જોઈલો આ છે બોલિવૂડની અત્યાર સુધીની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ,એકતો છે સૌથી હોટ…..

0
728

બોલીવુડમાં અભિનેત્રીઓને વધુ મહત્વ આપવામાં આવે છે કોઈ પણ ફિલ્મ જોઈએ તો આપણી નજર અભિનેત્રી પર પડે છે હિન્દી ફિલ્મ જગત એ આપણને એક થી ચઢિયાતી એક ખુબસુરત અભિનેત્રીઓ આપી છે.કેટલીક અભિનેત્રીઓ તો એટલી ખુબસુરત છે જેમની ગણતરી દુનિયા ની સૌથી ખુબસુરત મહિલાઓ માં હોય છે.આ વાત પર લાંબી ઝગડો થઇ શકે છે કે કઈ અભિનેત્રી બોલીવુડ માં સૌથી વધારે ખુબસુરત છે.આજ ની આ પોસ્ટ માં અમે તમને બોલીવુડ ઈતિહાસ ની કેટલીક એવી અભિનેત્રીઓ થી મિલાવવા જઈ રહ્યા છીએ જેમનું નામ સૌથી વધારે ખુબસુરત અભિનેત્રીઓ માં શુમાર છે અને આ જેવી સુંદર અભિનેત્રી નહોતી,ના કોઈ છે અને ના કોઈ હશે. કોણ છે તે અભિનેત્રીઓ, આવો જાણીએ.

ઐશ્વર્યા રાય બચ્ચન.


બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન તેની સુંદરતા માટે ઓળખવામાં આવે છે.તે 45ની ઉંમરને પાર કરી ચુકી છે.પરંતુ આજે પણ તેની સ્કિન ગ્લો કરી રહી છે તેની સુંદર,ગ્લોઇંગ અને જવાન સ્કિન તેની ડેલી સ્કિન કેયર રુટીન છે.ભલે તે ઘણા બ્યુટી પ્રોડક્ટની શુટિંગ કરતી હોય પરંતુ તેની રિયલ લાઇફમાં તે આ વસ્તુઓથી દૂર રહે છે. એક ઇન્ટરવ્યુમાં તચેણે જણાવ્યું હતું કે તે તેની સુંદરતા માટે ઘરેલું વસ્તુઓનો વધારે ઉપયોગ કરે છે

દીપિકા પાદુકોણ.


2018 એક્ટ્રેસ દીપિકા પદુકોણ માટે તેની લાઈફના ખાસ વર્ષોમાંથી એક છે.ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવ્યા પછી દીપિકા પદુકોણે એકવાર ફરી સાબિત કર્યું છે કે તે બોલિવૂડની ટોપ સ્ટાર કેમ છે.દીપિકા સુંદર છે,ટેલેન્ટેડ છે અને તેના પાસે તેના પાસે કેટલીક સારી ફિલ્મો છે.દીપિકા એ ફરી એકવાર બધાનું દિલ જીતી લીધું છે

હેમા માલીની.


બોલિવૂડની ખુબસુરત એકટ્રેસની જ્યારે જ્યારે વાત થાય ડ્રીમગર્લ હેમા માલિનીને કોઈ કેવી રીતે ભૂલી શકે? હેમાએ 70ના દશકમાં પોતાની એક્ટીંગથી એક એવી સિદ્ધિ મેળવી હતી જ્યાં પહોંચવા માટે ભલભલી અભિનેત્રીઓએ ખુબજ મથામણ કરી હતી.હેમા માલિની એક ખુબસુરત અભિનેત્રી હોવાની સાથે સાથે ક્લાસિકલ ડાન્સર પણ છે.ભરત નાટ્યમમાં તેને મહારથ હાસીલ છે.જ્યારે સ્ટેજ પર તે ક્લાસિકલ ડાન્સ કરે છે આપણને લાગે કે તેમનો નાતો નટરાજન સાથે મનથી જોડાઈ ચુક્યો છે.હેમા માલિનીનો આજે જન્મદિવસ છે. 16 ઓક્ટોબર 1948માં તમિલનાડૂમાં જન્મેલી આ અભિનેત્રીએ સાઉથની ફિલ્મોથી તેની કેરિયરની શરૂઆત કરી હતી

માધુરી દીક્ષિત.

બોલિવૂડમાં સુંદરતાની વાત આવે તો લાખો દિલો પર રાજ કરનારી ધકધક ગર્લ નામથી વિખ્યાત એક્ટ્રેસ માધુરી દીક્ષિતની ફેન ફોલોઇંગ ખૂબ મોટી છે.52 વર્ષે પણ પોતાની અદાઓથી બૉલિવૂડમાં ધૂમ મચાવનાર માધુરી દીક્ષિત આજે પણ એટલી જ લોકપ્રિય છે.આ ઉંમરે તેની ખુબસુરતી અને ફિટનેસ ખરેખર સરપ્રાઇઝ કરી દે છે

મધુબાલા.


હિંદી ચલચિત્રની જાણીતી અભિનેત્રી મધુબાલા. તેમણે 1950ના દાયકા અને 1960ના દાયકાના પ્રારંભમાં વિવિધ સફળ ચલચિત્રોમાં અભિનેત્રી તરીકે અભિનય આપ્યો હતો, જેમાંની અસંખ્ય ફિલ્મોએ ઉત્તમ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. તેમની જ પેઢીના નરગીસ અને મીના કુમારી સાથે, બહોળા પ્રમાણમાં હિન્દી ફિલ્મોની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક તરીકે તેમની ગણના થાય છે.અને એમની સુંદરતાની વાત કરીએ તો
હિંદી સિનેમામાં જ્યારે પણ સૌથી સુંદર ચહેરાની વાત થાય, મધુબાલાનું નામ સૌથી પહેલાં લેવાય.
મધુબાલાનું નામ આવે ને એ સાથે જ એમના કેટલાંય પાત્રો આંખો સામે તરવા લાગે. પછી એ ‘મહલ’માં સસ્પેન્સ જગાવતાં મધુબાલા હોય કે ‘મિસ્ટર ઍન્ડ મિસીઝ 55’નાં શહેરી મધુબાલા.

નરગીસ.


નરગીસ 1 જૂન 1929 – 3 મે 1981), તેમનું મૂળ નામ ફાતીમા રાશીદ હોવા છતાં પોતાના પડદા પરના નામ, નરગીસ થી જાણીતાં છે,તેઓ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી હતાં. હિન્દી સિનેમાના ઇતિહાસમાંની મહાન અભિનેત્રીઓમાંની એક તરીકે તેમને મોટે ભાગે ઓળખવામાં આવે છે. તેમણે 1935માં તલાશ-એ-હક માં બાળક તરીકે સૌ પ્રથમ વખત સ્ક્રીન અભિનય આપ્યો હતો, પરંતુ તેમની અભિનય કારકીર્દીનો પ્રારંભ 1942માં તમન્ના થી થયો હતો. 1940ના દાયકાથી લઇને 1960ના દાયકા સુધી પથરાયેલી કારકીર્દી દરમિયાન નરગીસ અસંખ્ય વ્યાપારી રીતે સફળ અને આલોચકોની દ્રષ્ટિએ વખાણાયેલી ફિલ્મોમાં દેખાયાં હતાં, તેમાંની મોટા ભાગની ફિલ્મોમાં તેમની સાથે અભિનેતા અને ફિલ્મનિર્માતા રાજકપૂર મુખ્ય અભિનેતા તરીકે હતા. તેમની સૌથી શ્રેષ્ઠ-જાણીતી ભૂમિકાઓમાંની એક હતી એકેડમી અવૉર્ડ માટે નામાંકિત થયેલી મધર ઇન્ડિયા (1957) ફિલ્મમાં રાધાની ભૂમિકા, તેમની આ અદાકારીને કારણે તેમને શ્રેષ્ઠ એભિનેત્રી માટે ફિલ્મફેર અવૉર્ડ અને કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ટ્રોફી મળી હતી

શ્રીદેવી.

હિન્દી ફિલ્મ જગતની સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર. આ ખિતાબ માટે શ્રીદેવી સિવાય બીજુ કોઈ નામ વિચારી ન શકાય.24 ફેબ્રુઆરી 2018 ના રોજ શ્રીદેવીના એકાએક નિધનથી તેમના ફેન્સ અને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ હતી . આજે શ્રીદેવીની બીજી પુણયતિથિ છે . શ્રીદેવી બોલિવૂડના પહેલા ફીમેલ સુપરસ્ટાર હતા . શ્રીદેવીએ પોતાના દોરમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી અને સૌથી વધારે મહેનતાણું લેતી અભિનેત્રી હતી

નુતન.


નૂતન સમર્થ એ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી હતી. તેમનો (જન્મ; ૪ જૂન ૧૯૩૬ – ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૧) થયો હતો તે નૂતન તરીકે વધુ જાણીતી હતી. લગભગ ચાર દાયકા સુધીની કારકીર્દિમાં, તેમણે ૭૦ થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય આપ્યો, જેમાંની ઘણી ફિલ્મોમાં તેમની પ્રમુખ ભૂમિકા હતી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં તેમને એક શ્રેષ્ઠ સ્ત્રી અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે, નૂતનને બિનપરંપરાગત પાત્રો ભજવવા માટે જાણીતી હતી. અને તેમના અભિનયમા એ તેમને ઘણીવાર પ્રશંસા મળી હતી.

સાયરા બાનુ.


ખુબસુરત અભિનેત્રી સાયરા બાનુ પરી જેવા સુંદર અને મહાન દિલીપ કુમારના અભિનેત્રી પત્ની સાયરા બાનુ આજે ૭૫ વર્ષના થયાં. સાંઠ અને સિત્તેરના દાયકાના તેઓ રૂપાળા અભિનેત્રી છે.૨૩ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ અભિનેત્રી નસીમ બાનુ અને નિર્માતા મિયાં એહસાન-ઉલ-હકના તેઓ દીકરી. સાયરાજીએ તેમનું ઘણું ખરું બાળપણ લંડનમાં વિતાવ્યું છે,જ્યાં તેઓ ફીનીશીંગ સ્કૂલમાં ભણ્યાં હતાં.૧૬ વર્ષના સાયરાએ ફિલ્મમાં અભિનય કર્યો હતો. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મારામાં બેઝીક ટેલેન્ટ અને નૃત્યનો અનુભવ’હતો.તેમણે તેમના સમયની અભિનેત્રીઓની જેમ કથક અને ભરતનાટ્યમની તાલીમ લીધી હતી.મિત્રો,જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક અને શેયર કરવાનું ભૂલશો નહિ

લેખન સંપાદન : Dharmik Lekh – ધાર્મિક લેખ ટિમ

તમે આ લેખ Dharmik Lekh – ધાર્મિક લેખ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ Dharmik Lekh – ધાર્મિક લેખ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google