જો વાળમાં નાખો છો સરસવનું તેલ તો થઈ જજો સાવધાન,થાય છે આટલાં નુકશાન.

0
120

સરસવના તેલની સુગંધ થોડી તેજ હોય છે અને સદીઓથી તે રસોઈમાં વપરાતુ આવ્યું છે. તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. વાળમાં રફ થઈ ગયા હોય, નીચેથી સ્પ્લિટ એન્ડ્સ હોય, ડેન્ડ્રફ હોય કે પછી વાળ ખરતા હોય, આ તેલ તેમાં અકસીર ઈલાજ છે. 100 ગ્રામ સરસવના તેલમાં 884 કેલરી હોય છે. તેમાં 12 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ, 21 ગ્રામ પોલિઅનસેચ્યુરેટેડ ફેટ, 59 મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે. શિયાળામાં ત્વચા સૂકી ન પડે એ માટે તે સ્કિન પર પણ લગાવવામાં આવે છે. વાંચો સરસવનું તેલ માથામાં લગાવશો તો કેવા ચમત્કારિક ફાયદા થશે અને નુકશાન.

સરસવ નું તેલ માથામાં લગાવવાથી એક નુકસાન તો છે. જે આપણે નાનપણથી જોતા આવી રહ્યા છીએ, છોકરાઓ અને છોકરીઓને આવું નુકસાન સૌથી વધારે ઉઠાવવું પડે છે તેઓને એક વિશેષ નામથી નવાજવામાં આવે છે.જો કોઇપણ વ્યક્તિ માથામાં સરસવનું તેલ હંમેશા લગાવી રાખે છે, તો તેનું મોટાભાગનું નામકરણ ચંપુ કરી દેવામાં આવે છે.
ચંપુ જેનો હળતો ભળતો અર્થ વાળું અંગ્રેજી નામકરણ જોઈએ તો આવી વ્યક્તિને નર્ડ કહેવામાં આવે છે.જયારે વાળ માટે જોવા જઈએ તો સરસવના તેલના તેલના ફાયદા જ ફાયદા થાય છે. સરસવના તેલથી વાળને કોઈ નુકસાન નથી થતું.પણ પ્રશ્ન એ છે કે સરસવના તેલના ફાયદાઓને એક બાજુ રાખીને જોઈએ કે શું સરસવનું તેલ માથામાં લગાવવું નુકસાનદાયક છે.

તો બીજુ કઈક અજીબ જેવું અને પ્રત્યક્ષ નુકસાન જે આપણે પોતાની શાળાઓમાં અનુભવ થયો જ છે. પાર્કમાં રમતી વખતે, જયારે પણ તે સમયે જો આપણા વાળમાં સરસવનું તેલ લગાવેલ રહેતું હતું, તો ઘણા બધા મચ્છરોનું નાનું ઝુંડ આપણા માથા ઉપર ફર્યા કરતું હતું.જો કે, આવું ત્યારે થતું હતું જયારે કોઈ શારીરિક ગતિવિધિના કારણે પરસેવો પણ આવી રહ્યો હોય અને માથામાં સરસવનું તેલ પણ લગાવ્યું હોય.

મચ્છરોને માથા માંથી નીકળતો પરસેવો અને સરસવના તેલની મિશ્રિત અલગ ગંધના કારણે આકર્ષિત થાય છે. ખાસ વાત એ છે કે મચ્છરોનું ઝુંડ ગ્રુપના દરેક વ્યક્તિ પર નથી મંડરાતા. પરંતુ કોઈ એક વ્યક્તિ વિશેષની ઉપર જ મંડરાતા જોવા મળે છે.મચ્છરોને પણ મજા લેવાનો શોખ હોય છે.આવું ત્યારે નથી થતું જયારે વાળને શેમ્પુથી ધોવામાં આવ્યા હોય અને વાળમાં સરસવનું તેલ ના નાખવામાં આવ્યું હોય.

ત્રીજું નુકસાન એ પણ છે કે જયારે વાળમાં સરસવનું તેલ લગાવેલ હોય તો આપ કયાંય પણ બેઠા હોવ તો બેઠા બેઠા માથાને ટેકો દો છો તો દીવાર ચીકણી થઈ જાય છે જે જગ્યા એ આપે માથું ટેકવ્યું હોય છે.ઉંચી બેકરેસ્ટ વાળી ખુરશીઓ પણ ચીકણા થવાનો શિકાર બને છે.ઘરના ઓશિકા અને તકિયા પણ ખરાબ થવા પર ગૃહ મંત્રીના ગુસ્સાનો શિકાર પણ બનવું પડે છે.

નાનપણમાં તો પોતાના માથાના તેલથી દીવાલોને ખરાબ કરવા માટે થઈને મમ્મીના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો છે.શિયાળાના દિવસોમાં ક્લાસમાં જેના પણ માથામાં સરસવનું તેલ લગાવી રાખ્યું હોય તેને ક્લાસના બીજા બધા મિત્રો ઘેરી લેતા હતા અને એવું કહેતા હતા કે અમારા હાથ સુકાઈ રહ્યા છે, થોડું તેલ અમને પણ આપી દે.આજકાલ તો બધા જયારે ઘરે હોય ત્યારે જ સરસવનું તેલ માથામાં નાખે છે, પણ જયારે ઘરની બહાર નીકળતા પહેલા વાળને શેમ્પુથી ધોઈને પછી જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે.આમ જોવા જઈએ તો દિવેલના તેલના ખરેખર કોઈ નુકસાન તો નથી જ.

હવે જાણીશું સરસવના તેલના ફાયદાઓ પણ જાણી લઈએ, કે સરસવનું તેલ વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે.સરસવના તેલ વાળને લાંબા અને મજબુત બનાવે છે અને સરસવના તેલની માથામાં માલીશ કરવાથી સ્કેલ્પને પોષણ આપવાનું કામ કરે છે.સરસવના તેલમાં ભરપુર પ્રમાણમાં એંટીઓક્સીડન્ટ રહેલ હોય છે, સરસવના તેલમાં બીટા કૈરોટીન, ફેટી એસીડ, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે.

સરસવના તેલમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ તત્વો હોય છે. માથામાં નિયમિત સરસવનું તેલ નાંખવાથી તે વાળના મૂળિયાને પોષણ આપે છે જેને કારણે વાળનો ગ્રોથ ઝડપી બને છે. ધ્યાન રાખો કે તમે કોલ્ડ પ્રેસ્ડ અને ઓર્ગેનિક ઓઈલ જ વાપરો.સરસવના તેલમાં જરૂરી બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તે વાળનો ઓરિજિનલ હેર કલર પાછો લાવે છે. તમે નિયમિત આ તેલથી મસાજ કરશો તો વાળ વહેલા ધોળા નહિ થાય. તેમાં થોડા સૂકાયેલા લીમડાના પાન નાંખો અને મેથીના દાણા વાટીને નાંખો, બેસ્ટ રિઝલ્ટ મળશે.સરસવના તેલથી તમે રગ્યુલર મસાજ કરશો તો સ્કાલ્પના ઈન્ફેક્શન અને વાળની બીજી સમસ્યાઓથી રાહ મળશે.

સરસવના તેલમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તેને કારણે સ્કાલ્પ હેલ્ધી બને છે અને ડેન્ડ્રફ દૂર થાય છે. સરસવના તેલ, મેથીના દાણા અને દહીંના મસ્કાની પેસ્ટ બનાવી માથામાં લગાવો. 20 મિનિટ રાખી શેમ્પૂ કરી નાંખો. રાત્રે વાળમાં સરસવનું તેલ લગાવી બીજી સવારે વાળ ધોઈ નાંખો, ડેન્ડ્રફમાંથી છૂટકારો મળી જશે.
સરસવનું તેલ ખૂબ જ સારુ કંડિશનર છે. તેમાં વિપુલ માત્રામાં આલ્ફા ફેટી એસિડ્સ હોય છે જેને કારણે વાળ રૂક્ષ નથી બનતા. તે વાળને જાડા બનાવે છે અને ગ્રોથ વધારે છે. શેમ્પૂ કરવાની રાત પહેલા માથામાં સરસવના તેલની માલિશ કરો.

1 ચમચી સરસિયાનું તેલ, બે ચમચી દહીં અને ઈંડુ મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને વાળમાં બરાબર લગાવો અને 45 મિનિટ રહેવા દો. માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાંખો. વાળ એકદમ સોફ્ટ અને ચમકદાર બની જશે.આ ત્રણે તેલને એક સરખા પ્રમાણમાં મિક્સ કરીને માથામાં બરાબર મસાજ કરો. ઓઈલ માસ્કને ઓછામાં ઓછુ અડધો કલાક રહેવા દો. અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરો, રૂક્ષ વાળથી છૂટકારો મળી જશે.

2 ચમચી એલોવેરા જેલને 2 ચમચી સરસિયાના તેલ સાથે મિક્સ કરો. આ હેરપેક વાળમાં લગાવો. 30 મિનિટ રહેવા દો અને વાળ ધોઈ નાંખો. આ હેરપેક વાળને પોષણ આપવા સાથે સાથે ડેન્ડ્રફથી પણ છૂટકારો અપાવશે.2 ચમચી મેથીના દાણા પલાળી દો. 1 કપ દહી લઈને 2 ચમચી સરસિયાનું તેલ અને થોડા ટીપા ઓલિવ ઓઈલ નાંખી બ્લેન્ડરથી મિક્સ કરી દો. આ પેસ્ટ આખા વાળમાં લગાવો. ધોતા પહેલા એક કલાક રહેવા દો. આમ કરવાથી સિલ્કી, સ્મૂધ અને હેલ્ધી વાળ મળશે.

જો આપના વાળ ખરી રહ્યા હોય તો હુંફાળું ગરમ સરસવના તેલથી પોતાના માથામાં માલીશ કરો, એનાથી બ્લડ સર્ક્યુલેશન વધવાથી આપના વાળની ગ્રોથ સારી થાય છે.સરસવનું તેલ વાળમાં હોવાના કારણે બધા પ્રકારની સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે જ છે, આ સાથે જ વાળને લાંબા સમય સુધી કાળા રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે.જોવા જઈએ તો સરસવના તેલને વાળમાં નાખવાના ઘણા બધા ફાયદાઓ થાય છે, પરંતુ માથાના વાળને કોઈ નુકસાન થતું નથી.

સરસવના તેલમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ રહેલા હોય છે. જયારે ભોજનના માધ્યમથી સરસવનું તેલનું સેવન કરવામાં આવે તો પ્રણાલીના બધા ભાગ જેમ કે પેટ આંતરડા અને યુરિનરી ટ્રેકના ઈન્ફેકશનથી બચાવ કરે છે.એનો ઉપયોગ એન્ટિબેક્ટેરિયલ તેલના રૂપમાં પણ કરાય છે.જો સરસવના તેલનું નિયમિત રીતે સેવન કરાય તો આ માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવામાં ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે. કહેવાય છે કે આ પાચક રસની પણ પૂર્તિ કરે છે. જે આપણા યોગ્ય પાચનમાં સહાયક હોય છે. જે લોકો ઉઘરસ-શરદી, અસ્થમા અને સાયનસથી પીડિત છે તેમને સરસવનું તેલ ખૂબ જ લાભદાયક છે.

સરસવના તેલનો ઉપયોગ માલિશ માટે કરાય છે. કારણકે એવું કહેવાય છે કે આ લોહીના પ્રવાહ, માંસપેશીઓને મજબૂત કરે છે અને ત્વચાની સુડોળતાને વધારવામાં સહાયક છે.પેઢા પીળા થઈ ગયાં હોય અને તેમાંથી લોહી અને પસ આવતો હોય તેમજ દુ:ખાવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો 1-2 ચમચી સરસોનું તેલ અને અડધી ચમચી એકદમ ઝીણું વાટેલુ મીઠું ભેળવીને મોઢામાં મુકી દો. આને અડધો કલાક સુધી મોઢામાં રહેવા દો અને મોઢામાં લાળ વધે તો ધીમે ધીમે થુંકતા રહો. આમ, અડધો કલાક સુધી ધીમે ધીમે થુંકતા રહો અને ત્યારબાદ પાણીથી કોગળા કરી લો. આ ખુબ જ અસરકારક પ્રયોગ છે.