્યો હા તે એક ફેશન ડિઝાઇનર છે દિવ્યાંકાને ફેશન ડિઝાઇનિંગ ઉપરાંત ઘણા શોખ છે.રણજિતની પુત્રી દિવ્યાંકા મુંબઈના જુહુમાં જીમ માલિક છે ખુદ રણજીથ ઘણીવાર પોતાની પુત્રીના જીમના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે રણજીથે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ કર્યું હતું.

જેમાં તે પોતાની ફિલ્મ્સના ફોટા અને અંગત જીવન સાથે જોડાયેલી ચીજોને શેર કરતો રહે છે.અભિનેતા રણજિતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વીડિયોમાં તે તેની પુત્રી દિવ્યાંકા બેદી સાથે જીમમાં જોવા મળી રહ્યો છે આ વીડિયોમાં દિવ્યાંકા જીમ કપડામાં વર્કઆઉટ કરવાના મૂડમાં જોવા મળી રહી છે વીડિયોમાં અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ શોલે ના પ્રખ્યાત ગીત મહેબૂબા મહેબૂબા પર રણજીત તેની પુત્રી સાથે બેંગ મારતા નજરે પડે છે દરેક વ્યક્તિ તેની સ્ટાઇલ માટે તેની પ્રશંસા કરી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે રણજીથની પુત્રી દિવ્યાંકા બેદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તેની સાથે તે ફિટનેક ફ્રીક પણ છે તેનું સામાજિક એકાઉન્ટ તેના વર્કઆઉટ્સના ચિત્રોથી ભરેલું છે તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવીનતમ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.દિવ્યાંકા બેદીને ટ્રાયમ્ફ પ્રેરણા એવોર્ડ 2008 ના રાષ્ટ્રીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ટ્રાયમ્ફ પ્રેરણા એવોર્ડ વિદ્યાર્થીઓને તેમની બધી પ્રતિભા, સર્જનાત્મકતા અને પ્રેરણાની મદદથી ડિઝાઇન સૂત્રનો અર્થઘટન કરવા પડકાર આપે છે જેને આપણે શોપીસ કહીએ છીએ તેને કલ્પના કરવા અને ડિઝાઇન કરવાની એક સ્પર્ધા છે.

અમરીશ પુરી, નમ્રતા પુરી,મિસ્ટર ઈન્ડિયા ફિલ્મના મૌગમ્બોના પાત્ર માટે પ્રખ્યાત, અમરીશ પુરીને એક પુત્રી નમ્રતા અને પુત્ર રાજીવ પુરી છે.  નમ્રતા ફિલ્મી દુનિયાથી દૂર રહી અને ગ્રેજ્યુએશન પછી તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં માસ્ટર ની ડીગ્રી લીધી.બોલિવુડના સ્ટારકિડ હંમેશા ચર્ચામાં રહે છે. સ્ટાર કિડ પણ સેલેબ્સથી વધારે ફેમસ રહે છે. ઘણા એવા સ્ટારકિડ છે જે બાળપણથી જ સુપર સ્ટાર બની ગયા હોય છે.તો ઘણા એવા સ્ટારકિડ છે જે ફિલ્મ દુનિયાની ચમકથી દૂર રહે છે.

જેમાં અમરીશ પુરીની દિકરીનું નામ નમ્રતા પુરી છે.અમરીશ પુરી બૉલીવુડમાં એક એવા વિલન હતા જે ફિલ્મમાં એક્ટર પર ભારી પડી જતા હતા. અમરીશ પુરીની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા, નગીના, દામિની અને કોયલા જેવી ફિલ્મોમાં અમરીશ પુરીની એક્ટિંગને ભુલાવી મુશ્કેલ છે. અમરીશ પુરી 80 અને 90ના દાયકાની ફિલ્મોમાં લીડ રોલમાં હતા.એક તરફ બોલીવુડ નેપોટિઝ્મને લઈને જંગ કરી રહી હતી. તો બીજી તરફ આ બધી વાતોથી દૂર અમરીશ પુરીએ દીકરી નમ્રતાએ બોલીવુડની કરિયરને પસંદ કરી ના હતી.

ખબરોનું માનીએ તો નમ્રતા એક સોફ્ટવેર એન્જીનીયર છે.400 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અમરીશ પુરી જેટલા પ્રસિદ્ધ છે તેટલી તેની દીકરી નમ્રતા એ ફિલ્મોમાં ક્યારે પણ આવવાની કોશિશ કરી ના હતી. અમરીશ પૂરીને એક જ દીકરી છે. તે છે નમ્રતા પુરી. નમ્રતા લાઈમલાઈટથી દૂર રહે છે. નમ્રતા બાકી બધા સ્ટારથી ઘણી અલગ છે. સોફ્ટવેર એન્જીનીયરની સાથે-સાથે નમ્રતા એક કોસ્ટ્યૂમ ડિઝાઈનર છે. નમ્રતાના લગ્ન થઇ ગયા છે અને તેને એક દીકરી પણ છે.

નમ્રતએ શિરીષ બાગવે સાથે લગ્ન કર્યા છે.જણાવી દઈએ કે, અમરીશ પૂરીને એક દીકરો છે રાજીવ પુરી. રાજીવ પુરી તેના બિઝનેશમાં વ્યસ્ત છે.આજે ભલે અમરીશ પુરી બોલીવુડમાં ના હો પરંતુ હિન્દી સિનેમાને અમરીશ પુરી જેવા એક્ટર અને વિલન મળવા એક ગૌરવની વાત છે. ખલનાયકની ભૂમિકામાં તો લાંબા સમય સુધી તેના રોલને કારણે જાણવામાં આવ્યા હતા. શેખર કપૂરની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાઆમ મોગેમ્બોની ભૂમિકા હિન્દી સિનેમાના ખલનાયકના તરીકે તેનો રોલ અમ્ર થઇ ગયો હતો.

આ ફિલ્મમાં અમરીશ પુરી દ્વારા બોલવામાં આવેલો ડાયલોગ મોગેમ્બો ખુશ હુઆ’આજે પણ આ ડાયલોગ હિન્દી ફિલ્મના જાણીતા ડાયલોગમાં શામેલ છે.જણાવી દઈએ કે, અમરીશ પુરીનવે બોલીવુડમાં પહેલો રોલ 39ની ઉંમરમાં મળ્યો હતો. આ ફિલ્મનું નામ હતું ‘ રેશ્મા અને શેરા. આ ફિલ્મમાં અમરીશ પુરીએ વહીદા રહેમાન અને સુનિલ દત્ત સાથે કામ કર્યું હતું. અમરીશ પુરીનું નિધન 12 જાન્યુઆરી 2005માં બ્રેઈન હેમરેજના કારણે થયું હતું.

અમજદ ખાન,આહલામ ખાન,ફિલ્મ શોલેના લોકપ્રિય ખલનાયક ‘ગબ્બર સિંઘ’ એટલે કે અમજદ ખાનને એક પુત્રી અને બે પુત્ર છે.  પુત્રી આહલામે 2011 માં થિયેટર અભિનેતા ઝફર કરાચીવાલા સાથે લગ્ન કર્યા.  આહલામ પોતે થિયેટર બેકગ્રાઉન્ડ થી છે.  તેમણે અનેક નાટકોમાં કામ કર્યું છે.કુલભૂષણ ખારબંડા: શ્રુતિ ખારબંડા,કુલભૂષણ ખારબંદાએ ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.તે શાન ફિલ્મના શકલના રોલ માટે જાણીતો છે.  તેમને શ્રુતિ નામની એક પુત્રી છે.  તે વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર છે.

કિરણ કુમાર સૃષ્ટિ,ભૂતકાળના લોકપ્રિય અભિનેતાના પુત્ર કિરણ કુમારે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે.તેમને એક પુત્રી સૃષ્ટિ અને પુત્ર શૌર્ય છે.  સૃષ્ટિ જ્વેલરી અને કપડાનાં લેબલ ‘સુશ અને સીશ’ ચલાવે છે.આ સિવાય તે એક ફેશન અને સ્ટાઈલિશ સલાહકાર પણ છે. નસીરુદ્દીન શાહ: હીબા,બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ ભજવનાર નસીરુદ્દીન શાહની પુત્રીનું નામ હીબા રાખવામાં આવ્યું છે.  હીબા તેની પહેલી પત્ની પરવીન મુરાદની પુત્રી છે.  હીબા વ્યવસાયે સ્ટેજ અભિનેત્રી છે.

ઓમ શિવપુરી,રીતુ શિવપુરી,ઓમ શિવપુરી ભલે આજે આ દુનિયામાં ન હોય પરંતુ તેમની એક્ટિંગ આજે પણ લોકોના દિલમાં જીવંત છે.  તેમને એક પુત્રી રીતુ શિવપુરી અને પુત્રી વિનીત છે.  રિતુએ 1993 માં ફિલ્મ આંખેનથી ડેબ્યૂ કર્યું હતું.  આ સિવાય તેણે હમ સબ ચોર હૈ અને અર યા પાર જેવી ફિલ્મો કરી હતી.  રીતુએ ટીવી શો ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂન 3’ માં પણ કામ કર્યું છે.

પ્રેમ ચોપડા: રકીતા, પુનિતા અને પ્રેર્ના,પ્રખ્યાત વિલન પ્રેમ ચોપડાને ત્રણ પુત્રી, રકીતા, પુનિતા અને પ્રેર્ના છે.  રકીતાના લગ્ન રાહુલ નંદા સાથે થયા છે, જ્યારે બીજી પુત્રી પુનિતાએ એક્ટર વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા છે.  ત્રીજી પુત્રી પ્રેર્નાના લગ્ન અભિનેતા શરમન જોશી સાથે થયા છે.રાજ બબ્બર: જુહી બબ્બર,રાજ બબ્બર, જેણે ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો હતો, તેની પત્ની નાદિરાથી એક પુત્રી જુહી અને પુત્ર આર્ય છે.  આર્ય ફિલ્મોમાં અભિનેતા છે, જ્યારે જુહીએ કેટલીક ફિલ્મો અને ટીવીમાં પણ કામ કર્યું છે.જૂહીએ 2003 માં ફિલ્મ ‘કાશ આપ હમ હોતે’ થી શરૂઆત કરી હતી.  ટીવીમાં તેણે સીરીયલ ‘ઘર કી બાત હૈ’ (2009) માં કામ કર્યું છે.

શક્તિ કપૂર: શ્રદ્ધા કપૂર,શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા પણ તેમના જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે.  શ્રદ્ધાએ 2010 માં ટીન પટ્ટી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.ત્યારબાદ તે આશિકી 2, એક વિલન, એબીસીડી 2, બાગી, અ ફ્લાઇંગ જૂટ, રોક ઓન 2, હાફ ગર્લફ્રેન્ડ અને હસીના પાર્કર જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે.શ્રદ્ધા કપૂર બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે અને ભારતીયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીમાં ત્રીજા સ્થાન પર આવે છે.

શ્રદ્ધા પહેલા વિરાટ કોહલી અને પ્રિયંકો ચોપડા છે. શ્રદ્ધા એક સારી એક્ટર તો છે પણ એટલી સુંદર પણ છે.બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરનુ કહેવું છે કે તેની પુત્રી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરશે. શક્તિ કપૂર પોતાની આગામી ફિલ્મ ધ જર્ની ઓફ કર્માના પોસ્ટર અને ટીઝરના રિલીઝ સમયે પત્રકારો સાથે વાત કરી રહ્યો હતો.

શ્રદ્ધાના લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો શક્તિએ કહ્યું કે દરેક પિતા ઈચ્છે છે કે તેની પુત્રીના લગ્ન સારા અને સન્માનિત પરિવારમાં થાય.મારી દુઆ છે કે તે પર્સનલ અને વ્યવસાયિક જીવનમાં આગળ વધે. એક પિતા તરીકે હું વિચારું છું કે તમારે તમારા બાળકને થોડીક આઝાદી આપવી પડશે કારણ કે હવે તે સમય જતો રહ્યો કે માતા પિતા પોતાના બાળકોના લગ્ન પોતાની મરજી મુજબ કરાવતા હતાં.