જો તમને પણ રાત થતાની સાથેજ દુઃખવા લાગે છે, પગ તો એકવાર આ ખાસ માહિતી, જરૂર વાંચી લેજો હોઈ શકે છે આ ગંભીર બીમારી.

0
1124

દિવસ આખો ઓફિસનું કામ રહ્યું હોય, ઘરમાં પણ ભાગદોડ રહી હોય અને જ્યારે આખા દિવસના થાક્યાપાક્યા આપણે પથારી પકડીને સૂવા જઈએ ત્યારે એટલો બધો થાક લાગતો હોય છે કે આપણને એમ થાય કે આપણે ચક્કર ખાઈને પડી ન જઈએ. આપણે રાતે સૂઈએ ત્યારે આખા દિવસના પગ લાંબા થાય છે.

શરીરને આરામ મળે છે અને ત્યારે જ આપણને શરીરમાં તથા પગમાં ભાર અનુભવાય છે. આપણે પગમાં ખેંચ આવતી જણાય કે દુખાવો થતો લાગે ત્યારે બની શકે કે કોઈ ગંભીર બીમારીનું કોઈ ખાસ લક્ષણ પણ હોઈ શકે છે. તો જોઈએ એ કયાં એવાં કારણો કે લક્ષણો હોઈ શકે જે રાતે સૂવા સમયે પગમાં થતાદુખાવાને લગતાં હોય.

સાયન્સની વાત કરીએ તો આજે વર્તમાન સમયમાં ઘણા લોકો એવા છે, જેમને રાત્રે ઉંઘતા સમયે પગમાં દર્દ થાય છે. આ સમસ્યાના કારણે લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આજે આ સંદર્ભમાં જાણવાની કોશિશ કરીશું. જે બિમારીના સંકેત રાતે ઉંઘતા સમયે પગમાં દર્દની સમસ્યા થાય છે. તો આવો આ વિશે વિસ્તારથી જાણીએ. રાત્રે ઉંઘતા સમયે પગમાં દર્દ થાય છે તો આ બિમારીના સંકેત છે.

રાત્રે ઉંઘતા સમયે તમારા પગમાં દર્દ થાય છે. આ મોર્ટોસ ન્યૂરોમા બિમારીના સંકેત હોઇ શકે છે. આ બિમારીના કારણે પગમાં નસોની આસપાસની પેશીઓ ઘટ્ટ થવાના કારણે નસમા સોજો આવવા લાગે છે. જેના કારણે પગમાં દર્દની સમસ્યા થાય છે. તેનાથી અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો કોઇ વ્યક્તિને આવી સમસ્યા થાય છે. તો આ સમસ્યાને નજરઅંદાજ ન કરો અને ડોક્ટરની સલાહ જરૂર લો.

જો કોઇ વ્યક્તિને મોર્ટોસ ન્યૂરોમાની બિમારી થાય છે, તો તેનાથી રાતે ઉંઘતા સમયે પગમાં દર્દ થાય છે. સાથે જ વ્યક્તિના પગ સુન્ન થઇ જાય છે. અને હાડકામાં પણ પીડા થવાની સમસ્યા થાય છે. તેના કારણે રાત્રે ઉંઘતા સમયે પગની નસો ચઢી જાય છે. જેનાથી અસહનીય દર્દનો સામનો કરવો પડે છે.

મોર્ટોસ ન્યૂરોમા બિમારીનો ઉપચાર
જો કોઇ વ્યક્તિને મોર્ટોસ ન્યૂરોમાની બિમારી થાય છે. તો તે બિમારીથી છૂટકારો મેળવવા માટે સૌથી પહેલા ડોક્ટરની સલાહ લો. અને આયરન, કેલ્શિયમ અને વિટામીન E યુક્ત ખોરાકનું સેવન કરો. તેમા મોર્ટોસ ન્યૂરોમાની સમસ્યા ધીરે ધીરે સમાપ્ત થઇ જશે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પ્રતિદિન મોર્નિંગ વોક કરો. તેનાથી પગમાં નસમાં બ્લડનું સર્ક્યૂલેશન યોગ્ય રીતે થાય છે. અને દર્દની સમસ્યાથી છૂટકારો મળે છે.

ક્યારેક પેરિફેરલ ન્યૂરોપથીને કારણે પગમાં દુખાવો થઈ શકે છે. તે ચેતા સંબંધિત એક ડિસઓર્ડર છે, જે હાથમાં પીડા પેદા કરે છે. ક્યારેક કલાકો સુધી ઊભા રહેવાને કારણે પગની પીંડીઓમાં દર્દ કરે છે. જો કે, પેરિફેરલ ન્યુરોપેથીમાં પગની આંગળો અને પગની પાનીમાં પીડા થાય અથવા તો ખાલી ચડી જવી એટલે કે નિષ્ક્રિયતા જણાતી હોય છે. તેના લક્ષણો રાત્રે ઊંઘતા અને સવારના સમયે દેખાય છે.

ઘણી વખત સ્યૂગર સિન્ડ્રોમ, વિટામિન્સની ખામી, અને તેમાંય ખાસ કરીને વિટામિન ડીની ખામી, થાઇરોઇડ અને કિડની સંબંધિત બિમારીના ચિહ્નો પણ હોઈ શકે છે. જો પગ સતત પીડા રહેતી હોય, તો તમારે ચોક્કસપણે તમારા ડૉક્ટર પાસેથી સલાહ લેવી જોઈએ. મોર્ટન ન્યુરોમાને કારણે ઘણા લોકો પગની પીડા ભોગવે છે. આ રોગમાં, ચેતા પેશીઓ જે પગની અંગૂઠા સુધી પહોંચીને તે સ્થૂળ બને છે અને નસો જાડી થઈ જાય છે. તે સ્થિતિને ઇન્ટરડિસાઇટલ ન્યુરોમા પણ કહેવાય છે.

આ પગની ત્રીજી અને ચોથા આંગળીના હાડકાના દબાણને કારણે થતી તકલીફ છે. આ પગની સાથે જોડાયેલી નસોમાં બળતરા થવી, ખેંચાણ કે તાણ અનુભવવી, નિષ્ક્રિયતા કે ખાલી ચડવી, કળતર અથવા ઝણઝણાટી થવાનું કારણ બને છે. રાત્રિ દરમિયાન પીડા અને ખેંચાણમાં વધારો થાય છે અને ઘણી વખત પગની પીડાની ફરિયાદ. ક્યારેક ચૂસ્ત સલવાર, ટાઈટ લેગિંગ્સ, જીન્સ કે કેપરી પહેરવાથી પણ પગના દુખાવાની સમસ્યા વધી શકે છે. ક્યારેક ચેતાતંત્રને જોડતી નસો પર વધારે દબાણ આવી જવાથી પણ પગમાં દુખાવો થઈ શકે છે. આ દબાણ ઊંચા હીલ સેન્ડલ અને ચુસ્ત જૂતા પહેરવાના કારણે હોઈ શકે છે.

ઘણી વખત રેસ્ટલેસ લેગ સિંડ્રોમને કાર પણ પગમાં દુખાવો રહે છે. આ સિન્ડ્રોમમાં, ઘણા લોકો પલંગ પર સૂઈ જતી વખતે પથારી પર હલન – ચલન કર્યા કરે છે, અને પગમાં જો તે સમયે ઝણઝણાટી, ઝાટકા કે દર્દ અનુભવાતું હોય છે. જો તમે આવી કોઈ સમસ્યા સામે લડતા હો તો તમારે તમારા ડૉક્ટર પાસેથી તરત સલાહ લેવી જોઈએ. ક્યારેક પગમાં સતત રહેતી પીડા કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ આપતી હોઈ શકે છે.અહીં નોંધનીય છે કે પગના દુખાવા કે ઝણઝાટી સૂવા સમયે જો આપને થતી હોય તો તમારે તમારા ડોક્ટરનો તુરંત સંપર્ક કરવો જોઈએ. શરીરમાં થતા કોઈ અજાણ્યા સંકેતો વિશે અહીં માત્ર જાગરૂકતા વધારવા માટે આ લેખની માહિતી શેર કરી છે. જો તમને સંબંધિત બિમારીના લક્ષણોનું પરિક્ષણ કરવાની તબીબી સલાહ મળે તો એ મુજબ જરૂરથી તપાસ કરાવશો. ઘરેલૂ ઉપચારો પણ નિષ્ણાંત ડોક્ટરોની સલાહ સાથે જ કરવા હિતાવહ રહેશે.